બાળ કાવ્યો (અંગ્રેજી અનુવાદ સાથે બાળકોની કવિતાઓ)

ગુજરાતી બાળ કાવ્યો - બાળકોની કવિતાઓ - બાળ કવિતાઓ

ગુજરાતની આગલી પેઢીના વિખ્યાત બાળ કાવ્યો, ગુજરાતીમાં અને ગુજરાતી ન જાણતા બાળકો પણ વાંચી શકે એવી રીતે અંગ્રેજી-ગુજરાતી (ગુજીન્ગલીશ!)માં પણ લખ્યા છે. અંગ્રેજી અનુવાદ સાથે આપ્યા છે. બાળકોને વાંચી સંભળાવશો તો એમને એમની નર્સરીમાં ગવાતા અંગ્રેજી કાવ્યો જેવી કે એનાથી પણ વધારે મજા આવશે. આ બાળ કાવ્યો વાંચવા સ્ક્રોલ કરી નીચે જાવ.

સી. એન. વિદ્યાવિહારમાં ૧૯૭૫ - ૧૯૭૮ દરમ્યાન ધો. ૫-૮ ભણતા એક બાળકે લખેલી કેટલીક કવિતાઓ...
ફૂલછાબના બાળ સાપ્તાહિક ફૂલવાડીમાં હું નિયમિતપણે કવિતાઓ, વાર્તાઓ, ટુચકાઓ, જોડકણા, ઉખાણા, નાટક, શબ્દોની કરામત જેવી અનેક રચનાઓ મોકલતો. ઘણા બાળ વાચકો મારા નામથી મને ઓળખતા હતા. બાળપણમાં લખેલી મારી કેટલીક કવિતાઓ અહીં આપું છું.

- તુષાર અંજારિયા

ચગડોળની મજા

ભમમમ ભમમમ કરતું ચાલ્યું ચગડોળ
ઊંટ, હાથી, ઘોડા અને સિંહ કરતા એમાં દોડદોડ
સિંહના સવાર ટીનુભાઈ તો લાગે છે રાજા જેવા
કેડે રોફથી તલવાર ભીડી નીકળ્યા રાજની સંભાળ લેવા
ઘોડા પર ટીનીબેન બિરાજ્યાં
સૌ વાત માટે એ કરતાં કજીયા
સૌ ઉપર રોફ જમાવી ખાતા એ તો તાજા મેવા
ધીમાં ચિંકીબેન હાથી પર બેઠાં
ગીતડાં ગાય કોયલ સાં મીઠાં
હાથીની જેમ ચાલ ધીમી
ચિંકીબેનની વાણી છે ઝીણી
એક બીજાની પાછળ દોડી ધીંગા મસ્તી કરતાં ચાલ્યાં
આમ સર્વે બાળકો ચગડોળ ઉપર મઝેથી મહાલ્યાં
આ રમત જોઈ સૌને વહાલાં લાગી ગયાં આ કાલાંકાલાં

ટરટર

એક હતું હેલીકોપ્ટર
એમાં બેઠા એક ઇન્સ્પેકટર
એમને ઘેર એક મોટર
એ તો જાણે ટ્રેક્ટર
ચાલે ત્યારે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતા કલેકટર
એમનું ખેતર બાર હેક્ટર
એમાં એક ટ્રેક્ટર
ચાલે ત્યારે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતા ડોક્ટર
તેમની પાસે એક સ્કુટર
તેમાં પેટ્રોલ ૧૦ લીટર
કાપે અંતર ૧૨ કીમીટર
૧૩માં કીમીટરે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતું કવાટર
એમાં રહે એક રાઈટર
એમની પાસે એક લાઈટર
સળગાવતાં થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટરએક હતા ડોક્ટર
તેમની પાસે એક સ્કુટર
તેમાં પેટ્રોલ ૧૦ લીટર
કાપે અંતર ૧૨ કીમીટર
૧૩માં કીમીટરે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતું કવાટર
એમાં રહે એક રાઈટર
એમની પાસે એક લાઈટર
સળગાવતાં થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર

સુખી કુટુંબ

એક રળિયામણું ગામનું પાદર
ત્યાં છે કાનુભાનું ખેતર
ખેતરમાં મહાલે છે ડૂંડા મજાના
જાણેકે હીરા મોતીના ખજાના
ખેતરને આડે કંટક વાડ
જાણે લશ્કરના સૈનિકની ઢાલ
હવે આવ્યો છે ઉનાળો મજાનો
સાથે લાવ્યો છે કેરીનો ખજાનો
આંબે આંબે કેરી ઉગી છે
ખેડૂતનું કુટુંબ ઘણું સુખી છે
ઉનાળો જતાં ચોમાસું આવ્યું
સાથે ડાંગર ને શેરડી લાવ્યું
શેરડી તો મધ જેવી મીઠી
એવી શેરડી મેં ક્યાંય ન દીઠી
ચોમાસું જતાં શિયાળો આવ્યો
સાથે ઘઉંનો પાક લાવ્યો
ઘઉં વિના સૌ જન ઉદાસ
એનો ઉપયોગ તો થાય બારેમાસ
ખેતરમાં ઉગે સૌ પાક મબલખ
કાનુભાને કોઈ વાતનું ન દખ

હેલી

આ ચાર દિવસથી થાય વરસાદની હેલી
પનિહારીઓ અને ભેંસો થાય છે ઘેલી
વરસાદથી પાણીના નીતરે છે રેલા
ખેડૂતો એથી થાય છે ઘેલા
બાળકો એમાં ન્હાય છે ચોકખાં ને મેલાં
ખેડૂતો એને આપે છે ઘણું માન
છતાં હવે એને ચડ્યું છે તાન
વરસાદથી ગામડાંઓ થયા છે નષ્ટ
એથી જન સમુદાયને વેઠવું પડે છે કષ્ટ
હે વરસાદ, હવે ન કર અતિવૃષ્ટિ
માનવીઓ ઉપર નાખ દયા દ્રષ્ટિ

વરસ્યો મેઘ મુશળધાર

પાનખરમાં બાવળે બેસી બોલ્યો નર કોયલ,
એવે ટાણે શેરીઓમાં થતો હતો કોલાહલ

ખબર નહીં કેમ પણ આ કાવ્યની આ બે જ પંક્તિ લખી અને આગળ ન લખ્યું...

English Poem!!!

My Plan to Go on Moon!!!

I am having conversation with my friend –
(Pardon for English of my middle school days studying in Gujarati medium)

“Lets go on the Moon
I am making preparation Soon”
 “To go there, we should have a Yan”
“Don’t worry. I have made a Plan”
I told him my plan, he jumped with Joy
Because he was then just a Boy
With this plan, I can Go Any Where
But
I will not tell you
Else you will also go There!!!

Gujarati Poems                                  બાળ કાવ્યો

એક બિલાડી જાડી             કવિ: ચં ચી મહેતા

એક બિલાડી જાડી
        એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
       તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં એક મગર
       બિલ્લીને આવ્યા ચક્કર
સાડી છેડો છુટી ગયો
      મગરના મોં માં આવી ગયો
મગર બિલ્લીને ખાઇ ગયો

How it is Read

ek bilaadi jaadi
   ene paheri saadi
saadi paheri faravaa gaee
   talaav maa e taravaa gaee
talaav maa ek magar
   billi ne aavyaa chakkar
saadi chhedo chhuti gayo
   magar naa mo maa aavi gayo
magar billi ne khaai gayo

Equivalent English Translation

There was a Fat Cat
She wore a saree
And went for an Outing
To Swim in the Lake
In the Lake was a Crocodile
Cat became giddy
Saree came out
Fell into Croc Mouth
Croc ate the Cat

Words & Meanings

એક = Ek = A, બિલાડી = bilaadi = Cat, જાડી = jaadi = Fat
પહેરી = Paheri = Wore (To wear = પહેરવું = Paheravu), સાડી = Saree (Indian Woman’s Dress)



ચકી બેન

ચકી બેન! ચકી બેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?
બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તમને
ચક ચક ચણજો
ને ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ
તમને
બા નહીં બોલશે ને
બાપુ નહીં વઢશે
મારો મોન્ટુભાઈ ઊંઘી ગયો

How it is Read

chaki ben  chaki ben
maari saathe ramavaa
aavasho ke nahi?
besavaa ne paatalo ne
suvaa ne khaatalo
odhavaa ne pinchha aapish tamane
chak chak chanajo
ne chi chi karajo
khaavaa ne daanaa aapish
tamane…
baa nahi bolashe ne
baapu nahi vadhashe
maaro montu bhai unghi gayo

Equivalent English Translation

Little Sparrow! Little Sparrow!
Will you come to Play with me?
I will give you a chair to sit
And a bed to sleep
Will give Feathers to cover you
Pick & Eat slowly
Sing a song lovely
I will give you food daily
Mummy will not say no
Pappa will not scold you
My little brother Montu has fallen asleep

Words & Meanings

ચકી = chaki = Sparrow (Actual word is ચકલી = chakali. ચકી = chaki is used by kids)
બેન = ben = Sister, મારી સાથે = maari saathe = With Me, રમવા = ramavaa = To Play
આવશો = aavasho = Come, બેસવા = besavaa = To Sit, પાટલો = paatalo = A thing to sit (like small chair), સૂવા = suvaa = To Sleep, ખાટલો = khaatalo = Bed
ઓઢવા = odhavaa = To Cover the body when we sleep, પીંછા = pinchha = Feathers, આપીશ = aapish = Will Give, તમને = tamane = To You
ચણજો = chanajo = To Pick & Eat (the way birds pick and eat grains)
ચીં ચીં = chi chi = The sound of Sparrow
ખાવા = khaavaa = To Eat, દાણા = daanaa = Grains (Bird’s Food)
બા = baa = Mummy (Mother), નહીં બોલશે = nahi bolashe = Will Not Say No (નહીં = nahi = Not)
બાપુ = baapu = Pappa (father) નહીં વઢશે = nahi vadhashe = Will Not Scold (વઢશે = vadhashe = Scold)
મારો = maaro = My, ભાઈ = bhaaee = Brother, ઊંઘી = unghi gayo = Fallen Asleep

ઘોડો

ચલ મેરે ઘોડા
તબડક તબડક !
જંગલ આવે, ઝાડી આવે,
નદીઓ આવે, નાળાં આવે;
તરસ લાગી છે ?
પાણી પીવું છે ?
ના... ના... ના...
વાંકાચૂકા રસ્તા આવે,
ઊંચા ઊંચા પહાડ આવે,
થાક લાગ્યો છે ?
આરામ કરવો છે ?
ના... ના... ના...
મામાનું ઘર દૂર દૂર
ચાલ ઘોડા તું ચતુર
ઘાસ ખાવું છે ?
ચણા ખાવા છે ?
ના... ના... ના... ના...

How it is Read

chal mere ghodaa
tabdak tabdak !
jangal aave, zaadee aave,
nadee o aave, naalaa aave;
taras laagee chhe ?
paanee peevu chhe ?
naa… naa… naa…

vaankaa chukaa rastaa aave,
unchaa unchaa pahaad aave,
thaak laagyo chhe ?
aaraam karavo chhe ?
naa… naa… naa…

maamaa nu ghar dur dur
chaal ghodaa tu chatur
ghaas khaavu chhe ?
chanaa khaavaa chhe ?
naa… naa… naa…naa…

Equivalent English Translation

Run My Horse
Dak Dak Dak Dak
Jungles come, Bushes come the Way,
Rivers come, Creeks come the Way;
Are You Thirsty?
Wanna Drink Water?
No… No… No…

Bumps on Road lie Ahead,
Tall Mountains on the Way,
Are You Tired?
Wanna Rest?
No… No… No…

Uncle’s House is Far Away
Clever Horse You Run Fast
Wanna Eat?
Wanaa Grass?
Wanna Gram?
No… No… No…

Words & Meanings

ઘોડો (or ઘોડા) = ghodo (or ghodaa) = Horse, ચલ = chal = Walk
તબડક તબડક = tabdak tabdak = Sound comes when a Horse Runs
જંગલ = jangle = Jungle (Forest) આવે = aave = comes, ઝાડી = zaadee = Bushes
નદી = nadee = River, નદીઓ = nadeeo = Rivers, નાળાં = naalaa = Creek
તરસ = taras = Thirst, તરસ લાગી છે ? = taras lagee chhe? = Are You Thirsty?
પાણી = panee = Water, પાણી પીવું છે ? = panee pivu chhe? = Want to Drink Water?
વાંકાચૂકા = vaankaa chukaa = Uneven, રસ્તા = rastaa = Road, ઊંચા = unchaa = Tall, પહાડ = pahaad = Mountain, થાક = thaak = Tired, થાક લાગ્યો = thaak laagyo = Getting Tired, આરામ = aaraam = Rest, આરામ કરવો = aaraam karavo = Taking Rest
મામા = maamaa = Maternal Uncle (Mother’s brother), ઘર = ghar = House
દૂર = dur = Far, ચતુર = chatur = Clever, ઘાસ = ghaas = Grass, ખાવું = khaavu = To Eat
ચણા = chanaa = Gram

ગાય                                     કવિ: ધીરજ

કાળી ધોળી રાતી ગાય
પીએ પાણી ચરવા જાય,
ચાર પગ ને આંચળ ચાર,
વાછરડાં પર હેત અપાર.
પાછળ પૂંછડા પર છે વાળ,
તેથી કરે શરીર સંભાળ;
કાન શિંગ, બે મોટી આંખ,
પૂંછડાથી ઉડાડે માખ.

નરમ રુવાંટી લિસ્સું અંગ,
ગેલ કરે વાછરડાં સંગ.

દૂધ તેનું ધોળું દેખાય,
સાકર નાંખી હોંશે ખાય

દહીં માખણ ઘી તેનાં થાય
તેથી બહુ ઉપયોગી ગાય

How it is Read

kaalee dholee raatee gaay
piye paanee charavaa jaay,
chaar pag ne aanchal chaar,
vaachharadaa par het apaar.

paachhal punchhadaa par chhe vaal,
tethee kare shareer sambhaal;
kaan shing, be motee aankh,
punchhadaa thee udaade maakh

naram ruvaatee lissu ang,
gel kare vaachharadaa sang.

dudh tenu dholu dekhaay,
saakar naakhee honshe khaay

dahee maakhan ghee tenaa thaay
tethee bahu upayogee gay

Equivalent English Translation

Black White Brown Cow
Drinks Water, Goes to Graze,
Four Legs and Four Udders
Loves Lot her Calves
Hairs on Tail
To Clean Her self

Ears, Horns, Two Big Eyes,
Uses Tail to Flung Flies

Soft Fur on Smooth Body
Plays with Calves Daily

Gives Milk Clear White
Add Sugar & Eat with Joy

Make Curd Butter Ghee Pot full
That’s why Cow is so Useful

Words & Meanings

ગાય = gaay = Cow, કાળી = kaalee = Black, ધોળી = dholee = White, રાતી = raatee = Brown, પીએ = piye = Drinks, પાણી = paanee = Water, ચરવા = charavaa = To Graze (animals’ graze), જાય = jaay = Goes, ચાર = chaar = Four, પગ = pag = Leg, આંચળ = aanchal = Udders, વાછરડાં = vachharadaa = Calves, પર (also ઉપર) = par (upar) = On, હેત = het = Love, અપાર = apaar = Lot, પાછળ = pachhal = Back, પૂંછડા = punchhadaa = Tail, વાળ = vaal = Hairs, તેથી = tethee = With it (Using it), કરે = kare = Does, શરીર = shareer = Body, સંભાળ  = sambhaal = Care, કાન = kaan = Ears, શિંગ (also શિંગડાં) = shing (shingadaa) = Horns, બે = be = Two, મોટી = motee = Big, આંખ = aankh = Eyes, ઉડાડે = udaade = Flungs, માખ = maakh = Flies, નરમ = naram = Soft, રુવાંટી = ruvaatee = Fur, લિસ્સું = lissu = Smooth, અંગ = ang = Body, ગેલ કરે = gel kare = Plays, ગેલ = gel = Play, સંગ = sang = With, દૂધ = dudh = Milk, તેનું = tenu = Her (can also be used for His), ધોળું = dholu = White, દેખાય = dekhaay = Looks, સાકર = saakar = Sugar, હોંશે = honshe = With Joy, ખાય = khaay = Eats, દહીં = dahee = Curd, માખણ = maakhan = Butter, બહુ = bahu = More, ઉપયોગી = upayogee = Useful

અઢાર અંગ વાંકાં                                     કવિ: દલપત રામ

ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.
હાથીની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.

How it is Read

unt kahe: aa samaa maa, vaankaa ang vaalaa bhundaa;
bhutal maa pakshee o ne pashu o apaar chhe;

bagalaa nee dok vaankee, popat nee chaanch vaankee;
kutaraa nee punchhadee no, vaanko vistaar chhe.

haathee nee sundh vaankee, vaagh naa chhe nakh vaankaa;
bhens ne to shir vaankaa shingadaa no bhaar chhe.

saambhalee shiyaal bolyu, daakhe dalapat raam;
anya nu to ek vaanku, aapanaa adhaar chhe.

Equivalent English Translation

Camel says: At this period on Earth,
We have Varieties of Ugly Birds & Animals
Having Curved Body Parts;
Crane’s Neck Curved, Parrot’s Beak Curved,

Dog has a Long Area of Curved Tail.
Elephant’s Trunk Curved, Tiger’s Nail Curved
Buffalo’s Head has Weight of Curved Horns.

Listening this, the Jackal Spoke:
Everyone else has just One Curved,
But You have a body of Eighteen Curves.

Moral of this Poem: Before We Criticize Others, we should Think Twice as others may have just few Wrong things but we may have a Plenty!

Words & Meanings

ઊંટ = unt = Camel, કહે = kahe = Says, સમા = samaa = Period
વાંકાં = vaankaa = Curved, અંગ = ang = Body, ભૂંડા = bhundaa = Ugly
ભૂતળ = bhutal = Earth, પક્ષી = pakshee = Bird (પક્ષીઓ = paksheeo = Birds)
પશુ = pashu = Animal (પશુઓ = pashuo = Animals), અપાર = apaar = A Lot (lots of)
બગલો (બગલા) = bagalo (bagalaa) = Crane, ડોક = dok = Neck
વાંકી = vaankee = Curved, પોપટ = popat = Parrot, ચાંચ = chaanch = Beak
કૂતરો (કૂતરા) = kutaro (kutara) = Dog, પૂંછડી = punchhadee = Tail
વિસ્તાર = vistaar = Area, હાથી = haathee = Elephant, સૂંઢ = sundh = Trunk
વાઘ = vaagh = Tiger, નખ = nakh = Nails, ભેંસ = bhens = Buffalo, શિર = shir = Head
શિંગડાં = shingadaa = Horns, ભાર = bhaar = Weight, સાંભળી = saambhaLee = Listening શિયાળ = shiyaal = Jackal, બોલ્યું = bolyu = Spoke (બોલવું = bolavu = To Speak) દલપતરામ = dalpat raam (Name of Poet of this Poem)
અન્ય = anya = Everyone else, એક = ek = One, આપનાં = aapanaa = Yours
અઢાર = adhaar = Eighteen


કરોળિયો

કરતાં જાળ કરોળિયો ભોંય પડી ગભરાય;
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

મહેનત તેણે શરુ કરી, ઉપર ચડવા માટે;
પણ પાછો હેઠે પડ્યો, ફાવ્યો નહિ કોઇ ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે ત્રણ વાર;
પણ તેમાં નહિ ફાવતાં, ફરી થયો તૈયાર.

હિંમત રાખી હોંશથી, ભીડ્યો ચોથી વાર;
ધીરજથી જાળે જઈ, પહોચ્યો તે નિર્ધાર.

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત;
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત;
આળસ તજી મહેનત કરે, પામે લાભ અનંત.

How it is Read

karataa jaal karoliyo bhoy padee gabharaay;
van tutele taantane, upar chadavaa jaay.

mahenat tene sharu karee, upar chadavaa maate;
pan paachho hethe padyo, faavyo nahi koi ghaat.

e reete mandee rahyo, faree faree be tran vaar;
pan temaa nahi faavataa, faree thayo taiyaar.

himmat raakhee hosh thee, bheedyo chothee vaar;
dheeraj thee jaale jaee, pahochyo te nirdhaar.

faree faree ne khant thee, yatn karyo nahi hot;
chagadaaee pag tale, maree jaat van mot.

e reete jo maanaso, raakhee man maa khant;
aalas tajee mahenat kare, paame laabh anant.

Equivalent English Translation

Trying to Build a Web, the Spider Falls Again;
Tries to Climb Up With Unbroken Thread.

Started Working Hard to Climb Up the Web;
But Fell Down Again, All Efforts in Vain.

Kept Trying Again, Tried Two Three Times;
But Getting No Success, Started Once Again.

Tried Fourth Time with Full Courage & Zeal;
Reached the Web with Patience, Achieved the Goal.

If Would Not Have Tried Hard;
Would have been Crushed under some Feet.

If People Giving Up Laziness, Work Hard with Care;
They Get Success in the End.


Moral of this Poem: Keep Up the Hard Work Despite of Failures (Try Try Again You will Succeed in the End)

Words & Meanings

કરોળિયો = karoliyo = Spider, જાળ = jaal = Web, ભોંય = bhony = Floor,
ગભરાય = gabharaay = Fears (ગભરાવું = gabharaavu = To Fear)
વણ તૂટેલે = van tutele = Unbroken, તાંતણે = tantane = Thread,
ઉપર ચડવા = upar chadavaa = Climb Up (ચડવું = chadavu = To Climb)
મહેનત = mahenat = Hard Work, તેણે = tene = He (or She)
પણ = pan = But, પાછો = pachho = Again, હેઠે = hethe = Down, પડ્યો = padyo = Fell ફાવ્યો નહિ = favyo nahi = Did not Succeed, કોઇ = koi = Any, ઘાટ = ghaat = Effort
એ રીતે = e reete = That Way, મંડી રહ્યો = mandee rahyo = Kept Trying
ફરી ફરી = fari fari = Again & Again, બે = be = Two, ત્રણ = tran = Three
બે ત્રણ વાર = be tran vaar = Two Three Times, હિંમત = himmat = Courage
હોંશ = honsh = Zeal, ચોથી = chothee = Fourth, ધીરજ = dhiraj = Patience,
પહોચ્યો = pahochyo = Reached (પહોચવું = pahochavu = To Reach), તે = te = That
નિર્ધાર = nirdhaar = Goal, ખંત = khant = Hard Work, યત્ન = yatn = Try (Trial)
નહિ = nahi = Not, નહિ હોત = nahi hot = Would Not Have
ચગદાવું = chagadaavu = To Be Crushed, પગ = pag = Leg, તળે = tale = Under
મોત = mot = Death, વણમોત = van mot = Miserable Death, જો = jo = If
માણસો = maanaso = People , મન = man = Mind, આળસ = aalas = Laziness
તજી = tajee = Giving Up (તજવું = tajavu = To Give Up)
પામે = paame = Gets (પામવું = paamavu = To Get), લાભ = laabh = Advantage
અનંત = anant = Infinite


દાદાનો ડંગોરો                                                      કવિ: ત્રિભોવન વ્યાસ

દાદાનો ડંગોરો લીધો,
      એનો તો મેં ઘોડો કીધો.
ઘોડો કુદે ઝમ ઝમ !
      ઘુઘરી વાગે ધમ ધમ
ધરતી ધ્રૂજે ધમ ધમ !
      ધમ ધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય,
      કૂદતાં કુદતાં આવે કોટ,
કોટ કૂદીને મૂકે દોટ.
     સહુના મનને મોહી ગયો,
એક ઝવેરી જોઇ રહ્યો,
      ઝવેરીએ તો હીરો દીધો,
હીરો મેં રાજાને દીધો.
      રાજાએ ઉતાર્યો તાજ,
આપ્યું મને આખું રાજ,
      રાજ મેં રૈયતને દીધું.
મોજ કરીને ખાધું પીધું.

How it is Read

daadaa no dangoro leedho,
    eno to me ghodo keedho.
ghodo kude zam zam !
    ghugharee vaage dham dham
dharatee dhruje dham dham !
    dham dham dharatee thaatee jay
maaro ghodo kudato jaay,
    kudataa kudataa aave kot,
kot kudee ne muke dot.
    sahu naa man ne mohee gayo,
ek zaveree joi rahyo,
    zaveree e to heero deedho,
heero me raajaa ne deedho.
     raajaa e utaaryo taaj,
aapyu mane aakhu raaj,
    raaj me raiyat ne deedhu.
moj karee ne khaadhu peedhu.

Equivalent English Translation

Taking Grandpa’s Walking Stick
I Made a Horse Fit

Horse Jumps Up & Down,
Bell on Horse Rings Tin Tin
Earth Rattles Hum Hum

My Horse Jumps & Falls
Comes In Way Many Walls
Jumps the Wall & Runs Fast
Everybody Loves Him Best

One Jeweler Gave a Diamond
That I Gave to King
The King Gave Me his Kingdom

I Gave Kingdom to People
All Eat, Drink & Merry!

Words & Meanings

દાદા = daadaa = Grandpa, ડંગોરો = dangoro = Stick, લીધો = leedho = Took
મેં = mein = I, ઘોડો = ghodo = Horse, કીધો = keedho = Made
કુદે = kude = Jumps (કુદવું = kudavu = To Jump)
ઝમ ઝમ = zam zam = A Sound coming from horse’s jumping
ઘુઘરી = ghugharee = a Toy like a Bell, વાગે = vaage = Rings
ધમ ધમ = dham dham = A sound coming from toy, ધરતી = dharatee = Earth
ધ્રૂજે = dhruje = Rattles, મારો = maaro = My, આવે = aave = Comes
કોટ = kot = Wall (a Fort’s Wall), દોટ = dot = Run, સહુ = sahu = All (Everybody)
મન = man = Mind, મોહી ગયો = mohee gayo = Loved By
એક = ek = One, ઝવેરી = zaveree = Jeweler, જોઇ રહ્યો = joi rahyo = Looked At
હીરો = heero = Diamond, દીધો = deedho = Gave, રાજા = raajaa = King
તાજ = taaj = Crown (તાજ ઉતાર્યો = taaj utaaryo = Gave Kingdom)
આપ્યું = aapyu = Gave (આપવું = aapavu = To Give), મને = mane = To Me
આખું = aakhu = Whole (Entire), રાજ = raaj = Kingdom
રૈયત = raiyat = People (Subjects of Kingdom)
મોજ = moj = Merry (મોજ કરવી = moj karavee = To Merry, To Enjoy)
ખાધું = khaadhu = Ate (ખાવું = khaavu = To Eat)
પીધું = peedhu = Drank (પીવું = peevu = To Drink)


==> અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના શ્યામલ ચાર રસ્તા નજીક સચિન ટાવરમાં રહેતા શ્રી.દિપકભાઈ બુચ અને શ્રીમતી.મંજરીબહેન બુચ ૧૦ વર્ષથી "દાદા-દાદીની વિદ્યા પરબ" દ્વારા આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન આપે છે. "ગુજરાતી વારસો" અંતર્ગત આ બાળકોની એક નિબંધ સ્પર્ધા યોજી હતી. એમના કેટલાક ચૂંટેલા નિબંધો અહીં મુક્યા છે. અનેક અભાવો અને અગવડો વચ્ચે રહેતા આ બાળકોના વિચારો એમના નિબંધ દ્વારા જાણો...


આપના બાળકની ગુજરાતીની પ્રતિભા (Text/Audio/Video) અહીં મોકલો. અમે આ બ્લોગ પર share કરીશું.
tanjaria@gmail.com

=> આપના બાળકની ગુજરાતીની પ્રતિભા અહીં share કરો. આપના બાળકનું ગુજરાતીમાં Performance - વાર્તા, કવિતા, ગીત, મિમિક્રી, અભિનય, જોક્સ વિ. ના Text/Audio/Video અહીં મુકી વિશ્વના જુદા જુદા સ્થળે રહેતા અન્ય ગુજરાતી બાળકો સાથે share કરો.

=> જો આપનું બાળક ગુજરાત બહાર હોય કે અંગ્રેજી માધ્યમમાં હોય અને આપ એની English Talent દર્શાવવા માંગતા હો તો એ પણ આવકાર્ય છે. પરંતુ એની સાથે બાળકની ગુજરાતી પ્રતિભા પણ દર્શાવવાની રહેશે.

=> ગુજરાત અને ગુજરાત બહાર વસતા બાળકો માટે એમને ગુજરાતી વિષે જે Exposure મળ્યું છે તે ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્તરની સ્પર્ધાઓનું (ગુજરાતી બોલવાની/વાંચવાની/લખવાની) આયોજન કરતા રહીશું અને પ્રોત્સાહક ઇનામો આપતાં રહીશું. ભાગ લેનાર દરેક બાળકને સારા પુસ્તકો ઇનામમાં આપીશું.

No comments: