શ્રીકૃષ્ણનો ક્રોધ ઉપર વિજય
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
શ્રીકૃષ્ણ એવા અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા હતા જેનાથી
તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે. આપણે
સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા પર કાબુ નથી કરી શકતા. સંતો
માટે પણ આ ઘણું વિકટ છે. ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો.
એક દિવસ દુર્વાસા મુનિ શ્રીકૃષ્ણના મહેલમાં આવ્યા.
દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે. તેઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરે તેને
શ્રાપ આપી દેતા. શ્રીકૃષ્ણ અને એમની પત્ની રુકમિણીએ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું.
દુર્વાસા શ્રીકૃષ્ણનો ક્રોધ ઉપર કેવો કાબુ છે તેની
કસોટી કરવા માંગતા હતા એટલે એમણે શ્રીકૃષ્ણનું અપમાન કરવા માંડ્યું. એમણે
શ્રીકૃષ્ણને આખા શરીર પર દહીં લગાવવા કહ્યું. મહાભારત યુગના એક શક્તિશાળી નેતા
સાથે આવું કરવાની કોઈ હિંમત કરી શકે? પરંતુ શ્રીકૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા
શરીર પર દહીં લગાવ્યું!
હવે દુર્વાસાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો
અને રુકમિણી પાસે રથ ખેંચાવો! શ્રીકૃષ્ણની પ્રાણ પ્રિય પત્ની રુકમિણી માટે તો આ ઘણું જ
અસહ્ય હતું. છતાં શ્રીકૃષ્ણએ રુકમિણી પાસે અશ્વની માફક રથ ખેંચાવ્યો! દુર્વાસાએ જોયું કે
તેઓ હજી સુધી શ્રીકૃષ્ણને ઉશ્કેરી શક્યા નથી એટલે એમણે રુકમિણીને ચાબુક ફટકારવા માંડી! આ તો ઘણું જ ઘાતકી હતું છતાં
શ્રીકૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા.
નાજુક રુકમિણીથી આ સહન ન થતાં તે દુર્વાસાના રથ સાથે જમીન પર ફસડાઈ
પડ્યાં. દુર્વાસા એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા. શ્રીકૃષ્ણ એમના તરફ દોડી ગયા
અને એમના પગમાં પડી ગયા. શ્રીકૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી
કરી શક્યાં તો અમને માફ કરી દો. આ જોઇને દુર્વાસાને ખાતરી થઇ ગઈ કે શ્રીકૃષ્ણએ
ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે.
દુર્વાસાએ શ્રીકૃષ્ણને પકડીને ઉભા કર્યા અને કહ્યું,
"કૃષ્ણ, તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે. મેં તમારી અને રુકમિણી સાથે જે કાંઈ
કર્યું તે માટે હું દિલગીર છું. હું તો તમારી કસોટી કરતો હતો. હું તમને વરદાન આપું
છું કે તમારા શરીરના જે જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વજ્રના થઇ જશે. કોઈ પણ
શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે".
શ્રીકૃષ્ણએ આખા શરીર પર દહીં લગાવ્યું હતું એટલે એમનું
આખું શરીર વજ્રનું થઇ ગયું. માત્ર પગની પાની પર જ દહીં નહોતું લગાવ્યું એટલે ફક્ત
પાની જ વજ્ર જેવી ન બની. શ્રીકૃષ્ણના અંતકાળે પેલા પારઘીએ એમની પર તીર છોડ્યું
ત્યારે એ તીર એમના અંગુઠાને વીંધીને છાતીમાં વાગ્યું!
Shri Krishna’s Victory over Anger
Lord Krishna had many special characteristics
different from an ordinary person so he is considered as an incarnation of God!
We all know that it is not possible for us to control anger in the adverse
situation – not even for a sage! Lord Krishna had almost conquered the anger!
Once sage Durvasa came to Krishna’s palace. Durvasa
is known for his sharp temper and he used to curse anybody not
fulfilling his expectations. Krishna and his wife Rukmini did everything to
please the sage.
Durvasa wanted to test Krishna’s control over anger
so he started insulting Krishna. He asked Krishna to apply curd all over his
body. Who will dare to do such things with a powerful leader of Mahabharat era?
Krishna kept calm and applied curd all over his body!
Now Durvasa asked Krishna to ride him in a chariot
and asked Rukmini to pull the chariot! This was too much for Krishna’s dearest
wife Rukmini. Still Krishna asked her to pull the sage’s chariot just like a
horse! Durvasa saw that he is still not able to provoke Krishna so he started
whipping Rukmini! This was indeed the cruelest act but still Krishna did not
utter a single word.
Delicate Rukmini could not bear this and fell on the
ground with the sage’s chariot. Durvasa became very angry and started walking
away. Krishna ran to him and fell in the sage’s feet. Krishna pleaded the sage
to forgive them as they failed to serve him properly. Seeing this, Durvasa
could realize that Krishna has indeed complete control over the anger.
Durvasa held Krishna and said, “Krishna, you have
won the anger by nature! I am very sorry for what I did with you and Rukmini. I
was just testing you. I am giving you a boon that all the parts of your body
where you have applied the curd will become like Vajra – no weapon can hurt
you.”
Krishna had applied curd all over his body except in
the heel (bottom of the legs) so that part did not become like Vajra. When
Krishna’s end was near and that hunter threw an arrow to Krishna, the arrow hit
his toe and entered into his chest!
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Lord = પરમેશ્વર (parmeshwar).
Many = અનેક (anek). Special = વિશિષ્ઠ
(vishishtha). Characteristics = લક્ષણો
(lakshano), Different = અલગ (alag). Ordinary = સામાન્ય (saamaanya). Person = વ્યક્તિ (vyakti), માણસ (maanas). Incarnation = અવતાર (avataar).
God = ભગવાન (bhagvaan). To Know = જાણવું
(jaanavu). Possible = શક્ય (shakya). Control = કાબુ (kaabu). Anger = ગુસ્સો (gusso). Adverse = વિષમ (visham). Situation = પરિસ્થિતિ (paristhiti). Sage = મુનિ (muni). To Conquer = જીતી લેવું (jiti levu). Palace = મહેલ (mahel). Sharp = તીવ્ર
(tivra). Temper = ગુસ્સો (gusso). Curse = શ્રાપ (shraap). Expectation = અપેક્ષા (). Test = કસોટી (kasoti),
પરીક્ષા (partikshaa). Insult = અપમાન
(apamaan). Curd = દહીં (dahi). Body = શરીર (sharir). To Dare = હિંમત કરવી (himmat
karavi). King = રાજા (raajaa). Powerful
= શક્તિશાળી (shaktishaali). Leader = નેતા
(netaa). Era = યુગ (yug). Calm = શાંત (shaant). Ride = સવારી (savaari).
Chariot = રથ (rath). To Pull = ખેંચવું
(khenchavu). Dear = પ્રિય (priya). Horse = અશ્વ (ashwa), ઘોડો (ghodo). To Provoke = ઉશ્કેરવું (ushkeravu).
Whip = ચાબુક (chaabuk). Cruel = ઘાતકી
(ghaataki). To Utter = ઉચ્ચારવું (uchcharavu). Word = શબ્દ (shabda). Delicate = નાજુક (naajuk). To Bear = સહન કરવું (sahan karavu). Ground = જમીન (jamin). To Walk = ચાલવું (chaalavu). To Run = દોડવું (dodavu). Feet, Leg = પગ (pag). To Plead = આજીજી કરવી (aajiji karavi). To Forgive = માફી આપવી (maafi aapavi). Nature = સ્વભાવ (swabhaav). Sorry = દિલગીર (dilgir). Boon = વરદાન (vardaan). Weapon = હથિયાર (hathiyaar). To Hurt = ઈજા કરવી (ijaa karavi). Heel = પગની પાની (pag ni paani). Bottom = તળિયું (taliyu). Hunter = પારધી (paaradhi), શિકારી (shikaari). Arrow = તીર (tir).
Toe = અંગુઠો (angutho). Chest = છાતી (chhaati).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
અનેક = Many (મેની).
વિશિષ્ઠ = Special (સ્પેશીઅલ). લક્ષણો =
Characteristic (કેરેકટરિસ્ટિક). સામાન્ય
= Ordinary (ઓર્ડીનરી). માણસ = Person
(પર્સન). જુદા = Different (ડીફરન્ટ). ભગવાન = God (ગોડ). અવતાર = Incarnation (ઇન્કારનેશન). વિષમ = Adverse (એડવર્સ). પરિસ્થિતિ = Situation (સિચ્યુએશન). ક્રોધ, ગુસ્સો = Anger (એન્ગર). કાબુ = Control (કંટ્રોલ). સંત = Saint (સેઇન્ટ). વિકટ = Hard (હાર્ડ). વિજય = Victory (વિકટરી). મહેલ = Palace (પેલેસ). તીવ્ર = Sharp (શાર્પ). અપેક્ષા = Expectation (એક્ષ્પેકટેશન). શ્રાપ = Curse (કર્સ). પ્રસન્ન કરવું = To Please (ટુ પ્લીઝ). કસોટી = Test (ટેસ્ટ). અપમાન = Insult (ઈન્સલ્ટ). શરીર = Body (બોડી). દહીં = Curd (કર્ડ). યુગ = Era (એરા). શક્તિશાળી
= Powerful (પાવરફૂલ). નેતા = Leader (લીડર). રાજા = King (કિંગ). હિંમત = Daring (ડેઅરિંગ).
હિંમત કરવી = To Dare (ટુ ડેઅર). શાંત =
Calm (કાલ્મ). રથ = Chariot (ચેરિઅટ). ખેંચવું = To Pull (ટુ પુલ). પ્રિય = Dear (ડીઅર). અસહ્ય = Unbearable (અનબેરેબલ). અશ્વ, ઘોડો = Horse (હોર્સ). ઉશ્કેરવું = To Provoke (ટુ પ્રોવોક). ચાબુક = Whip (વિપ). ઘાતકી = Cruel (ક્રુઅલ). શબ્દ = Word (વર્ડ). નાજુક = Delicate (ડેલીકેટ). સહન = To Bear (ટુ
બેઅર).જમીન = Ground (ગ્રાઉન્ડ).
ચાલવું = To Walk (વોક). દોડવું = To
Run (ટુ રન). પગ = Leg (લેગ). આજીજી કરવી = To Plead (પ્લીડ). માફ કરવું = To Forgive (ટુ ફરગીવ). સંપૂર્ણ = Complete (કમ્પલીટ). દિલગીર = Sorry (સોરી). વરદાન = Boon (બુન). શસ્ત્ર = Weapon (વેપન). ઈજા કરવી = To Hurt (ટુ હર્ટ). પગની પાની = Heel (હીલ). પારધી = Hunter (હન્ટર). તીર = Arrow (એરો). અંગુઠો = Toe (ટો). છાતી = Chest (ચેસ્ટ).
No comments:
Post a Comment