રાવણના દસ માથાંની કથા

રાવણના દસ માથાંની કથા

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

રાવણ એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. એ મહાવિદ્વાન, ઉત્તમ રાજવી અને વીણા વાદનનો ઉસ્તાદ હતો. વિદ્યા મેળવ્યા બાદ, નર્મદા નદીને કિનારે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉગ્ર તપ કર્યું. ભગવાનને પ્રસન્ન કરવા રાવણે એનો પોતાનો શિરચ્છેદ કર્યો. દર વખતે એનો શિરચ્છેદ થતો ત્યારે એનું શિર ફરી આવી જતું. આવું દસ વખત બન્યું. અંતે શિવજી પ્રસન્ન થયા. રાવણે દસ વખત શિર બલિદાન કર્યું હતું એટલે શિવજીએ એને દસ માથાં આપ્યાં. હકીકતમાં આ દસ માથાં એટલે રાવણે છ શાસ્ત્રો અને ચાર વેદ પારંગત કર્યા હતા એ સૂચવે છે.

રાવણે પછી લંકા ઉપર વિજય મેળવ્યો. ત્યાર બાદ એ શિવને મળવા કૈલાશ ગયો. શિવના રક્ષક નંદીએ એને પ્રવેશ ન આપ્યો. આથી રાવણ ચિડાઈ ગયો અને એણે નંદીની સતામણી કરી. નંદીએ એને શ્રાપ આપ્યો કે એક વાનર એની લંકાનો નાશ કરશે! પોતાની શિવ પ્રત્યેની સમર્પિતતા સાબિત કરવા રાવણે કૈલાશ પર્વત ઉંચો કરવા પ્રયત્ન કર્યો. શિવે ગુસ્સે થઈને એમના પગનો અંગુઠો કૈલાશ ઉપર મુક્યો. રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો. આ એટલું બધું દર્દનાક હતું કે એની ચીસોથી આખું જગત હલી ઉઠ્યું.

શિવને પ્રસન્ન કરવા હવે રાવણે પોતાની નસ ખંચી કાઢી અને શિવની સ્તુતિ કરી. શિવે એને મુક્ત કર્યો અને એક તલવાર ભેટ આપી. શિવજીએ એને રાવણ એવું નામ આપ્યું જેનો અર્થ થાય છે "બિહામણી ગર્જના કરતી વ્યક્તિ".

Ravan’s Ten Heads

Ravan was a great devotee of Lord Shiva. He was a great scholar, an excellent ruler and a maestro of Veena (a musical instrument). Attaining education, Ravan underwent a severe penance to please Lord Shiva on the banks of river Narmada. Willing to please the Lord, Ravan cut his head. Each time that happened, the head grew back. This continued 10 times. At last Shiva was pleased. Shiva thus granted 10 heads to Ravan that he sacrificed. In fact these 10 heads indicate the six shastras and the four vedas that Ravan mastered.
After winning over Lanka, Ravan again went to meet Shiva in Kailash. Shiva’s guard Nandi denied him an entry. This annoyed Ravan and he teased Nandi. Nandi cursed him that his Lanka would be destroyed by a monkey! To prove his devotedness to Shiva, Ravan tried to lift Kailash. Angry Shiva placed his toe on the hill and Ravan’s hand crushed beneath it. This was so painful that his cry shook the world.
To please Shiva now, Ravan plucked out his nerves and played Shiva’s praise to which Shiva released him and gifted him a sword and gave him the name Ravan, which means “the one with terrifying roar”.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Great = મહાન (mahaan). Devotee = ભક્ત (bhakta). Scholar = વિદ્વાન (vidvaan). Excellent = ઉત્તમ (uttam). Ruler = શાસક (shaasak). Maestro = ઉસ્તાદ (ustaad) – Here the word is for Music’s maestro. Severe = ઉગ્ર (ugra). Penance = તપ (tap). To Please = પ્રસન્ન કરવું (prasann karavu). Bank of River = નદી કિનારો (nadi kinaro). To Cut = કાપવું (kaapavu). Head = માથું (maathu). To Grant = આપવું (aapavu). To Sacrifice = બલિદાન (balidaan). Guard = રક્ષક (rakshak). To Deny = ઇનકાર કરવો (inkaar karavo). Entry = પ્રવેશ (pravesh). To Annoy = ચીડવવું (chidavavu). To Tease = મશ્કરી કરવી (mashkari karavi). Curse = શ્રાપ (shraap). To Destroy = નાશ કરવો (naash karavo). To Prove = સાબિત કરવું (saabit karavu). Devotedness = સમર્પિતતા (samarpitataa). To Lift = ઊંચકવું (unchakavu). Toe = પગનો અંગુઠો (pag no angutho). Hill = પર્વત (parvat). Hand = હાથ (haath). To Crush = કચડવું (kachadavu). Beneath = હેઠળ (hethal), ની નીચે (ni niche). Painful = દુ:ખ દાયક (dukh daayak). To Pluck = ખેંચી કાઢવું (khenchi kaadhavu). Nerve = નસ (nas). Praise = સ્તુતિ (stuti). Gift = ભેટ (bhet). Sword = તલવાર (talvaar). Terrifying = ડરામણું (draamanu). Roar = ગર્જના (garjanaa).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ભગવાન = God (ગોડ), Lord (લોર્ડ). પરમ = Great (ગ્રેટ). ભક્ત = Devotee (ડેવટી). વિદ્વાન = Scholar (સ્કોલર). ઉત્તમ = Excellent (એક્સ્લંટ). રાજવી = King (કિંગ). ઉસ્તાદ = Maestro (માઈસ્ટ્રો). વિદ્યા = Education (એડ્યુકેશન). નદી કિનારો = River Bank (રીવર બેંક). પ્રસન્ન કરવું = To Please (પ્લીઝ). ઉગ્ર = Severe (સિવીઅર). તપ = Penance (પેનન્સ). શિર = Head (હેડ). બલિદાન = Sacrifice (સેક્રીફાઈસ). શાસ્ત્રો = Scripture (સ્ક્રીપ્ચર). વિજય = Victory (વિકટરી). રક્ષક = Guard (ગાર્ડ). પ્રવેશ = Entry (એન્ટ્રી). સતામણી = Harassment (હેરસ્મન્ટ). શ્રાપ = Curse (કર્સ). વાનર = Monkey (મંકી). નાશ કરવો = To Destroy (ટુ ડીસ્ટ્રોય). સમર્પિતતા = Devotedness (ડીવોટીડનેસ). સાબિત કરવું = To Prove (ટુ પ્રુવ). પ્રયત્ન કરવો = To Try (ટુ ટ્રાય). પગનો અંગુઠો = Toe (ટો). હાથ = Hand (હેન્ડ). દર્દનાક = Painful (પેઈનફૂલ). ચીસ = Loud Cry (લાઉડ ક્રાય). જગત = World (વર્લ્ડ). નસ = Nerve (નર્વ). ખંચી કાઢવું = To Pluck (ટુ પ્લક). તલવાર = Sword (સોર્ડ). અર્થ = Meaning (મિનીંગ). બિહામણ = Terrifying (ટેરીફાઈંગ). ગર્જના = Roar (રોર). સ્તુતિ = Praise (પ્રેઝ).



No comments: