ટાઢું
ટબુકડું
(અંગ્રેજી અનુવાદ
નીચે આપેલ છે)
એક
ગામમાં એક માજી એકલાં રહેતાં હતાં. ગામ જંગલની નજીક હતું. જંગલમાં સિંહ, વાઘ જેવા
જંગલી પ્રાણીઓ રહેતા હતા.
એક
દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું. પૂરનું પાણી
જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા. એક વાઘ
માજીના ઘર પાસે આવી ગયો. વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગીકે
તે એમને મારશે તો? માજી ગાવા લાગ્યાં:
"હું તો
સિંહડાથી ન બીવું, વાઘડાથી ન બીવું, પણ ટાઢા
ટબુકડાથી બીવું".
આ
સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો. આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની
બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છે? એણે ટાઢા
ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો. વાઘ માજીના
ઘરની બહાર ઊભો રહ્યો.
માજીના
ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું. વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું. વરસાદ રહી
ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું. ઠંડીને લીધે
ટીપું ખુબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું. માજી આ ઠંડા
ટીપાંને ટાઢું ટબુકડું કહેતાં હતાં. વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી
ધ્રુજી ગયો.
ઠંડુ
પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા, ધ્રુજાવી દે
એવા મારથી ગભરાઈ ગયો. વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો.
આમ
ટાઢા ટબુકડાએ માજીને બચાવી લીધાં!
A Scary Cold Water Drop
An
old woman was living alone in a village. The village was near to the forest.
There were wild animals like Lion, Tiger in the forest.
One
day there was very heavy rain there. There was a flood in the river. The water
entered the forest so some animals rushed to the village. A Tiger came near the
old woman's house. He was hungry so the old woman got afraid that he may attack
her. So she started singing:
“I
am not afraid of a Lion, I am not afraid of a Tiger. But I am afraid of the
Scary Cold Water Drop”.
The
Tiger was surprised to hear this. How come this old woman is not afraid of any
wild animal but she is afraid of a Scary Cold Water Drop? He decided to meet
the Scary Cold Water Drop so he went to the woman's house. He sat outside the
door.
The
roof of the house was made of tiles. The rain water was falling down from the
roof. As the rain had stopped, its water was falling drop by drop. Due to cold,
the water drop was very chilled and biting. When it fell on the tiger, he
literally shivered with the cold. As the cold water was falling drop by drop,
the tiger was scared of its chill and bite. The tiger ran away from the old
woman's house. Thus the old woman was saved by the “Scary Cold Water Drop”!
For English medium students
Meanings and Pronounce for some words used in this
story. (Pronounce is given in the bracket):
Village
= ગામ
(gaam).
Old woman = માજી
(maaji).
Forest (or Jungle) = જંગલ (jangal). Near = નજીક (najeek)
or પાસે
(paase).
Lion = સિંહ
(sinh).
Tiger = વાઘ
(vaagh).
Wild = જંગલી
(jangalee).
Animal = પ્રાણી
(praani).
One = એક
(ek).
Day = દિવસ
(divas).
Heavy = ભારે
(bhare).
Rain = વરસાદ
(varsaad).
River = નદી
(nadi).
Flood = પૂર
(pur). House = ઘર (ghar).
Hungry = ભૂખ્યો
(bhukhyo).
Roof = છાપરું
(chhaparu).
Tiles = નળિયા
(naliya).
Water = પાણી
(paani).
Cold = ઠંડી
(thandi),
ઠંડુ
(thandu).
Drop = ટીપું
(tipu).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
ગામ
=
Village (વિલેજ). માજી = Old woman
(ઓલ્ડ
વુમન).
જંગલ
=
Forest (ફોરેસ્ટ). નજીક = Near (નિઅર).
સિંહ
=
Lion (લાયન). વાઘ = Tiger (ટાઇગર). જંગલી = Wild (વાઇલ્ડ). પ્રાણી = Animal
(એનિમલ). એક = One (વન). દિવસ = Day (ડે). ભારે = Heavy (હેવી). વરસાદ = Rain (રેઇન). નદી = River (રીવર). પૂર = Flood (ફલડ). ઘર = House (હાઉસ). ભૂખ્યો = Hungry
(હંગરી). છાપરું = Roof (રુફ). નળિયા = Tiles (ટાઈલ્સ). પાણી = Water (વોટર). ઠંડી કે ઠંડુ= Cold (કોલ્ડ). ટીપું = Drop (ડ્રોપ).
No comments:
Post a Comment