રસાયણ વિજ્ઞાનની શોધખોળ


(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

બોયલનો નિયમ

૧૬૫૦માં રોબર્ટ બોયલએ શોધ્યું કે વાયુનું કદ એના પર દબાણ કરતા બળના વિરુદ્ધ પ્રમાણમાં હોય છે.

આ શોધ દ્વારા વાયુઓના રસાયણિક પૃથક્કરણ અને પરિમાણવાચક અભ્યાસનો પાયો નંખાયો. વાયુઓનું આચરણ સમજાવતું આ સૌપ્રથમ પરિમાણવાચક સૂત્ર હતું. બોયલના આ નિયમે રસાયણશાસ્ત્ર માટે પાયાની સમજ આપી.

અણુઓની સંખ્યા અનુસાર રસાયણિક તત્વોનું કોષ્ટક

૧૮૮૦માં ડીમીત્રી મેન્ડેલીયેવએ પૃથ્વી પરના મૂળભૂત રસાયણિક તત્વોની સૌપ્રથમ સંઘટિત રચના શોધી.

આ શોધ પછી અનેક નવા તત્વોની શોધ થઇ શકી. આ શોધ રસાયણશાસ્ત્રીઓ માટે મૂળભૂત તત્વોના ગુણધર્મો અને પરસ્પરના સંબંધો સમજવા માટે ચાવીરૂપ સાબિત થઇ. રસાયણવિજ્ઞાન ભણતા દરેક વિદ્યાર્થી માટે આ કોષ્ટક સમજવું આવશ્યક છે.

આ કોષ્ટકમાં ડીસેમ્બર ૨૦૧૫માં નવા ચાર તત્વો પણ ઉમેરાયા છે. કોષ્ટકમાં ૧૧૩, ૧૧૫, ૧૧૭ અને ૧૧૮ ક્રમાંકના આ ચાર તત્વો અતિભારે તત્વો ગણાય છે. આ સાથે કોષ્ટકની સાતમી હાર સંપૂર્ણ થઇ છે - નાભીમાં એક પ્રોટોન ધરાવતા ક્રમાંક ૧ના હાઇડ્રોજન અને નાભીમાં ૧૧૮ પ્રોટોન ધરાવતા ક્રમાંક ૧૧૮ના તત્વ વચ્ચેના તમામ તત્વો શોધાઇ ગયા છે.

ઓકસીજન

૧૭૭૪માં જોસેફ પ્રિસ્ટલીએ એક વાયુને જુદો પાડી તેને એક અદ્વિતીય તત્વ તરીકે ઓળખાવ્યો. તેનું નામ ઓકસીજન આપ્યું.

પ્રિસ્ટલીએ કરેલી ઓકસીજનની શોધે રસાયણ વિજ્ઞાનમાં ક્રાંતિ આણી દીધી.આપણે જેને "હવા" તરીકે જાણીએ છીએ તે વાયુઓના મિશ્રણમાંથી આ વાયુ તત્વને છૂટો પાડી આપનાર તે સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. દહનક્રિયામાં ઓકસીજનનો મુખ્ય ભાગ હોવાથી આ શોધથી દહનક્રિયાની વિશેષ સમજ મળી. રસાયણિક પ્રતિક્રિયામાં ભૌતિક પદાર્થનું ઊર્જામાં કેવી રીતે પરિવર્તન થાય છે એની જાણકારી મળી.

પરમાણુનું અસ્તિત્વ

૧૮૧૧માં એમેડીઓ એવોગેડ્રોએ શોધ્યું કે પરમાણુ એ એકબીજા સાથે સંલગ્ન અણુઓનો સમૂહ છે.
જુદા જુદા અણુઓ ભેગા મળીને એક પરમાણુ બને છે જે અસંખ્ય તત્વોમાંથી કોઈ તત્વને અલગ તારવી આપે છે.

આ શોધ દ્વારા પૃથ્વી પરના અબજો તત્વોના થોડાક મૂળભૂત તત્વો સાથેના સંબંધની ચાવીરૂપ જાણકારી મળી. આ શોધ કાર્બનિક અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે અત્યંત મહત્વની સાબિત થઇ. આ ઉપરાંત વાયુઓ અંગેના નિયમો બનાવવા અને પરિમાણવાચક રસાયણ વિજ્ઞાન માટે પણ ઘણી ઉપયોગી બની.


Discoveries in Chemistry

Boyle’s Law

In 1650, Robert Boyle discovered that the volume of a gas is inversely proportional to the force squeezing it.

This discovery laid the foundation for all quantitative study and chemical analysis of gasses. It was the first quantitative formula to describe the behavior of gasses. Boyle’s Law is basic to understanding chemistry.

Periodic Chart of Elements

In 1880, Dmitri Mendeleyev discovered the first successful organizing system for the chemical elements that compose Earth.

This discovery also led to the discovery of new elements and has been a corner stone of chemists’ understanding of the properties and relationships of Earth’s elements. It is so important that it is taught to every student in beginning chemistry classes.

Now 4 more elements are added in December 2015.  These are superheavy elements added in the periodic chart as elements 113, 115, 117 and 118. This completes the seventh row of the periodic table, and means that all elements between hydrogen (having only one proton in its nucleus) and element 118 (having 118 protons) are now officially discovered.

Oxygen

In 1774, Joseph Priestley discovered the first gas separated and identified as a unique element.

Priestley’s discovery of oxygen sparked a chemical revolution. He was the first person to isolate a single gaseous element in the mixture of gasses we call ‘air’. Because oxygen is a central element of combustion,

Priestley’s discovery also led to an understanding of what it means to burn something and to an understanding of the conversion of matter into energy during chemical reactions.

The Existence of Molecules

In 1811, Amedeo Avogadro discovered that a molecule is a group of attached atoms. Bonding a number of different atoms together makes a molecule, which uniquely identifies one of the many thousands of substances that can exist.

This discovery created a basic understanding of the relationship between all of the millions of substances on Earth and the few basic elements. It has become one of the corner stones of organic and inorganic chemistry as well as the basis for the gas laws and much of the development of quantitative chemistry.

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

રસાયણ વિજ્ઞાન = Chemistry (કેમિસ્ટ્રી). વાયુ = Gas (ગેસ). રસાયણિક = Chemical (કેમિકલ). પૃથક્કરણ = Analysis (અનેલિસીસ). પરિમાણવાચક = Quantitative (ક્વોન્ટીટેટીવ). તત્વ = Element (એલિમેન્ટ).  અણુસંખ્યા અનુસાર રસાયણિક તત્વોની ગોઠવણીનું કોષ્ટક = Periodic Chart (પિઅરીઓડીક ચાર્ટ). કાર્બનિક = Organic (ઓર્ગનિક). અકાર્બનિક = Inorganic (ઈનોર્ગેનિક).

No comments: