સસ્સા રાણા સાંકળિયા

સસ્સા રાણા સાંકળિયા

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. બાવાજી રોજ જંગલમાંથી તાજાં, પાકાં ફળો અને શાકભાજી લઇ આવતા.

એક વાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડીએ આવી પહોંચ્યા. તાજાં, પાકાં ફળો, શાકભાજી જોઇને સસ્સાભાઈ તો રાજી રાજી થઇ ગયા. એ તો બાવાજીની ઝુપડીમાં ઘુસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું. પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા.

થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝુંપડીનું બારણું બંધ છે. બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝુપડીમાં કોણ ઘુસી ગયું હશે? એમણે બારણું ખટખટાવી પૂછ્યું, "ભાઈ, અંદર કોણ છે?"

સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
"એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ બાવા નહીંતર તારી તુંબડી તોડી નાખું..."

બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી. ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા.

પટેલે બાવાજીને પૂછ્યું, "બાવાજી, આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો?"

બાવાજીએ પટેલને સસ્સા રાણા વાળી વાત કરી. પટેલ કહે, "ચાલો, હું તમારી સાથે આવું".

પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, "અંદર કોણ છે?"

સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
"એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ પટેલ નહીંતર તારી તુંબડી તોડી નાખું..."

પટેલે આવું કૌતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા. એમણે ગામના મુખીને બોલાવ્યા. ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, "અંદર કોણ છે?"

સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
"એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ મુખી નહીંતર તારી તુંબડી તોડી નાખું..."

મુખી પણ ગભરાયા. બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે?

બધાએ બાવાજીને કહ્યું, "તમે આજે ઝુંપડીમાં ન જાવ. આજની રાત ગામમાં જ રહો". બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા.

સસ્સાભાઈને તો બહુ મજા પડી ગઈ. એમણે તો ધરાઈને ખાધું અને પછી નિરાંતે સુઈ ગયા. સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા.

આ વાતની શિયાળભાઈને ખબર પડી. એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘુસી ગયા. બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝુંપડીમાં ઘુસી ગયું છે.

બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા. બધાએ બારણું ખટખટાવી પૂછ્યું, "અંદર કોણ છે?"

શિયાળભાઈ બોલ્યા,
"એ તો શિયાળભાઈ સાંકળિયા.
ડાબે પગે ડામ.
ભાગ બાવા. નહીતર તારી તુંબડી તોડી નાંખું".

બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા. "અરે આ તો શિયાળવું છે".

બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું. અંદર જઈ શિયાળને બરાબરનો મેથીપાક આપ્યો!

શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં.

હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસ્સાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા?

Sassa Rana Sankalia – Rabbit The Chain Master

There was a forest near a village. One priest was living in the forest in his hut. There was a small temple near his hut. He used to worship in the temple.

Every day the priest was bringing fresh fruits and vegetables from the forest.

One day the priest had gone to the forest. A rabbit entered his hut. The rabbit was delighted to see lots of fruits and vegetables. He locked the door of the hut from inside.

The priest came back and saw that door of his hut is locked. The priest knocked the door and asked, “Who is inside the hut?”

The rabbit changed his voice and answered with a loud voice from the hut,

“I am Rabbit Sankaliya – The Chain Master,
Have a Black Spot on the Leg.
Go Away O Priest, I will Break your Head…”

The priest got afraid and ran towards the village. One farmer saw him running. The farmer asked the priest, “Why you are afraid? Why you are running towards the village?’

The priest told the farmer that someone has entered his hut and locked the door. The farmer went to the priest’s hut.

The farmer knocked the door and asked, “Who is inside the hut?”

The rabbit changed his voice and answered with a loud voice from the hut,

“I am Rabbit Sankaliya – The Chain Master,
Have a Black Spot on the Leg.
Go Away O Farmer, I will Break your Head…”

The farmer also got afraid. He called the village leader.

The Village leader knocked the door and asked, “Who is inside the hut?”

The rabbit changed his voice and answered with a loud voice from the hut,

“I am Rabbit Sankaliya – The Chain Master,
Have a Black Spot on the Leg.
Go Away O Leader, I will Break your Head…”

The village leader had never heard anything like this. He asked the priest to stay in the village for that night. They all went to the village. The rabbit ate all fruits and vegetables. He took a good night sleep. Then he left the hut in the morning.

One fox came to know about this. The fox also went to the priest’s hut when he was away. The fox locked the door from inside.

When the priest came back, he saw that someone has entered his hut again. He called the farmer and the village leader. They knocked the door and asked, “Who is inside?”

The fox answered from the hut,

“I am Fox Sankaliya – The Chain Master,
Have a Black Spot on the Leg.
Go Away O Priest, I will Break your Head…”

But this time they all recognized that this is the fox! They broke the door and entered the hut. They beat up the fox. The fox started crying and ran into the forest.

The fox still wonders why the rabbit was not caught and why he was caught?

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Village = ગામ (Gaam). One = એક (Ek). Forest (or Jungle) = જંગલ (Jangal). Priest = બાવાજી (Baawaji) Or પૂજારી (Pujaari). Hut = ઝુંપડી (Zupadi). Temple = મંદિર (Mandir). Prayer = પૂજા (Pujaa). Fresh = તાજાં (Taajaa). Ripe = પાકાં (Paakaa). Fruit = ફળ (Fal). Fruits = ફળો (Falo). Vegetables = શાકભાજી (Shaakbhaaji). Rabbit = સસલો (Sasalo) Or સસલું (Sasalu). Chain = સાંકળ (Saankal). Left = ડાબો (Daabo). Left Side = ડાબી બાજુ (Daabi baaju). Leg = પગ (Pag). Spot = ડામ (Daam) Or ડાઘ (Daagh). Funny word for Head = તુંબડી (Tumbadi). Door = બારણું (Baaranu). Voice = અવાજ (Avaaj). To be Afraid = ગભરાવું (Gabharaavu). Got Afraid = ગભરાઈ ગયા (Gabharaai gaya). Farmer = ખેડૂત (Khedut). Village Leader = મુખી (Mukhi). Night = રાત (Raat). Fox = શિયાળ (Shiyaal). Again = ફરી વાર (Fari vaar). To Recognize = ઓળખી જવું (Olakhi javu). To Break = તોડી નાખવું (Todi Naakhavu). To Run = ભાગવું (Bhaagavu) Or દોડવું (Dodavu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગામ = Village (વિલેજ). એક = One (વન). જંગલ = Forest (ફોરેસ્ટ). બાવાજી = Priest (પ્રીસ્ટ). ઝુંપડી = Hut (હટ). મંદિર = Temple (ટેમ્પલ). પૂજા = Prayer (પ્રેયર). તાજાં = Fresh (ફ્રેશ). પાકાં = Ripe (રાઈપ). ફળ = Fruit (ફ્રુટ). ફળો = Fruits (ફ્રુટસ). શાકભાજી = Vegetables (વેજીટેબલ્સ). સસલો, સસલું = Rabbit (રેબીટ). સાંકળ = Chain (ચેઈન). ડાબો = Left (લેફ્ટ). ડાબી બાજુ = Left Side (લેફ્ટ સાઈડ). પગ = Leg (લેગ). ડામ = Spot (સ્પોટ). બારણું = Door (ડોર). અવાજ = Voice (વોઈસ). ગભરાવું = To be Afraid (ટુ બી અફ્રેઈડ). ખેડૂત = Farmer (ફાર્મર). મુખી = Village Leader (વિલેજ લીડર). રાત = Night (નાઈટ). શિયાળ = Fox (ફોક્ષ). ફરી વાર = Again (અગેઇન). ઓળખી જવું = To Recognize (ટુ રેક્ગ્નાઈઝ). તોડી નાખવું = To Break (ટુ બ્રેક). ભાગવું, દોડવું = To Run (ટુ રન).



No comments: