હનુમાનજી રચિત રામાયણ
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
લંકાના યુદ્ધ બાદ હનુમાનજી હિમાલય ગયા. ભગવાન રામ
પ્રત્યેના આદરને લઈને એમણે હિમાલયની પર્વતમાળામાં પોતાના નખ વડે રામ ચરિત - રામાયણ
લખ્યું.
મહર્ષિ વાલ્મિકી એમનું રચિત રામાયણ હનુમાનજીને બતાવવા
ગયા ત્યારે એમણે પર્વતમાળા પર હનુમાનજીએ રચેલ રામાયણ વાંચ્યું. વાલ્મિકીને લાગ્યું
કે એમના રામાયણ કરતાં હનુમાનજીએ રચેલ રામાયણ ચઢિયાતું છે. આથી એમને લાગ્યું કે
એમણે રચેલ રામાયણની કોઈ નોંધ નહીં લેવાય. આ જાણીને હનુમાનજીએ એમનું પોતાનું રચેલ
રામાયણ ફેંકી દીધું. આ જોઈ વાલ્મિકી મૂંઝવણમાં મુકાઇ ગયા. એમણે કહ્યું કે
હનુમાનજીની કીર્તિનું વર્ણન કરવા તેઓ ફરી જન્મ લેવાનું પસંદ કરશે.
Hanuman’s
version of Ramayan
After the Lanka war Hanumanji went to Himalaya. For his reverence of
Lord Ram, Hanuman etched his version of Ram’s tale on the walls of Himalayas with his
nails.
When Maharshi Valmiki visited Hanuman to show his version of Ramayana, he saw Hanuman’s Ramayan
on the walls. Valmiki felt sad as he believed that Hanuman’s Ramayana was superior and so his created version of the
Ramayana would remain unnoticed. Realising this, Hanuman discarded his version.
Taken aback, Valmiki said he would love to be reborn to sing the glory of
Hanuman!
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
War = યુદ્ધ (yudhdh). Reverence
= આદર (aadar). Tale = વાર્તા (vaartaa). Nail = નખ (nakh). To Show = બતાવવું (bataavavu). Sad = દુ:ખી (dukhi). To Believe = માનવું (maanavu). Superior = ચઢિયાતું (chadhiyaatu).
Unnoticed = ધ્યાન બહાર (dhyaan bahaar). To Discard = ફેંકી દેવું (fenki devu). Taken Aback = મૂંઝવણમાં
મુકાવું (munzavan ma mukavu). To Sing
= ગાવું (gaavu). Glory = કીર્તિ (kirti).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
યુદ્ધ = War (વોર).
આદર = Reverence (રેવરન્સ). પર્વત = Mountain (માઉન્ટન). પર્વતમાળા = Mountain Range (માઉન્ટન રેંજ). નખ = Nail (નેલ). રચિત = Created (ક્રીએટેડ). બતાવવું = To Show (ટુ શો). વાંચવું = To Read (ટુ રીડ). ચઢિયાતું = Superior (સુપિરિઅર). નોંધ = Notice (નોટીસ). ફેંકી દેવું = To Discard (ટુ ડીસ્કાર્ડ). મૂંઝવણમાં મુકાવું = Taken
Aback (ટેકન એબેક). કીર્તિ = Glory (ગ્લોરી). વર્ણન કરવું = To Explain (ટુ ઇક્સ્પ્લેન).
No comments:
Post a Comment