ટચુકિયા
ભાઈ
(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)
એક
ગામમાં એક ઘરડાં માજી રહેતાં હતાં. એમને કોઈ બાળકો નહોતા. માજી એકલાં રહેતાં હતાં.
એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયાં. એમણે એક ફણસ તોડ્યું. ઘરે આવીને ફણસ
કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું. માજીએ એનું નામ સાંગો પાડ્યું. માજી એને
ઉછેરવા લાગ્યા. એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો. માજીએ એનું નામ સરવણ
પાડ્યું.
ફરી
એક દિવસ માજીને ફણસમાંથી બાળક મળ્યું. માજીએ એનું નામ લાખો પાડ્યું. એ પછી પણ
ફણસમાંથી બાળક નીકળ્યું એનું નામ લખમણ પાડ્યું. માજી ચાર દીકરાને ઉછેરવા લાગ્યા.
થોડા વખત પછી ફરી એક વાર ફણસમાંથી એક બાળક નીકળ્યું. આ બાળક સાવ ટચુકિયો હતો! એનું
નામ ટચુકિયા ભાઈ પાડ્યું. માજી અને આ પાંચ દીકરા સુખથી રહેવા લાગ્યા.
એક
દિવસ માજી જંગલમાંથી જતાં હતાં ત્યાં સિંહ મળ્યો.
સિંહ
માજીને કહે, "માજી, હું તમને ખાઈ જઈશ".
માજી
સિંહને કહે, "અરે ભાઈ, મને ઘરડીને શું ખાઇશ? હું મારા તાજા માજા દીકરા
ટચુકિયાને મોકલું છું. એને ખાજે".
સિંહ
કહે, "ભલે, તો મોકલો તમારા ટચુકિયાને".
માજી
જાણતા હતાં કે ટચુકિયો બહુ જ ચાલાક છે. એ જરૂર કોઈ રસ્તો કાઢશે.
માજીએ
ઘરે જઈને ટચુકિયા ભાઈને કહ્યું કે જંગલમાં સિંહ મામા રહે છે. એ તમને મળવા બોલાવે
છે.
"ટચુકિયા
ભાઈ રે, મામા ઘરે જાજો..."
ટચુકિયાભાઈ
સમજી ગયા કે સિંહમામા કાંઈ અમસ્તા મળવા ન બોલાવે. એ કહે,
"ના
મા, મામા મને ખાય..."
માજીએ
ટચુકિયા ભાઈને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાંને સિંહથી બચાવો.
ટચુકિયાભાઈએ
માજીને કહ્યું કે તમે સિંહને કહો કે આપણે ઘરે જ જમવા આવે.
માજી
જંગલમાં ગયાં. સિંહે માજીને કહ્યું, "કેમ, તમારો ટચુકિયો ન આવ્યો? હવે હું
તમને ખાઉં".
માજીએ
સિંહને કહ્યું કે, "સિંહભાઈ, તમે અમારા ઘરે જ જમવા આવોને? મારે પાંચ દીકરા
છે".
સિંહને
થયું, "આ સારું. માજીને ઘરે જઈશ તો માજી અને એના પાંચ દીકરા એમ છ માણસ ખાવા
મળશે".
સિંહ
તો માજીને ઘરે ગયો. પાંચેય દીકરા સાથે ખુબ વાતો કરી. પછી માજીએ સિંહને કહ્યું કે,
"સિંહભાઈ, તમે શું જમશો?"
સિંહ
કહે,
"પહેલાં
તો ખાશું સાંગો ને સરવણ.
પછી
તો ખાશું લાખો ને લખમણ.
પછી
તો ખાશું ટચુકિયા ભાઈને.
છેલ્લે
ખાશું ડોહલી બાઈને..."
ટચુકિયાભાઈ
સિંહને કહે, "મામા, એટલા જલ્દી અમને ન ખાશો. પહેલાં અમારી એક વાર્તા
સાંભળો". આમ કહી એમણે સિંહને વાત કહી કે અમે પાંચ ભાઈ ભેગા મળીને કોઈને કેવી
રીતે મારીએ અને પછી ગાવા લાગ્યા,
"હાથડા
તો જાલશે સાંગો ને સરવણ.
પગડા
તો જાલશે લાખો ને લખમણ.
ગળું
તો કાપશે ટચુકિયા ભાઈ.
દીવડો
તો જાલશે ડોહલી બાઈ…"
સિંહને
થયું, "ઓ બાપ રે! આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે. તો ચાલ ભાઈ,
ભાગ અહીંથી..."
સિંહ
તો જાય ભાગ્યો...
ટચુકિયાભાઈ
બુમ પાડીને કહે, "અરે સિંહમામા, જમ્યા વગર કેમ ભાગ્યા?"
પછી
માજી અને પાંચેય દીકરા મજાથી રહેવા લાગ્યા.
Tachukiya Bhai – A Tiny Boy
An
old woman was living in a village. She did not have any child. She was living
alone.
One
day she went to the forest to bring some vegetables. She got one Jackfruit.
When she cut it, she found one little boy inside! She named him Sango. One day
she brought Jackfruit. Once again she found a boy inside. She named him Sarvan.
One
more time the old woman got a child inside the Jackfruit. She named him Lakho.
After few days she found one more boy. She named him Lakhman. The old woman and
her four sons were very happy.
Later
some time, the old woman brought the Jackfruit. This time she found a very tiny
boy inside. She named him Tachukiya – means Tiny.
One
day the old woman was going in the forest. One Lion met her. The lion said,
“Hey Old woman! I want to eat you”.
The
old woman said, “I am very old. What you will get by eating me? I will send my
healthy son Tachukiya”.
The
lion thought, “This is fine. I will eat the healthy Tachukiya”. He asked the
old woman to send Tachukiya.
The
old woman thought that Tachukiya is very smart so he will definitely find out
some way to save from the lion.
She
went home and told Tachukiya that his maternal uncle -Lion Mama wants to meet
him.
She
said, “Tachukiya bhai, Go to Mama house…”
Tachukiya
was very smart so he understood that the lion will not call him just to meet.
So
he told, “No No Ma, Mama will Eat me…”
The
old woman told him everything and asked to find out some way to save from the
lion.
Tachukiya
asked her to call the lion for lunch.
The
old woman went to the forest. The lion said, “Hey! Why Tachukiya did not come?
Now I will eat you”.
The
old woman said, “No. Please come to my home for lunch. I have five sons. We
will have fun”.
The
lion thought, “Oh Great! I will get this woman and her five sons – six persons
to eat”!
The
lion went to her house for the lunch. He talked to her sons, laughed and
enjoyed a lot.
Then
the old woman asked the lion, “What you will eat for your lunch”?
The
lion said,
“First
I will eat Sango and Sarvan.
Then
I will eat Lakho and Lakhman.
Then
I will eat Tachukiya bhai.
Last
I will eat the old woman…”
Tachukiya
said, “Oh come on Mama! Why do you want to eat us so fast? First hear a story
from me”.
He
told a story how he and his brothers together can kill anyone.
Tachukiya
said,
“Hands
will be held by Sango and Sarvan.
Legs
will be held by Lakho and Lakhman.
Throat
will be cut by Tachukiya bhai.
Last
Rites will be done by the old woman…”
The
lion thought, “These all together can definitely kill me. So let me run away
from here…”.
The
lion ran away from their home.
Tachukiya
bhai shouted at him, “O Lion mama, why you are running away without lunch?”
The
old woman and her five sons lived happily.
For English medium students
Meanings and Pronounce for some words used in this
story. (Pronounce is given in the bracket):
Village
= ગામ (Gaam). One = એક (Ek). Old Woman = માજી (Maaji). Child = બાળક (Baalak). Children = બાળકો (Baalako). Alone = એકલા (Ekalaa). Day = દિવસ (Divas). Forest = જંગલ (Jangal). Vegetable = શાકભાજી (Shaak Bhaaji). Jack Fruit = ફણસ (Fanas). Name = નામ (Naam). To Bring Up = ઉછેરવું (Uchheravu),
ઉછેરવા (Uchheravaa). Second = બીજો (Bijo). Boy = છોકરો (Chhokaro). Tiny = ટચુકિયો (Tachukiyo).
Four = ચાર (Chaar). Five = પાંચ (Paanch). Son = દીકરો (Dikaro). Sons = દીકરા (Dikaraa). Happily = સુખથી (Sukh thi). Lion = સિંહ (Sinh). To Eat = ખાઈ જવું (Khaai Javu), ખાવું (Khaavu). Healthy = તાજા માજા (Taajaa
Maajaa). To Send = મોકલવું (Mokalavu).
Smart = ચાલાક (Chaalaak). Way = રસ્તો
(Rasto). House = ઘર (Ghar). Maternal Uncle = મામા (Maamaa). Six = છ (Chh). Story = વાર્તા (Vaartaa).
To Listen = સાંભળવું (Sambhalavu). Brother
= ભાઈ (Bhaai). Brothers = ભાઈઓ (Bhaaio). Together = ભેગા મળીને (Bhegaa Maline). To Kill = મારવું (Maaravu). To Sing = ગાવું (Gaavu). Hand = હાથ (Haath). Leg = પગ (Pag). Throat
= ગળું (Galu). To Cut = કાપવું (Kaapavu). Lamp = દીવડો (Divado). Funeral, Last Rites at the time
of Death (In India, Hindus keep a lamp while doing last rites) = અંતિમ ક્રિયા (Antim Kriya). To Run Away = ભાગવું (Bhaagavu).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
ગામ
= Village (વિલેજ). એક = One (વન). ઘરડાં માજી = Old Woman (ઓલ્ડ વુમન). બાળક = Child (ચાઈલ્ડ). બાળકો = Children (ચિલ્ડ્રન). એકલાં = Alone (અલોન). દિવસ = Day (ડે). જંગલ = Forest (ફોરેસ્ટ).
શાકભાજી = Vegetable (વેજીટેબલ). ફણસ =
Jack Fruit (જેક ફ્રુટ). નામ = Name (નેમ). ઉછેરવું, ઉછેરવા = To Bring Up (ટુ બ્રીન્ગ અપ). બીજો = Second (સેકંડ). છોકરો = Boy (બોય). ટચુકિયો = Tiny (ટાઈની). ચાર = Four (ફોર). પાંચ = Five (ફાઈવ).
દીકરો = Son (સન). દીકરા = Sons (સન્સ). સુખથી = Happily (હેપીલી). સિંહ = Lion (લાયન). ખાઈ જવું = To Eat (ટુ ઈટ). તાજા માજા = Healthy (હેલ્ધી). મોકલવું = To Send (ટુ સેન્ડ). ચાલાક = Smart (સ્માર્ટ). રસ્તો = Way (વે). મામા = Maternal Uncle (મેટરનલ અંકલ). ઘર = House (હાઉસ). છ = Six (સિક્સ). વાર્તા = Story (સ્ટોરી).
સાંભળવું = To Listen (ટુ લિસન). ભાઈ =
Brother (બ્રધર). ભાઈઓ = Brothers (બ્રધર્સ). ભેગા મળીને = Together (ટુગેધર). મારવું = To Kill (ટુ કિલ). ગાવું = To Sing (ટુ સીંગ). હાથ = Hand (હેન્ડ).પગ = Leg (લેગ). ગળું = Throat (થ્રોટ).
કાપવું = To Cut (ટુ કટ). દીવડો = Lamp
(લેમ્પ). = ભાગવું = To Run Away (ટુ રન અવે).
No comments:
Post a Comment