મોનુનું અપહરણ અને પક્ષી મિત્રોની
મદદથી છુટકારો
મોનુ
નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે
જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી
રીતે જ વાતચીત કરતો હોય છે.
મોનુ
દરરોજ અનેક પક્ષીઓને દાણા ખવરાવતો હોય છે. ઘર પાસે આવતા
પશુઓને પણ ખાવાનું આપતો હોય છે. પશુ-પક્ષીઓને
પાણી પીવરાવતો હોય છે. એમને ગરમી, ઠંડી અને
વરસાદમાં આશરો આપતો હોય છે. આથી આ સૌ પશુ-પક્ષીઓ
મોનુના ખુબ જ સારા મિત્રો બની ગયા છે.
એક
દિવસ મોનુના ગામમાં કેટલાક ચોર આવ્યા. મોનુ એમને જોઈ ગયો
એટલે આ ચોર મોનુને પકડીને લઇ ગયા. મોનુનું અપહરણ થઇ ગયું! મોનુનો ખાસ
મિત્ર જુલ્લુ તો એકદમ સૂનમૂન થઇ ગયો. જુલ્લુએ મોનુના પશુ-પક્ષી
મિત્રોની મદદ લઈને મોનુને શોધવા અને છોડાવવા નક્કી કર્યું.
કૂતરું
ગંધ પારખવાની શક્તિ ધરાવે છે. એ ગંધ પરથી માણસનું પગેરું શોધી શકે. આથી જ
પોલીસદળમાં પણ કૂતરાની સહાય લેવાતી હોય છે. જુલ્લુ
મોનુનું પગેરું શોધતું શોધતું ફરવા લાગ્યું.
આ
બાજુ ચોર લોકોએ મોનુને એક અવાવરુ ઘરમાં પૂર્યો હતો. મોનુના પક્ષી
મિત્રો તો ત્યાં પહોંચી જ ગયા. પરંતુ આ અબોલ પક્ષીઓ મોનુના ઘરનાને
કેવી રીતે જાણ કરે? મોનુએ એક યુક્તિ વિચારી. એણે એના
કબૂતર દોસ્ત મારફતે એક સંદેશો લખી મોકલ્યો. કબૂતર સંદેશ
વ્યવહાર માટે ખુબ જ ઉપયોગી થતા હોય છે. સેંકડો વર્ષોથી
કબૂતરનો ઉપયોગ સંદેશની આપ-લે માટે થાય છે. આથી મોનુએ
એના કબૂતર દોસ્તની આ માટે સહાય લીધી.
એક
નાનું હમીન્ગ્સ બર્ડ મોનુનું ખાસ દોસ્ત છે. હમીન્ગ્સ
બર્ડ એ માણસના અંગુઠા જેવડા નાના કદનું હોય છે. એ ભૂરા
રંગનું હોય છે.
આ
નાના પક્ષીને આપણે દેવચકલી કહીને બોલાવતા હોઈએ છીએ. આ હમીન્ગ્સ
બર્ડ ઊંધું પણ ઊડી શકે છે. મોનુને જે ઘરમાં પૂર્યો હતો ત્યાં આ
હમીન્ગ્સ બર્ડ પહોંચી ગયા અને ઊંધા ઊડવા લાગ્યા. ચોર લોકોને
તો આ કૌતુક જોઈ ભારે અચરજ થયું. બધા ભેગા થઈને આ જાદુ જોતા હતા.
મોનુએ
કબૂતર દોસ્ત મારફતે સંદેશ મોકલાવ્યો: "મને રાખ્યો છે એ ઘર
પાસે દેવ ચકલીઓ ઊંધી ઊડે છે અને ચોર લોકો એ જાદુ જુવે છે". મોનુના ઘરનાં
જુલ્લુને લઈને સંદેશ લાવનાર કબૂતરની પાછળ પાછળ ગયા. એમણે જોયું
કે એક અવાવરુ ઘર પાસે દેવચકલી (હમીન્ગ્સ બર્ડ) ઊંધી ઊડે છે
અને ઘરમાંથી થોડા લોકો આ જાદુ જુવે છે. એમણે તરત જ ઘર પર
છાપો માર્યો અને ચોર લોકોને પકડી લીધા. મોનુ ઘરનાંને હેમખેમ
મળી ગયો!
આમ
પશુ-પક્ષીઓ
સાથેની દોસ્તીએ મોનુને બચાવી લીધો. તો, આપણે સૌ પણ
પશુ-પક્ષીઓ સાથે
દોસ્તી કરીએ.
એમને
ખવરાવીએ,
પીવરાવીએ
અને આશરો આપીએ.
અંગ્રેજી શીખવા
માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે)
પશુ, પ્રાણી = Animal (એનિમલ).પંખી = Bird (બર્ડ). કૂતરું = Dog (ડોગ). માણસ = Man (મેન). લોકો = People (પીપલ). ગામ = Village (વિલેજ). ઘર,
મકાન = House (હાઉસ). દાણા = Seed (સીડ). પાણી = Water (વોટર). ગરમી = Heat (હીટ). ઠંડી = Cold (કોલ્ડ). વરસાદ = Rain (રેઇન).મિત્ર = Friend (ફ્રેન્ડ). મિત્રો = Friends(ફ્રેન્ડસ). ચોર = Thief (થીફ). અપહરણ = Kidnaping (કીડનેપીંગ).ગંધ = Smell (સ્મેલ).યુક્તિ = Trick (ટ્રીક). કબૂતર = Pigeon (પીજીઅન).સંદેશો,સંદેશ = Message (મેસેજ).અંગુઠો = Thumb (થમ્બ). કદ = Size (સાઈઝ). ભૂરો = (બ્લ્યુ). રંગ = Colour (કલર).જાદુ = Magic (મેજીક).
ગુજરાતી બાળ વાર્તાઓ
No comments:
Post a Comment