શ્રીકૃષ્ણ
બ્રહ્મચારી
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
એક દિવસ શ્રીકૃષ્ણએ એમની પત્ની રુકમિણીને જણાવ્યું કે દુર્વાસા
મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે. એમણે મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ
પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું. રુકમિણી ભોજન તૈયાર કરીને નદીએ ગયાં પણ ત્યાં
નદી પાર કરાવવા કોઈ નાવ કે નાવિક નહોતા.
રુકમિણીએ શ્રીકૃષ્ણની મદદ માંગી. શ્રીકૃષ્ણએ રુકમિણીને કહ્યું
કે નદીને જઈને કહો, "નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું
છે". રુકમિણીને ખુબ જ નવાઈ લાગી કે શ્રીકૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબ વાળા
છે તો તેઓ નિત્ય બ્રહ્મચારી કેવી રીતે કહેવાય? છતાંય એમણે નદીને જઈને શ્રીકૃષ્ણએ
કહ્યા મુજબ કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો.
રુકમિણી દુર્વાસા મુનિ પાસે ગયાં અને એમને ભોજન કરાવ્યું. મુનિએ
પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા. રુકમિણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે
દુર્વાસાની મદદ માંગી. દુર્વાસાએ એમને કહ્યું કે નદીને જઈને કહો, "નિત્ય
ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે”. રુકમિણીને ખુબ જ નવાઈ લાગી કે હજી
હમણાં જ મુનિએ આટલું ભોજન કર્યું છે છતાં પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે?
એમણે મુનિને કાંઈ જ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને
કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રુકમિણીને ઘણી જ જીજ્ઞાસા થઇ. નદી પાર કરીને
શ્રીકૃષ્ણ પાસે પહોંચીને રુકમિણીએ એમને પૂછ્યું, "તમે પોતે પરણેલા અને કુટુંબ
વાળા છો છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો. દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી
પોતાને નિત્ય ઉપવાસી કહે છે. નદીએ આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો. મને
તો કાંઈ સમજાતું નથી".
શ્રીકૃષ્ણ હસી પડ્યા. એમણે રુકમિણીને કહ્યું, "અમે બંને
આત્મજ્ઞાની છીએ. અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે એ કાર્ય તો શરીર કરે
છે. આત્મા તો સદા અનાસક્ત છે - આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી. કોઈ પણ કાર્ય કરતી
વખતે દુર્વાસા અને હું સાવ જ અનાસક્ત હોઈએ છીએ. અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે
બંધાતા નથી. એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે".
આપણે જો આ મહાન સત્ય સમજી શકીએ તો આપણે સુખી અને સંતોષી જીવન
જીવી શકીએ.
Shri
Krishna Brahmachari
One day, Krishna informed his wife Rukmini that Sage Durvasa is camping on the other side of the river. He asked her to prepare a sumptuous meal for the sage to please him. Rukmini prepared the food but when she went to the river, she did not find any boat or boatman to take her across the river.
One day, Krishna informed his wife Rukmini that Sage Durvasa is camping on the other side of the river. He asked her to prepare a sumptuous meal for the sage to please him. Rukmini prepared the food but when she went to the river, she did not find any boat or boatman to take her across the river.
So she asked Krishna to help. Krishna asked her to tell the
river, “The Nitya brahmachari (celibate – one who is not married) Krishna has
asked her to part and give way to cross.” Rukmini was surprised as how Krishna
can be considered a celibate as he was a married man with family. But still she
said what she was asked to say and the river indeed parted and let her cross
it.
Rukmini went to the sage Durvasa and offered him food. The
sage was indeed pleased and he blessed her. When she had to leave, she urged
him to help her cross the river. Sage Durvasa asked her to tell the river, “The
Nitya Upavasi (one who has never eaten food) Durvasa has asked her to part and give
way to cross.” Again Rukmini was surprised and thought, “Just now he had a
sumptuous meal, yet he calls himself Nitya Upavasi?”
She did not ask him anything and followed his instruction.
The river indeed parted and gave her way when she told that the Nitya Upavasi
had asked her to part. Rukmini reached the other side and unable to control her
curiosity, asked Krishna, “You called yourself Nitya Brahmachari even though
you are married with family and the sage called himself Nitya Upavasi after
eating the food I offered him. And the river agreed to both and parted. I am
not able to understand.”
Krishna laughed and told her, “We both are realized souls.
When we perform an action we understand that it is the body which is performing
the action. The soul is unattached. The soul is never bound by anything. While
doing any action, Durvasa and I remain unattached. We are never bound to that
action. So I am Nitya Brahmachari and Durvasa is Nitya Upavasi”.
Once we understand this great truth, we can live a contended
and happy life.
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Celibate = બ્રહ્મચારી (brahmachaari).
Wife = પત્ની (patni). Sage = મુનિ (muni). Camp = પડાવ (padaav). River = નદી (nadi).
Sumptuous = અતિ ઉત્તમ (ati uttam) Meal
= ભોજન (bhojan). To please = પ્રસન્ન
કરવું (prasann karavu). Food = ખોરાક (khorak). Boat = નાવ (naav), હોડી (hodi). Boatman = નાવિક (naavik).
Help = મદદ (madad). Marriage = લગ્ન (lagn). Family = કુટુંબ (kutumb). Blessing = આશીર્વાદ (aashirvaad). To Urge = વિનંતી કરવી (vinanti karavi). To Eat = ખાવું (khaavu). Fast = ઉપવાસ (upavaas). To Ask = પૂછવું (puchhavu). To Follow = અનુસરવું (anusaravu). Instruction = સુચના (suchanaa). Control = કાબુ (kaabu). Curiosity = જીજ્ઞાસા (jignaasaa). To Understand = સમજવું (samajavu). To Laugh = હસવું (hasavu). Soul = આત્મા (aatmaa). Action = કાર્ય (kaarya). Body = શરીર (sharir). Attached = આસક્ત (aasakta). Unattached = અનાસક્ત (anaasakta). Bound = બંધાયેલું (bandhaayelu). Great = મહાન (mahaan). Truth = સત્ય (satya). To Live = જીવવું (jivavu). Contended = સંતોષી (santoshi). Happy = સુખી (sukhi). Life = જીવન (jivan).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
બ્રહ્મચારી = Celibate (સેલિબટ).
પત્ની = Wife (વાઈફ). મુનિ = Sage (સેએજ). નદી
= River (રીવર). કિનારો = Bank (બેંક). પ્રસન્ન કરવું = To Please (ટુ પ્લીઝ). ઉત્તમ પ્રકારનું = Sumptuous (સમ્પ્ચૂઅસ).
ભોજન = Meal (મીલ). નાવ = Boat (બોટ). નાવિક = Boatman (બોટમેન). મદદ = Help (હેલ્પ). નિત્ય = Eternal (ઈટર્નલ). રસ્તો = Way (વે). નવાઈ = Surprise (સરપ્રાઈઝ). પરણેલા = Married (મેરીડ). કુટુંબ = Family (ફેમીલી). આશીર્વાદ = Blessing (બ્લેસિંગ). ઉપવાસ = Fast (ફાસ્ટ). પૂછવું = To Ask (ટુ આસ્ક). જીજ્ઞાસા = Curiosity (ક્યુઅરિયોસિટિ). સમજવું = To Understand (ટુ અન્ડરસ્ટેન્ડ). હસવું = To Laugh (ટુ લાફ). આત્મજ્ઞાની = Realized Soul (રિઅલાઇઝડ સોલ). આત્મા = Soul (સોલ). કાર્ય = Action (એકશન). શરીર = Body (બોડી). આસક્ત = Attached (એટેચ્ડ).
અનાસક્ત = Unattached (અન એટેચ્ડ).
બંધાયેલું = Bound (બાઉન્ડ). મન = Mind
(માઈન્ડ). મહાન = Great (ગ્રેટ). સત્ય = Truth (ટ્રુથ). સુખી = Happy (હેપ્પી). સંતોષી = Contented (કન્ટેનટેડ). જીવન = Life (લાઈફ). જીવવું = To Live (ટુ લીવ).
No comments:
Post a Comment