(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
૧૫૪૩માં એન્દ્રીસ
વેસલીઅસએ માનવ શરીરરચનાની સૌપ્રથમ વૈજ્ઞાનિક અને સચોટ માર્ગદર્શિકા આપી.
૧૬મી સદી પહેલાં
માનવ શરીરરચના સમજવા માટે તબીબોએ પ્રાણીઓના શરીર પર પ્રયોગ કરવા પડતા હતા.
એન્દ્રીસ વેસલીઅસએ માનવ શરીરની વાઢકાપ કરીને માનવ શરીરરચનાનો અભ્યાસ કરવાની શરૂઆત
કરી. તે પેરીસની ગલીઓમાં મૃતદેહો (જેમના ખૂન થયા હોય તેવા લોકોના), કંકાલ અને
હાડકાં શોધવા ફર્યા કરતો.
તેણે માનવ
શરીરરચનાનો અભ્યાસ કરવા માટે સૌથી ભરોસાપાત્ર અને સચોટ માહિતી આપતાં પુસ્તકો
લખ્યાં. આ શોધ તબીબી વિજ્ઞાન માટે વરદાનરૂપ સાબિત થઇ.
માનવશરીરનું રુધિરાભિસરણ તંત્ર
૧૬૨૮માં વિલિયમ હાર્વેએ
માનવશરીરના રુધિરાભિસરણ તંત્રની શોધ કરી. તેણે ધમની, શીરા, હૃદય અને ફેફસાંથી કેવી
રીતે રુધિરાભિસરણ તંત્ર બને છે તેની સમજ આપી.
વિલિયમ હાર્વેએ
માનવ શરીરમાં રુધિરનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તેની સચોટ માહિતી આપી. વૈજ્ઞાનિક
પધ્ધતિ દ્વારા જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરનાર તે સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. ત્યાર બાદ
દરેક વૈજ્ઞાનિક તેણે શોધેલી પધ્ધતિને અનુસરતા. હાર્વેએ ૧૬૨૮માં લખેલા પુસ્તક
દ્વારા આધુનિક શરીરવિજ્ઞાનના અભ્યાસની શરૂઆત થઇ.
રોગ અવરોધક રસી
૧૭૯૮માં લેડી મેરી
વર્ટલી મોન્ટાગુ અને એડવર્ડ જેનરએ શોધ કરી કે મનુષ્યને કોઈ રોગથી બચાવવા માટે તે
રોગના જીવાણુમાંથી જ બનાવેલી રસી આપી શકાય છે.
રસીની આ શોધ પછી
રોગ પ્રસરતા તો અટકાવી જ શકાયા તેમજ રોગને નિર્મૂળ પણ કરી શકાયા. આ શોધથી લાખો
મનુષ્યોની જીન્દગી બચાવી શકાઈ છે અને લોકોને અસહ્ય યાતનાઓ અને પીડામાંથી મુક્ત કરી
શકાયા છે.
એનેસ્થેસિયા - શસ્ત્રક્રિયા દરમ્યાન શરીરને
નિશ્ચેતન બનાવી દેવાની પ્રક્રિયા
૧૮૦૧માં હમ્ફ્રી
ડેવીએ એક ઉપચારની શોધ કરી જેમાં દર્દીને શસ્ત્રક્રિયા દરમ્યાન થોડો સમય નિશ્ચેતન
બનાવી દઈને વાઢકાપના દર્દથી મુક્ત કરી શકાય.
શસ્ત્રક્રિયા
દરમ્યાન દર્દીને થતા પીડા, ભય, અસ્વસ્થતા અને દુઃખમાંથી રાહત આપી શકાવાથી તબીબી
અને દંત શસ્ત્રક્રિયાઓ વધુ સરળ બની અને તબીબી વિજ્ઞાનને આ શસ્ત્રક્રિયાઓમાં સુધારા
કરવાની તક મળી જેના લીધે અસંખ્ય જીન્દગીઓ બચાવી શકાઈ.
ક્ષ કિરણો (અજ્ઞાત કિરણો)
૧૮૯૫માં વિહેલ્મ
રોએન્ટજેનએ માનવશરીરની માંસપેશીઓમાંથી પસાર થઇ શકે તેવા ઊંચા આવર્તન ધરાવતા
વિકિરણોની શોધ કરી. આ વિકિરણો ક્ષ કિરણો તરીકે ઓળખાય છે.
રોગ નિદાન માટે
થયેલી શોધોમાં ક્ષ કિરણોની શોધ સૌથી વધુ ઉપયોગી, શક્તિશાળી અને જીવનરક્ષક ગણાય છે.
વાઢકાપ કર્યા વિના શરીરની અંદર જોવા માટે તબીબોને આ શોધ ઘણી સહાયરૂપ બની. આધુનિક
તબીબી વિજ્ઞાનમાં વપરાતી એમ.આર.આઈ. અને સી.ટી. સ્કેન જેવી પધ્ધતિમાં ક્ષ કિરણોની
શોધ જ પાયારૂપ છે.
રુધિરના પ્રકાર-વર્ગ
૧૮૯૭માં કાર્લ
લેન્ડસ્ટેનરએ શોધ કરી કે મનુષ્યના રુધિરના જુદા જુદા પ્રકાર-વર્ગ હોય છે જે એકબીજા
સાથે સુસંગત નથી હોતા.
કાર્લએ શોધ્યું કે
રુધિરના ચાર પ્રકાર હોય છે. કેટલાક એકબીજા સાથે ભેળવી શકાય છે તો કેટલાકને નથી
ભેળવી શકાતા. આ શોધ દ્વારા લાખો જીન્દગીઓ બચાવી શકાઇ છે. આ શોધની મદદથી
શસ્ત્રક્રિયા દરમ્યાન લોહી ચઢાવવાનું એકદમ જ સરળ અને સલામત બની ગયું. દર્દીની
શસ્ત્રક્રિયા હેમખેમ થવાનું પ્રમાણ વધી ગયું અને તેથી શસ્ત્રક્રિયાની ઘણી નવી
પદ્ધતિઓ પણ શોધી શકાઇ.
શરીરની ગ્રંથીઓમાંથી ઝરતો પદાર્થ -
અંત:સ્ત્રાવ (હોર્મોન)
૧૯૦૨માં વિલિયમ
બેલિસ અને અર્નેસ્ટ સ્ટર્લીંગએ શરીરના વિવિધ અંગોની વૃદ્ધિને ઉત્તેજિત કરતા
રસાયણિક વાહકોની શોધ કરી.
આ શોધથી
એન્ડોક્રીનોલોજી નામની તબીબી વિજ્ઞાનની એક નવી જ શાખાનો જન્મ થયો. આ શોધે
શરીરવિજ્ઞાનમાં ક્રાંતિ આણી દીધી. આથી આ શોધને માનવ શરીરને લગતી તમામ શોધોમાં
શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સૌપ્રથમ અડ્રેનલીન નામના હોર્મોનની શોધ થઇ જે મૂત્રપિંડ
પાસેની ગ્રંથિમાંથી નીકળે છે અને રુધિરાભિસરણ અને સ્નાયુની ક્રિયાને ઉત્તેજિત કરે
છે. ત્યાર પછી બીજા હોર્મોન પણ શોધાયા.
વિટામીન
૧૯૦૬માં ક્રિશ્ચયન
એજક્મેન અને ફ્રેડરિક હોપકિન્સએ તંદુરસ્ત આરોગ્ય માટે આવશ્યક એવા ખોરાકમાંના
જીવનસત્વની શોધ કરી. જે વિટામીન તરીકે ઓળખાય છે.
વિટામીનની શોધ પોષક
આહાર માટેની ક્રાંતિકારી શોધ ગણાય છે. તેનાથી લોકોમાં આરોગ્ય, આહાર અને પોષણ
વિષેની જાગૃક્તા આવી. જીવવિજ્ઞાનમાં ઝડપી સુધારા થયા અને મનુષ્ય શરીર કેવી રીતે
કાર્ય કરે છે એની સમજ મળી.
એન્ટિબાયોટિક - જીવાણુનાશક દવા
૧૯૧૦માં પોલ
એહરલીચએ એવા રસાયણિક પદાર્થની શોધ કરી જે શરીરને હાની પહોંચાડ્યા વગર ચેપી
જીવાણુઓનો નાશ કરી શકે.
આ શોધથી તબીબી અને
ઔષધવિજ્ઞાનના એક નવા જ યુગની શરૂઆત થઇ અને કેમોથેરપી નામની કેન્સરના દર્દ માટેની
ચિકિત્સા પધ્ધતિની શોધ થઇ. ૧૯૨૮માં પેનિસિલિનની શોધ થઇ જે સૌથી મહત્વનું
એન્ટિબાયોટિક ગણાય છે. એન્ટિબાયોટિકની મદદથી લાખો જીન્દગીઓ બચાવી શકાઇ છે.
ઇન્સ્યુલિન
૧૯૨૧માં ફ્રેડરિક
બેન્ટીંગએ શોધ્યું કે ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાં ઉત્તપન્ન થતો એક એવો અંતસ્ત્રાવ
- હોર્મોન છે જે લોહીમાંથી શર્કરા શોષી લઇ, એને બાળીને એમાંથી ઊર્જા ઉત્તપન્ન કરે
છે.
આ શોધની મદદથી
અસંખ્ય જીન્દગીઓ બચાવી શકાઇ છે. મધુપ્રમેહ-ડાયાબીટીસ એક અસાધ્ય રોગ ગણાતો. આ રોગને
લીધે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્તપન્ન કરી શકે નહીં અને આનો કોઈ જ ઉપાય નહોતો જડતો.
બેન્ટીંગની આ શોધે આ બધું જ બદલી નાંખ્યું. ઇન્સ્યુલિન એ મધુપ્રમેહના રોગ માટેનો
ઉપચાર નથી પરંતુ તેની મદદથી આ રોગ હવે અસાધ્ય ન રહેતાં તેની પર કાબુ મેળવી શકાયો
છે અને લાખો દર્દીઓને તંદુરસ્ત આરોગ્ય આપી શકાયું છે.
મજજાતંત્રના વાહકો
૧૯૨૧માં ઓટ્ટો
લોએવીએ એવા રસાયણિક પદાર્થની શોધ કરી જે મજજા તંતુઓ વચ્ચે લાગણીઓનું પ્રસારણ કરે
છે.
મજજાતંતુઓ મગજને
સંવેદના પહોંચાડે છે. મગજ સ્નાયુઓ અને અંગોને મજ્જાતંતુ મારફતે આદેશ આપે છે. ઓટ્ટો
લોએવીની મજજાતંતુના વાહકોની આ શોધે માનવીના મગજ વિષેના વૈજ્ઞાનિકોના ખ્યાલને બદલી
નાંખ્યો. મજ્જાતંતુના આ વાહકો યાદશક્તિ, આપણી શીખવાની, વિચારવાની ક્રિયાઓ, આપણી
વર્તણુક, આપણી ઊંઘ, આપણી ગતિવિધિ અને આવી બધી જ સંવેદનશીલ ક્રિયાઓ પર કાબુ ધરાવે
છે. મગજની રચના અને મગજના કાર્યને સમજવા માટે આ શોધ ઘણી જ પાયારૂપ બની.
પેનિસિલિન
૧૯૨૮માં એલેક્ઝાંડર
ફ્લેમિંગએ પેનિસિલિન નામની વ્યાપારી ધોરણે ઉપયોગમાં લઇ શકાય એવી એન્ટિબાયોટિક
દવાની શોધ કરી.
પેનિસિલિનની શોધે
અસંખ્ય જીન્દગીઓ બચાવી. ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધના પાછલા વર્ષોમાં લાખો લોકોને
બચાવી શકાયા. ચેપી બેકટેરિયા સામે રક્ષણ આપવાની ક્ષમતાને લીધે અને બીજા અનેક
અસાધ્ય રોગોનો પણ ઈલાજ કરી શકવાને લીધે પેનિસિલિનને ૨૦મી સદીની શરૂઆતના વર્ષોમાં
ચમત્કારિક ઈલાજ ગણવામાં આવતી. તેનાથી એન્ટિબાયોટિક દવાઓનો બહોળો ઉદ્યોગ શરુ થયો
અને ઔષધની દુનિયામાં એક નવા યુગની શરૂઆત થઇ.
ચયાપચયની ક્રિયા
૧૯૩૮માં હાન્સ
એડોલ્ફ ક્રેબ્સએ રસાયણિક પ્રતિક્રિયાઓની એક વર્તુળાકાર શ્રુંખલાની શોધ કરી જે
શર્કરાને ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થાય છે.
હાન્સએ શોધ્યું કે
આપણું શરીર ખોરાકને કેવી રીતે ઊર્જામાં રૂપાંતરિત કરે છે. ચયાપચયની ક્રિયાનો
અભ્યાસ માનવ શરીરરચના સમજવા માટે ઘણો જ ઉપયોગી છે. ૨૦મી સદીની આ એક ઘણી જ અગત્યની
શોધ હતી.
પ્લેઝમા
૧૯૪૦માં ચાર્લ્સ
ડ્રયુએ પ્લેઝમાની શોધ કરી જે માનવ રુધિરનો એક ભાગ છે જે લાલ રક્તકણો છુટા પાડ્યા
પછી પણ રહે છે.
ડ્રયુએ, રુધિરમાંથી
લાલ રક્તકણો અને પ્લેઝમાને છુટા પાડવાની શોધ કરી. આ શોધની મદદથી રુધિરને ઘણા લાંબા
સમય સુધી સાચવી રાખવાનું શક્ય બન્યું જેના લીધે અસંખ્ય જીન્દગીઓ બચાવી શકાઇ.
ડ્રયુની આ શોધ પછી રુધિર સંગ્રહિત કરવા માટેની બ્લડ બેંકનો યોગ્ય ઉપયોગ થઇ શક્યો.
આજે પણ રેડક્રોસ જેવી બ્લડ બેંકમાં રુધિર સંગ્રહિત કરવા અને રક્તદાન કરવામાં આ
પ્રક્રિયાનો ઉપયોગ થાય છે.
Discoveries in Medicine
Human Anatomy
In 1543, Andreas Vesalius discovered the first scientific, accurate guide
to human anatomy.
Before 16th century, doctors were relying on animal studies
for human anatomy. Andreas Vesalius was the first to study human anatomy by
systematic dissections of the human bodies. He was roaming around Paris in
search of dead bodies (murdered), skeletons and bones.
He wrote the most reliable and accurate books on the structure and
workings of the human body. This discovery became a real boon for the medical
science.
Human Circulatory
System
In 1628, William Harvey
discovered the
first complete understanding of how arteries, veins, heart, and lungs function
to form a single, complete circulatory system.
William Harvey created the first
complete and accurate picture of human blood circulation. He was also the first
to use the scientific method for biological studies. Every scientist since has
followed his example. Harvey’s 1628 book represents the beginning of modern
physiology.
Vaccination
In 1798, Lady Mary Wortley
Montagu and Edward Jenner discovered that Humans can be protected from disease
by injecting them with mild forms of the very disease they are trying to avoid.
The discovery of
vaccinations not only stopped the spread of each of these diseases, it
virtually eradicated them. Vaccinations have saved millions of lives and have
prevented unimaginable amounts of misery and suffering.
Anesthesia
1n 1801, Humphry Davy
discovered a
medication used during surgery that causes loss of awareness of pain in
patients.
Anesthesia
eliminated much of the pain, fear, anxiety, and suffering for medical and
dental patients during most procedures and gave the medical profession a chance
to develop and refine the procedures that would save countless lives.
X Rays
In 1895, Wilhelm
Roentgen discovered High frequency radiation that can penetrate through human
flesh.
Medical X-rays have
been one of the most powerful, useful, and life-saving diagnostic tools ever
developed. X-rays were the first noninvasive technique developed to allow
doctors to see inside the body. X-rays led to the more modern MRI and CT
technologies.
Blood Types
In 1897, Karl
Landsteiner discovered that Humans have different types of blood that are not
all compatible.
Karl Landsteiner
discovered that there were four types of blood. Some could be safely mixed and
some could not. That discovery has saved millions of lives. With this, blood
transfusions became a safe and risk-free part of surgery. A patient’s chances
of surviving surgical procedures greatly increased. By making surgery safer, he
made many new surgical procedures possible and practical.
Hormones
In 1902, William Bayliss and
Ernst Starling discovered Chemical messengers that trigger action in various
organs within the body.
This startling
discovery started a whole new field of medical science: endocrinology. It
revolutionized physiology and has been called one of the greatest discoveries
of all time related to the human body. Adrenalin was the first hormone to be
discovered. Other hormones followed close behind.
Vitamins
In 1906, Christian Eijkman
and Fredrick Hopkins discovered dietary chemical compounds that are essential
to life and health.
The discovery of
vitamins revolutionized nutritional science and the public’s awareness of
health, diet, and nutrition. It radically changed biological science and the
study of how the human body functions.
Antibiotics
In 1910, Paul Ehrlich
discovered Chemical
substances that kill infectious microscopic organisms without harming the human
host.
This discovery opened a new era for
medical and pharmacological research and founded the field of chemotherapy.
Antibiotics (penicillin, discovered in 1928, is the most famous) have saved
many millions of lives.
Insulin
In 1921, Frederick
Banting discovered Insulin is a hormone produced by the pancreas that
allows the body to pull sugar from blood and burn it to produce energy.
This discovery has saved
millions of human lives. Diabetes used to be a death sentence. There was no
known way to replace the function of a pancreas that had stopped producing
insulin. Banting’s discovery changed all that. Although insulin is not a cure
for diabetes, this discovery turned the death sentence of diabetes into a
manageable malady with which millions of people live healthy and normal lives.
Neurotransmitters
In 1921, Otto Loewi
discovered Chemical
substances that transmit nerve impulses between individual neuron fibers.
Nerves signal
sensations to the brain; the brain flashes back commands to muscles and organs
through nerves. Otto Loewi’s discovery of neurotransmitters (the chemicals that
make this communication possible) revolutionized the way scientists think about
the brain and even what it means to be human.
Neurotransmitters
control memory, learning, thinking, behavior, sleep, movement, and all sensory
functions. This discovery was one of the keys to understanding brain function
and brain organization.
Penicillin
In 1928, Alexander Fleming discovered the first commercially available antibiotic
drug Penicillin.
Penicillin has saved
millions of lives - tens of thousands during the last years of World War II
alone. The first antibiotic to successfully fight bacterial infections and
disease, penicillin was called a miracle cure for a dozen killer diseases
rampant in the early twentieth century. Penicillin started the vast industry of
antibiotic drugs and ushered in a new era of medicine.
Metabolism
In 1938, Hans Adolf
Krebs discovered
the circular chain of chemical reactions that turns sugars into energy inside a
cell and drives metabolism.
Kerb discovered how our
bodies metabolize food into energy. The process of metabolism in human bodies
is very much important to our understanding of human anatomy. It was one of the
great medical discoveries of the twentieth century.
Blood Plasma
In 1940, Charles Drew
discovered Plasma - a portion of human blood that remains after red
blood cells have been separated out.
Drew discovered the
process of separating blood into red blood cells and blood plasma. This
discovery greatly extended the shelf life of stored blood and has saved
probably million of lives. Drew’s discovery made blood banks practicable. This
process is still used by the Red Cross today for its blood donation and storage
program.
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
તબીબી વિજ્ઞાન =
Medicine (મેડીસીન).માનવ શરીરરચના =
Human Anatomy (હ્યુમન અનેટમી).
રુધિરાભિસરણ તંત્ર = Blood Circulating System (બ્લડ સર્ક્યુલેટિંગ સિસ્ટમ). ધમની = Artery (આર્ટરી). શીરા = Vein (વેન).
હૃદય = Heart (હાર્ટ). ફેફસું = Lung (લંગ). શરીરવિજ્ઞાન = Physiology (ફિઝીઓલજી). રસી = Vaccination
(વેક્સીનેશન). એનેસ્થેસિયા =
Anesthesia. શસ્ત્રક્રિયા = Surgery (સર્જરી).
માંસપેશી = Flesh (ફ્લેશ). વિકિરણ =
Radiation (રેડીએશન). ક્ષ કિરણો = X
Rays (એક્સ રેઝ). રુધિરના પ્રકાર-વર્ગ
= Blood Type (બ્લડ ટાઈપ).અંત:સ્ત્રાવ =
Hormone (હોર્મોન). મધુપ્રમેહ =
Diabetes (ડાયાબીટીસ). મજજાતંત્રના
વાહકો = Neurotransmitters (ન્યુરો
ટ્રાન્સમીટર્સ). મગજ = Brain (બ્રેન). સંવેદના = Sensation (સેન્સેશન). શર્કરા = Sugar (સુગર).
ચયાપચયની ક્રિયા = Metabolism (મેટેબલિઝમ).
રક્તકણો = Blood Cells (બ્લડ સેલ્સ).
No comments:
Post a Comment