ચતુર વેપારીઓ
(અંગ્રેજી અનુવાદ
નીચે આપેલ છે)
એક
ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા. એમને માલ વેંચવા જુદા જુદા સ્થળે જવું
પડતું.
એક
વખત તેઓ માલ વેંચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઇ ગયું. એમને રાતના
અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લૂંટારાઓએ
એમનો માલ લૂંટી લીધો.
વેપારીઓ
બહાદુર અને ચતુર હતા. એમણે એક યુક્તિ કરી. એમણે
લૂંટારાઓને કહ્યુંકે તેઓ ઘણા સારા કલાકાર છે. તેઓ એક સરસ
નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા.
વેપારીઓએ
નાટક શરુ કર્યું. સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા
લાગ્યા:
"વેપારી
કલાકાર આવે છે.
ભરવાડનો
વેશ લાવે છે".
એમણે
ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું. પછી એમણે
સુથાર,
મોચી, લુહાર વિ. ના અભિનય
કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું.
લૂંટારાઓ
મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા-ગાવા લાગ્યા. પછી વેપારીઓએ
ચોર-પોલીસનું
નાટક શરુ કર્યું. કેટલાક વેપારીઓ ચોર-લુંટારા
બન્યા અને કેટલાક પોલીસ બન્યા. આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ
આવીને લૂંટારાઓને પકડી જાય છે. વેપારી કલાકારો ગાવા લાગ્યા:
"વેપારી
કલાકાર આવે છે.
ચોરનો
વેશ લાવે છે.
જલ્દી
દોડો ભાઈ જલ્દી દોડો, જઈ પોલીસને જાણ કરો".
કેટલાક
વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિષે જાણ કરી. અસલી પોલીસ
વેપારીઓની સાથે જયાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા .
હવે
વેપારી કલાકારો ગાવા લાગ્યા:
"વેપારી
કલાકાર આવે છે.
પોલીસનો
વેશ લાવે છે".
જે
વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા. લૂંટારાઓ
સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા. ત્યારે જ
અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા. હજી પણ
લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે! પોલીસ
લૂંટારાઓને જેલમાં લઇ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો.
આમ
બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા. આપણે ગમે
તેવી ખરાબ પરિસ્થિતિમાં (જેમ કે અહીં વેપારીઓ લૂંટાઈ ગયા) પણ ગભરાવું ન
જોઈએ.
આપણે
બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચા નિર્ણય લેવા જોઈએ.
Intelligent Merchants
Some
merchants were living in one village. They had to travel to different places to
sell their goods. Once they were going to another village to sell their goods
and it became very late. They had to pass through the jungle at night in the
dark. Some robbers stopped them and robbed their goods.
These
merchants were brave and intelligent so they used a trick. They told the
robbers that they were very good actors. They can perform a good drama to
entertain them. The robbers sat to see their drama.
The
merchants started the drama. First they dressed like shepherds and started
singing:
“Merchant
Actors are coming. Shepherd act is coming”.
They
acted like shepherds and entertained the robbers. Then they took different
roles of carpenters, shoe makers, blacksmith etc and entertained the robbers.
The
robbers started singing and dancing with the merchants. Then the merchants took
the role of robbers and police. Some merchants became robbers and some became
police. In this drama, they saw that police have to take the robbers to the
city. Now the merchants started singing:
”Merchant
Actors are coming. Robber act is coming. Run Fast. Run Fast. Go to City, Call
the Police”.
Some
merchants went to the city and informed the real police about the robbers. The
real police came with them to the place where they were performing the drama
before the robbers.
Now
the merchants started singing:
”Merchant
Actors are coming. Police act is coming”.
First
came the merchants who were acting as police. So the robbers thought this as a
part of their drama. They danced with the actors. Now the real police came and
caught the robbers. Still the robbers were thinking it as a part of the drama!
The police took the robbers to jail and the merchants got back their goods.
Thus
the brave and intelligent merchants saved their goods and caught the robbers.
We should not be afraid of a bad situation (like robbery here) but we should be
brave to fight the situation and take right decisions with intelligence.
For English medium students
Meanings and Pronounce for some words used in this
story. (Pronounce is given in the bracket):
Merchant
= વેપારી
(vepari).
Village = ગામ
(gaam).
Goods = માલ
(maal).
Place = સ્થળ
(sthal).
Late = મોડું
(modun).
Night = રાત
(raat).
Dark = અંધારું
(andhaaru).Jungle
(Forest) = જંગલ
(jangal).
Robbers (Thieves) = લૂંટારા (luntaaraa) or ચોર (chor).
Brave = બહાદુર
(bahaadur).
Intelligent = ચતુર
(chatur).
Trick = યુક્તિ
(yuktee).
Good = સરસ
(saras).
Actor = કલાકાર
(kalaakaar).
Drama = નાટક
(naatak).
Entertainment = મનોરંજન
(manoranjan).
Shepherd = ભરવાડ
(bharvaad).
Dress = વેશ
(vesh).
Carpenter = સુથાર
(suthaar).
Shoe Maker = મોચી
(mochi).
Blacksmith = લુહાર
(luhaar).
Acting = અભિનય
(abheenay).
Police = પોલીસ
(polis).
Real = અસલી
(asali).
Fast = જલ્દી
(jaldi).
City = શહેર
(shaher).
Bad = ખરાબ
(kharaab).
Situation = પરિસ્થિતિ
(paristheeti).
Right = સાચા
(saachaa).
Decision = નિર્ણય
(neernay).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
વેપારી
=
Merchant (મર્ચન્ટ). ગામ = Village
(વિલેજ). માલ = Goods (ગુડ્સ). સ્થળ = Place (પ્લેસ). મોડું = Late (લેટ). રાત = Night (નાઈટ). અંધારું = Dark (ડાર્ક). જંગલ = Forest
(ફોરેસ્ટ). લુંટારા = Robbers
(રોબર્સ) કે Thieves (થીવ્સ). બહાદુર = Brave (બ્રેવ). ચતુર =
Intelligent (ઈન્ટેલીજન્ટ). યુક્તિ = Trick (ટ્રીક). સરસ = Good (ગુડ). કલાકાર = Actor (એક્ટર). નાટક = Drama (ડ્રામા). મનોરંજન =
Entertainment (એન્ટરટેઇન્મેન્ટ). ભરવાડ =
Shepherd (શેફર્ડ). વેશ = Dress (ડ્રેસ). સુથાર =
Carpenter (કાર્પેન્ટર). મોચી = Shoe
Maker (શુમેકર). લુહાર =
Blacksmith (બ્લેકસ્મિથ). અભિનય = Acting
(એક્ટિંગ). પોલીસ = Police
(પોલીસ). અસલી = Real (રીઅલ). જલ્દી = Fast (ફાસ્ટ). શહેર = City (સીટી). ખરાબ = Bad (બેડ). પરિસ્થિતિ =
Situation (સીચ્યુએશન). સાચા = Right (રાઇટ). નિર્ણય =
Decision (ડિસીઝન).
No comments:
Post a Comment