સોનેરી નોળિયાની વાર્તા
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જયેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર
ભારત વર્ષના રાજા બન્યા. એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજયનું આધિપત્ય
મેળવ્યું અને એમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા
લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને
ગર્વ થતો.
એક વખત આવો ભોજન સમારંભ યોજયા બાદ યુધિષ્ઠિર વિચારતા
હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાનપૂણ્ય કરતો હોય?
શ્રીકૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે. શ્રીકૃષ્ણએ તરત જ એક
લીલા રચી!
મહેમાનોએ ભોજન લઇ વિદાઈ લીધી પછી ભોજનમંડપમાં જયાં
ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું. શ્રીકૃષ્ણ,
યુધિષ્ઠિર અને અન્યો મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો
ક્યાંકથી આવ્યો અને જયાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો. આ નોળિયો વિશિષ્ઠ
લાગ્યો કારણકે એનું અડધું શરીર સોનેરી હતું! આ નોળિયો આમ થી તેમ દોડાદોડી કરતો હતો
અને ખુબ જ અજંપામાં લાગતો હતો. યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો
છે અને કઈ વાતની તકલીફ છે? નોળિયો બોલી શકતો હતો. એણે એક વાત કહી.
એણે એક સમયની વાત કહી જયારે ચારેકોર ભીષણ દુકાળ પડ્યો
હતો અને ભયંકર ભૂખમરો થયો હતો. ખોરાકની અછત સર્જાતાં જીવનનિર્વાહ અત્યંત મુશ્કેલ
બની ગયો હતો. આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો. ત્યાં
બ્રાહ્મણની પત્ની કાંઇક રાંધતી હતી એટલે એ રસોડામાં કાંઇક ખાવાનું વધે એની રાહ
જોવા લાગ્યો.
બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય
દિવસોથી કાંઈ જ ખાધું નહોતું. ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો
હતો પણ કાંઈ જ ન મળતાં તેઓ સાવ જ ભૂખ્યા રહેતા. નસીબ જોગે આજના દિવસે એને ઘઉંનો
થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે
મને અને મારા કુટુંબને - મારી પત્ની, પુત્ર, પુત્રવધૂ ને કાંઈક ખાવા મળશે.
બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા
બેઠો. જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ
હતું! તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો.
ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કાંઇક
ખાવાનું આપવા કહ્યું. બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી! એક બાજુ એનું પોતાનું
કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું! ગૃહસ્થ
માટે તો "અતિથી દેવો ભવ" - આંગણે આવેલ અતિથી તો ભગવાન ગણાય. એને યોગ્ય
સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય. ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યુંકે એના
ભાગની રોટલી ભિક્ષુકને આપી દે. ભિક્ષુકે
એક રોટલી ખાધી અને કહ્યુંકે, "અરે! આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ. મને
થોડું વધારે ખાવા આપો".
બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ
ભિક્ષુકને આપી દીધી. એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ
હતી. ભિક્ષુક હજુ ધરાયો નહોતો. એણે વધુ ખાવાનું માંગ્યું. બ્રાહ્મણના પુત્રએ
પોતાના ભાગની રોટલી પણ આપી દીધી. ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની
પુત્રવધૂએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી. આ કુટુંબના જીવનની આ અંતિમ
કસોટી હતી.
હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાઈ
લીધી. પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું. એક પછી એક ચારેય
જણ મૃત્યુ પામ્યા! હેબતાઈ ગયેલા નોળિયાએ આ આખી ઘટના જોઈ. એ પોતે પણ ભૂખથી મરી
રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો. એના શરીરનો થોડો
ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઇ ગયો હતો!
ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જેટલા પણ યજ્ઞ
થતા હોય ત્યાં એ એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઇ
જાય. પણ એને કોઈ સફળતા નહોતી મળતી.
આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો
હવે અંત આવી જશે. આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ નહોતું
એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ. પરંતુ આવું ન થયું! વારંવાર
વધેલા અન્નમાં આળોટ્યા કર્યું છતાં પણ એનું શરીર સોનેરી ન થયું. નોળિયો ખુબ જ હતાશ
થઇ ગયો.
આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો. એમને
ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું જ ચઢિયાતું હતું.
યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે તો એમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો.
જયારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલીઓ જ હતી જે એમને
જીવાડવા અત્યંત જરૂરી હતી. તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને
માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું!
Story of Golden Mongoose
At the end of the Mahabharat war, Maharaj Yudhisthir, the eldest of the Pandava brothers was crowned the king of India, known as Bharat Varsha. After an unchallenged victory in an Ashwamegha yagna and a successful beginning of his virtuous reign, he would often organize feasts for the poor and hungry. The charitable acts, feeding of the brahmnas and the poor gave Yudhisthir a sense of pride.
After organizing one such function, Yudhisthir was thinking if there was another ruler in the whole world as kind to their subject as he was. Shri Krishna knew what was running in Yudhisthir's mind. Shri Krishna immediately acted and set up a leela (an act).
The guests had left and the pandal had little remnants of foodstuff
scattered in the areas where the guests had dined. Shri Krishna, Yudhisthir and
others sitting in the balcony saw a
mongoose appear and run to the spots where there were the remnants of the
foodstuff. The mongoose appeared to
be very special, half of its body was of golden colour. The mongoose kept
running here and there and appeared
very restless. Seeing this Yudhdhistir called the mongoose and asked why it was
so restless and what was
troubling it. The mongoose could talk. It narrated its story.
It talked of a time when there was a great famine which had
caused devastating hunger everywhere. There was hardly anything to eat and
survival for life had become extremely
difficult. The mongoose while in search of food had landed in a poor brahman's
house where it noticed that the
brahman's wife was preparing food and waited to partake the remnants of the
flour from the kitchen.
It had so happened that the brahman and his family had not eaten anything for
several days. His attempts in obtaining some grains in alms had failed completely in the
last few days and as a result the family was starving. Fortunately, on this day, the
brahman had managed to obtain a small quantity of aata (wheat flour) and had
returned home very happily thinking that
finally he and his family members which comprised his wife, a son and a
daughter-in-law will be able to eat some
food.
The brahman had finished his evening puja and the family had just sat for the dinner which was a mere four rotis one each for the four members. As they were about to begin eating, a very hungry mendicant appeared on his door.
He was famished and begged to be fed. This was an ultimate test for the brahman. On one hand, the family members, themselves were starving and here was the call of dharma which stated that a guest is like God (Athithi Devo Bhava) and he cannot be turned away without being attended.
The brahman had finished his evening puja and the family had just sat for the dinner which was a mere four rotis one each for the four members. As they were about to begin eating, a very hungry mendicant appeared on his door.
He was famished and begged to be fed. This was an ultimate test for the brahman. On one hand, the family members, themselves were starving and here was the call of dharma which stated that a guest is like God (Athithi Devo Bhava) and he cannot be turned away without being attended.
The starved brahman asked his wife to offer his share of the
rotis to the mendicant. The beggar ate the roti and asked for more saying that
after eating the first roti he had become
hungrier. The brahman's wife then decided to give away her share. She thought
that it is her moral duty to bear an equal responsibility with her husband. The
mendicant was still not satisfied. And the son decided to give his share too. The
mendicant was still not satiated and he wanted one more roti. And so the daughter-in-law
too joined her other family members in this ultimate test of their lives.
Finally the mendicant went away but by then the family could hardly bear their
hunger and slowly they died one by one.
The stunned mongoose witnessed the entire episode. Itself about to die, it ran to the kitchen area to grab a bit of the flour. In the process a part of its body came in touch with the flour and to its great surprise that part of its body turned golden. Since then, the mongoose had been looking for another such miracle to happen. It used to go to many yagnas hoping to fulfil its desire to turn its whole body into a golden hue. However, it had remained unsuccessful.
The stunned mongoose witnessed the entire episode. Itself about to die, it ran to the kitchen area to grab a bit of the flour. In the process a part of its body came in touch with the flour and to its great surprise that part of its body turned golden. Since then, the mongoose had been looking for another such miracle to happen. It used to go to many yagnas hoping to fulfil its desire to turn its whole body into a golden hue. However, it had remained unsuccessful.
Today it had thought that its long wait was over.
After all, there was no one like Yudhisthir in the whole world and his yagna
would surely have the power to do this magic. But, this was not the case. Despite its
many attempts in rolling in the foodstuff left over, its body did not acquire
the golden colour which it required so desperately. Undoubtedly, the mongoose was
severely disappointed.
By now, the message was clear to Yudhisthir. He realised that the brahman's act of charity was far superior. Yudhhisthir had a huge fortune from which he had donated only a part whereas the starving brahman's family had only those four rotis which were needed to save their lives but their commitment to dharma and faith in God was so strong that they did not hesitate in giving away everything and deciding to make the ultimate sacrifice.
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Golden = સોનેરી (soneri).
Mongoose = નોળિયો (noliyo). Story = વાર્તા
(vaartaa). End = અંત (ant). War = યુદ્ધ (yudhdh). Eldest = જયેષ્ઠ (jyeshth).
Victory = વિજય (vijay). Successful = સફળ
(safal). Beginning = શરૂઆત (sharuaat). Virtuous = નીતિમાન (nitimaan). Reign = શાસન (shaasan). To Organize = આયોજન કરવું (aayojan karavu). Feast = મિજબાની (mijabaani).
Poor = ગરીબ (garib). Charity = દાન (daan). Pride = ગર્વ (garv), અભિમાન (abhimaan). To Think = વિચારવું (vichaaravu).
Ruler = શાસક (shaasak). World = વિશ્વ
(vishva), દુનિયા (duniyaa). Kind = દયાળુ (dayaalu). Mind = મન (man). Immediate = તાત્કાલિક (tatkaalik). Guest = મહેમાન (mahemaan), અતિથી (atithi). Remnants = બચેલું (bachelu),
વધેલું (vadhelu). Food = અન્ન (anna).
Special = વિશિષ્ઠ (vishishth). Half =
અડધું (adadhu). Colour = રંગ (rang). To Run = દોડવું (dodavu). Time = સમય (samay). Famine = દુકાળ (dukaal). Life = જીવન (jivan). Difficult = મુશ્કેલ (mushkel). House = ઘર (ghar). Wife = પત્ની (patni). Flour = લોટ (lot). Kitchen = રસોડું (rasodu). Family = કુટુંબ (kutumb). Attempt = પ્રયત્ન (prayatn).
Grain = અનાજ (anaaj). Alms = ભિક્ષા (bhikshaa). Son = દીકરો (dikaro), પુત્ર (putra). Daughter-in-law = પુત્રવધૂ (putrvadhu). Dinner = રાત નું ભોજન (raat nu bhojan). Member = સભ્ય (sabhya).
Mendicant = ભિક્ષુક (bhikshuk). Door =
દરવાજો (darvaajo), દ્વાર (dwaar). God = ભગવાન (bhagvaan). Beggar = ભિખારી (bhikhaari). Responsibility = જવાબદારી (jawaabadaari). Husband = પતિ (pati). To Bear = સહન કરવું (sahan karavu). Death = મૃત્યુ (mrutyu). To die = મરવું (maravu). Miracle = ચમત્કાર (chamtkaar).
Desire = ઈચ્છા (ichchaa). Power = શક્તિ
(Shakti). Magic = જાદુ (jaadu). Disappointed = નિરાશ (niraash). Message = સંદેશ (sandesh). Faith = શ્રદ્ધા (shradhdhaa). Sacrifice = ત્યાગ (tyaag).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
સોનેરી = Golden (ગોલ્ડન).
નોળિયો = Mongoose (મોંગૂસ). વાર્તા =
Story (સ્ટોરી). યુદ્ધ = War (વોર). સમાપ્ત = End (એન્ડ). જયેષ્ઠ = Eldest (એલ્ડેસ્ટ).
રાજા = King (કિંગ). વિશાળ = Large (લાર્જ). સામ્રાજય = Kingdom (કિન્ગડમ). સફળતા = Success (સકસેસ). સફળ = Successful (સકસેસફૂલ). શરૂઆત = Beginning (બીગીનીંગ). અવારનવાર = Often (ઓફન). ગરીબ = Poor (પુઅર). ભૂખ્યા = Hungry (હન્ગ્રી).
લોકો = People (પીપલ). મિજબાની = Feast
(ફીસ્ટ). આયોજન કરવું = To Organize (ટુ ઓર્ગેનાઈઝ). ભોજન = Meal (મીલ). દાન = Charity
(ચેરિટી). ગર્વ = Pride (પ્રાઈડ). સમારંભ = Function (ફંકશન). વિચારવું = To Think (ટુ થીંક). દુનિયા = World (વર્લ્ડ). મન = Mind (માઈન્ડ). મહેમાન = Guest (ગેસ્ટ).
અન્ન = Food (ફૂડ). મહેલ = Palace (પેલેસ). અટારી = Balcony (બાલ્કની). વિશિષ્ઠ = Special (સ્પેસીઅલ). અડધું = Half (હાફ). શરીર = Body (બોડી). દોડવું = Tu Run (ટુ રન).
અજંપો = Restlessness (રેસ્ટલેસનેસ). તકલીફ
= Trouble (ટ્રબલ). સમય = Time (ટાઈમ). ચારેકોર = Everywhere (એવરીવ્હેર). ભીષણ, ભયંકર = Terrible (ટેરીબલ). દુકાળ = Femine (ફેમાઈન). ભૂખમરો = Starvation (સ્ટારવેશન). અછત = Scarcity (સ્કેરસીટી). જીવન = laaif (લાઈફ). નિર્વાહ = Maintenance (મેઇન્ટેનન્સ). જીવનનિર્વાહ = Maintenance
of Life (મેઇન્ટેનન્સ ઓફ લાઈફ). મુશ્કેલ
= Difficult (ડીફીકલ્ટ). ઘર = House (હાઉસ). પત્ની = Wife (વાઈફ). રાંધવું = To Cook (ટુ કુક). રસોડું = Kitchen (કિચન). કુટુંબ = Family (ફેમીલી). ભિક્ષા = Alms (આલ્મ્સ). અનાજ = Grain (ગ્રેઇન). નસીબ = Fortune (ફોરચ્યુન). ઘઉં = Wheat (વ્હીટ). લોટ = Flour (ફ્લોર). રાજી થવું = To be Happy (ટુ બી હેપ્પી). પુત્ર = Son (સન). પુત્રવધૂ = Daughter in Law (ડોટર ઇન લો). સાંજ = Evening (ઇવનિંગ). પૂજા = Prayer (પ્રેયર). દ્વાર = Door (ડોર). ભિક્ષુક = Mendicant (મેન્ડિકન્ટ). તાત્કાલિક = Immediate (ઈમીડિએઈટ). કસોટી = Test (ટેસ્ટ). ગૃહસ્થ = Householder (હાઉસ હોલ્ડર). ધર્મ = Religion (રિલિજિયન).અતિથી = Guest (ગેસ્ટ). ભગવાન = God (ગોડ). સત્કાર = Respect (રીસ્પેક્ટ). પતિ = Husband (હસબંડ). જવાબદારી = Responsibility (રિસ્પોન્સીબિલીટી). ફરજ = Duty (ડ્યુટી). સંતોષ = Satisfaction (સેટીસ્ફેકશન). સહન કરવું = To Bear (ટુ બેઅર). મૃત્યુ = Death (ડેથ). ઘટના = Event (ઇવેન્ટ). આશ્ચર્ય = Surprise (સરપ્રાઈઝ).
ચમત્કાર = Miracle (મીરેકલ). સ્પષ્ટ =
Clear (ક્લીઅર). સંદેશ = Message (મેસેજ). ચઢિયાતું = Superior (સુપીરીયર). શ્રદ્ધા = Faith (ફેઈથ). ત્યાગ = Sacrifice (સેક્રીફાઈસ).
No comments:
Post a Comment