ખોડ ખોડ દાળીયો દે

ખોડ ખોડ દાળીયો દે

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક છોકરો દાળિયા ઉછાળીને ખાતો હતો. એમાં એક દાળીયો ખોડ (છાપરા)માં પડ્યો.

છોકરો કહે, "ખોડ ખોડ, દાળીયો દે".

ખોડ કહે, "જા. નહીં દઉં".

છોકરો તો ઉપડ્યો સુથાર પાસે. એ સુથારને કહે, "સુથાર, સુથાર, ખોડ કાપ".

સુથાર કહે, "જા. નહીં કાપું”.

છોકરો તો ગયો રાજા પાસે. એ રાજાને કહે, "રાજા, રાજા, સુથારને દંડ દે".

રાજા કહે, "જા. નહીં દઉં".

છોકરો ગયો રાણી પાસે. છોકરો રાણીને કહે, "રાણી, રાણી, રાજાથી રિસાઈ જા".

રાણી કહે, "જા. નહીં રિસાઉં".

છોકરો ઉપડ્યો ઉંદર પાસે. એ ઉંદરને કહે, "ઉંદર, ઉંદર, રાણીના ચીર કાપ".

ઉંદર કહે, "જા. નહીં કાપું".

છોકરો ગયો બિલાડી પાસે. એ બિલાડીને કહે, "બિલાડી, બિલાડી, ઉંદરને માર".

બિલાડી કહે, "જા. નહીં મારું".

છોકરો ગયો કુતરા પાસે. એ કુતરાને કહે, "કુતરા, કુતરા, બિલાડીને માર".

કુતરો કહે,"જા. નહીં મારું".

છોકરો ગયો લાકડી પાસે. એ લાકડીને કહે, "લાકડી, લાકડી, કુતરાને માર".

લાકડી કહે, "જા. નહીં મારું".

છોકરો ઉપડ્યો આગ પાસે. એ આગને કહે, "આગ, આગ, લાકડીને બાળ".

આગ કહે, "જા. નહીં બાળું".

છોકરો ગયો પાણી પાસે. એ પાણીને કહે, "પાણી, પાણી, આગ બુઝાવ".

પાણી કહે, "જા. નહીં બુઝાવું".

છોકરો ગયો હાથી પાસે. એ હાથીને કહે, "હાથી, હાથી, પાણી સુકવ".

હાથી કહે, "જા. નહીં સુકવું".

છોકરો ઉપડ્યો મચ્છર પાસે. એ મચ્છરને કહે, "મચ્છર, મચ્છર, હાથીના કાનમાં બેસી જા".

મચ્છર તો હાથીના કાનમાં બેસવા લાગ્યું! હાથી કહે, "અરે! અરે! મારા કાનમાં ન બેસ. હું પાણી સુકવું છું".

પાણી કહે, "ના ભાઈ, મને સુકાવીશ નહીં. હું આગ બુઝાવું છું".

આગ કહે, "ના ના. મને બુઝાવશો નહીં. હું લાકડી બાળું છું".

લાકડી કહે, "ના મને બાળીશ નહીં. હું કુતરાને મારું છું".

કુતરો કહે, "ના ભાઈ, મને મારશો નહીં. હું બિલાડીને મારીશ".

બિલાડી કહે, "ના મને ન મારશો. હું ઉંદરને મારું છું".

ઉંદર કહે, "ના ના. હું રાણીના ચીર કાપીશ".

રાણી કહે, "ના ભાઈ, ચીર ન કાપીશ. હું રાજાથી રિસાઉં છું". રાજા રાણીને કહે, "ના રિસાઈશ નહીં. હું સુથારને દંડ દઈશ".

સુથાર કહે, "ના ના. હું ખોડ કાપી આપીશ". ખોડ કહે, "ના મને ન કાપીશ. હું છોકરાને એનો દાળીયો આપું છું".

છોકરાને એનો દાળીયો મળી ગયો!

A Village Boy’s Gram

A village boy was eating grams in his compound. He was throwing gram in the air and then catching it in his mouth. One piece of gram fell on the wooden roof of his house.

The boy asked the wood, “Give back my gram”.

The wood told him, “No. I will not give you your gram”.

The boy went to the carpenter and asked him to cut the wood.

The carpenter said, “No. I will not cut the wood”.

Then the boy went to the king and asked him to punish the carpenter.

The king said, “No. I will not punish the carpenter”.

The boy went to the queen and asked her to stop talking to the king.

The queen said, “No. I will not stop talking to the king”.

The boy went to the mouse and asked him to cut queen’s clothes.

The mouse said, “No. I will not cut the queen’s clothes”.

Then the boy went to the cat and asked her to kill the mouse.

The cat said, “No. I will not kill the mouse”.

The boy went to the dog and asked him to bite the cat.

The dog said, “No. I will not bite the cat”.

Then the boy went to the stick and asked to beat the dog.

The stick said, “No. I will not beat the dog”.

The boy went to the fire and asked to burn the stick.

The fire said, “No. I will not burn the stick”.

The boy went to the water and asked to extinguish the fire.

The water said, “No. I will not extinguish the fire”.

Now the boy went to the elephant and asked him to dry the water.

The elephant said, “No. I will not dry the water”.

The boy went to the mosquito and asked him to sit in the elephant’s ear.

The mosquito said, “Oh Yes! I will sit in the elephant’s big ear”.

Now the elephant got afraid and told the boy, “No. No. Please stop the mosquito to sit in my ear. I will dry the water”.

Hearing this, water said, “No. No. Please don’t dry me. I will extinguish the fire”.

The fire got afraid and said, “No. No. Please don’t extinguish me. I will burn the stick”.

The stick said, “No. No. Please don’t burn me. I will beat the dog”.

The dog said, “No. No. Please don’t beat me. I will bite the cat”.

The cat said, “No. No. Please don’t bite me. I will kill the mouse”.

The mouse got afraid and said, “No. No. Please don’t kill me. I will cut the queen’s clothes”.

The queen said, “No. No. Please don’t cut my clothes. I will stop talking to the king”.

The king said, “Please don’t stop talking to me. I will punish the carpenter”.

The carpenter said, “No. No. Please don’t punish me. I will cut the wood”.

Now the wood of the boy’s house roof was afraid. The wood told the boy, “No. No. Please don’t cut me. I am giving back your gram”.

The boy got back his gram and started throwing in the air, catching in the mouth and eating with fun!


For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Village = ગામ (Gaam). One = એક (Ek). Boy = છોકરો (Chhokaro). Grams = દાળિયા (Daaliyaa). A Gram = દાળીયો (Daaliyo). Roof = ખોડ (Khod) Or છાપરા (Chhapara). Carpenter = સુથાર (Suthaar). To Cut = કાપવું (Kaapavu).  Wood = લાકડું (Laakadu). King = રાજા (Raaja). Punishment = દંડ (Dand) Or સજા (Sajaa). Queen = રાણી (Raani). Mouse = ઉંદર (Undar). Cloth = ચીર (chir) Or કાપડ (Kaapad). Cat = બિલાડી (Bilaadi). Dog = કુતરો (kutaro). Stick = લાકડી (Laakadi). Fire = આગ (Aag). To Burn = બાળવું (Baalavu). Water = પાણી (Paani). To Extinguish = બુઝાવું (Buzaavu). Elephant = હાથી (Haathi). To Dry = સૂકવવું (Sukavavu). Mosquito = મચ્છર (Machchhar). Ear = કાન (Kaan). To Sit = બેસવું (Besavu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગામ = Village (વિલેજ). એક = One (વન). છોકરો = Boy (બોય). દાળિયા = Grams (ગ્રામ્સ). દાળીયો = Gram (ગ્રામ). ખોડ અથવા છાપરા = Roof (રૂફ). સુથાર = Carpenter (કાર્પેન્ટર). કાપવું = To Cut (ટુ કટ).  લાકડું = Wood (વુડ). રાજા = King (કિંગ). દંડ અથવા સજા = Punishment (પનીશમેન્ટ). રાણી = Queen (ક્વીન). ઉંદર = Mouse (માઉસ). ચીર અથવા કાપડ = Cloth (ક્લોથ). બિલાડી = Cat (કેટ). કુતરો = Dog (ડોગ). લાકડી = Stick (સ્ટીક). આગ = Fire (ફાયર). બાળવું = To Burn (ટુ બર્ન). પાણી = Water (વોટર). બુઝાવું = To Extinguish (ટુ એક્ષ્ટિંગવીશ). હાથી = Elephant (એલીફન્ટ). સૂકવવું = To Dry (ટુ ડ્રાય). મચ્છર = Mosquito (મોસ્કીટો). કાન = Ear (ઈયર). બેસવું = To Sit = (ટુ સીટ).


No comments: