ભીમ બકાસુરની લડાઈ

ભીમ બકાસુરની લડાઈ

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

પાંડવોએ કૌરવોથી છુપાઈને ૧૨ વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું. એક વખત તેઓ વેશપલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એકચક્ર નામના નગરમાં ગયા. ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો. તેઓ દિવસ દરમ્યાન શાસ્ત્રનો અભ્યાસ કરતા અને સુર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા જેથી કોઈ એમને ઓળખી ન લે.

એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ જ દુ:ખી હતું. તેઓ રડતા પણ હતા. કુંતીએ એમને પૂછ્યું કે તેઓ શાથી આટલા પરેશાન છે? યજમાને કહ્યું, "જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે. એને દરરોજ એક માણસ, બે પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે. એકચક્રના દરેક કુટુંબે વારાફરતી એક માણસને બકાસુરને ખાવા મોકલવો પડે છે. આવતીકાલે અમારો વારો છે. જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે તેને ગુમાવી દઈશું". આમ કહીને બ્રાહ્મણ અને એની પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા.

કુંતીએ એમને કહ્યું, "કોઈ ચિંતા ન કરો. તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે". યજમાને કહ્યું કે અતિથીને બકાસુર પાસે જીવતા ખાઈ જવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય. પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય કારણકે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે. ભીમે જયારે આ જાણ્યું ત્યારે એ તો ખુશીથી ઝુમી ઉઠ્યો કારણકે કેટલાય સમયથી એણે કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી. ઉપરાંત એ વાત જાણીને તે અત્યંત ખુશ થઇ ગયો કે એને ખુબ જ ખાવાનું પણ મળવાનું છે!

બીજે દિવસે ભીમ એક ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો. તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એણે ખાવાનું શરુ કરી દીધું. જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી એટલે ભીમ તો બે હાથથી ખાવા લાગ્યો! એણે લાડુ, મીઠાઈઓ, રોટલી, શાક, કઢી, ભાત વિ. ખાધું. ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતું એટલે એ તો બધી જ વાનગીઓ લિજજતથી ખાતો હતો.

બકાસુર ઉંઘતો હતો પણ ખોરાકની સુગંધથી જાગી ગયો. એણે જોયું કે એક માણસ આનંદથી બધું ખાવાનું ખાય છે. આથી તે એકદમ ગુસ્સે થઇ ગયો. એણે રાડ પાડી કહ્યું, "એ માણસ! કોણ છે તું? હું તને ખાઈ જાઉં એ પહેલાં તું મારું ખાવાનું ખાઈ જાય છે?" ભીમે તો એની સામે જોયું પણ નહીં અને ખાવાનું ચાલુ જ રાખ્યું. આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો. ભીમે ગરમ કઢીની બાલદી બકાસુર પર ફેંકી. તે દાઝી ગયો પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો. ભીમ લાડુ મારવા લાગ્યો. બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો. ભીમે બકાસુરના માથા પર શાક અને ભાત ફેંક્યા. બકાસુર એના લાંબા વાળમાંથી શાક-ભાત કાઢીને ખાવા લાગ્યો. ભીમને, બકાસુરને ચીડવવાની મજા આવતી હતી.

હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું એટલે એણે ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું. એણે બળપૂર્વક બકાસુરને એક મુક્કો માર્યો. બકાસુર દુર સુધી ફંગોળાઈને એક ઝાડ પર પડ્યો. એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો. પરંતુ ભીમે ફક્ત એક હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી. પછી ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યું. આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી. બકાસુરે ક્યારેય આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે એ તો સાવ ઢીલો પડી ગયો પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો. છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું. ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઉંચે ફંગોળ્યો. બકાસુર જમીન પર પડ્યો ત્યારે એના શરીરના બધા જ હાડકાં ભાંગીને ભુક્કો થઇ ગયા હતા. ભીમે જોરથી ગર્જના કરી. આ સાથે જ બીજા બધા રાક્ષસો જંગલ છોડીને ભાગી ગયા.

હવે એકચક્ર નગર બકાસુરના ત્રાસમાંથી મુક્ત થયું. લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી અને ભીમ એમનો માનીતો બની ગયો. લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા. પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું કારણકે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે. આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા.

ભીમની બકાસુર સાથેની લડાઈની આ મજાકભરી વાર્તામાંથી પણ આપણને કાંઇક શીખવા મળે છે. ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે, "અતિથી દેવો ભવ" - "અતિથી આપણા માટે ભગવાન જેવા છે". આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલીમાં હતું છતાં એમણે પાંડવોને આશરો આપ્યો કારણકે એ તેમની ફરજ થઇ. પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા. એમની ફરજ અન્યનું રક્ષણ કરવાની હતી એટલે એમના માટે ઓળખાઈ જવાનું જોખમ હતું છતાં એમણે એમના યજમાનને અને એકચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન કર્યું. દરેકે પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ.

Bhim Fights Bakasur

Pandavas had to live in the jungles for 12 years by hiding themselves from the Kauravas. Once they disguised themselves as Brahmans and went to a place called Ekachakra. There they took shelter in a brahman’s house. They were studying scripture in the day time and going to beg alms after sunset so nobody can recognize them.

One day Pandavas’ mother Kunti noticed that their host’s family was very sad. They were even crying. Kunti asked them why they were so much upset. The host said, “A demon named Bakasur lives in the jungle. He wants lots of food, two buffaloes and a man to eat every day. Each family of Ekachakra has to send a person in turn to feed the monster Bakasur. Tomorrow is our turn. If we send our only son, we will lose him”. Saying this, the Brahman and his wife cried inconsolably.

Kunti told them not to worry as his son will go instead of their son. The host said it is a sin to send their guest to be eaten alive by Bakasur. But Kunti assured them that nothing will happen as her son was very strong. When Bhim came to know this, he was overjoyed as he had not fought such demon since a long time. Besides, he was very happy to know that he will get plenty of food!

Next day, Bhim went to the jungle with a cart full of food. He was very hungry so he started eating the food. There were so many food items that Bhim started eating with both the hands! He ate lots of laddus (sweet balls), sweets, curry, vegetables, rice, rotis etc. Bhim got to eat all these things after a long time after leaving home so he was enjoying everything.

Bakasur was sleeping but got up by the smell of the food. He saw that a man is happily eating everything. So he became very angry and shouted loudly, “Hey Man! Who are you? You are eating my food before getting killed by me?” Bhim did not even look at him and continued eating. So Bakasur’s anger increased and he rushed towards Bhim. Bhim threw the bucket of hot curry on Bakasur. He was burned but started licking curry from his body. Bhim started hitting laddus (sweet balls). Bakasur started collecting and eating the laddus. Bhim threw vegetables and rice on Bakasur’s head. Bakasur started picking up from his long hairs and started eating. Bhim was really enjoying to annoy Bakasur.

Now Bhim himself had eaten enough so he decided to have a serious fight. He punched Bakasur with a force. Bakasur was flung at a long distance and fell on a tree. He pulled out the tree and ran towards Bhim but Bhim stopped him with just one hand and kicked him hard. Then Bhim pulled a tree and hit him hard. Thus there was a fierce battle between them. Bakasur had never fought such a strong man so he was totally down but Bhim was not tired at all. Finally he decided to end the fight. Bhim tossed Bakasur very high in the air like a doll. When Bakasur fell on the ground, all the bones of his body were broken to pieces! Bhim roared loudly. With this, all other demons ran away from the jungle.

Now Ekachakra was free from Bakasur’s harassments. People celebrated their freedom and Bhim became their hero. Everybody invited Pandavas to take meals at their homes. As Pandavas were in hiding, now it was not safe for them to stay there longer as Kauravas can suspect that these brave Brahmans were not the real Brahmans but Pandavas. So they took leave from the people and once again started roaming.

This story of Bhim’s funny fight with Bakasur also teaches us few things. In India, we say “Atithi Devo Bhav” – “Guests are like God”. So even though the Brahman family was in trouble, they gave shelter to Pandavas as that was their duty. Pandavas were Kshatriya – Warriors. Their duty was to protect others so even though they had a risk to get recognized, they put their duty first and saved their host and the people of Ekachakra. One should always perform the duty sincerely.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

To Hide = છુપાવું (chhupaavu). Disguise = વેશ પલટો (vesh palato). Shelter = આશરો (aasharo). House = ઘર (ghar). To Study = ભણવું (bhanavu). Scripture = શાસ્ત્ર (shaastra). To beg alms = ભિક્ષા લેવી (bhikshaa levi). Sunset = સુર્યાસ્ત (suryaast). To Recognize = ઓળખવું (olakhavu). To Notice = ધ્યાન જવું (dhyaan javu). Host = યજમાન (yajamaan). Family = કુટુંબ (kutumb). Sad = ગમગીન (gamgin). Demon, Monster = રાક્ષસ (raakshas). Male Buffalo = પાડો (pado). Tomorrow = આવતી કાલ (aavat kaal). Turn = વારો (vaaro). Worry = ચિંતા (chinataa). Guest = અતિથી (atithi). To Assure = ખાતરી આપવી (khaatari aapavi). Strong = બળવાન (balvaan). To be Overjoyed = રાજી થવું (raaji thavu). Fight = લડાઈ (ladaai). Plenty = ઘણું (ghanu), પુરતું (puratu). Cart = ગાડું (gaadu). Hungry = ભૂખ્યો (bhukhyo). Food Item = ખાવાની ચીજ (khaavaani chij). To Sleep = સુઈ જવું (sui javu). Smell = સુગંધ (sugandh). To be Angry = ગુસ્સે થવું (gusse thavu). To Shout = રાડ પાડવી (raad padavi). Loudly = મોટેથી (motethi). To Lick = ચાટવું (chaatavu). Hairs = વાળ (vaal). To Annoy = ચીડવવું (chidavavu). Punch = મુક્કો (mukko). Force = બળ (bal). Distance = અંતર (antar). To Toss = ઉછાળવું (uchhaalavu). Doll = ઢીંગલી (dhingali). Ground = જમીન (jamin). Bones = હાડકાં (haadakaa). Pieces = ટુકડા (tukadaa). Harassments = પજવવું (pajavavu). To Celebrate = ઉજવણી કરવી (ujavani karavi). Freedom = સ્વતંત્રતા (swatantrataa), આઝાદી (aazaadi). Invitation = આમંત્રણ (aamantran). Meal = ભોજન (bhojan). To Suspect = શંકા કરવી (shankaa karavi). To Roam = ભટકવું (bhatakavu). Funny = રમુજી (ramuji), હસવા જેવી (hasavaa jevi). Duty = ફરજ (faraj). To Protect = રક્ષણ કરવું (rakshan karavu). Risk = જોખમ (jokham). Sincerely = નિષ્ઠાપૂર્વક (nishthaa purvak).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

છુપાવું = To Hide (ટુ હાઈડ). વેશપલટો = Disguise (ડીસ્ગાઈઝ). નગર = City (સીટી). ઘર = House (હાઉસ). આશરો = Shelter (શેલ્ટર). શાસ્ત્ર = Scripture (સ્ક્રિપ્ચર). અભ્યાસ કરવો = To Study (ટુ સ્ટડી). સુર્યાસ્ત = Sunset (સનસેટ). ભિક્ષા = Alms (આલ્મ્સ). ઓળખવું = To Recognize (ટુ રેકગ્નાઈઝ). યજમાન = Host (હોસ્ટ). કુટુંબ = Family (ફેમીલી). દુ:ખી = Sad (સેડ). પરેશાન = Harassed (હેરસ્ડ). રાક્ષસ = Demon (ડીમન), Monster (મોન્સ્ટર). પાડો = Male Baffalo (મેલ બફલો). વારાફરતી = In Turn (ઇન ટર્ન). વારો = Turn (ટર્ન). આવતીકાલ = Tomorrow (ટુમોરો). ચિંતા = Worry (વરી). અતિથી = Guest (ગેસ્ટ). પાપ = Sin (સીન). બળવાન = Strong (સ્ટ્રોંગ). ખુશીથી ઝુમી ઉઠવું = To Be Overjoyed (ટુ બી ઓવરજોય્ડ). લડાઈ = Fight (ફાઈટ). બીજે દિવસે = Next Day (નેક્ષ્ટ ડે). ગાડું = Cart (કાર્ટ). ભૂખ્યો = Hungry (હન્ગ્રી). વાનગી = Delicious Food Items (ડીલીશસ ફૂડ આઈટમ્સ). લિજજત = Relish (રેલિશ). ઉંઘ, સુવું = To Sleep (ટુ સ્લીપ). સુગંધ = Smell (સ્મેલ). જાગી જવું = To Get Up (ટુ ગેટ અપ). ગુસ્સે થવું = To Be angry (ટુ બી એન્ગ્રી). રાડ પાડવી = To Shout (ટુ શાઉટ). બાલદી = Bucket (બકેટ). દાઝી જવું = Burn (બર્ન). ચાટવું = To Lick (ટુ લીક). વાળ = Hair (હેઅર). ચીડવવું = To Annoy (ટુ અનોય). બળપૂર્વક = With Force (વિથ ફોર્સ). મુક્કો = Punch (પંચ). લાત મારવી = To Kick (ટુ કિક). ફટકારવું = To Hit (ટુ હીટ). ઢીંગલો = Doll (ડોલ). ફંગોળવું = To Flung (ટુ ફ્લન્ગ). જમીન = Ground (ગ્રાઉન્ડ). હાડકાં = Bones (બોન્સ). ગર્જના = Roar (રોર). ત્રાસ આપવો = Harassment (હેરસ્મન્ટ). મુક્ત થવું = To Be Free (ટુ બી ફ્રી). મુક્તિ = Freedom (ફ્રીડમ). ઉજવણી કરવી = To Celebrate (ટુ સેલીબ્રેટ). ભોજન = Meal (મીલ). આમંત્રણ આપવું = To Invite (ટુ ઇન્વાઇટ). પરિભ્રમણ = Roaming (રોમિંગ). મજાકભરી = Funny (ફની). ફરજ = Duty (ડયુટી). રક્ષણ કરવું = To Protect (ટુ પ્રોટેક્ટ). ઓળખાઈ જવું = To Recognize (ટુ રેકગ્નાઈઝ). જોખમ = Risk (રીસ્ક). નિષ્ઠાપૂર્વક = Sincerely (સિન્સિઅર્લિ).



No comments: