શ્રીકૃષ્ણ - સાક્ષાત ભગવાન!

શ્રીકૃષ્ણ - સાક્ષાત ભગવાન!

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

શ્રીકૃષ્ણ એવા અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે. પરંતુ તેઓ જાહેરમાં ભાગ્યે જ આવું કશું બોલ્યા હતા.

કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો અને બધા જ કૌરવો માર્યા ગયા. ભીષ્મ, દ્રોણ, કર્ણ અને કૌરવ પક્ષે રહેલા બીજા અનેક મહાન યોધ્ધાઓ પણ માર્યા ગયા. પાંચ પાંડવો જીવિત રહ્યા હતા પણ એમના પુત્રો માર્યા ગયા હતા. અર્જુનનો પરાક્રમી પુત્ર અભિમન્યુ પણ મૃત્યુ પામ્યો હતો. આથી પાંડવોના વંશમાં કોઈ જ હયાત નહોતું રહ્યું. અભિમન્યુની પત્ની ઉત્તરા ત્યારે ગર્ભવતી હોવાથી એના ગર્ભમાં રહેલું બાળક જ પાંડવોના વંશની એક માત્ર આશા હતી.

ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકને મારી નાંખીને પાંડવોના વંશનો નાશ કરવાનો નિર્ધાર કર્યો. એણે સંહારક શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના ગર્ભમાંના બાળકને મારી નાંખ્યો. ઉત્તરા ચોધાર આંસુએ રડતી હતી અને પાંડવો પણ ઘણા ગમગીન થઇ ગયા કારણકે એમનો એક માત્ર વારસ પણ ન રહ્યો.

આ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાંના બાળકને જીવિત કરવા એમની શક્તિનો ઉપયોગ કર્યો. એમણે દર્ભની એક સળી લઈને પ્રાર્થના કરી, "જો મેં હંમેશાં સત્યનું આચરણ જ કર્યું હોય અને ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તો ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળક જીવિત થાય!"

અને આ સાથે જ ઉત્તરાના ગર્ભમાંનું બાળક જીવિત થઇ ગયું! અહીં શ્રીકૃષ્ણએ જાહેરમાં એમની શક્તિ અને વિશિષ્ઠ ગુણો પ્રગટ કર્યા. સામાન્ય રીતે આપણને એવું લાગે કે શ્રીકૃષ્ણએ તો યુદ્ધમાં પાંડવોના વિજય માટે અનેક યુક્તિઓ અજમાવી હતી તો તેઓ શી રીતે એવું કહી શકે કે એમણે હંમેશાં સત્યનું આચરણ જ કર્યું હતું અને ક્યારેય કોઈ પાપ નહોતું કર્યું? પરંતુ હકીકત એ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ હંમેશાં સત્ય - ધર્મને જ સાથ આપ્યો હતો અને તેઓ માત્ર અધર્મ - અસત્યની જ વિરુદ્ધ હતા. આથી જ તેઓ વિશ્વાસપૂર્વક કહી શક્યા કે એમણે ક્યારેય કોઈ પાપ નથી કર્યું.

ઉત્તરાએ જે બાળકને જન્મ આપ્યો એ રાજા પરીક્ષિત બન્યા અને પાંડવો બાદ એમણે હસ્તિનાપુરમાં રાજ કર્યું.

Shri Krishna’s Characteristics as God

Lord Krishna had many special characteristics different from an ordinary person so he is considered as an incarnation of God! But he had hardly spoken about this publicly.

In the Kurukshetra war, Kauravas were defeated and all the Kaurava brothers died. Bhishma, Drona, Karna and many other great warriors from Kaurava side also died. Five Pandava brothers had survived but their sons died. Arjun’s brave son Abhimanyu also died so there was no heir alive in the Pandava lineage. Abhimanyu’s wife Uttara was pregnant that time so the child in her womb was the only hope for Pandava’s lineage.

Drona’s son Ashwasthama decided to kill the child in Uttara’s womb to end Pandava’s lineage. He used a powerful weapon Brahmastra to kill the child in Uttara’s womb. Uttara was crying inconsolably and Pandavas were also very sad as their only heir was no more.

This time Lord Krishna used his power to bring back life in the child in Uttara’s womb. He took a stick of sacred grass and prayed, “If I have always lived a life of Truth and never committed a sin, then let the child in Uttara’s womb be Alive!”

With this, life came back to the child in Uttara’s womb! Here Krishna has publicly demonstrated his powers and special characteristics. Usually, we may feel that Krishna had supported many tactics for Pandava’s victory so how he can say that he has always lived a life of Truth and never committed any sin? The fact is, Lord Krishna had always supported Dharma – Truth and he was only against Adharma – Untruth. So he could confidently announce that he had never committed any sin.

The child born to Uttara became King Parikshit to rule Hastinapur after Pandava.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Many = અનેક (anek). Special = વિશિષ્ઠ (vishishtha). Characteristics = લક્ષણો (lakshano). Different = અલગ (alag). Ordinary = સામાન્ય (saamaanya). Person = વ્યક્તિ (vyakti), માણસ (maanas). Incarnation = અવતાર (avataar). God = ભગવાન (bhagvaan). To Speak = બોલવું (bolavu). Publicly = જાહેરમાં (jaaher ma). War = યુદ્ધ (yudhdh). Warrior = યોદ્ધો (yodhdho). Defeat = પરાજય (paraajay). Brother = ભાઈ (bhaai). Brave = પરાક્રમી (paraakrami). Son = દીકરો (dikaro). Alive = જીવિત (jeevit). Heir = વારસ (vaaras). Wife = પત્ની (patni). Pregnant = ગર્ભવતી (garbhvati). Child = બાળક (baalak). Womb = ગર્ભ (garbh). Hope = આશા (aashaa). Lineage = વંશ (vansh). To Kill = મારી નાખવું (maari naakhavu). Powerful = શક્તિશાળી (shaktishaali). Weapon = શસ્ત્ર (shastra), હથિયાર (hathiyaar). To Cry = રડવું (radavu). Inconsolably = શોકાતુર (shokaatur). Sad = ગમગીન (gamgin). To Bring Back = પાછું લાવવું (paachhu laavavu). Life = જીવન (jeevan). Stick = સળી (sali). Sacred Grass = દર્ભ (darbh). To Pray = પ્રાર્થના કરવી (praarthanaa karavi). Truth = સત્ય (satya). Never = ક્યારેય નહીં (kyaarey nahi). To Commit Sin = પાપ કરવું (paap karavu). To Demonstrate = નિદર્શન કરવું (nidarshan karavu). To Support = સાથ આપવો (saath aapavo). Tactic = યુક્તિ (yukti). Victory = વિજય (vijay). Fact = હકીકત (hakikat). Lord = ભગવાન (bhagvaan). Confidence = વિશ્વાસ (vishwaas). To Announce = જાહેર કરવું (jaaher karavu). Born = જન્મેલું (janmelu). King = રાજા (raajaa). To Rule = રાજ કરવું (raaj karavu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

સાક્ષાત = Incarnate (ઈન્કાર્નેટ). અનેક = Many (મેની). વિશિષ્ઠ = Special (સ્પેશીઅલ). લક્ષણો = Characteristic (કેરેકટરિસ્ટિક). સામાન્ય = Ordinary (ઓર્ડીનરી). માણસ = Person (પર્સન). જુદા = Different (ડીફરન્ટ). ભગવાન = God (ગોડ). અવતાર = Incarnation (ઇન્કારનેશન). જાહેરમાં = Publicly (પબ્લીકલી). ભાગ્યે = Rarely (રેરલી). બોલવું = To Speak (ટુ સ્પીક) .યુદ્ધ = War (વોર). પરાજય = Defeat (ડિફીટ). યોદ્ધો = Warrior (વોરિયર). જીવિત = Alive (અલાઈવ). પરાક્રમી = Brave (બ્રેવ). પુત્ર = Son (સન). વંશ = Lineage (લીનીઈજ). પત્ની = Wife (વાઈફ). ગર્ભવતી = Pregnant (પ્રેગ્નન્ટ). ગર્ભ = Womb (વૂમ). બાળક = Child (ચાઈલ્ડ). આશા = Hope (હોપ). નાશ કરવું = To Destroy (ટુ ડીસ્ટ્રોય). નિર્ધાર કરવો = To Decide (ટુ ડીસાઈડ). સંહારક = Destructive (ડિસ્ટ્રકટીવ). શસ્ત્ર, હથિયાર = Weapon (વેપન). ગમગીન = Sad (સેડ). વારસ = Heir (એઅર). દર્ભ = Sacred Grass (સેક્રીડ ગ્રાસ). સળી = Stick (સ્ટીક). પ્રાર્થના = Prayer (પ્રેયર). હંમેશાં = Always (ઓલ્વેઝ). સત્ય = Truth (ટ્રુથ). આચરણ = Conduct (કન્ડકટ), Practice (પ્રેકટીસ). ક્યારેય નહીં = Never (નેવર). પાપ = Sin (સીન). જાહેરમાં = Publicly (પબ્લીકલી). વિજય = Victory (વિકટરી). યુક્તિ = Tactic (ટેકટિક). હકીકત = Fact (ફેકટ). Saath aapavao = To Support (ટુ સપોર્ટ). વિરુદ્ધ = Opposite (ઓપોઝીટ). વિશ્વાસ = Confidence (કોન્ફીડન્સ). રાજા = King (કિંગ). રાજ કરવું = To Rule (ટુ રુલ).



No comments: