અવકાશની સફરે
મોનુ
નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે
જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી
રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને
ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું
વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.
એક
દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું
જુલ્લુ એક જીન બની ગયું છે! જુલ્લુ મોનુને અવકાશની
સફરેની સફરે
લઇ ગયું.
અવકાશ
એટલે શું? પૃથ્વી સહિતના અવકાશી પદાર્થો (ગ્રહો, તારાઓ, ધૂમકેતુ, એસ્ટેરોઈડ) વચ્ચે
જે ખાલીપણું છે તે અવકાશ. અવકાશ પ્લાઝમાનું બનેલું છે. જયારે પ્લાઝમા ભેગું થઈને
તારાઓ, આકાશગંગાઓ બનાવે છે. બીગ બેન્ગ સિધ્ધાંત મુજબ આકાશગંગાઓ અને તારાઓની રચના
બાદ જે શૂન્યાવકાશ સર્જાયો તેમાં અવકાશનું સર્જન થયું. કિરણોત્સર્ગ અને
શૂન્યાવકાશની અસરને લીધે અવકાશની સફર કરવી ખુબ જ મુશ્કેલ છે. મોનુ સાથે તો જુલ્લુ
હતું એટલે એ તો અવકાશની સફર પણ કરી જ શકે ને?
મોનુએ
જુલ્લુને પૂછ્યું, "આપણે ઉંચે આકાશમાં જોઈએ છીએ. પરંતુ અવકાશ ક્યાંથી શરુ થાય
છે?"
જુલ્લુ
કહે, "એના માટે બે મત છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના મત મુજબ સમુદ્રની
સપાટીથી લગભગ ૮૦ કી.મી. ઉંચાઈએ અવકાશ શરુ થાય છે. જયારે અમુક આંતરરાષ્ટ્રીય જૂથના
મતે સમુદ્રની સપાટીથી લગભગ ૧૦૦ કી.મી. ઉંચાઈએ શરુ થાય છે". આને કરમન રેખા પણ
કહે છે.
સૌપ્રથમ
વખત અવકાશનો ખ્યાલ કોને આવ્યો? ઈ.સ. પૂર્વે ૩૫૦માં એરિસ્ટોટલે અવકાશ અંગે ખ્યાલ આપ્યો
હતો.
સૌપ્રથમ
વખત બાહ્ય વાતાવરણમાં જવાનો પ્રયોગ બલુન દ્વારા કરવામાં આવ્યો હતો.
મોનુને
કુતુહલ થયું કે ગ્રહો સતત ઘૂમ્યા જ કરે છે એ કેવી રીતે શક્ય બને? જુલ્લુ કહે કે
અવકાશમાં ઘર્ષણનું બળ નથી લાગતું એટલે ગ્રહો સતત ગતિમાન રહે છે.
જુલ્લુ
મોનુને કહે કે જો ધાતુના બે ટુકડાઓ અવકાશમાં એક બીજાને અથડાય તો બંને એકમેકમાં ભળી
જાય અને એક જ ટુકડો બની જાય.
પ્રવાહી
અવકાશમાં તરી ન શકે પણ એના નાના નાના ગોળા બની જાય.
જુલ્લુ
મોનુને કહે કે અવકાશયાત્રી અવકાશની સફરે હોય ત્યારે કોઈ પ્રવાહી ગળી ન શકે કારણકે
અવકાશમાં ગુરુત્વાકર્ષણ અત્યંત ઓછું હોય છે. પ્રવાહી પેટમાં જાય તો વાયુમાં
રૂપાંતરિત નથી થતું.
ગુરુત્વાકર્ષણ
બળ ઓછું હોવાને લીધે કરોડરજ્જુ લંબાય છે આથી અવકાશયાત્રીની ઊંચાઈમાં ૫-૮ સે.મી.નો
વધારો થઇ જાય છે. જો કે, આને લીધે એમને વાંસાનો કાયમી દુખાવો થઇ શકે છે.
મોનુએ
જોરથી ચીસ પાડી તો જુલ્લુ કહે કે અવકાશમાં તારી ચીસ નહીં સંભળાય કારણકે અવકાશમાં
અવાજના મોજાંનું વહન કરી શકે એવી હવા જ નથી હોતી.
ચન્દ્ર
ઉપર પવન જ નથી હોતો આથી જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા છે એમના પગલાંની છાપ હંમેશ
માટે રહેશે.
મોનુને
ઈચ્છા થઇ આવી કે એનો પોપટ પણ અવકાશમાં આવ્યો હોત તો કેવી મજા આવેત? તો જુલ્લુ કહે
કે અવકાશમાં પક્ષીઓ ન રહી શકે કારણકે પક્ષીઓને કોઈ પણ ખોરાક ગળવા માટે
ગુરુત્વાકર્ષણ જોઈએ જે અવકાશમાં ન હોય.
મોનુને
ઊંઘવાની ઈચ્છા થઇ હતી પણ એ સુઈ જ નહોતો શકતો કારણકે ૨૪ કલાકમાં ૧૬ વખત સૂર્યોદય
થાય છે! દર દોઢ કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા હોવાથી આપણી પૃથ્વી ઉપર હોય છે
એવા દિવસ-રાત શક્ય જ નથી હોતા.
અવકાશમાંના
કિરણોત્સર્ગને લીધે અવકાશમાં આંખો આંજી નાંખે એવા ઝબકારા દેખાય છે. જુલ્લુ મોનુને
કહે કે અપોલોયાનના અવકાશયાત્રીઓએ એકવાર એક અદભુત નજારો માણ્યો હતો. અવકાશના કાળા
અંધકારમાં આપણી પૃથ્વી ભૂરા રંગની તેજસ્વી રકાબી જેવી દેખાઈ હતી! આપણે પૃથ્વી પરથી
ચંદ્રની એક બાજુ જ જોઈ શકીએ છીએ. એમણે ચંદ્રની દૂરની બાજુ પણ જોઈ હતી.
અવકાશમાં
સંશોધન કરવા માટે ઉપર અવકાશમાં આંતર રાષ્ટ્રીય અવકાશ મથક ઉભું કરવામાં આવ્યું છે.
આ અવકાશ મથક પૃથ્વીથી ૪૦૦ કી.મી. જેટલી ઉંચાઈએ છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરતું
રહે છે. પૃથ્વીથી ૨૦૦ કી.મી.થી વધુ ઉંચાઈએ રહેવા માટે અવકાશયાન અથવા એને લઇ જતા
રોકેટએ એક સેકંડના ૮ કી.મી. ની ઝડપે ઉડવું પડે. જેમ ઝડપ વધે એમ એની પૃથ્વીના
ગુરુક્વાકર્ષણથી ખેંચાઈને નીચે પડી જવાની શક્યતાઓ ઓછી થઇ જાય.
મોનુને
પ્રશ્ન થયોકે આટલા બધા અવકાશયાનો અવકાશમાં ભ્રમણ કરતા રહે છે તો આપણા રસ્તાઓ પર
થાય છે એવા અકસ્માત ત્યાં ન થાય? જુલ્લુ કહે કે ૧૯૯૩માં યુરોપના ઓલીમ્પસ નામના
અવકાશયાન સાથે એક ઉલ્કા (ખરતો તારો) અથડાઈ ગયો હતો. એ અગાઉ અમેરિકાનું સ્કાયલેબ
નામનું અવકાશમથક તૂટી પડ્યું હતું. અવકાશયાન સાથે કોઈ અવકાશી પદાર્થ અથડાઈ જાય તો
એનું રક્ષણ કરવા માટે એને બે આવરણ હોય છે.
અવકાશયાનો
કાર્ય કરતાં બંધ થઇ જાય પછી પણ ભંગાર બનીને ભ્રમણ કરતાં જ રહે છે. અવકાશમાં લગભગ ૫
લાખ જેટલા આવા ભંગારના ટુકડાઓ ઘૂમી રહ્યા છે. કોઈ વખત મોટો અકસ્માત ન થઇ જાય તો
સારું!
અવકાશયાત્રીઓએ
ખાસ બનાવટનો અવકાશ સુટ પહેરવો પડે. એમણે સતત ખાસ પ્રકારની હેલ્મેટ પહેરી રાખવી
પડે. આ હેલ્મેટમાં વાઈસર હોય છે (કારમાં આગળના કાચ પર પડતા વરસાદના પાણીને દુર
કરવા સતત ફરતું રહેતું હોય છે એવું વાઈસર). આ વાઈસર થીજી ન જાય એ માટે હેલ્મેટમાં
સતત ઓક્સીજન ફરતો રાખવો પડે છે.
અવકાશયાત્રીના
અવકાશ સુટમાં એક કરતાં વધારે આવરણ હોય છે. એના વચ્ચેના આવરણને ફુગ્ગાની જેમ
ફુલાવીને અવકાશયાત્રીના શરીર સાથે દબાણ આપવું પડે છે. જો આવું દબાણ ન આપે તો
અવકાશયાત્રીનું શરીર ઉકળી જાય. અવકાશયાત્રી જે હાથ મોજાં પહેરે છે એમાં ખાસ
પ્રકારના સીલીકોન રબર વપરાય છે જેથી તેઓ આંગળી વડે કરાતા સ્પર્શને અનુભવી શકે.
ખાસ
બનાવટના આવા અવકાશી સુટ ખુબ જ મોંઘા હોય છે. ૬ કરોડથી પણ વધારે કિંમતનો એક સુટ
થાય! આ સુટ માં ઈલેક્ટ્રોનિક સર્કીટ જ વધારે હોય છે.
અવકાશયાત્રા
તો કોઈ પણ દેશને ખુબ જ મોંઘી પડે. પૃથ્વી પર રહીને અવકાશનો અભ્યાસ કરવા ખાસ
પ્રકારના ટેલીસ્કોપ વપરાય છે. હબલ ટેલીસ્કોપ ઘણું જાણીતું છે. એના થકી ઘણો અભ્યાસ
થયો છે. હવે તો મેક્સિકોના રણમાં મોટા મોટા અરીસા વાળા ટેલીસ્કોપ મુકાયા છે. ઊંચા
પ્રદેશોમાં પણ ટેલીસ્કોપ ગોઠવીને અવકાશનો અભ્યાસ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો અવકાશ
મથક પર પણ ટેલીસ્કોપ મુકીને અવકાશના દુરના પ્રદેશનો અભ્યાસ કરવાનું પણ વિચારી
રહ્યા છે.
જુલ્લુ
મોનુને કહે કે હવે તો ખાનગી સંસ્થાઓ મારફતે અઢળક કિંમત લઈને કોઈને પણ અવકાશમાં લઇ
જવાનો વ્યવસાય જ શરુ થયો છે. આના માટે આકરી તાલીમ તો લેવી જ પડે.
મોનુએ
પૂછ્યું કે ભારતમાંથી કોઈ અવકાશમાં ગયું છે? જુલ્લુ કહે કે રાકેશ શર્મા નામના
ભારતીય હવાઈદળના ઈજનેર રશિયાના યાનમાં અવકાશમાં ગયા હતા. તે સમયના ભારતના
વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે એમણે અવકાશમાંથી વાત પણ કરી હતી. જયારે
ઇન્દિરા ગાંધીએ એમને પૂછ્યું કે "ત્યાંથી ભારત દેશ કેવો દેખાય છે?"
ત્યારે રાકેશ શર્માએ ત્વરિત જવાબ આપ્યો કે, "સારે જહાં સે અચ્છા...".
આપણું પ્રિય ગીત છે ને? "સારે જહાં સે અચ્છા હિંદુસ્તા હમારા...". એમનો
આવો ત્વરિત અને શ્રેષ્ઠ જવાબ સાંભળીને ઈન્દિરાજી એકદમ જ મલકાઈ ગયાં હતાં.
ઘરે
પાછા ફરતાં જુલ્લુએ મોનુને થોડે ઉંચે જઈને બતાવ્યું કે પૃથ્વી એકદમ જ ગોળ નથી
પરંતુ ઉત્તર ધ્રુવ
અને દક્ષિણ ધ્રુવ આગળ સહેજ ચપટી છે એટલે નારંગી જેવા આકારની છે!
મોનુ
અવકાશ યાત્રાની આવી અજનબી વાતો સાંભળીને ભારત દેશના એક મહાન અવકાશ યાત્રી બનવાનું
સપનું જોતાં સુઈ ગયો.
અંગ્રેજી શીખવા
માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે)
અવકાશ
= Space (સ્પેસ). ગ્રહ = Planet (પ્લેનેટ). ગ્રહો = Planets (પ્લેનેટસ). તારો =
Star (સ્ટાર) .આકાશગંગા = Galaxy (ગેલેક્ષી). પદાર્થ = Object (ઓબ્જેક્ટ). બીગ બેંગ સિધ્ધાંત = Big Bang
Theory (બીગ બેંગ થીયરી). ધૂમકેતુ =
Comet (કોમેટ). કિરણોત્સર્ગ =
Radiation (રેડીયેશન). શૂન્યાવકાશ =
Vacuum (વેક્યુમ). અસર = Effect (ઈફેક્ટ).
સંશોધન = Research (રીસર્ચ).
સંસ્થા = Organization (ઓર્ગેનાઈઝેશન).અવકાશ
સંશોધન સંસ્થા = Space Research Organization (સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન).
આંતરરાષ્ટ્રીય = International (ઇન્ટર
નેશનલ). સમુદ્રની સપાટી = Sea Level (સી
લેવલ).વાતાવરણ = Atmosphere (એટમોસ્ફીયર).ઘર્ષણ
= Friction (ફ્રીકશન). ધાતુ = Metal (મેટલ). પ્રવાહી = Liquid (લીક્વીડ). વાયુ = Gas (ગેસ). રૂપાંતરણ = Conversion (કન્વરઝન). ગુરુત્વાકર્ષણ = Gravitation (ગ્રેવીટેશન).
કરોડરજ્જુ = Spinal Cord (સ્પાઈનલ કોર્ડ).
અવાજ = Voice (વોઈસ). મોજાં = Waves (વેવ્ઝ).સૂર્યોદય = Sun Rise (સન રાઈઝ). સૂર્યાસ્ત = Sun Set (સન સેટ).ઝબકારો = Flash (ફ્લેશ). અવકાશ મથક = Space Station (સ્પેસ સ્ટેશન). અવકાશયાન = Space Shuttle
(સ્પેસ શટલ).ઉલ્કા (ખરતો તારો) =
Meteor (મીટીયર).આવરણ = Layer (લેયર). દબાણ = Pressure (પ્રેસર). સ્પર્શ = Touch (ટચ). ઉત્તર ધ્રુવ = North Pole (નોર્થ પોલ). દક્ષિણ ધ્રુવ = South Pole (સાઉથ પોલ). ચપટી = Flat (ફ્લેટ). નારંગી = Orange (ઓરેન્જ). આકાર = Shape (શેપ).
No comments:
Post a Comment