ચકી બાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય
(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)
એક
રાજાના મહેલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ રાજા સભા ભરીને બેઠો હતો. ચકલી રાજાના
માથા ઉપરથી ઉડી અને ભૂલથી એની ચરક રાજાના માથા ઉપર પડી!
રાજા
ખુબ જ ગુસ્સે થઇ ગયો. એણે એના સિપાઈઓને હુકમ કર્યો કે ચકલીને પકડીને એનું માથું
મુંડી નાંખો. ચકલીને ઘણું લાગી આવ્યું. એણે રાજાને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી
કર્યું. એ યોગ્ય તક મળે એની રાહ જોવા લાગી.
એક
દિવસ રાજા મંદિર ગયો. એ ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરવા લાગ્યો, "હે
ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી
ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા
પર દયા નહીં કરું".
રાજાએ
પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી
બોલી, "પહેલાં તારું માથું મુંડાવ".
રાજાએ
ઘરે જઈને માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો,
"હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી
ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા
પર દયા નહીં કરું".
રાજાએ
પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી
બોલી, "પહેલાં તારી રાણીનું માથું મુંડાવ".
રાજાએ
ઘરે જઈને રાણીનું માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા
લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી
ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા
પર દયા નહીં કરું".
રાજાએ
પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી
બોલી, "પહેલાં તારા કુંવરનું માથું મુંડાવ".
રાજાએ
ઘરે જઈને કુંવરનું માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા
લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી
ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા
પર દયા નહીં કરું".
રાજાએ
પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી
બોલી, "પહેલાં તારી કુંવરીનું માથું મુંડાવ".
રાજાએ
ઘરે જઈને કુંવરીનું માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા
લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
આ
વખતે ચકલી ભગવાનની મૂર્તિ પાછળથી બહાર આવીને ગાવા લાગી,
"ચકીબાઈ
એક મુંડાય, રાજા કુટુંબ મુંડાય..."
"ચકીબાઈ
એક મુંડાય, રાજા કુટુંબ મુંડાય..."
"ચકીબાઈ
એક મુંડાય, રાજા કુટુંબ મુંડાય..."
ચકીબાઈને
મજા પડી ગઈ. એણે રાજા સાથે મીઠો બદલો લીધો અને પાઠ ભણાવ્યો કે ક્યારેય કોઈનું
અપમાન ન કરવું જોઈએ.
Sparrow Alone Shaved,
The King’s Family Shaved
A
sparrow was living in a king’s palace. One day the king was sitting in his
assembly. The sparrow flew over his head and by mistake her droppings fell on
the king’s head.
The
king became very angry. He ordered his soldiers to catch the sparrow and shave
her head. The soldiers shaved the sparrow’s head. The sparrow felt very
insulted. She decided to teach a lesson to the king. She just waited for the
right opportunity.
One
day the king went to the temple. He bowed down and prayed, “O God! Please have
mercy on me”.
The
sparrow went behind the God’s idol and made a voice, “Go Away O King! I will
not have mercy on you”.
The
king asked, “Why my Lord?”
The
sparrow said, “First go and shave your head”.
The
king went home and shaved his head. Then he came to the temple and prayed, “O
God! Please have mercy on me”.
The
sparrow went behind the God’s idol and made a voice, “Go Away O King! I will
not have mercy on you”.
The
king asked, “Why my Lord?”
The
sparrow said, “Go and shave your queen’s head”.
The
king went home and shaved his queen’s head. Then he came to the temple and
prayed, “O God! Please have mercy on me”.
The
sparrow went behind the God’s idol and made a voice, “Go Away O King! I will
not have mercy on you”.
The
king asked, “Why my Lord?”
The
sparrow said, “Go and shave your prince’s head”.
The
king went home and shaved his prince’s head. Then he came to the temple and
prayed, “O God! Please have mercy on me”.
The
sparrow went behind the God’s idol and made a voice, “Go Away O King! I will
not have mercy on you”.
The
king asked, “Why my Lord?”
The
sparrow said, “Go and shave your princess’ head”.
The
king went home and shaved his princess’ head. Then he came to the temple and
prayed, “O God! Please have mercy on me”.
This
time the sparrow came behind the idol and started singing,
“Sparrow
Alone Shaved, the King’s Family Shaved…”
“Sparrow
Alone Shaved, the King’s Family Shaved…”
“Sparrow
Alone Shaved, the King’s Family Shaved…”
She
had fun and took a sweet revenge by teaching the king a lesson not to insult
anyone.
For English medium students
Meanings and Pronounce for some words used in this
story. (Pronounce is given in the bracket):
Palace
= મહેલ (Mahel). King = રાજા (Raajaa). Sparrow = ચકલી (Chakali). Chakibai
is used for sparrow to tell stories to children. One = એક (Ek). Day = દિવસ (Divas).
Assembly = સભા (Sabhaa). Head = માથું
(Maathu). To Fly = ઉડવું (Udavu). Mistake = ભૂલ (Bhul).
Bird’s Dropping = ચરક (Charak).
Anger = ગુસ્સો (Gusso). To Be Angry =
ગુસ્સે થવું (Gusse Thavu). Order =
હુકમ (Hukam). To Order = હુકમ કરવો (Hukam Karavo). Soldier = સિપાઈ (Sipaai).To Catch = પકડવું (Pakadavu). To Shave = મુંડન કરવું (Mundan Karavu). Insult = અપમાન (Apamaan). To Decide = નક્કી કરવું (Nakki Karavu). To teach a lesson = પાઠ
ભણાવવો (Paath Bhanavavo). To Wait = રાહ
જોવી (Raah Jovi). Opportunity = તક (Tak). Temple = મંદિર (Mandir). Prayer = પ્રાર્થના (Praarthanaa). To Pray = પ્રાર્થના કરવી (Prarthanaa karavi). God, Lord = ભગવાન (Bhagvaan). Mercy = દયા (Dayaa), રહેમ (Rahem). Behind = પાછળ (Pachhal).
To Hide = છુપાઈ જવું (Chhupaai Javu).
Idol = મૂર્તિ (Murti). Voice = અવાજ (Awaaj).
Queen = રાણી (Raani). Prince = કુંવર (Kunvar). Princess = કુંવરી (Kunvari). Alone = For Female એકલી (Ekali), For Male એકલો (Ekalo).
Family = કુટુંબ (Kutumb). Sweet = મીઠો
(Mitho), મીઠી (Mithi), મીઠાઈ (Mithaai).
Revenge = બદલો (Badalo). To Sing =
ગાવું (Gaavu).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
મહેલ = Palace (પેલેસ). રાજા =
King (કિંગ). ચકલી = Sparrow (સ્પેરો).
એક = One (વન). દિવસ = Day (ડે). સભા = Assembly (એસેમ્બલી). માથું = Head (હેડ). ઉડવું = To Fly (ટુ ફ્લાય). ભૂલ = Mistake (મિસ્ટેક). ચરક = Bird’s Dropping (ડ્રોપીંગ). ગુસ્સો = Anger (એન્ગર). ગુસ્સે થવું = To Be Angry (ટુ બી એન્ગ્રી). હુકમ = Order (ઓર્ડર). હુકમ કરવો = To Order (ટુ ઓર્ડર).
સિપાઈ = Soldier (સોલ્જર). પકડવું = To
Catch (ટુ કેચ). મુંડન કરવું = To
Shave (ટુ શેવ). અપમાન = Insult (ઈન્સલ્ટ). નક્કી કરવું = To Decide (ટુ ડીસાઈડ). પાઠ ભણાવવો = To Teach a Lesson
(ટુ ટીચ અ લેસન). રાહ જોવી = To Wait (ટુ વેઇટ). તક = Opportunity (ઓપોરચ્યુનિટી). મંદિર = Temple (ટેમ્પલ). પ્રાર્થના = Prayer (પ્રેયર). પ્રાર્થના કરવી = To Pray (ટુ પ્રે). ભગવાન = God (ગોડ). દયા, રહેમ = Mercy (મર્સી).પાછળ = Behind (બિહાઈન્ડ). છુપાઈ જવું = To Hide (ટુ હાઈડ). મૂર્તિ = Idol (આઇડોલ). અવાજ = Voice (વોઈસ). રાણી = Queen (ક્વીન). કુંવર = Prince (પ્રિન્સ). કુંવરી = Princess (પ્રિન્સેસ).એકલી, એકલો = Alone (અલોન). કુટુંબ = Family (ફેમીલી). મીઠો, મીઠી, મીઠાઈ = Sweet (સ્વીટ). બદલો = Revenge (રિવેન્જ). ગાવું = To Sing (ટુ સીન્ગ).
No comments:
Post a Comment