છે સમય બળવાન નહીં મનુષ્ય બળવાન
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી પાંડવોએ કુરુક્ષેત્રનું
યુદ્ધ જીતી લીધું. અર્જુન આ યુદ્ધનો શૂરવીર હતો. એણે એના ગાંડીવ ધનુષ થકી અનેક
શસ્ત્રોનો ઉપયોગ કર્યો. અર્જુન અને એનું ગાંડીવ ધનુષ અજેય ગણાતા.
પાંડવોએ વર્ષો સુધી હસ્તિનાપુરમાં રાજ કર્યું. જયારે
શ્રીકૃષ્ણના કુટુંબીજનો યાદવો અંદરો અંદરની લડાઈમાં માર્યા ગયા ત્યારે શ્રીકૃષ્ણને
ખ્યાલ આવી ગયો કે હવે એમનો અંતકાળ નજીક છે. તેઓ એ પણ જાણતા હતા કે એમની દ્વારિકા
સમુદ્રમાં ડૂબી જશે. આથી એમણે અર્જુનને સંદેશો મોકલ્યો કે તે દ્વારિકા આવીને
બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધોને એની સાથે હસ્તિનાપુર લઇ જાય.
અર્જુન દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધોને
એની સાથે લઇ ગયો. તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા (અત્યારના સમયનું મધ્ય પ્રદેશ).
આભીર નામની આદિવાસી જાતી એ જંગલમાં રાજ કરતી હતી. એમણે અર્જુનને રોક્યો અને તેઓ
દ્વારિકાના લોકોને લુંટવા લાગ્યા.અર્જુને તેમનો સામનો કર્યો. અર્જુન અને આભીરો
વચ્ચે લડાઈ થઇ.
કુરુક્ષેત્ર યુધ્ધના પરાક્રમી અર્જુને એના ગાંડીવ
ધનુષનો ઉપયોગ કર્યો પણ વ્યર્થ! એ આભીરોને હરાવી ન શક્યો! દ્વારિકાના લોકો અર્જુનની
નજર સામે જ લુંટાયા છતાં અર્જુન કાંઈ ન કરી શક્યો! કેટલીક સ્ત્રીઓ અને બાળકો તો
આભીરો સાથે રહેવા જતા રહ્યા. અર્જુન શ્રીકૃષ્ણને આપેલું વચન પાળી ન શક્યો અને એમના
કુટુંબીઓને સહી સલામત હસ્તિનાપુર ન લઇ જઈ શક્યો.
આ કુરુક્ષેત્રનો શૂરવીર અર્જુન જ હતો. એણે એના
શક્તિશાળી ગાંડીવ ધનુષનો જ ઉપયોગ કર્યો હતો. તે બંને અજેય હતા. માત્ર
કુરુક્ષેત્રનું યુદ્ધ જ નહીં પરંતુ અર્જુને એના ગાંડીવ થકી અનેક યુધ્ધો જીત્યા
હતા. છતાંય તે તેનાથી ઘણા જ નબળા પ્રતિસ્પર્ધી સામે હારી ગયો. આવું કેમ? કદાચ આ
વખતે એની સાથે ભગવાન શ્રીકૃષ્ણ નહોતા! સમય એની તરફેણમાં નહોતો! આથી જ કહેવાય છે
કે, "છે સમય બળવાન નહીં મનુષ્ય બળવાન!"
Time is Mighty, Not the Man
Pandavas won the Kurukshetra battle with Lord
Krishna’s blessings. Arjun was the real hero of the war. He used different weapons
through his bow Gandiv. Arjun and his bow Gandiv were considered invincible.
Pandavas ruled Hastinapur for years. When Krishna’s
family members fought in between and died, Krishna knew that his end was near.
He also knew that his Dwarka will be submerged in the sea. So he sent a message
to Arjun to come to Dwarka to take women, children and old ones to
Hastinapur.
Arjun came to Dwarka and took women, children and
old ones with him. They were passing through a thick forest (in the present
time’s Madhya Pradesh). The forest tribe called Abhir was ruling that forest. They
stopped Arjun and started looting the people of Dwarka. Arjun resisted and
there was a fight between Arjun and Abhirs.
The hero of Kurukshetra war Arjun used his bow
Gandiv. But he failed! He could not defeat the Abhirs! People of Dwarka were
looted in front of Arjun and he was helpless! Some women and their children
even went away with Abhirs. Arjun could not fulfill the promise he had given to
Krishna to take his people safe to Hastinapur.
It was the same Arjun who was Kurukshetra’s real
hero. He used the same powerful bow Gandiv. They both were invincible. Not only
Kurukshra but Arjun had won many battles with Gandiv. Still he lost to much
weaker opponents. Why? Probably this time he did not have Lord Krishna with
him! The Time was not in his favor! That is why it is said, “Time is Mighty,
Not the Man!”
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Time
= સમય (samay). Mighty = બળવાન (balvaan). Man = માણસ (maanas). મનુષ્ય = (manushya). To Win = જીતવું
(jitavu). Battle, War = યુદ્ધ (yudhdh). Lord = ભગવાન (bhagvaan). Blessings = આશીર્વાદ (aashirvaad). Real = સાચો (sacho). Hero = શુરવીર (shurvir). Different = જુદા જુદા (juda juda). Weapon = હથિયાર (hathiyaar). Bow = ધનુષ (dhanush). Invincible = અજેય (ajey). To Rule = રાજ કરવું (raaj karavu). King = રાજા (raajaa). Family Members = કુટુંબીઓ (kutumbio). Fight = લડાઈ (ladaai). End = અંત (ant). Near = નજીક (najik).
Submerged = ડૂબી જવું (dubi javu). Sea
= સમુદ્ર (samudra), દરિયો (dariyo). Message = સંદેશો (sandesho). Woman = સ્ત્રી (stri). Women = સ્ત્રીઓ (strio). Children = બાળકો (baalako). Thick Forest = ગાઢ જંગલ (gaadh jangal). Present Time = વર્તમાન
સમય (vartmaan samay). Tribe = જાતી (jaati). To Stop = રોકવું (rokavu). To Start = શરુ કરવું (sharu karavu). To Loot = લુંટવું (luntavu). People = લોકો (loko). To Resist = સામનો કરવો (saamano karavo). To Fail = નિષ્ફળ જવું (nishfal javu). To Defeat = પરાજીત કરવું
(paraajit karavu). Helpless = લાચાર (laachaar). To Fulfill = પાલન કરવું (paalan karavu). Promise = વચન (vachan). Safe = સલામત (salaamat). Powerful = શક્તિશાળી (shaktishaali). Weaker = નબળા (nabalaa). Opponent = પ્રતિસ્પર્ધી (pratispardhi). Favor = તરફેણ (tarfen).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
સમય = Time (ટાઈમ).
બળવાન = Mighty (માઈટી). મનુષ્ય =
Human (હ્યુમન). ભગવાન = God (ગોડ). આશીર્વાદ
= Blessings (બ્લેસિંગસ). યુદ્ધ = War
(વોર). શૂરવીર = Hero (હીરો). ધનુષ = Bow (બાઉ). શસ્ત્રો = Weapons (વેપન્સ).
અજેય = Invincible (ઇન્વિન્સીબલ). રાજ
કરવું = To Rule (ટુ રુલ). રાજા = King
(કિંગ). લડાઈ = Battle (બેટલ), Fight (ફાઈટ). અંતકાળ = End (એન્ડ).
નજીક = Near (નિઅર). સમુદ્ર = Sea (સી). ડૂબી જવું = (સબ્મર્જ). સંદેશો = Message (મેસેજ).
બાળકો = Children (ચિલ્ડ્રન). સ્ત્રીઓ =
Women (વીમેન). વૃધ્ધો = Old people (ઓલ્ડ પીપલ). ગાઢ જંગલ = Thick Forest (થીક ફોરેસ્ટ). જાતી = Tribe (ટ્રાઈબ). લુંટવું = To Loot (ટુ લુટ). સામનો કરવો = (રિઝીસ્ટ). વ્યર્થ = Vain (વેએન). હરાવવું = To Defeat (ટુ ડિફીટ). જીતવું = To Win (ટુ વિન). વચન = Promise (પ્રોમિસ). કુટુંબીઓ = Family Members (ફેમીલી મેમ્બર્સ). સલામત = Safe (સેફ). શક્તિશાળી = Powerful (પાવરફુલ). નબળા = Weak (વિક). પ્રતિસ્પર્ધી = Opponent (ઓપોનન્ટ). તરફેણ = Favour (ફેવર).
No comments:
Post a Comment