નસીબવંતા ટીડા જોશી

નસીબવંતા ટીડા જોશી  

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા. તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે. તે બધાનું ભવિષ્ય કહી શકે છે. તે ઘણા જ નસીબદાર હતા આથી જયારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું.

રાજ્યના રાજાએ એમના વિષે સાંભળ્યું. રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા. રાજાએ એમને સારો પગાર પણ આપ્યો.

એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઇ ગયા. તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા. ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી. ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે (કેટલી વખત ટપ ટપ થયું) એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે.

રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. રાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે. ટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે ૧૩ રોટલા બન્યા છે કારણકે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું. રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતા. રાજાએ એમને સારું ઇનામ આપ્યું.

ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતા. એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો. મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો. રાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યું. ટીડા જોશીએ એક દિવસનો સમય માંગ્યો.

ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા કારણકે એ જાણતા નહોતા કે હાર ક્યાં છે. જુઠ્ઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી પણ ન શક્યા. તેઓ બબડવા માંડ્યા:

"નીન્દરડી નીન્દરડી આવ".

મહેલમાં "નીન્દરડી" નામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતી. ટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા. પણ તે સ્ત્રી સમજી કે ટીડા જોશી જાણી ગયા છે કે એણે જ હાર ચોર્યો છે. તે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો. તે માફી માંગવા લાગી. ટીડા જોશી તો માની જ ન શક્યાકે એમના આવા સારા નસીબ છે! એમણે રાજાને હાર આપ્યો. રાજા ઘણા ખુશ થઇ ગયા અને એમને સોનામહોરો આપી.

એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા હતા. રાજાએ એક તીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું. એમણે ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે. હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જુઠ્ઠાણાંનો અંત આવી ગયો છે. રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે? એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું.

તેઓ ગાવા લાગ્યા:

"ટપ ટપ કરતાં તેર જ ગણ્યા (૧૩ રોટલા ટીપાયા હતા).
નીંદરડીએ આપ્યો હાર (નીંદરડી નામની નોકરાણી).
કાં રાજા તું ટીડાને માર?

આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જુઠ્ઠાણું ચાલ્યું છે તો રાજાએ "ટીડા"ને એટલે કે એમને ન મારવા જોઈએ. રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યું! રાજા સમજ્યા કે જોશીએ "તીડા" જ કહ્યું છે! રાજાને લાગ્યું કે ટીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે!

ટીડા જોશી આટલા બધા સારા નસીબવાળા હતા!


Lucky Pandit Tida Joshi

An astrologer named Tida Joshi was living in a state. He was telling people that he knows everything and he can tell them their future. Somehow he was very lucky so whenever he was telling the future, things used to happen that way.

The king of the state heard about him. The king called Tida Joshi to live in his palace as his reliable worker. The king gave him good salary.

One day the king took Tida Joshi with him to meet the people of the state. They went to a farmer's house for the lunch. The farmer's wife was preparing Rotala (Indian bread prepared by clapping the flour loaf between two palms). Tida Joshi counted the claps so he could know how many rotala were prepared.

The king decided to test Tida Joshi's knowledge. The king asked him how many rotala were prepared. Tida Joshi immediately replied that 13 rotala were prepared as he had counted the claps. The king verified it and became very happy to know that Tida Joshi was true. He gave him a good prize.

Tida Joshi was living and enjoying in the King's palace. One day the king's necklace was stolen. The palace staff searched the entire palace but could not find the necklace. The king asked Tida Joshi to tell where his necklace was. Tida Joshi asked to give him a day's time.

Now Tida Joshi was very much afraid as he did not know how to find the necklace. He could not sleep in the night as he was sure that the king will punish him for telling lie that he was an astrologer. He started uttering:

”Nindardi, Nindardi please come”.

Nindar is a Gujarati word for Sleep.

There was a woman named Nindardi in the palace and she had stolen the necklace! Tida Joshi was calling sleep as “Nindardi” but she thought that he has known that she has stolen the necklace. She came to Tida Joshi and gave him the necklace and begged to forgive her. Tida Joshi could not believe his luck! He took the necklace and gave to the king. The king was very happy and gave him Gold coin.

One day king and Tida Joshi were going for a walk. The king caught a moth and put in his fist. He asked Tida Joshi what was inside his fist. Now Tida Joshi knew that the end of his lies has come! How he can know what was inside the king's fist? He decided to tell everything to the king.

He sang a song:

”Counted 13 Claps,
Nindardi gave the necklace.
O king! Why you want to kill the poor Tida?”

Tida is also a Gujarati word for the moth!! When the king opened his fist he saw the moth (tida) so once again he thought that Tida Joshi has the power to know everything!

Thus Tida Joshi was very lucky every time!

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Astrologer = જ્યોતિષ (jyotish). State = રાજ્ય (raajya). People = લોકો (loko). Future = ભવિષ્ય (bhavishya). Luck = નસીબ (nasib). Lucky = નસીબદાર (nasibdaar). King = રાજા (raajaa). Palace = મહેલ (mahel). Reliable = વિશ્વાસુ (vishvaasu). Worker = સેવક (sevak). Salary = પગાર (pagaar). Farmer = ખેડૂત (khedut). House = ઘર (ghar). Lunch = જમણ (jaman) or જમવું (jamavu). Wife = પત્ની (patni). Prize = ઇનામ (inaam). Necklace = હાર (haar). Time = સમય (samay). Day = દિવસ (divas). Sleep = ઊંઘ (ungh). Night = રાત (raat). Punish = સજા (sajaa). Lie = જુઠ્ઠું (juththu). Woman = સ્ત્રી (stri). Gold = સોનું (sonu). Gold coin = સોનામહોર (sonaamahor). Moth = તીડ (tid). Fist = મુઠ્ઠી (muththi). Inside = અંદર (andar). End = અંત (ant). Everything = બધું (badhu). Song = ગીત (git). Power = શક્તિ (shakti).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

જ્યોતિષ = Astrologer (એસ્ટ્રોલોજર). રાજ્ય = State (સ્ટેટ). લોકો = People (પીપલ). ભવિષ્ય = Future (ફ્યુચર). નસીબ = Luck (લક). નસીબદાર = Lucky (લકી). રાજા = King (કિંગ). મહેલ = Palace (પેલેસ). વિશ્વાસ = Trust (ટ્રસ્ટ). વિશ્વાસુ = Reliable (રિલાયબલ). સેવક = Worker (વર્કર). પગાર = Salary (સેલરી). ખેડૂત = Farmer (ફાર્મર). ઘર = House (હાઉસ). જમણ = Lunch (લંચ). પત્ની = Wife (વાઈફ). ઇનામ = Prize (પ્રાઈઝ). હાર = Necklace (નેકલેસ). સમય = Time (ટાઇમ). દિવસ = Day  (ડે). ઊંઘ = Sleep (સ્લીપ). રાત = Night (નાઈટ). સજા = Punishment (પનીશમેન્ટ). જુઠ્ઠું = Lie (લાઈ). સ્ત્રી = Woman (વુમન). સોનું = Gold (ગોલ્ડ). સોનામહોર = Gold coin (ગોલ્ડ કોઈન). તીડ = Moth (મોથ). મુઠ્ઠી = Fist (ફીસ્ટ). અંદર = Inside (ઇનસાઇડ). અંત = End (એન્ડ). બધું = Everything (એવરીથીંગ). ગીત = Song (સોંગ). શક્તિ = Power (પાવર).

No comments: