અભિમન્યુનો મૃત્યુ બાદ પોપટ તરીકે જન્મ થયો

અભિમન્યુનો મૃત્યુ બાદ પોપટ તરીકે જન્મ થયો

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ શક્તિશાળી યોદ્ધાઓ સામે એકલો લડ્યો અને એક પરાક્રમી યોદ્ધાની વીરગતિ પામ્યો. અર્જુન માટે તો આ કઠોર ઘા હતો. અર્જુન ચોધાર આંસુએ રડતો હતો.

ભગવાન શ્રીકૃષ્ણએ એને ઉપદેશ આપ્યો પણ વ્યર્થ. અર્જુન એ સ્વીકારવા જ તૈયાર નહોતો કે એનો પુત્ર હવે હયાત નથી. આથી શ્રીકૃષ્ણએ એને કહ્યું કે અભિમન્યુ હજી એની નજીકમાં જ છે. એનો આત્મા એક પોપટના શરીરમાં પ્રવેશ્યો છે. આ જાણીને અર્જુન પોપટ તરફ દોડ્યો.

અર્જુન જોરથી રડતાં રડતાં બોલ્યો, "મારા પુત્ર! મારા પુત્ર!"

પોપટ બોલ્યો, "કોણ પુત્ર અને કોણ બાપ? આગલા જન્મમાં હું તારો બાપ હતો અને તું મારો પુત્ર હતો. છેલ્લા જન્મમાં તું મારો બાપ હતો અને હું તારો પુત્ર હતો".

હવે અર્જુનને સમજાયું કે કોઈએ મૃત્યુ પામેલાઓ માટે રડવું ન જોઈએ કારણકે પિતા-પુત્ર જેવા સંબંધો તો માત્ર દેહના જ હોય છે. આત્મા તો અમર છે અને કદી મરતો નથી. આપણે જેમ કપડાં બદલીએ છીએ એમ આત્મા શરીર બદલે છે.

Abhimanyu born as a Parrot after Death

In the kurukshetra war Arjun’s brave son Abhimanyu fought alone against the mighty warriors and died a true warrior’s heroic death. It was a severe blow for Arjun. Arjun was weeping inconsolably.

Lord Krishna gave him sermon but in vain. Arjun was not able to accept that his son is no more. So Krishna told him that Abhimanyu is still near them. His soul has entered into a parrot’s body. Knowing this, Arjun ran to the parrot.

Crying loudly, Arjun shouted, “My Son! My Son!”

The parrot said, “Who is son and who is father? In the previous birth, I was your father and you were my son. In the last birth, you were my father and I was your son.”

Now Arjun realized that one should not weep for the dead ones as the father, son etc relations are only for the body. The soul is eternal and never dies. The soul changes the bodies just like we change the clothes.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

War = યુદ્ધ (yudhdh). Brave = પરાક્રમી (paraakrami). Alone = એકલો (ekalo). Mighty = શક્તિશાળી (shaktishaali). Warriors = યોદ્ધા (yodhdhaa). Heroic Death = વીરગતિ (veer gati). Severe = કઠોર (kathor). Blow = ઘા (ghaa). Sermon = ઉપદેશ (updesh). In Vain = વ્યર્થ (vyartha). To Accept = સ્વીકારવું (swikaaravu). Soul = આત્મા (aatmaa). To Enter = પ્રવેશવું (praveshavu). Parrot = પોપટ (popat). Body = શરીર (sharir). Previous = આગલા (aagalaa). Birth = જન્મ (janma). Last = છેલ્લા (chhellaa). Relations = સંબંધો (sambandho). Eternal = અમર (amar). To Change = બદલવું (badalavu). Clothes = કપડાં (kapadaa).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

યુદ્ધ = War (વોર). વીર, પરાક્રમી = Brave (બ્રેવ). શક્તિશાળી = Mighty (માઈટી). યોદ્ધા = Warriors (વોરિઅર્સ). એકલો = Alone (અલોન). વીરગતિ = Heroic Death (હિરોઈક ડેથ). કઠોર = Severe (સિવીઅર) ઘા = Blow (બ્લો). ઉપદેશ = Sermon (સર્મન). વ્યર્થ = Vain (વેએન). સ્વીકારવું = To Accept (ટુ અક્સેપ્ટ). આત્મા = Soul (સોલ). પોપટ = Parrot (પેરટ). શરીર = Body (બોડી). આગલા = Previous (પ્રીવિઅસ). જન્મ = Birth (બર્થ). છેલ્લા = Last (લાસ્ટ). સંબંધો = Relations (રિલેશન્સ). અમર = Eternal (ઈટર્નલ). કપડાં = Clothes (કલોથ્સ). બદલવું = To Change (ટુ ચેન્જ).



No comments: