લક્ષ્મણની ૧૪ વર્ષની અનિદ્રા

લક્ષ્મણની ૧૪ વર્ષની અનિદ્રા

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

લક્ષ્મણ જયારે રામ સાથે ૧૪ વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી. પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું. વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું. આથી એમણે નીંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું. એમણે નીંદરની દેવી નિદ્રાની પૂજા કરી અને પોતાને ૧૪ વર્ષ સુધી નિદ્રામુક્ત કરવા વિનંતી કરી.

નિદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નીંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈએ નીંદર લેવી પડશે. આથી લક્ષ્મણે નિદ્રા દેવીને એની પત્ની ઉર્મિલાને નીંદર આપવા વિનંતી કરી. નિદ્રાદેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નીંદર લેવા તૈયાર છે? ઉર્મિલા ૧૪ વર્ષ સુધી સુતાં રહીને રામ,સીતા,લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઇ!

વનવાસના ૧૪ વર્ષ પુરા થયા અને રામનો રાજયાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સુતાં રહ્યાં. જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ, રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યો હોત કારણકે મેઘનાદને એવું વરદાન હતું કે માત્ર "ગુડાકેશ" જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ.

રામના રાજયાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા. આનાથી બધા અકળાતા હતા. રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ૧૪ વર્ષ સુધી એણે નીંદરને પરાસ્ત કરી છે પણ હવે નિદ્રાદેવી એની ઉપર કાબુ લઇ રહ્યાં છે! આથી તે નિદ્રાદેવીને વિનંતી કરી રહ્યો છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો રાજયાભિષેક જોઈ શકે.

Laxman Remained Sleepless for 14 Years!

When Laxman was leaving for 14 years exile with Ram, his wife Urmila also wanted to accompany him. But Laxman asked her to stay home. In the forest, Laxman had to protect Ram and Sita day and night. So he desired to defeat sleep. He then worshiped the Goddess of Sleep – Nidra – and asked her to relieve him from sleep for the next 14 years.
Nidra told him that someone else must sleep on his behalf to create balance. So Laxman asked her to consider his wife Urmila for this. Nidra went to the Ayodhya Palace and asked Urmaila if she would take up Laxman’s sleep. Urmila was ready to Help by sleeping for 14 years!

Urmila slept for 14 years, till the day of Ram’s coronation. If Urmila would not have done this, Laxman would never have been able to slay Ravan’s son Meghnad as Meghnad was granted a boon that he could only be killed by Gudakesh. Gudakesh means the one who has defeated sleep!

During Ram’s coronation, Laxman kept smiling. This upset everyone. When Ram asked him why he is doing so, Laxman explained that all 14 years, he has defeated sleep but now Nidra Devi (Goddess of Sleep) is controlling him! He is asking her to give him just few more moments so he can see Ram’s coronation.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Year = વર્ષ (varsh). Exile = દેશવટો (deshvato). To Accompany = સાથ આપવો (saath aapavo). To Stay = રહેવું (rahevu).  Home = ઘર (ghar). Forest = જંગલ (jangal). To Protect = રક્ષણ કરવું (rakshan karavu). Desire = ઈચ્છા (ichchha). To Defeat = પરાજીત કરવું (paraajit karavu). Sleep = નિદ્રા (nidraa), નીંદર (nindar), ઊંઘ (ungh). To Worship = પૂજા કરવી (puja karavi), આરાધના કરવી (aaraadhanaa karavi). Goddess = દેવી (devi). To Relieve = રાહત આપવી (raahat aapavi). Balance = સંતુલન (santulan). Palace = મહેલ (mahel).  Coronation = રાજ્યાભિષેક (raajyaabhishek). To Slay = હણવું (hanavu). Boon = વરદાન (vardaan). To Smile = હસવું (hasavu). Upset = અકળાવું (akalaavu). To Control = કાબુ લેવો (kaabu levo). Moment = પળ (pal), ક્ષણ (kshan). To See = જોવું (jovu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

વર્ષ = Year (યિઅર). ઘર = House (હાઉસ), Home (હોમ). રક્ષણ કરવું = To Protect (ટુ પ્રોટેક્ટ). નીંદર = Sleep (સ્લીપ). વિજય = Victory (વિકટરી). દેવી = Goddess (ગોડિસ). પૂજા કરવી = To Worship (ટુ વર્શીપ). વિનંતી કરવી = To Request (ટુ રિક્વેસ્ટ). સંતુલન = Balance (બેલેન્સ). રાજમહેલ = Palace (પેલેસ). રાજયાભિષેક = Coronation (કોરનેશન). વરદાન = Boon (બુન). પરાસ્ત કરવું = To Defeat (ટુ ડીફિટ). હસવું = To Smile (ટુ સ્માઈલ). અકળાવું = To be Upset (ટુ બી અપસેટ). કાબુ લેવો = To Control (ટુ કંટ્રોલ). પળ (pal), ક્ષણ (kshan) = Moment (મોમેન્ટ).



No comments: