લક્ષ્મણનો દેહાંત
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
સીતા ધરતીમાં સમાઈ ગયાં પછી રામને લાગ્યું કે ધરતી
પરનું એમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હોવાથી વૈકુંઠમાં પાછા ફરવાનો વખત આવી ગયો
છે. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં
આવવા દે.
હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની
વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઇ આવવા કહ્યું. હનુમાનજી ગયા
એટલે રામે યમને બોલાવ્યા. યમે એવી શરત મૂકી કે એમની અને રામ વચ્ચેની વાતચીત ગુપ્ત
રહેવી જોઈએ. જો કોઈ એમની વાતચીતમાં અવરોધ કરે તો રામે એ વ્યક્તિનો વધ કરવો. આથી
રામે લક્ષ્મણને દ્વાર પર પહેરો ભરવા કહ્યું. કોઈ પણ એમની અને યમ વચ્ચેની વાતચીતમાં
અવરોધ કરવા ન આવે એની ખાતરી રાખવા કહ્યું.
દરમ્યાનમાં દુર્વાસા ઋષિ રામને મળવા આવ્યા. લક્ષ્મણે
એમને મળવા ન દીધા. એમણે ચેતવણી આપી કે જો રામને મળવા નહીં દે તો એ અયોધ્યાને શ્રાપ
આપી દેશે. દુર્વાસાના ક્રોધથી તો સૌ ડરે. આથી આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે
રામ સાથે જઈને આ વાત કરવી જોઈએ.
આમ લક્ષ્મણે રામ અને યમની વાતચીતમાં અવરોધ કર્યો.
રઘુકુળની તો એવી પરંપરા છે કે પ્રાણના ભોગે પણ વચન પાલન કરવું જ. રામે યમને એવું
વચન આપ્યું હતું કે એમના વચ્ચેની વાતચીતમાં કોઈ અવરોધ કરશે તો એનો વધ કરશે. આથી
રામે આપેલા વચનનો અમલ કરવા લક્ષ્મણે જાતે જ સરયુ નદીમાં જઈને પ્રાણ ત્યાગ કર્યો.
રામ પહેલાં લક્ષ્મણનો દેહાંત થાય એ જરૂરી હતું કારણકે
લક્ષ્મણ શેષનાગના અવતાર ગણાય છે આથી એમણે વિષ્ણુની સેવા કરવા વિષ્ણુના અવતાર રામ
કરતાં પહેલાં વૈકુંઠમાં પહોંચવું પડે.
Laxman’s Death
After Sita went back to Mother Earth, Ram knew that his duties on Earth were over and he decided to return back to Vaikunth. Ram knew this
couldn’t be accomplished as Hanuman won’t allow Yam, the God of Death to meet Ram.
To distract Hanuman, Ram threw his ring in the Paatal (world
below the earth) and asked Hanuman to bring it. While Hanuman was away, Ram invited
Yam. Yam put a condition that the conversation between them must remain private
and if anyone interrupts
the conversation, Ram would kill that person. Ram asked Laxman to guard the
gate to ensure no one came in to interrupt the meeting of Lord Ram and Yam.
In the meantime, sage Durvasa came to meet Ram. Laxman did not allow him
to meet Ram. Durvasa, known for his anger, warned that he would curse Ayodhya
if not allowed to meet Lord Ram. Seeing the situation, Laxman decided to go and
talk to Ram. Thus he interrupted the meeting of Ram and Yam. Raghukul is famous
to keep their promise even at the cost of life. So to fulfil his brother’s
promise, Laxman went to river Saryu and gave up his life.
Laxman’s death before Ram’s was necessary as he is known as the
incarnation of Shesh-Naag (the seat of Vishnu) and so he had to return to
Vaikunth before Ram, the incarnation of Vishnu returned to Vaikunth.
For English medium students
Earth = ધરતી (dharati). Duty =
ફરજ (faraj). To Return Back = પાછા
ફરવું (paachhaa faravu). To Accomplish
= પૂર્ણ કરવું (purn karavu). To Distract
= ધ્યાન દુર કરવું (dhyaan dur karavu).
To Throw = ફેંકવું (fenkavu). Ring = વીંટી
(vinti). To Bring = લઇ આવવું (lai aavavu). To Invite = આમંત્રણ આપવું (aamantran aapavu). Condition = શરત (sharat). Conversation = વાતચીત (vaatchit). Private = ખાનગી (khaanagi). Interruption = અવરોધ (avarodh), રોકવું (rokavu). To Guard = પહેરો ભરવો (pahero
bharavo). Gate = દ્વાર (dwaar). To
Ensure = ખાતરી કરવી (khaatari karavi).
Meeting = ચર્ચા (). Meantime = દરમ્યાન (darmyaan).
Anger = ગુસ્સો (gusso), ક્રોધ (krodh). Situation = પરિસ્થિતિ (paristhiti). To Talk = વાત કરવી (vaat karavi). Famous = પ્રખ્યાત (prakhyaat). Promise = વચન (vachan).
To Fulfil = અમલ કરવો (amal karavo). Necessary
= જરૂરી (jaruri). Incarnation = અવતાર
(avataar).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
દેહાંત = Death (ડેથ).
ધરતી = Earth (અર્થ). કાર્ય = Work (વર્ક). સમાપ્ત = Complete (કમ્પ્લીટ). પાછા ફરવું = To Return Back (ટુ રીટર્ન બેક). સંજોગ = Circumstance (સર્કમ્સ્ટન્સ). વીંટી = Ring (રીંગ). પાતાળ = Land of Serpents (લેન્ડ ઓફ સર્પન્ટસ). ફેંકી દેવું = To
Throw (ટુ થ્રો). શરત = Condition (કંડીશન). વાતચીત = Conversation (કોન્વર્સેશન). ગુપ્ત, ખાનગી = Private (પ્રાઈવેટ). અવરોધ = Interruption (ઈન્ટરપ્શન). દ્વાર = Gate (ગેટ). પહેરો ભરવો = To Guard (ટુ ગાર્ડ). ખાતરી રાખવી = (ટુ ઇન્શુઅર).
દરમ્યાન = Meantime (મીન ટાઈમ). ચેતવણી
= Warning (વોર્નિંગ). ક્રોધ = Anger (એન્ગર). પરિસ્થિતિ = Situation (સિચ્યુએશન). વાત કરવી = To Talk (ટુ ટોક). પરંપરા = Tradition (ટ્રડીશન). વચન = Promise (પ્રોમિસ) અમલ કરવો = To Fulfil (ટુ ફૂલફીલ). જરૂરી = Necessary (નેસેસરી). અવતાર = Incarnation (ઇન્કાર્નેશન).
No comments:
Post a Comment