રાજાને સપનાએ બચાવ્યો!!

રાજાને સપનાએ બચાવ્યો!!   

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું. રાજા સુતા હતા ત્યાં છરો લઇ પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને-સંતાઈને બેસી ગયા.

બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું. એણે સપનામાં એક બતક જોયું. બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો:

"કુક્કડ મુક્કડ બેઠા છે".

ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે?

ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા. બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો:

"ખદબદ ખદબદ ખોદે છે".

ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે. ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા. બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો. રાજા ઊંઘમાં જ બોલ્યો:

"ધડબડ ધડબડ દોડે છે".

હવે તો ખૂનીઓને લાગ્યુંકે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે. ખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા.

આમ રાજાને સપનાં આવ્યાં એમાં અનાયાસે જ રાજા બચી ગયો!


A Dream Saved the King!

One King was ruling a state. Some enemies planned to kill the king. They reached to his palace with a big knife. The king was sleeping in his room. The killers sat hiding outside his room. They sat folding their bodies as there was very little space.

Right that time, the king saw a dream. He saw a duck in the dream. He saw the duck sitting in the water folding his body. The king spoke in the sleep:

”Sitting by folding the body”.

The killers thought that perhaps the king knows they are there.

The killers became alert and started digging the land beneath the room. Right that time the king saw a dog in the dream. He saw the dog digging the land. The king spoke in the sleep:

”Digging the land”.

The killers thought that the king has indeed seen them so they got afraid and started running. Right that time the king saw a horse in the dream. He saw the horse running. The king spoke in the sleep:

”Running Fast”.

Now the killers thought that king will catch and hang them so they left the state forever.

Thus the coincidence of the king's dream with the killers' movements saved the king!

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

King = રાજા (raajaa). State = રાજ્ય (raajya). Enemy = દુશ્મન (dushman) Its Plural Enemies = દુશ્મનો (dushmano). Knife = છરો (chharo). Killer = ખૂની (khuni). Dream = સપનું (sapanu). Duck = બતક (batak). Body = શરીર (shareer). Water = પાણી (paani). Sleep = ઊંઘ (ungh). Dog = કૂતરું (kutaru). Land = જમીન (jameen). Horse = ઘોડો (ghodo). To Dig = ખોદવું (khodavu). To Run = દોડવું (dodavu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

રાજા = King (કિંગ). રાજ્ય = State (સ્ટેટ). દુશ્મન = Enemy (એનીમી). છરો = Knife (નાઇફ). ખૂની = Killer (કીલર). સપનું = Dream (ડ્રીમ). બતક = Duck (ડક). શરીર = Body (બોડી). પાણી = Water (વોટર). ઊંઘ = Sleep (સ્લીપ). કૂતરું = Dog (ડોગ). જમીન = Land (લેન્ડ). ઘોડો = Horse (હોર્સ). ખોદવું = To Dig (ટુ ડીગ). દોડવું = To Run (ટુ રન).

No comments: