રામાયણના વાલીનો મહાભારતના જરા તરીકે પુનર્જન્મ

રામાયણના વાલીનો મહાભારતના જરા તરીકે પુનર્જન્મ

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

વાનરરાજ સુગ્રીવના મોટાભાઈ વાલીને એવું વરદાન હતું કે એની સાથે જે કોઈ દ્વંદ્વયુદ્ધ કરે એની અડધી શક્તિ વાલીને મળી જાય. એક વાર રાવણે અજેય વાલીને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યો. ક્રોધિત વાલીએ રાવણને એના માથાથી ઢસડીને આખી પૃથ્વી ફરતે ફેરવ્યો અને એની પાસે હાર કબુલાવી.

વાલીએ બળજબરી પૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજય કિસ્કીંધા પડાવી લીધાં. સુગ્રીવ એનું રાજય છોડીને ભાગ્યો અને વાનરવીર હનુમાનને મળ્યો. દરમ્યાનમાં, વનમાં સીતાને શોધી રહેલા રામે કદંબ નામના રાક્ષસનો વધ કર્યો. રામ દ્વારા મૃત્યુ મળતાં કદંબ શ્રાપમુક્ત થયો. એણે રામને સીતાની શોધ માટે સુગ્રીવની મદદ લેવા જણાવ્યું.

રામ સુગ્રીવને મળ્યા ત્યારે એણે રામ પાસે પોતાને વાલીથી બચાવવા મદદ માંગી. રામે વાલીનો વધ કરવા નક્કી કર્યું.

વાલી અને સુગ્રીવ દ્વંદ્વયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે રામે ઝાડ પાછળ છુપાઈને વાલી પર પ્રહાર કર્યો. ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો કે રામે એને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યા વગર દગો કર્યો છે. રામે એને કહ્યું કે જો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે. રામ એ પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કરીને વાલીનો વધ કર્યો છે. આથી એમણે વાલીને વચન આપ્યું કે એમના-વિષ્ણુના બીજા અવતારમાં વાલી એમના મૃત્યુ માટે નિમિત્ત બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો લેશે.

રામાયણ યુગના વિષ્ણુના અવતાર રામનો મહાભારત યુગમાં કૃષ્ણ તરીકે પુનર્જન્મ થયો. વાલીનો જન્મ જરા નામના પારધી તરીકે થયો. જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો. પીપળાના ઝાડ નીચે પગ ટેકવીને સુતેલા કૃષ્ણને એણે દુરથી તીર માર્યું જે કૃષ્ણના પગની પાની વીંધીને કૃષ્ણની છાતીમાં વાગ્યું. આમ રામનું વાલી પ્રત્યેનું ઋણ ચૂકતે થઇ ગયું!

Ramayana’s Vali Reborn as Jara in Mahabharat

Vali, the elder brother of Sugreev had a boon that whosoever engaged in a combat with him would lose half of his strength to Vali. Once invincible Vali was challenged by Ravan for a combat. Enraged Vali, grabbed Ravan by his head and took him round the world, making Ravan accept his defeat.
Vali took over Sugreev’s wife and the kingdom of Kishkinda forcefully. Sugreev fled the kingdom and met Hanuman for help. In the mean time, Ram killed a demon named Kadamb in the forest while searching for Sita. Kadamb became curse-free by getting death by Ram. He asked Ram to meet Sugreev to get help to search Sita.

When Ram met Sugreev, he requested Ram to save him from Vali. Ram decided to kill Vali.

Ram shot Vali from behind the tree so Vali alleged that Ram had betrayed him as he didn’t challenge Vali for a combat. To this, Ram explained that if someone misbehaves with a woman, it is the duty of a righteous man to punish him. However Ram also knew that he has killed Vali against the rule of battle. So Ram promised Vali that in his next life, he would become the reason of Vishnu’s death and thus take revenge of this incident.

Ram, the incarnation of Vishnu in the Ramayan era was reborn as Krishna in the Mahabharat era and Vali was reborn as Jara, the hunter. Jara accidently became the cause of Krishna’s death. Thus Ram’s debt to Vali was balanced!

For English medium students

Combat = દ્વંદ્વયુદ્ધ (dwandva yudhdh). Strength = શક્તિ (shakti). Invincible = અજેય (ajey). Challenge = લલકાર (lalakaar), પડકાર (padakaar).  Enraged = ક્રોધિત (krodhit). To Accept = સ્વીકારવું (swikaaravu), કબૂલવું (kabulavu). Defeat = પરાજય (paraajay). Forcefully = બળજબરી પૂર્વક (baljabari purvak). Search = શોધ (shodh). To Shoot = મારવું (maaravu). Behind = પાછળ (paachhal). To Allege = આરોપ મુકવો (aarop muka). To Betray = દગો કરવો (dago karavo). Misbehave = ખરાબ વર્તન (kharaab vartan). Righteous = સદાચારી (sadaachaari). Rule = નિયમ (niyam). Reason, Cause = કારણ (kaaran). Incident = બનાવ (banaav), ઘટના (ghatanaa). Era = યુગ (yug). Hunter = પારધી (paaradhi). Accidently = અજાણતાં (ajaanataa). Debt = ઋણ (run).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

દ્વંદ્વયુદ્ધ = Combat (કોમ્બટ). શક્તિ = Strength (સ્ટ્રેંગ્થ). અજેય = Invincible (ઇન્વિન્સીબલ). લલકાર, પડકાર = Challenge (ચેલિંજ). ક્રોધિત = Enraged (ઇન્રેજડ). કબુલવ = To Accept (ટુ અક્સેપ્ટ). બળજબરી પૂર્વક = Force fully (ફોર્સફૂલી). દરમ્યાન = Meantime (મીન ટાઈમ). શોધ = Search (સર્ચ). પાછળ = Behind (બિહાઇન્ડ). છુપાવું = To Hide (ટુ હાઈડ). પ્રહાર = Attack (અટેક). આક્ષેપ કરવો = To Allege (ટુ અલેજ). દગો કરવો = To Betray (ટુ બિટ્રે). દુર્વ્યવહાર = Misbehave (મિસ્બીહેવ). સદાચારી = Righteous (રાઈટ્યસ). નિયમ = Rule (રૂલ). નિમિત્ત = Cause (કોઝ). ઘટના = Incident (ઇન્સીડન્ટ). પુનર્જન્મ = Rebirth (રીબર્થ). પારધી = Hunter (હન્ટર). આકસ્મિક = Accidently (એક્સિડન્ટલી). કારણ = Cause (કોઝ). છાતી = Chest (ચેસ્ટ). ઋણ = Debt (ડેટ).


No comments: