ગુજરાતી ઢોકળાં

ગુજરાતી ઢોકળાં

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ગામમાં રવજી નામે એક ખેડૂત રહેતો હતો. એ ખાવાનો ઘણો શોખીન હતો. એની યાદદાસ્ત ઘણી ટૂંકી હતી એટલે એ બધું જલ્દી ભૂલી જતો.

એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો. એના મિત્રની પત્નીએ ઢોકળાં બનાવ્યાં હતાં. એને ઢોકળાં બહુ ભાવ્યાં. રવજીએ ઘરે જઈને એની વહુને રાતે જમવામાં ઢોકળાં બનાવવાનું કહેવા નક્કી કર્યું.

રવજી બધી વસ્તુ ભૂલી જતો એટલે સતત "ઢોકળાં ઢોકળાં..." એમ ગણગણવા લાગ્યો જેથી જયારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે. ચાલતાં ચાલતાં રસ્તામાં મોટો ખાડો આવ્યો. રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો પણ ખાડો બહુ મોટો હતો. રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા "ઠેકું ઠેકું..." એમ બોલવા માંડ્યું (એટલે કે હું આ ખાડો ઠેકી-કૂદી શકીશ). રવજી ખાડો કૂદી તો શક્યો પણ પહેલાં શું બોલતો હતો તે ભૂલી ગયો!!

છેલ્લે એને "ઠેકું" શબ્દ યાદ હતો એટલે એણે ઘરે જઈને એની વહુને "ઠેકું" બનાવવા કહ્યું. રવજીની વહુએ એને કહ્યું કે "ઠેકું" નામની કોઈ ખાવાની ચીજ જ નથી. પણ રવજીએ તો દલીલો કરી કે એના મિત્રની પત્નીએ તો "ઠેકું" બનાવ્યું હતું. રવજીની વહુએ એને સમજાવવા બહુ કોશિશ કરી પણ આ તો કાંઈ સમજતો જ નહોતો.

રવજી ઘણો ગુસ્સે થઇ ગયો. એની વહુ બૂમો પાડીને રડવા લાગી. પાડોશીઓ એના ઘરે દોડી આવ્યા. રવજીની વહુ એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળાં જેવી પીળી થઇ ગઈ હતી! પાડોશીઓએ એને કહ્યું કે એને "ઢોકળાં" જેવી પીળી કરી દીધી છે. "ઢોકળા" શબ્દ સાંભળીને રવજીને યાદ આવી ગયું કે એ એની વહુને ઢોકળાં બનાવવા કહેવાનો હતો! આમ રવજીને શું ખાવું હતું તે યાદ આવી ગયું અને એની વહુએ એને સ્વાદિષ્ટ ઢોકળાં બનાવી આપ્યાં!


Gujarati Dhokala

A farmer named Ravji was living in a village. He was very fond of eating. He had short memory so he was forgetting things quickly.

One day Ravji went to another village to his friend's house. His friend's wife prepared Dhokala (Famous Gujarati Food item of Yellow color). He liked it much. Ravji decided to ask his wife to prepare Dhokala for dinner.

As Ravji was forgetting the things, he kept murmuring “Dhokala Dhokala...” so when he reaches home, he can remember what he wants to tell his wife. While walking, one big pit came in the way. He tried to jump but the pit was very big so he started uttering “Theku Theku...” to motivate himself to jump. Theku is a Gujarati word for jump (so he was uttering “jump jump..” to tell himself that he can jump the pit). Ravji could jump the pit but he forgot what he was uttering before!!

After reaching home, Ravji asked his wife to prepare “Theku” for him as he had last remembered this word. His wife told him that there is no food item named “Theku”. But he argued that his friend's wife had prepared “Theku” so she should also prepare it! Ravji's wife tried to convince him that there is nothing like “Theku” to eat but he did not understand at all.

Ravji became very angry and told his wife that he will punish her. She started shouting and crying. The neighbors rushed to his house. She was so much afraid that she became Yellow pale. The neighbors told him that he has made his wife Yellow “Dhokala”! Now after hearing the word “Dhokala”, Ravji remembered that he wants his wife to prepare Dhokala! At last Ravji remembered this and his wife prepared delicious Dhokala for him!


For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Village = ગામ (gaam). Farmer = ખેડૂત (khedut). Name = નામ (naam). Fond of = શોખીન (shokhin). To Eat = ખાવું (khaavu). Short = ટૂંકું (tunku) or ટૂંકી (tunki). Memory = યાદદાસ્ત (yaad daast). To Forget = ભૂલી જવું (bhuli javu). Quick = ઝડપી (zadapi). Quickly = જલ્દી (jaldi). Another = બીજું (biju). Friend = મિત્ર (mitr) or દોસ્ત (dost). House or Home = ઘર (ghar). Wife = પત્ની (patni) or વહુ (vahu). To Remember = યાદ રાખવું (yaad raakhavu). To Murmur = બબડવું (babadavu) or ગણગણવું (ganganvu). Big = મોટું (motu). Pit = ખાડો (khaado). To Jump = કૂદવું (kudavu). Jump = કૂદકો (kudako). To Prepare = બનાવવું (banaavavu). Word = શબ્દ (shabd).  Item = ચીજ (chij). To Understand = સમજવું (samajavu). Anger = ગુસ્સો (gusso). To be Angry = ગુસ્સે થવું (gusse thavu). To Cry = રડવું (radavu). Neighbor = પાડોશી (paadoshi). Yellow = પીળો (pilo).  Delicious = સ્વાદિષ્ટ (swaadisht).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગામ = Village (વિલેજ). ખેડૂત = Farmer (ફાર્મર). નામ = Name (નેમ). શોખીન = Fond of (ફોન્ડ ઓફ). ખાવું = To Eat (ટુ ઈટ). ટૂંકું, ટૂંકી = Short (શોર્ટ). યાદદાસ્ત = Memory (મેમરી). ભૂલી જવું = To Forget (ટુ ફરગેટ). ઝડપી = Quick (ક્વિક). જલ્દી = Quickly (ક્વિકલી). બીજું = Another (અનધર). મિત્ર, દોસ્ત = Friend (ફ્રેન્ડ). ઘર = House (હાઉસ) કે Home (હોમ). પત્ની,વહુ = Wife (વાઈફ). યાદ રાખવું = To Remember (ટુ રીમેમ્બર). બબડવું, ગણગણવું = To Murmur (ટુ મર્મર). મોટું = Big (બીગ). ખાડો = Pit (પીટ). કૂદવું = To Jump (ટુ જંપ). કૂદકો = Jump (જંપ). બનાવવું = To Prepare (ટુ પ્રિપેર). શબ્દ = Word (વર્ડ).  ચીજ = Item (આઈટેમ). સમજવું = To Understand (ટુ અંડરસ્ટેન્ડ). ગુસ્સો = Anger (એન્ગર). ગુસ્સે થવું = To be Angry (ટુ બી એન્ગ્રી). રડવું = To Cry (ટુ ક્રાય). પાડોશી = Neighbor (નેઇબર).  પીળો = Yellow (યેલો). સ્વાદિષ્ટ = Delicious (ડીલીશસ).


No comments: