હનુમાનજીએ ભીમનો અહંકાર દુર કર્યો
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
આપણા પુરાણા ગ્રંથોમાં જણાવ્યા મુજબ હનુમાનજી
વાયુપુત્ર હતા.ભીમ પણ વાયુપુત્ર હતો. આથી હનુમાનજી એ ભીમના મોટા ભાઈ થયા.
અમુક સમય માટે ભીમને એના પ્રચંડ બળનું અભિમાન થવા
લાગ્યું. હનુમાનજીએ એમના નાના ભાઈ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હનુમાનજી એક
ઘરડા વાનરનું રૂપ લઈને ભીમ પસાર થતો હતો એ માર્ગ પર બેસી ગયા. ભીમે આ ઘરડા વાનરને
એના માર્ગ વચ્ચે બેઠેલો જોયો એટલે એણે બુમો પાડીને એને હટી જવા કહ્યું.
ઘરડા વાનરે તસ્દી સુધ્ધાં ન લીધી એટલે ભીમ ગુસ્સે થઇ
ગયો. એણે વાનરને ધમકી આપી કે તે હટી જાય નહીંતર એ લાત મારશે. ઘરડા વાનરે એને હટાવી
જોવા ભીમને પડકાર ફેંક્યો. ભીમ વાનરને પૂંછડી પકડીને ફંગોળી દેવા એના તરફ ધસ્યો.
પરંતુ...એ તેની પૂંછડી ઉંચી પણ ન કરી શક્યો! ભીમને આઘાત સાથે આશ્ચર્ય થયું પણ એણે
વાનરની પૂંછડી ઉંચી કરવા એની પૂરી તાકાત લગાવી દીધી. તે તસુભાર પણ ઉંચી ન કરી
શક્યો!
હવે ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી. તો
પછી આ જગતમાં એના પોતાના કરતાં વધારે શક્તિશાળી કોણ હોઈ શકે? ભીમ તરત જ ઓળખી ગયો
કે આ બીજું કોઈ નહીં પણ એના મોટા ભાઈ હનુમાનજી જ હોય. એણે પોતાના મોટા ભાઈનું
અપમાન કર્યું હતું એટલે એને શરમ આવી ગઈ. એણે હનુમાનજીને વિનંતી કરી કે પોતાને માફ
કરી દે.
હનુમાનજીએ ભીમને ક્ષમા આપી અને આવો અહંકાર દુર કરવા
સલાહ આપી. એમણે ભીમને નમ્ર અને વિવેકી બનવા કહ્યું.
Hanumanji Removes Bhim’s Arrogance
As per the old scripture, Hanumanji was a son of
Lord of Wind – Vayu (Pavan) putra. Bhim was also a son of Lord of Wind – Vayu
(Pavan) putra. So Hanumanji was Bhim’s elder brother.
For some time Bhim started having proud of his
mighty strength. Hanumanji decided to teach a lesson to his younger brother.
Hanumanji became an old monkey and sat on the road from where Bhim was
passing. Bhim saw this old monkey in his
way so he shouted and asked him to go away.
The old monkey did not bother to move so Bhim became
very angry. He threatened the monkey to move else he would kick him. The old
monkey challenged Bhim to move him. Now Bhim rushed to the monkey to flung him
with his tail. But…he could not even lift his tail. Bhim was shocked and
surprised but used his all strength to raise the tail. He could not raise it a
bit!
Now Bhim realized that this is not an ordinary
monkey. Who else in the world can be mightier than himself? He immediately
recognized that he must be his elder brother Hanumanji. Bhim was ashamed as he
had insulted his elder brother. He requested Hanumanji to pardon him.
Hanumanji pardoned Bhim and advised him to remove
his arrogance. He asked Bhim to be humble and polite.
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Scripture = શાસ્ત્ર (shaastra), ગ્રંથ (granth).
Wind = Vayu (વાયુ), Pavan (પવન). Elder Brother = મોટો ભાઈ (moto bhaai). Younger Brother = નાનો ભાઈ
(naano bhaai). Proud = અભિમાન (abhimaan). Mighty = બળવાન (balvaan). Strength = બળ (bal). To Teach = શીખવવું (shikhavavu). Lesson = પાઠ (paath). Old = ઘરડા (gharadaa). Monkey = વાંદરો (vaandaro).
Road = રસ્તો (rasto), માર્ગ (maarg). To Pass = પસાર થવું (pasaar thavu). To Go Away = જતા રહેવું (jataa rahevu). To Bother = તસ્દી લેવી (tasdi levi). Threat = ધમકી (dhamaki).
To Move = ખસવું (khasavu). To
Challenge = પડકારવું (padakaaravu).
To Flung = ફંગોળવું (fangolavu). Tail
= પૂંછડી (punchhadi). To Lift = ઊંચકવું
(unchakavu). Shock = આઘાત (aaghaat). Surprise = આશ્ચર્ય (aasharya). To Realize = સમજવું (samajavu). Ordinary = સાધારણ (saadhaaran). World = દુનિયા (duniyaa). Immediately = તરત (tarat). To Recognize = ઓળખી જવું (olakhi javu). To Be Ashamed = શરમ આવવી (sharam aavavi). Insult = અપમાન (apamaan). To Pardon = માફ કરવું (maaf karavu). To Advise = સલાહ આપવી (salaah aapavi). To Remove = દુર કરવું (dur karavu). Arrogance = અહંકાર (ahankaar). Humble = નમ્ર (namnra). Polite = વિવેકી (viveki).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
પુરાણા = Ancient (એન્શન્ટ). ગ્રંથો, શાસ્ત્ર = Scripture (સ્ક્રિપ્ચર). વાયુ, પવન = Wind (વિન્ડ).
મોટો ભાઈ = Elder Brother (એલ્ડર બ્રધર).
નાનો ભાઈ = Younger Brother (યંગર બ્રધર).
પ્રચંડ = Mighty (માઈટી). બળ =
Strength (સ્ટ્રેન્થ). અભિમાન = Proud
(પ્રાઉડ). પાઠ = Lesson (લેસન). ભણાવવું = To Teach (ટુ ટીચ). ઘરડા = Old (ઓલ્ડ). વાનર = Monkey (મંકી). પસાર થવું = To Pass (ટુ પાસ). માર્ગ = Road (રોડ). હટી જવું = To Move (ટુ મુવ). તસ્દી લેવી = To Bother (ટુ બોધર). ધમકી = Threat (થ્રેટ). પડકાર ફેંકવો = To Challenge (ટુ ચેલેન્જ). પૂંછડી = Tail (). ફંગોળવું
= To Flung (ટુ ફલન્ગ). આઘાત = Shock (શોક). આશ્ચર્ય = Surprise (સરપ્રાઈઝ). તસુભાર = Inch (ઇંચ). ખ્યાલ આવવો = To Realize (ટુ રિઅલાઇઝ). સાધારણ = Ordinary (ઓર્ડીનરી). જગત = World (વર્લ્ડ). ઓળખી જવું = To Recognize (ટુ રેકગ્નાઈઝ). અપમાન = Insult (ઈન્સલ્ટ). શરમ આવવી = To Be Ashamed (ટુ બી
અશેમ્ડ). વિનંતી કરવી = To Request (ટુ
રિક્વેસ્ટ). માફ કરવું, ક્ષમા આપવી = To Forgive (ટુ ફરગીવ). અહંકાર = Arrogance (એરગન્સ).
દુર કરવું = To Remove (ટુ રીમુવ).
સલાહ = Advice (અડવાઈસ). સલાહ આપવી =
To Advise (ટુ અડવાઈસ). નમ્ર = Humble
(હમ્બલ). વિવેકી = Polite (પોલાઈટ).
No comments:
Post a Comment