બંધ બેસતી પાઘડી પહેરી....

બંધ બેસતી પાઘડી પહેરી....  

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા. તે ગામના મુખી હતા.

એક વખત પવિત્ર શ્રાવણ મહીનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું. લોકો દિવસ દરમ્યાન કામ કરતા અને સાંજે કથામાં જતા. એક મહાત્મા કથા કહેતા.

એક દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમણે જમીન પર એક બોર પડેલું જોયું. એમને બોર ખાવાની ઈચ્છા થઇ ગઈ. એમણે આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને. ત્યાં નજીકમાં કોઈ નહોતું એટલે તેઓ જમીન પરથી બોર ઉપાડીને ખાઈ ગયા.

સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સંભાળવા ગયા. કથા પૂરી થઇ ત્યારે કોઈએ મહારાજને પૂછ્યું કે કાલે શેની કથા કરવાના છો? મહારાજે કહ્યું કે "કાલે તો ગોવિંદના ગુણ ગવાશે". મહારાજનું  કહેવું હતું કે "ગોવિંદ" એટલે કે ભગવાન શ્રીકૃષ્ણની કથા કરશે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છેમુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિષે વાત કરે છે! એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માંગે છે!

આથી મુખીએ મહારાજને ભેટ આપીને ખુશ કરવા નક્કી કર્યું. મુખી મહારાજને મળવા ગયા અને ફળો ધર્યા. મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે. ફરીવાર કથાને અંતે કોઈએ મહારાજને પૂછ્યું કે બીજે દિવસે તેઓ શેની કથા કહેશે? મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની (ભગવાન શ્રીકૃષ્ણની) કથા કહેશે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજને હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે. આથી મુખીએ મહારાજને વસ્ત્રો આપ્યા.

આવું રોજ થોડા દિવસ ચાલ્યું. મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ વિષે કહેતા હતા જયારે મુખી ગોવિંદ સમજતા કે મહારાજ આ રીતે એમને ધમકી આપે છે કે તેઓ એમની વાત બધાને કહી દેશે. આથી મુખી મહારાજને ફળો,વસ્ત્રો,પૈસા વિ. ભેટ આપ્યે જ ગયા.

થોડા દિવસ પછી મુખીએ વિચાર્યું કે મહારાજ તરફથી મળતી આ "ધમકીઓ"નો અંત લાવવો જ પડશે. કથાને અંતે મહારાજે જયારે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહેશે ત્યારે મુખી ગોવિંદ એમની સામે ગુસ્સે થઇ ગયા.

એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી. એમણે કહ્યું કે એક દિવસ એમણે નીચે પડેલું બોર ખાધું હતું અને કદાચ આ મહારાજ તે જોઈ ગયા હશે. ત્યારથી રોજ મહારાજ "ગોવિંદના ગુણ ગવાશે, ગોવિંદના ગુણ ગવાશે..." એમ કહેતા એમને ધમકી આપે છે કે આ વાત બધાને કહી દેશે. ગામ લોકોએ મહારાજને પૂછ્યું કે આ સાચી વાત છે? મહારાજ કહે કે એમને તો આવી કોઈ વાતની ખબર જ નથી.તેઓ તો "ગોવિંદના ગુણ" એટલે ભગવાન શ્રીક્રષ્ણની કથા વિષે કહેતા હોય છે.

આમ મુખી ગોવિંદે "બંધ બેસતી પાઘડી પહેરી લીધી"! ગામ લોકો એમની પર ખુબ હસ્યા.
  

Village Leader and Fallen Berries

In a village there was a farmer named Govind. He was the village leader.

Once the villagers arranged a discourse (katha) in the holy month of Sravan (Hindu people's religious month). People were working during the day and going to the discourse in the evening. A saint was giving the discourse.

One day the village leader Govind was going to his farm. He saw a fallen berry on the ground. He was tempted to eat the berry. He looked in the surroundings to see if anyone was watching him. There was no one nearby so he took the berry from the ground and ate.

In the evening he went to the discourse with other people. At the end of the discourse, someone asked the saint what discourse he will give tomorrow? The saint told that he will tell the story of Govind. The saint meant “Govind” means Lord Krishna (Lord Krishna's one name is Govind). The village leader Govind thought that the saint is talking about him! He thought that the saint must have seen him eating the fallen berry so he wants to tell this story to everyone!

So he decided to appease the saint. He went to him and gave him many fruits. He thought that now the saint will not tell his story to anyone. But again at the end of the discourse, someone asked the saint what discourse he will give tomorrow? The saint told that he will tell the story of Govind. The village leader Govind thought that the saint needs more gifts from him for not telling his story. So he gave him clothes.

This happened for few days. The saint was talking about Govind means Lord Krishna but the village leader Govind was thinking that the saint is threatening him to tell his story to everyone so he kept giving him fruits, clothes, money etc.

After some days the village leader Govind decided to end these threats from the saint. So at the end of the discourse, when the saint said that he will tell the story of Govind, the leader Govind started shouting at him.

He himself told his story to the villagers. He told that one day he had eaten the fallen berry and perhaps the saint had seen him. Since then the saint is daily threatening him to tell this to everyone by saying that he will tell the story of Govind. The villagers asked the saint about this. The saint told that he knew nothing about the leader and the fallen berry. By “Story of Govind”, he meant the story of Lord Krishna!

The villagers laughed a lot at the leader Govind's foolishness.
  

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Village = ગામ (gaam). Farmer = ખેડૂત (khedut). Name = નામ (naam). Village Leader = મુખી (mukhi). Leader = આગેવાન (aagevaan). Once = એકવાર (ekvaar). Discourse = કથા (kathaa). Holy = પવિત્ર (pavitr). Month = મહિનો (mahino) or માસ (maas). Work = કામ (kaam). Day = દિવસ (divas). Evening = સાંજ (saanj). Saint = મહાત્મા (mahaatmaa) or મહારાજ (mahaaraaj) or સંત (sant) or સાધુ (saadhu). Farm = ખેતર (khetar). Fallen = પડેલું (padelu). Berry = બોર (bor). Ground = જમીન (jamin). Tempted = લલચાવું (lalchaavu). To Eat = ખાવું (khaavu). To Look/To See/To Watch = જોવું (jovu). Surroundings = આસપાસ (aas paas) or આજુબાજુ (aaju baaju). Near = નજીક (najik).  Nearby = નજીકમાં (najikma). People = લોકો (loko). Tomorrow = આવતીકાલ (aavatikaal). Lord = ભગવાન (bhagvaan). Story = વાર્તા (vaartaa) or વાત (vaat).  To Appease = ભેટ આપીને ખુશ કરવું (bhet aapine khush karavu). Fruit = ફળ (fal). Gift = ભેટ (bhet). Clothes = વસ્ત્ર (vastr) or કાપડ (kaapad). Threat = ધમકી (dhamaki). Money = પૈસા (paisaa). Perhaps = કદાચ (kadaach).
  
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગામ = Village (વિલેજ). ખેડૂત = Farmer (ફાર્મર). નામ = Name (નેમ). મુખી = Village Leader (વિલેજ લીડર).  આગેવાન = Leader (લીડર). એકવાર = Once (વન્સ). કથા = Discourse (ડીસ્કોર્સ). પવિત્ર = Holy (હોલી). મહિનો, માસ  = Month (મન્થ). કામ = Work (વર્ક). દિવસ = Day (ડે). સાંજ = Evening (ઇવનિંગ). મહાત્મા, મહારાજ, સંત, સાધુ = Saint (સેઇન્ટ). ખેતર = Farm (ફાર્મ). પડેલું = Fallen (ફોલન). બોર = Berry (બેરી). જમીન = Ground (ગ્રાઉન્ડ). લલચાવું = Tempted  (ટેમ્પટેડ). ખાવું = To Eat (ટુ ઈટ). જોવું = To Look/To See/To Watch (ટુ વોચ). આસપાસ, આજુબાજુ = Surrounding (સરાઉન્ડીંગ). નજીક = Near (નીઅર).  નજીકમાં = Nearby (નીઅરબાય). લોકો = People (પીપલ). આવતીકાલ = Tomorrow (ટુમોરો). ભગવાન = Lord (લોર્ડ). વાર્તા, વાત = Story (સ્ટોરી). ભેટ આપીને ખુશ કરવું = To Appease (ટુ અપીઝ). ફળ = Fruit (ફ્રુટ). ભેટ = Gift (ગીફ્ટ). વસ્ત્ર, કાપડ = Cloth (ક્લોથ). ધમકી = Threat (થ્રેટ). પૈસા = Money (મની). કદાચ = Perhaps (પર્હપ્સ).

No comments: