કુંતીએ કાંટાળી જીન્દગીનું વરદાન માંગ્યું

કુંતીએ કાંટાળી જીન્દગીનું વરદાન માંગ્યું

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

પાંડવોના માતા કુંતી એ ભગવાન શ્રીકૃષ્ણના ફોઈ થાય. તેઓ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના બહેન હતા. કુંતીએ એમની જીન્દગીમાં ભાગ્યે જ સુખના દિવસો જોયા હતા. એમણે ઘણી યુવાન વયમાં જ એમના પતિ પાંડુને ગુમાવ્યા હતા. એમના પુત્રો પાંડવો સાથે એમણે અનેક વર્ષો વનવાસમાં વિતાવ્યા હતા.

દેખીતી રીતે જ શ્રીકૃષ્ણને એમના ફોઈ કુંતી માટે ઘણું દુ:ખ થતું. કારણકે તેઓ એમના સ્વજનો માટે કાંઈ પણ કરવા સમર્થ હતા તેમ છતાં એમના જ ફોઈને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. એક દિવસ એમણે ફોઈ કુંતીને કોઈ વરદાન માંગવા કહ્યું.

કુંતીએ શ્રીકૃષ્ણને કહ્યું, "કેશવ, મને જો સુખની જીન્દગી મળી જશે તો કદાચ હું સતત તમારું સ્મરણ ન કરું. જો તમે મને વરદાન આપવા માંગતા હો તો કંટક ભરી જીન્દગી આપો જેથી મુશ્કેલીઓ વચ્ચે હું હર પળ તમારું જ સ્મરણ કરતી રહું".

સામાન્ય રીતે આપણે આપણા સુખના દિવસોમાં ભગવાનને યાદ નથી કરતા હોતા. માત્ર મુશ્કેલીઓ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. કુંતી એમની જીન્દગીની એક પણ પળ શ્રીકૃષ્ણના સ્મરણ વિના કાઢવા નહોતા માંગતા એટલે જ એમણે મુશ્કેલીઓ વાળી જીન્દગીનું વરદાન માંગ્યું.

Kunti Seeks a Boon for a Life with Thorns

Pandavas’ mother Kunti was Lord Krishna’s aunt – his father Vasudev’s sister. Kunti had hardly seen happy days. She lost her husband Pandu at a very young age. She had to live in forests for many years with her sons – five Pandavas.

Naturally, Krishna felt sorry for his aunt as he was capable to do anything for his loved ones and still his aunt was facing so many troubles in her life. One day he asked his aunt Kunti to ask any boon as he can definitely help her.

Kunti told Krishna, “Keshav, if I will have a happy life, then I may not constantly remember you as my Lord. So if you want to give me a boon, then please give me a life full with thorns so I can remember you every moment of my life during all the troubles.”

Usually, we never remember God in happy days of our life. We remember God only during our troubles. Kunti did not want to lose even a single moment of her life without Lord Krishna’s thought so she asked him to give her a life full of troubles!

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Boon = વરદાન (vardaan). Thorns = કાંટા (kaantaa). Life = જીન્દગી (jindagi), જીવન (jivan). Mother = મા (maa), માતા (maataa). Lord = ભગવાન (bhagvaan). Father’s sister = ફઈ (fai), ફોઈ (foi). Hardly = ભાગ્યે જ (bhaagye j). Happy = સુખી (sukhi). Husband = પતિ (pati). Young = યુવાન (yuvaan). Age = વય (vay). Forest = જંગલ (jangal). Son = પુત્ર (putr). Sorry = દિલગીર (dilgir). Capable = સમર્થ (samartha). Trouble = મુશ્કેલી (mushkeli). Help = મદદ (madad). Constantly = સતત (satat). To Remember = યાદ કરવું (yaad karavu). Moment = ક્ષણ (kshan), પળ (pal). Thought = વિચાર (vichaar).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

વરદાન = Boon (બૂન). કાંટા = Thorns (થોર્ન્સ). કંટક = Thorn (થોર્ન).  જીન્દગી = Life (લાઈફ). માતા = Mother (મધર). પિતા = Father = (ફાધર). બહેન = Sister (સિસ્ટર). ફોઈ = Father’s sister. ભાગ્યે જ = Hardly (હાર્ડલી). સુખી = Happy (હેપ્પી). દુ:ખી = Unhappy (અનહેપ્પી). યુવાન = Young (યંગ). વય = Age (એજ). પતિ = Husband (હસબંડ). પુત્ર = Son (સન). સ્વજન = Relative (રીલેટીવ). સમર્થ = Capable (કેપબલ). મુશ્કેલી = Trouble (ટ્રબલ). સતત = Constantly (કોન્સ્ટન્ટલી). પળ, ક્ષણ = Moment (મોમેન્ટ). યાદ કરવું = To Remember (ટુ રીમેમ્બર). સ્મરણ = (રીમેમ્બરીંગ).



No comments: