ભગવાન રામે ખિસકોલીને સફેદ પટ્ટા આપ્યા
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
લંકા પહોંચવા સમુદ્ર ઓળંગવા માટે ભગવાન રામ સમુદ્ર ઉપર
સેતુ બાંધી રહ્યા હતા. ભગવાન વિશ્વકર્માએ નલ અને નીલને આ કાર્ય માટે તાલીમ આપી
હતી. નલ અને નીલ વાનરોની મદદથી સેતુ બાંધી રહ્યા હતા. આ વખતે એક ખિસકોલી પણ એમને
મદદરૂપ થવા જઈ પહોંચી. ખિસકોલી સેતુ બાંધવા સમુદ્રની રેતી લઇ જતી હતી. આ જોઇને
વાનરો હસવા લાગ્યા. આટલા નાના જીવની પોતાના પ્રત્યેની આવી ભક્તિ જોઇને રામે એની
પીઠ પંપાળી. ત્યારથી ખિસકોલીની પીઠ ઉપર સફેદ પટ્ટા પડી ગયા છે જે ભગવાન રામની
આંગળીઓના નિશાન છે!
Lord Ram gave
White Stripes to Squirrels
When Lord Ram was building a Setu – bridge to reach Lanka, a squirrel
was helping the
monkeys headed by Nal and Neel. They were trained by Vishawakarma. Seeing a
squirrel carry beach sand
for the Setu, some monkeys started laughing! Seeing the tiny creature’s devotion,
Ram cuddled its back. Ever since, squirrels carry white stripes as the finger signs of Ram!
For English medium students
Squirrel = ખિસકોલી (khiskoli). To Build = બાંધવું (baandhavu). Bridge = સેતુ (setu). To Reach = પહોંચવું (pahonchavu). To Train = શીખવવું (shikhavavu). To Carry = લઇ જવું (lai
javu). Beach = સમુદ્ર
કિનારો (samudra kinaro). Sand = રેતી (reti). To Laugh = હસવું (hasavu). Tiny = નાનું (naanu). Creature = જીવ (jeev). Devotion = ભક્તિ (bhakti). To Cuddle = પંપાળવું (pampaalavu). Back = પીઠ (pith). White = સફેદ (safed). Stripe = પટ્ટો (patto). Finger = આંગળી (aangali). Sign = નિશાન (nishaan).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
ખિસકોલી = Squirrel
(સ્ક્વીરલ). સમુદ્ર = Sea (સી). ઓળંગવું = To Cross (ટુ ક્રોસ). સેતુ = Bridge (બ્રીજ). બાંધવું = To Build (ટુ બીલ્ડ). તાલીમ = Training (ટ્રેઈનીંગ). મદદરૂપ = Helpful (હેલ્પફુલ). રેતી = Sand (સેન્ડ). હસવું = To Laugh (ટુ લાફ).
જીવ = Creature (ક્રીચર). પીઠ = Back (બેક). પંપાળવું = To Cuddle (ટુ કડલ).
સફેદ = White (વ્હાઈટ). પટ્ટો = Stripe (સ્ટ્રાઈપ). આંગળી = Finger (ફિંગર). નિશાન = Sign (સાઈન).
No comments:
Post a Comment