જાણવા જેવું:
ગુજરાતીમાં "ભાષા" માટે પહેલાં "ભાખા" શબ્દ વપરાતો , એટલે કે "ગુજરાતી ભાખા" એમ બોલાતું!
ગુજરાતી બોલીઓ
જાણીતા ભાષા અભ્યાસી શ્રી.ગણેશ દેવી ગુજરાતી ભાષા પર ૨૦ વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે. એમના જણાવ્યા મુજબ વિશ્વમાં ૬૦૦૦ બોલીઓ બોલાય છે જેમાં ગુજરાતી ભાષા ૯૦ દેશોની અંદર બોલાય છે. ગુજરાતમાં ૬૫ બોલીઓ હતી જેની સરખામણીમાં અત્યારે ૪૫ બોલીઓ રહી છે. છેલ્લા ૫૦ વર્ષમાં ૧૫ ગુજરાતી બોલીઓ લુપ્ત થઇ ગઈ છે. ૧૫ થી ૨૦ વર્ષ પહેલાં દરિયા કિનારે વસતા લોકો જે ભાષા બોલતા હતા તે આજે અદ્રશ્ય થઇ ગઈ છે.
એક સંશોધન મુજબ ગુજરાતી ભાષા વિશ્વની સૌથી સુરક્ષિત ૨૦ ભાષાઓમાં સ્થાન ધરાવે છે. જેને હજી ૧૦૦ વર્ષ સુધી કોઈ જ ખતરો નથી. આવનાર નવી પેઢીઓ ગુજરાતી ભાષાનો વારસો યોગ્ય રીતે જાળવી શકશે તો અનેક સદીઓ સુધી સુરક્ષિત રહેશે.
ગુજરાત વિદ્યા સભા વિષે:ગુજરાતી બોલીઓ
જાણીતા ભાષા અભ્યાસી શ્રી.ગણેશ દેવી ગુજરાતી ભાષા પર ૨૦ વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે. એમના જણાવ્યા મુજબ વિશ્વમાં ૬૦૦૦ બોલીઓ બોલાય છે જેમાં ગુજરાતી ભાષા ૯૦ દેશોની અંદર બોલાય છે. ગુજરાતમાં ૬૫ બોલીઓ હતી જેની સરખામણીમાં અત્યારે ૪૫ બોલીઓ રહી છે. છેલ્લા ૫૦ વર્ષમાં ૧૫ ગુજરાતી બોલીઓ લુપ્ત થઇ ગઈ છે. ૧૫ થી ૨૦ વર્ષ પહેલાં દરિયા કિનારે વસતા લોકો જે ભાષા બોલતા હતા તે આજે અદ્રશ્ય થઇ ગઈ છે.
એક સંશોધન મુજબ ગુજરાતી ભાષા વિશ્વની સૌથી સુરક્ષિત ૨૦ ભાષાઓમાં સ્થાન ધરાવે છે. જેને હજી ૧૦૦ વર્ષ સુધી કોઈ જ ખતરો નથી. આવનાર નવી પેઢીઓ ગુજરાતી ભાષાનો વારસો યોગ્ય રીતે જાળવી શકશે તો અનેક સદીઓ સુધી સુરક્ષિત રહેશે.
"રૂડી ગુજરાતી વાણી રાણીનો વકિલ છું" એમ કહેનાર કવીશ્વર દલપતરામની સહાયથી અમદાવાદમાં આસીસ્ટન્ટ જજ શ્રી અલેક્ઝાન્ડર કિલોન્ક ફાર્બસે ૨૭-૧૨-૧૮૪૮ના દિવસે "ગુજરાત વર્નાક્યુલર સોસાયટી - ગુજરાત વિદ્યાસભા"ની સ્થાપના કરી હતી. ગુજરાતની ભાષા, સાહિત્ય અને શિક્ષણના પ્રચાર-સંશોધન માટે તે સ્થપાઇ.
વિદ્યા સભાએ આશરે એક હજાર કરતાં વધુ ગ્રંથો પ્રગટ કર્યાં જેમાં કાલિદાસ, ભાગવત, તત્વજ્ઞાન મુખ્ય છે. "બુદ્ધિપ્રકાશ" માસિક, ભો.જે.વિદ્યાભવન, ગર્લ્સ હાઈસ્કૂલ, પ્રેમાભાઈ હોલ, એચ.કે.કોલેજ, બ્રહ્મચારી વાડી એ વિદ્યાસભાની સંસ્થાઓ છે. જેમાં રસિકલાલ પરીખ, ઉમાશંકર જોશી, કે.કા.શાસ્ત્રી,વિષ્ણુદેવ પંડિત જેવા વિદ્વાનોએ કામ કર્યું છે. વર્ષો પહેલાં આ સંસ્થા નબળી પડી ત્યારે દલપતરામે વયોવૃદ્ધ ઉંમરે ઠેર ઠેર રખડી પોતાની કવિતા અને કલમને કામે લગાડી દેશી રાજાઓ અને શેઠિયાઓ પાસે ગુજરાતી ભાષા માટે ટહેલ નાંખી આ વિદ્યાસભાને સધ્ધર કરેલી.
"બુદ્ધિપ્રકાશ" માસિક એ ગુજરાતનું સર્વ પ્રથમ માસિક છે.
ગુજરાતી ભાષાને જીવંત રાખવા કવિ શ્રી.દલપતરામ અને એલેક્ઝાંડર ફાર્બસનું અમૂલ્ય યોગદાન::
ગુજરાતી ભાષા જીવંત રાખવામાં કવિશ્રી દલપતરામ અને એલેક્ઝાંડર ફાર્બસનો અમૂલ્ય ફાળો છે.
કવિ દલપતરામ બ્રિટીશ સિવિલ સર્વન્ટ એલેક્ઝાંડર ફાર્બસને ગુજરાતી શીખવતા. ફાર્બસે જ એમને ગુજરાતી ભાષામાં લખવા પ્રોત્સાહિત કર્યા. એ વખતે ગુજરાતી ભાષા વેપારીઓને હિસાબ માટે વપરાતી "બજારુ ભાષા" પુરતી જ સીમીત હતી. કવિ દલપતરામ પણ વ્રજ ભાષામાં જ કવિતાઓ લખતા. ફાર્બસના કહેવાથી એમણે ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું.
ઈ.સ. ૧૮૪૯માં દલપતરામે ભૂત-પ્રેત અને એવી અંધશ્રદ્ધાઓ પર "ભૂત નિબંધ" નામે નિબંધ લખ્યો. કોઈ સામાજિક બાબત માટે ગુજરાતીમાં લખાયેલ એ પહેલો નિબંધ હતો.
ફાર્બસે "ભૂતનિબંધ"નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ગુજરાતી ભાષામાંથી થયેલો એ પહેલો અંગ્રેજી અનુવાદ હતો.
ઈ.સ. ૧૮૫૬માં ફાર્બસે "રાસ માળા" બહાર પાડ્યું જેમાં ૮મી સદીથી લઇ બ્રિટીશ રાજ આવ્યું ત્યાં સુધીના ગુજરાતની વિગતો આપી. આ "રાસ માળા"ને આપણા ગુજરાતી રાસ ગરબા સાથે કોઈ સંબંધ નથી. પરંતુ રાસ અથવા રાસો એ ગુજરાતી ભાષા જયારે ગુજરાતી પણ ન હતી એ સમયનો સાહિત્યનો પ્રકાર છે. રાસો એ એક સાહિત્ય-લખાણ પ્રકાર છે. અને માળા એટલે શ્રેણી-સિરીઝ. ગુજરાતી ભાષાના ઈતિહાસની પહેલી શ્રેણી-સિરીઝ એટલે રાસમાળા.
ફાર્બસ પ્રથમ ગુજરાતી સાહિત્યિક સંસ્થા "ગુજરાત વિદ્યા સભા"ના સ્થાપક હતા. પ્રથમ પુસ્તકાલયના સ્થાપક હતા. ગુજરાતી નિબંધનો પ્રથમ અંગ્રેજી અનુવાદ કરનારા હતા. અમદાવાદનું પ્રથમ ગુજરાતી અખબાર "વરતમાન" શરુ કરનારા હતા. પ્રથમ વખત ગુજરાતનો ઈતિહાસ લખનારા હતા. આવા અનેક કાર્યો પ્રથમ કરનારા હતા એટલે જ તેઓ ગુજરાતમાં "અર્વાચીનતાના છડીદાર" હતા!
કવિ શ્રી.દલપતરામે ૧૮૫૨માં ૫ દિવસ માટે કવિ સંમેલન યોજ્યું હતું.
‘પુસ્તક’ શબ્દ
‘પુસ્તક’ શબ્દ અસલમાં પહેલવી ભાષાના ‘પોસ્તક’ શબ્દ પરથી આવ્યો છે. ‘પોસ્તક’ એટલે ચામડું. એ જમાનામાં ચામડા પર લખાતું. એટલે લખાણસંગ્રહ માટે ‘પુસ્તક’ શબ્દ વપરાતો થયો. –( "શબ્દકથા"
- હરિવલ્લભ ભાયાણી) પહેલું ગુજરાતી પુસ્તક ઈ.સ.૧૮૦૫માં એક અંગ્રેજે લખ્યું હતું. "ઈલેસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ગુજરાતી એન્ડ મરહટ્ટ એન્ડ ઈંગ્લીશ લેન્ગવેજીસ" એ ગુજરાતી ભાષામાં છપાયેલા સૌપ્રથમ પુસ્તકનું નામ છે! એક અંગ્રેજ ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડે આ પુસ્તક ઈ.સ.૧૮૦૫માં લખ્યું હતું અથવા તૈયાર કર્યું હતું.
આ પુસ્તક સવાસો પાનાનું, બારેક ઇંચ લાંબુ અને આઠેક ઇંચ પહોળું છે. આ પુસ્તક શબ્દકોશ છે, કહેવત કોશ છે અને જ્ઞાનકોશ પણ છે. ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં તેમાં લખાણો છે.
પુસ્તકના નામમાં જ ઉલ્લેખ છે એ પ્રમાણે ગુજરાતી વ્યાકરણની સમજૂતી આપવામાં આવી છે. સામાન્ય બોલચાલમાં વપરાતા કેટલાક શબ્દો ગુજરાતી અને મરાઠીમાં આપવામાં આવ્યા છે. એ પછી કેટલાક પાનાં કહેવતો માટે ફાળવવામાં આવ્યા છે. શબ્દસંગ્રહ ('ગ્લોસરી') પણ આપી છે.
"ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ"માં શ્રી.દિપક મહેતાએ આ નોંધ કરી છે. હાલમાં આ પુસ્તકની માંડ ૫-૭ નકલો જ ઉપલબ્ધ છે. જેમાંની એક ભો.જે.પુસ્તકાલય,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે છે.
ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃતિ - ઈ.સ. ૧૧૬૯માં જૈન કવિ વજ્રસેનસૂરીએ લખેલ રચના 'ભરતેશ્વર બાહુબલી ઘોર' ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચના ગણાય છે. એ પહેલાં અપભ્રંશ ભાષા પ્રચલિત હતી. ગુજરાતી ભાષાના સ્વતંત્ર લક્ષણો ધરાવતી આ પ્રથમ રચના હતી. આ કૃતિમાં ૪૮ કડી હતી. આ કૃતિ કવિતા પ્રકારની રચના હતી. આમ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ રચના કવિતાથી થઇ.
ગુજરાતી ભાષાની સૌપ્રથમ અર્વાચીન કવિતા - ઈ.સ.૧૮૪૫માં દલપતરામે રચેલી કવિતા 'બાપાની પીંપર' ગુજરાતી ભાષાની સૌપ્રથમ અર્વાચીન કવિતા ગણાય છે.
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આત્મકથા કવિ નર્મદે ઈ.સ.૧૮૬૬માં લખી હતી - "મારી હકીકત".
સૌપ્રથમ ગુજરાતી નવલકથા નંદશંકર મહેતાએ ઈ.સ.૧૮૬૬માં લખી હતી - "કરણ ઘેલો".
ગુજરાતનું સૌપ્રથમ પુસ્તકાલય સુરતમાં ૧૮૨૪માં શરુ થયું હતું
ગુજરાતી અક્ષરોના સૌપ્રથમ બીબાં સુરતના જીજીભાઈ છાપગરે બનાવ્યા હતા. મુંબઈથી પ્રસિદ્ધ થતા અંગ્રેજી અખબાર 'ઘી બોમ્બે કુરિયર'માં ગુજરાતીમાં થોડી જાહેરખબરો છાપવા માટે જીજીભાઈએ ગુજરાતી અક્ષરોના બીબાં ઈ.સ. ૧૭૯૭માં તૈયાર કર્યા હતા. એ સમયે ગુજરાતી લિપિના અક્ષરો લગભગ સંસ્કૃત જેવા જ હતા. પણ અક્ષરોના બીબાં બનાવવામાં સરળતા રહે તે માટે કેટલાક અક્ષરોના આકારમાં ફેરફાર કરવામાં આવ્યા અને તેમાંથી આજના ગુજરાતી અક્ષરોનો વિકાસ થયો.ફરદુનજી મરઝબાનને ઈ.સ.૧૮૧૨માં ગુજરાતી ભાષાના સૌપ્રથમ છાપખાનાની સ્થાપના કરી હતી. એમણે ઈ.સ.૧૮૧૪માં સૌપ્રથમ ગુજરાતી પંચાંગ તૈયાર કર્યું હતું.
પહેલાં ગુજરાતી ભાષામાં પણ અન્ય દેવ નાગરી લીપીની જેમ ઉપર રેખા (લીટી- શીરોરેખા) કરી લખાતું હતું. ગુજરાતી વેપારીઓએ ઝડપથી લખાણ થઇ શકે એ માટે ઉપર રેખા કરવાનું બંધ કર્યું. ધીમે ધીમે અક્ષરોના વણાંક વિ. બદલાયા અને કેટલાક નવા-અન્ય ભાષાથી જુદા પડતા અક્ષરો પણ આવ્યા (ઉ.દા -> ળ, ણ).આ લીપી "વાણીયા શાહી" અથવા "મહાજની" લીપી તરીકે ઓળખાતી.
અન્ય ભાષામાંથી આવેલા શબ્દો::
ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો મૂળ ભાષાના નથી પરંતુ અન્ય ભાષામાંથી આવ્યા છે. જેમ કે,
પર્સિયન ભાષામાંથી આવેલા શબ્દો:
વહીવટ, ખાતાવહી, બંદુક, તોપ, ગુંબજ, દર્દી, ઈલાજ, બુલબુલ, કબુતર, બદામ, તાલુકો, પીસ્તા, દુકાનદાર, નોકર, વીમો, વજન, કુર્તા-પાયજામા, કફની, ખુરશી, પડદો, ગરદન,
બરફી, શીરો, બિરંજ, હલવો, જલેબી, મૈસૂર, શક્કરપારા, મેંદો, માવો, ચાસણી - આ બધી વાનગીઓના શબ્દો
પોર્ટુગીસ ભાષામાંથી આવેલા શબ્દો:
કાજુ, તમાકુ, બટાટા, સાબુ, છબી, ઈસ્ત્રી, ઇસ્કોતરો, કપ્તાન, પગાર, પિસ્તોલ, મિસ્ત્રી, મોસંબી, ફાલતુ,
મિજાગરું, પુરાવો, પુરવાર, બાલદી, બંબો, પીપ
દક્ષિણ ભારતીય ભાષામાંથી આવેલા શબ્દો:
લેણું, એલચી, હાઉ,
ઉત્તર ભારતીય ભાષામાંથી આવેલા શબ્દો:
માહોલ, અછત, જીન્દગી, કિસાન, ગીર્દી, ગોલમાલ, બહાર, પનિહારી, ગોસાઈ, સ્વાંગ
મરાઠી ભાષામાંથી આવેલા શબ્દો:
ચળવળ, અટકળ, નિદાન, તાબડતોબ, ટકાઉ, હલકટ, લબાડ, માંગ
બંગાળી ભાષામાંથી આવેલા શબ્દો:
બાબુ, મહાશય, શિલ્પ
રસપ્રદ માહિતી માટે વાંચો -
શબ્દકથા : શબ્દોની ‘ગંગોત્રી’નો રોમાંચ - http://urvishkothari-gujarati.blogspot.in/ (18 May 2015)
ગુજરાત વિશેની કેટલીક રસપ્રદ માહિતી:
૬ હજાર વર્ષ પૂર્વેનું લોથલ ગુજરાતનું પહેલું નગર ગણાય છે
ભરૂચ ગુજરાતનું પહેલું બંદર હતું
જુનાગઢનું સુદર્શન તળાવ ગુજરાતનું સૌથી પહેલું સરોવર હતું
સિદ્ધપુરમાં મૂળરાજ સોલંકીએ બંધાવેલ રુદ્રમહાલ એ ગુજરાતનું પહેલું બહુમાળી મકાન હતું
ગુજરાતમાં રેલ્વેની શરૂઆત અંકલેશ્વર - સુરત વચ્ચે ૧૮૬૪માં થઇ
ગુજરાતનું સૌપ્રથમ સંગ્રહાલય વડોદરામાં ૧૮૯૪માં સ્થપાયું
દેશમાં સૌપ્રથમ વખત ક્રિકેટની રમત ગુજરાતમાં ખંભાતમાં રમાઈ હતી એમ લેફ્ટ.ક્લેમેન્ટ ડાઉનીંગ જણાવે છે.
દેશનો સૌપ્રથમ સિમેન્ટ રોડ ૧૯૩૫માં સુરતના પી.બી.વાડિયા સન્સના ફ્રેમરોઝ વાડિયાએ બનાવ્યો હતો. તાપી નદીના હોપ પુલ પાસેથી સુરત અને રાંદેરને જોડતો રસ્તો બનાવ્યો હતો.
૧૯૪૭-૪૮માં અમદાવાદ શહેરની હદમાં સાયકલ રીક્ષા પર પ્રતિબંધ આવ્યો. તે વખતે રાઈપુર દરવાજા પાસે પંચાલ મોટર વર્કસ નામની કંપનીએ ગીયર વાળી સ્ટીલ બોડીની રીક્ષા બનાવી જે ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ વેચાણ માટે મુકાઇ હતી. દેશની આ સૌપ્રથમ ઓટો રીક્ષા હતી.
પોર્ટુગીઝ લોકો ૧૭મી સદીમાં બટાકા ભારતમાં-સુરતમાં લાવ્યા હતા.
સુરતના લોવજી નુસરવાનજી વાડિયાએ ૧૭૩૬માં જહાજ બનાવતી કંપની શરુ કરી હતી. આ કંપનીએ "HMS Minden" નામની વોરશીપ બનાવી હતી જેના ઉપર રહીને ૧૮૧૨માં ફ્રાન્સીસ સ્કોટએ અમેરિકાનું રાષ્ટ્રીય ગીત રચ્યું હતું.
ગુજરાતનો ઈતિહાસ History of Gujarat
ગુજરાતનો ઈતિહાસ History of Gujarat
ગુજરાતી ભાષાનો ઈતિહાસ History of Gujarati Language
ગુજરાતી ભાષાનો ઈતિહાસ History of Gujarati Language
આપના બાળકને ગુજરાતનો પરિચય કરાવો (KNOW GUJARAT)
No comments:
Post a Comment