બાપા કાગડો હા બેટા કાગડો


બાપા  કાગડો... હા  બેટા  કાગડો  

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેંચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે.

આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે:

"બાપા જુઓ આ કાગડો.."

વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય:

"હા બેટા કાગડો..".

આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે:

"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો"

વર્ષો પછી વેપારી ઘરડો થઇ ગયો અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એક વાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કાંઇક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જુના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા.

દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું:

"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો".

દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખુબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઇ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો.

=> ઘરડા મા-બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ-મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જયારે આપણે મોટા થઇ જઈએ અને મા-બાપ ઘરડા થઇ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ.


Father, Son and a Crow

One shopkeeper had a small provision shop in a village. He used to sell things and keep accounts in an account book.

When this shopkeeper's son was a kid, he used to come to the shop and play. There was a tree in front of the shop where a crow was sitting and making noise

“Craw..Craw..”.

The son kept telling his father:

“Dad, see this crow”.

His father kept doing his accounts work and reply to the son:

“Yes my son, I see the crow”.

This was repeated again and again so the father wrote in the accounts book by mistake:

“Dad, see this crow...Yes my son, I see the crow”.

Years passed. The shopkeeper became old and his son became a young man. The son was now sitting in the shop. The old father was sometimes coming to the shop. He kept talking to his son so the son's work was getting disturbed. So the son was scolding his father and asking him to keep quiet. Many times he was even insulting him. So the old father decided to teach a lesson to his son. He saw old account books to his son.

The son read the old account books. He found some writings like:

“Dad, see this crow...Yes my son, I see the crow”.

Now the son remembered that when he was a kid, he was playing in the shop and kept speaking such things. That time his father was replying to him without any anger. Due to this continuous disturbance, his father made mistakes and by mistake he wrote these things in the accounts book.

The son repented that his father had fulfilled all his wishes when he was a kid but now he is insulting his old father and not talking to him. Then after the son never insulted his father and kept him happy.

=> We should never insult our parents. They are always keeping us happy and tolerating our childish behavior. When we grow up and our parents become old, we should also keep them happy.


For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Shopkeeper = વેપારી (vepaari). Shop = દુકાન (dukaan). Village = ગામ (gaam). Account = હિસાબ (hisaab). Book = ચોપડી (chopadi). Thing = વસ્તુ (vastu). Son = દીકરો (dikaro). Father = બાપ (baap). Tree = ઝાડ (zaad). Crow = કાગડો (kaagado). Kid = બાળક (baalak). Reply = જવાબ (jawaab). Mistake = ભૂલ (bhul). Year = વર્ષ (varsh). Years = વર્ષો (varsho). Old = ઘરડો (gharado). Young = યુવાન (yuvaan). Talk = વાત (vaat). Work = કામ (kaam). Disturb = ખલેલ (khalel). Insult = અપમાન (apamaan). Repent = પસ્તાવો (pastaavo). Parents = મા-બાપ (maa baap). Happy = ખુશ (khush).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

વેપારી = Shopkeeper (શોપ કીપર). દુકાન = Shop (શોપ). ગામ = Village = (વિલેજ). હિસાબ = Account (એકાઉન્ટ). ચોપડી = Book (બુક). વસ્તુ = Thing (થિંગ). દીકરો = Son (સન). બાપ = Father (ફાધર). ઝાડ =  Tree (ટ્રી). કાગડો = Crow (ક્રો). બાળક = Kid (કીડ). જવાબ = Reply (રીપ્લાય). ભૂલ = Mistake (મિસ્ટેક). વર્ષ = Year (યિઅર). વર્ષો = Years (યિઅર્સ). ઘરડો = Old (ઓલ્ડ). યુવાન = Young (યંગ). વાત = Talk (ટોક). કામ = Work (વર્ક). ખલેલ = Disturb (ડીસ્ટર્બ). અપમાન = Insult (ઈન્સલ્ટ). પસ્તાવો = Repent (રીપેન્ટ). મા-બાપ = Parents = (પેરન્ટસ). ખુશ = Happy (હેપ્પી).

No comments: