મા મને છમ્મ વડું...

મા મને છમ્મ વડું...

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ગામ હતું. એમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને સાત દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો - ખવરાવતો.

એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડાં નથી ખાધાં તો લાવ આજે વડાં ખાઈએ. પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડાં ન બની શકે. એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સુઈ જાય પછી વડાં બનાવજે.

રાત પડી અને દીકરીઓ સુઈ ગઈ. પછી એમની માએ વડાં બનાવવા માંડ્યાં. વડાં બનાવતાં ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ્મ એવો અવાજ થાય. છમ્મ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ.

એ તરત રસોડામાં ગઈ અને બોલી, "મા મને છમ્મ વડું...".

માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.

પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ્મ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એણે પણ મા પાસે જઈ કહ્યું, "મા મને છમ્મ વડું...". માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.

આમ કરતાં સાતેય દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઇ ગયો. માંડ માંડ વડાં ખાવા મળતાં હતાં અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો સાતેય દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો.

છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દુર દુર દોડવા માંડી. એણે એક સરસ મજાનું મકાન જોયું. એણે મકાનમાં અંદર જઈ જોયું તો ખુબ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઇ ગઈ. નાચવા કુદવા લાગી. એણે તરત જ એની છ બહેનોને બોલાવી. સાતેય બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ-પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી.

આ બાજુ એમના બાપને ખુબ પસ્તાવો થયો કે, "અરેરે. હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડાં ખાધાં એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે?"

એ તો દોડતો જંગલમાં ગયો. ત્યાં એણે જોયું કે એની સાતેય દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી. સારું સારું ખાઈ-પીને ગુલાબી અને તંદુરસ્ત થઇ ગઈ હતી. એ ખુબ જ ખુશ થઇ ગયો. દીકરીઓને ભેટી પડ્યો. પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો.

Chhamm Vadu (Sizzz Fried Vada…)

A poor man was living in a village. He had seven daughters. He did not have any work. He was begging alms and feeding his family.

One day he got some flour. He thought, “I have not eaten Vada since a long time. So I will eat vada from this flour”. (vada like Daalvada, Menduvada, Batakavada).

He went home and asked his wife to make vada. The flour was not enough to make vada for all so he asked his wife to make vada at night after all the daughters go to sleep.

At night, when all the daughters went to sleep, their mother started making vada. While making vada, when flour is thrown in the hot oil, it creates a Sizzling sound like “Chhamm”. So when the first vada was made, the eldest daughter woke up hearing the sound “Chhamm”.

She rushed into the kitchen and asked her mother,

“Mummy, give me Sizzz Fried…”.

Her mother had to give her a vadu.

When the mother made another vadu, the second daughter woke up hearing the sound “Chhamm”.

She rushed into the kitchen and asked her mother, “Mummy, give me Sizzz Fried…”. Her mother had to give her a vadu.

This way, all the seven daughters ate one vada each. Nothing left behind for their father. The father became very angry as he got a chance to eat vada after a long time but all the seven daughters ate them.

He took the daughters to the jungle and left them there. Six sisters climbed on a tree. The youngest sister could not climb so kept running. She found a beautiful house. She went inside the house. She saw many sweets and food. She started dancing and jumping with joy. Then she called her six sisters. They all stayed in the house and ate sweets, food. They became very beautiful and healthy.

At their home in the village, their father repented, “Oh! What a cruel father I am! My own daughters ate vada and I left them in the jungle”. He ran to the jungle. He saw his daughters staying in a house and enjoying sweet food. They had become very beautiful and healthy. The father said sorry to the daughters. He took lots of food and took the daughters back to home.

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Village = ગામ (Gaam). One = એક (Ek). Poor = ગરીબ (Garib). Person = માણસ (Maanas). Seven = સાત (Saat). Daughter = દીકરી (Dikari). Work = કામ (Kaam). Everyday = રોજ (Roj). Begging Alms = ભિક્ષા (Bhikshaa). Flour = લોટ (Lot). Wife = પત્ની (Patni). Day = દિવસ (Divas). Night = રાત (Raat). Hot = ગરમ (Garam). Oil = તેલ (Tel). Voice = અવાજ (Avaaj). To Sleep = સુઈ જવું (Sui javu). To Wake up = જાગી જવું (Jaagi javu). Kitchen = રસોડું (Rasodu). To Hear = સાંભળવું (Saambhalavu). Mother = મા (Maa). Father = બાપ (Baap). To Eat = ખાવું (Khaavu). Anger = ગુસ્સો (Gusso). Forest (or Jungle) = જંગલ (Jangal). Six = છ (Chh). Sister = બહેન (Bahen). Tree = ઝાડ (Zaad) Or વૃક્ષ (Vruksh). To Climb = ચડવું (Chadavu). To Run = દોડવું (Dodavu). Good = સરસ (Saras). House = મકાન (Makaan). To Dance = નાચવું (Naachavu).  To Jump = કૂદવું (Kudavu). Healthy = તંદુરસ્ત (Tandurast). To Repent = પસ્તાવું (Pastaavu). Joy = આનંદ (Aanand). To Be Delighted = ખુશ થવું (Khush thavu) Or રાજી થવું (Raaji thavu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગામ = Village (વિલેજ). એક = One (વન). ગરીબ = Poor (પુઅર). માણસ = Person (પર્સન). સાત = Seven (સેવન). દીકરી = Daughter (ડોટર). કામ = Work (વર્ક). રોજ = Everyday (એવરીડે). ભિક્ષા = Begging (બેગીંગ). લોટ = Flour (ફ્લોર). પત્ની = Wife (વાઈફ). દિવસ = Day (ડે). રાત = Night (નાઈટ). ગરમ = Hot (હોટ). તેલ = Oil (ઓઈલ).અવાજ = Voice (વોઈસ).સુઈ જવું = To Sleep (ટુ સ્લીપ). જાગી જવું = To Wake up (ટુ વેક અપ). રસોડું = Kitchen (કિચન). સાંભળવું = To Hear (ટુ હિયર).મા = Mother (મધર).બાપ = Father (ફાધર).ખાવું = To Eat (ટુ ઈટ). ગુસ્સો = Anger (એન્ગર).જંગલ = Forest (ફોરેસ્ટ). છ = Six (સિક્સ).બહેન = Sister (સિસ્ટર). ઝાડ = Tree (ટ્રી). ચડવું = To Climb (ટુ કલાઇમ્બ). દોડવું = To Run (ટુ રન).સરસ = Good (ગુડ).મકાન = House (હાઉસ).નાચવું = To Dance (ટુ ડાન્સ).  કૂદવું = To Jump (ટુ જંપ).તંદુરસ્ત = Healthy (હેલ્ધી).પસ્તાવું = To Repent (ટુ રીપેન્ટ).આનંદ = Joy (જોય).ખુશ થવું, રાજી થવું = To Be Delighted (ટુ બી ડીલાઈટેડ).



No comments: