ચતુર માજી
(અંગ્રેજી અનુવાદ
નીચે આપેલ છે)
એક
ગામમાં એક ઘરડા માજી એકલાં રહેતાં હતાં. એમને સંતાનમાં એક
માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ
માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું.
એ
ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી
જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો
જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને
મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું:
"હું તો ઘણી
ઘરડી છું.
ઘણી
દૂબળી-પાતળી છું. તું મને ખાઇશ
તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવાદે. સારું સારું
ખાવા દે.
તાજી
-
તંદુરસ્ત
થવા દે.
પછી
મને ખાજે".
સિંહે
વિચાર્યું કે માજીની વાત સાચી છે. આવા દૂબળા-પાતળા માજીને
અત્યારે ખાશે તો એને કશું નહિ મળે. માત્ર હાડકાં જ ખાવા મળશે. એના બદલે
માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડાં લોહી-માંસ પણ મળશે. આમ વિચારીને
સિંહે માજીને જવા દીધા.
રસ્તામાં
માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ
બનાવ્યા.
દીકરીને
ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતાં
હતાં કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમણે એક
યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને
અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા.
જંગલમાં
સિંહે આ ગબડતી કોઠી જોઈ. સિંહે કોઠીને પુછ્યું:
"તેં પેલા
માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે?".
ચતુર
માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ
આપ્યો:
"કઈ માજી? કયું ગામ? ચાલ કોઠી
આપણે ગામ...".
આમ
કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી
પોતાની મેળે જ ગબડતી કોઠી જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે
વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા.
ચતુર
માજી સહી-સલામત પોતાને
ઘરે પહોંચી ગયા.
A Clever Old Woman
In
a village one old woman was living alone. She had only one child – a daughter.
She was married and living in a nearby village. One day the old woman decided
to go to her daughter's village to meet her.
She
had to walk through a forest to go to that village. When she was walking in the
forest, one lion came and told her that he is very hungry so he will eat her.
The old woman was very clever so decided to make the lion fool. She told the
lion:
“I
am very old. I am very thin. What you will get if you will eat me? Let me go to
my daughter's house. Let me eat some good food. I will become healthy then you
eat me”.
The
lion thought that the old woman is right because if he will eat her now, he
will not get anything but just bones! If he will eat her after she comes back
from her daughter's house, then he will get some flesh and blood! So the lion
allowed her to go.
On
her way, the old woman also met a tiger and a bear. She used the same trick and
made them fool.
After
staying at her daughter's house for some days, she decided to return back to
her home. She knew that the lion, tiger and bear will meet her and kill her. So
she used a trick and prepared one big round jar. She sat inside the jar and
rolled it from inside.
In
the forest, the lion saw this rolling jar. He asked the jar:
“Have
you seen that old woman who has gone to her daughter's village?”.
The
clever old woman changed her voice and replied from the jar:
“Which
old woman? Which village? Roll jar. Roll jar...”.
The
lion got afraid by this “self rolling” jar and gave the way. The tiger and bear
also got afraid.
The
clever old woman reached her home safely.
For English medium students
Meanings and Pronounce for some words used in this
story. (Pronounce is given in the bracket):
Woman
= સ્ત્રી
(stri).Village
= ગામ
(gaam).
Old = ઘરડા
(gharada).
Old woman = માજી
(maaji)
– with respect, old woman is called માજી (maaji). Only
= માત્ર
(matr).
Child = સંતાન
(santaan).
One = એક
(ek).
Daughter = દીકરી
(dikari).
Near = પાસે
(pase).
Day = દિવસ
(divas).
Forest or Jungle = જંગલ (jangal). Lion = સિંહ (sinh).
Hungry = ભૂખ્યો
(bhukhyo).
Clever = ચતુર
(chatur).
Fool = મૂરખ
(murakh).
Thin = દૂબળી-પાતળી (dubali
patali). Healthy = તંદુરસ્ત (tandurast). Bones = હાડકાં (hadaka).
Blood = લોહી
(lohi).
Flesh = માંસ
(maans).
Tiger = વાઘ
(vaagh).
And = અને
(ane).
Bear = રીંછ
(rinchh).
Trick = યુક્તિ
(yukti).
Both = બંને
(banne).
Big = મોટી
(moti).
Round = ગોળ
(gol).
Jar = કોઠી
(kothi).
Way = રસ્તો
(rasto).
Safe = સલામત
(salaamat).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
સ્ત્રી
=
woman (વુમન).ગામ = Village
(વિલેજ). ઘરડા = Old (ઓલ્ડ). માજી = Old
woman (ઓલ્ડ
વુમન).
માત્ર
=
Only = (ઓન્લી). સંતાન = Child (ચાઈલ્ડ). એક = One (વન). દીકરી =
Daughter (ડોટર). પાસે = Near (નિઅર).
દિવસ
=
Day = (ડે). જંગલ = Forest
or Jungle (ફોરેસ્ટ or જંગલ). સિંહ = Lion (લાયન). ભૂખ્યો = Hungry
(હંગરી). ચતુર = Clever
(કલેવર). મૂરખ = Fool (ફૂલ). દૂબળી-પાતળી = Thin (થીન). તંદુરસ્ત = Healthy
(હેલ્ધી). હાડકાં = Bones (બોન્સ). લોહી = Blood (બ્લડ). માંસ = Flesh (ફ્લેશ). વાઘ = Tiger (ટાઇગર). અને = And (એન્ડ). રીંછ = Bear (બેર). યુક્તિ = Trick (ટ્રીક). બંને = Both (બોથ). મોટી = Big (બીગ). ગોળ = Round (રાઉન્ડ). કોઠી = Jar (જાર). રસ્તો = Way (વે). સલામત = Safe (સૈફ).
No comments:
Post a Comment