મોનુ સાત સમંદર પાર ગયો અને દુનિયાની
અજાયબીઓ જોઈ આવ્યો
મોનુ
નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે
જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી
રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને
ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું
વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.
એક
દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું
જુલ્લુ એક જીન બની ગયું છે!
જુલ્લુ
મોનુને કહે ,
"ચાલ
તને દરિયા પારની મુસાફરી કરાવું અને વિશ્વના ખંડો-દેશો બતાવું.”
જુલ્લુ
કહે,
"ચાલ, પાણીના ઝરા
ઉપરથી કુદીને વિવિધ ખંડોમાં જઈએ".
જુલ્લુ
મહાસાગરોને પાણીના ઝરા કહેતું હતું! જુલ્લુએ મોનુને હિંદી મહાસાગર (ઇન્ડિયન ઓસન), પ્રશાંત મહાસાગર (પેસિફિક ઓસન) અને
એટલાન્ટીક મહાસાગર બતાવ્યા. એશિયા, આફ્રિકા, ઉત્તર
અમેરિકા,
દક્ષિણ
અમેરિકા,
યુરોપ, ઓસ્ટ્રેલીયા
અને એન્ટારટીકા ખંડો બતાવ્યા.
એશિયા
ખંડમાં ભારત,
પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઇલેન્ડ, સિંગાપોર, અખાતના દેશો (એરેબીયા), ઈરાન, ઈરાક, ઉત્તર-દક્ષિણ
કોરિયા જેવા દેશો જોયા. ચીન એ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો
દેશ છે.
ભારત
એ પછી બીજે નંબરે છે.
જુલ્લુએ
મોનુને એશિયા ખંડમાં આવેલી દુનિયાની કેટલીક અજાયબીઓ બતાવી. ચીનની
પ્રસિદ્ધ દીવાલ બતાવી. ચીનના જંગલોમાં પાન્ડા નામનું મશહુર પ્રાણી
જોયું.
ભારતમાં
તાજ મહાલ બતાવ્યો. ભારતમાં ગુજરાતમાં ગીરના સિંહ જોયા. આસામમાં
ગેંડા,
હાથીઓ
જોયા.
મધ્ય
પ્રદેશમાં અને બંગાળમાં વાઘ જોયા. દુબઈનો બુર્જ ખલીફા ટાવર બતાવ્યો જે
દુનિયાની હાલની સૌથી ઉંચી ઈમારત છે. એની ઉંચાઈ ૮૩૦ મીટર છે. દુબઈમાં ઘણી
જ ઝાકઝમાળ છે.
ત્યાં
અને અખાતી દેશોમાં ઘણા ગુજરાતીઓ-ભારતીયો વસ્યા છે. મલેશિયાના
પાટનગર કુઆલાલુમ્પુરમાં જગ મશહુર પેટ્રોન ટાવર બતાવ્યા. જાપાન દેશની
સફર કરાવી.
જાપાનને
ઉગતા સૂર્યનો દેશ કહે છે. ત્યાંની પ્રજા ખુબ જ ઉદ્યમી છે.
પછી
તેઓ યુરોપ ખંડની સફરે ગયા. યુરોપ એક એવો અલાયદો ખંડ છે જે દરેક
બાજુએથી મહાસાગરથી નથી ઘેરાયેલો! યુરોપ ખંડમાં યુનાઈટેડ કિંગડમ (બ્રિટન), ઇટાલી, સ્વીડન, સ્વીટઝરલેન્ડ, બેલ્જીયમ, ફ્રાંસ, ગ્રીસ, જર્મની, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્પેન, ખ્રિસ્તી
ધર્મનું પવિત્ર સ્થળ વેટિકન સીટી જોયા. બ્રિટનમાં લંડન
શહેરની સફર કરી.
બકિંગહામ
પેલેસ વિ.
સ્થળો
જોઇને ભારતની આઝાદી સાથેની ઘટનાઓને યાદ કરી.
ફ્રાન્સના
પેરિસમાં જગ વિખ્યાત એફિલ ટાવર જોયો. ઇટાલીમાં પિસાનો ઢળતો
ટાવર જોયો.
પ્રાચીન
ગ્રીસ -
એથેન્સની
સંસ્કૃતિ જોઇને મહાન સોક્રેટીસને યાદ કર્યા. આલ્પ્સની
પર્વતમાળા જોઈ.
ઇટાલીના
વેનિસમાં પાણીમાં ફરવાની મજા માણી. વેનિસમાં ૧૧૮ નાના ટાપુઓ છે જે ઘણી
નહેરો વચ્ચે આવેલા છે અને જુદા જુદા પૂલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. મોનુએ એક ખાસ
બાબત નોંધી કે યુરોપમાં ઘણા ઘરોમાં લોકો બિલાડી પાળે છે!
પછી
તેઓ આફ્રિકા ખંડ જોવા ગયા. આફ્રિકા ખંડ
ઘણા બધા નાના દેશોનો સમૂહ છે. ઈજીપ્ત, ઈથિયોપિયા, કેન્યા, નાઇજીરીયા, સાઉથ આફ્રિકા, સુદાન, યુગાન્ડા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વે
જેવા દેશો છે.
આફ્રિકન
સફારી તો પ્રાણીઓ જોવા માટેનું જગતનું અત્યંત મશહુર સ્થળ છે. મોનુએ ત્યાં
આફ્રિકન સિંહ,
વિશાળકાય
હાથીઓ,
ગેંડા
વિ.
પ્રાણીઓ
જોયા.
ત્યાર
બાદ ઈજીપ્ત જઈને પ્રાચીન સંસ્કૃતિના પીરામીડ જોયા. ઝામ્બીયા અને
ઝીમ્બાબ્વેની સરહદે ઝામ્બેઝી નદી પર આવેલ વિખ્યાત વિક્ટોરિયા ધોધ જોયો. આફ્રિકામાં
ગાઢ જંગલો અને રણ છે. ગાઢ જંગલોને લીધે આફ્રિકા "અંધારો" ખંડ કહેવાતો. વર્ષો પહેલા
ઘણા ગુજરાતીઓ આફ્રિકામાં વેપાર અર્થે ગયા હોવાથી ત્યાં ગુજરાતી સંસ્કૃતિ પણ જોવા
મળે છે.
મોનુને
ત્યાં ગુજરાતી ભાષામાં પણ વ્યવહાર થતો જોવા મળ્યો એટલે એ તો ખુબ જ રાજી રાજી થઇ
ગયો.
મહાત્મા
ગાંધીજીએ આફ્રિકામાંથી જ સત્યાગ્રહની લડત શરુ કરી હતી એટલે મોનુ તો પૂ.બાપુનું કર્મ
સ્થળ જોઇને ભાવ વિભોર થઇ ગયો.
ત્યાર
બાદ જુલ્લુ મોનુને ઉત્તર અમેરિકા ખંડ જોવા લઇ ગયું. ઉત્તર
અમેરિકામાં યુ.એસ.એ. (યુનાઈટેડ
સ્ટેટ્સ ઓફ અમેરિકા),કેનેડા જેવા અતિ સમૃદ્ધ દેશો આવેલા છે. ઉપરાંત
મેક્સિકો,
ક્યુબા, બાર્બાડોસ, જમૈકા, હેઈતી, ટ્રીનીદાદ એન્ડ ટોબેગો જેવા ટાપુઓના સમૂહ પણ
છે.
અમેરિકા
તો અત્યંત સમૃદ્ધિથી છલકાતો દેશ હોવાથી ઘણા ગુજરાતીઓ અને ભારતીયો ત્યાં વસવાટ કરવા
જાય છે. મોનુએ ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું
જે સ્વતંત્રતાની દેવી ગણાય છે. મશહુર એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોયું. ૧૧
સપ્ટેમ્બરના કમનસીબ હુમલામાં જમીનદોસ્ત થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યાએ જઈને
મોનુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. જુલ્લુ અને મોનુએ વિખ્યાત નાયેગ્રા ધોધ
જોયો.
સાન
ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ બ્રીજ જોયો. ગ્રાન્ડ કેન્યોન જોઈ. ગ્રાન્ડ
કેન્યોન એ ખડકોનો સમૂહ છે. ગ્રાન્ડ કેન્યોનમાં તળિયે આવેલ ખડક
લગભગ ૨ કરોડ વર્ષ જુના હોવાનું તારણ છે! પછી જુલ્લુ મોનુને
નાના મોટા સૌની "સ્વપ્ન નગરી" ડીઝની લેન્ડ
જોવા લઇ ગયું.
મોનુએ
આ સ્વપ્ન નગરીમાં મન ભરીને મજા માણી. બાળકોના પ્રિય મિકી
માઉસ,
ડોનાલ્ડ
ડક વિ.
સાથે
ખુબ મસ્તી કરી.
જાત
જાતના રોલર કોસ્ટરમાં બેઠો અને ગમ્મત સાથે જ્ઞાન આપે એવા અસંખ્ય આકર્ષણો જોયા. એટલાન્ટીક
મહાસાગરમાં સહેલ કરીને મોટી વિશાળકાય વ્હેલ જોઈ. બર્ફીલા
પહાડોમાં જઈને બાળકોના માનીતા સાન્તાક્લોઝના હરણો (રેન ડીયર) જોયા.
પછી
જુલ્લુ મોનુને દક્ષિણ અમેરિકા જોવા લઇ ગયું. દક્ષિણ
અમેરિકામાં બ્રાઝીલ, આર્જેન્ટીના, પેરુ, વેનેઝુએલા, કોલમ્બિયા
જેવા દેશો આવેલા છે. બ્રાઝીલ, આર્જેન્ટીના
તો ફૂટબોલની રમત માટે જગ વિખ્યાત છે. દક્ષિણ અમેરિકામાં
પનામા કેનાલ આવેલી છે જે આશરે ૭૭ કી.મી. (૪૮ માઈલ) લાંબો
જળમાર્ગ છે.
પનામા
કેનાલ મારફતે એટલાન્ટીક અને પેસિફિક મહાસાગર વચ્ચે વહાણો અવરજવર કરે છે. આ કેનાલ ન
હોય તો દક્ષિણ ધ્રુવ વટાવીને
મુસાફરી કરવી પડે! આને લીધે
લગભગ ૧૨૮૭૫ કી.મી. (૮૦૦૦ માઈલ)ની મુસાફરી
બચાવી શકાઈ છે!
બ્રાઝીલના
રીઓ-દ-જેનેરિયોમાં
ખ્રિસ્તની ૩૮ મીટર (૧૦૫ ફૂટ) ઉંચી પ્રતિમા
છે.
પેરુમાં
પ્રાચીન સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમુનો "માચુ પીચ્છુ" આવેલ છે. દક્ષિણ
અમેરિકામાં મોટા અજગર - એન્કોંડા જોયા. પીરાન્હા
માછલીઓ જોઈ.
ત્યાર
બાદ જુલ્લુ મોનુને ઓસ્ટ્રેલીયા જોવા લઇ ગયું. ઓસ્ટ્રેલીયા
ખંડમાં ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ફીજી જેવા
દેશો આવેલા છે.
જુલ્લુ
મોનુને ઓસ્ટ્રેલીયામાં "ગ્રેટ બેરીયર રીફ" જોવા લઇ ગયું. જયાં
પરવાળાના ખડકોની હારમાળા છે. "ગ્રેટ બેરીયર રીફ" એ દુનિયામાં
આવેલી કુદરતની સૌથી મોટી જીવંત રચના છે. સિડની શહેરમાં ઓપેરા
હાઉસ જોયું.
શાહમૃગ
પક્ષી ઓસ્ટ્રેલીયાનું રહેવાસી છે. શાહમૃગ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે. એના ઈંડાં પણ
સૌથી મોટા હોય છે. એની દોડવાની ઝડપ પણ સૌથી વધારે છે. શાહમૃગ કલાક
ના ૯૭ કી.મી.ની ઝડપે દોડી
શકે છે.
ઈમુ
પક્ષી પણ ઓસ્ટ્રેલીયાનું છે જે લગભગ ૨ મીટર ઊંચું હોય છે અને તે ઉડી શકતું નથી. ઓસ્ટ્રેલીયામાં
કાંગારૂ હોય છે.
માદા
કાંગારૂ પેટની કોથળીમાં બચ્ચાને રાખતી હોય છે.
જુલ્લુ
મોનુને એન્ટારટીકા ખંડ જોવા પણ લઇ ગયું. દક્ષિણ ગોળાર્ધમાં
એન્ટારટીકા ખંડ આવેલો છે. એન્ટારટીકા ખંડ સૌથી ઠંડો, સુકો અને તેજ
પવનો વાળો પ્રદેશ છે. ત્યાં મનુષ્યોનો કોઈ કાયમી વસવાટ નથી. પરંતુ જુદા
જુદા દેશોના વૈજ્ઞાનિકો સંશોધન કરવા આવતા હોય છે જેના માટે સંશોધન પ્રયોગશાળાઓ
બનાવેલી છે.
પેંગ્વિન, બ્લ્યુ વ્હેલ, સીલ એ
એન્ટારટીકા ખંડના રહેવાસીઓ છે. પેંગ્વિન ઉડી નથી શકતાં. એ સમૂહમાં
રહેનારા છે.
તેઓ
હજારોની સંખ્યામાં જોડાં બનાવીને મોટા સમૂહમાં રહેતાં હોય છે. આ સજીવોની
વસ્તી વિલુપ્ત ન થઇ જાય
એના માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
આમ
મોનુએ એના સપનામાં જુલ્લુ સાથે સાત સમંદર પારની સફર કરીને જુદા જુદા ખંડોના દેશો
જોયા,
ત્યાંની
અજાયબીઓ જોઈ અને વિવિધ જીવસૃષ્ટિ જોઈ.
અંગ્રેજી શીખવા
માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે)
અજાયબી = Wonder (વન્ડર).
દરિયો, સમુદ્ર = Sea (સી). મુસાફરી = Travel (ટ્રાવેલ). વિશ્વ = World (વર્લ્ડ). ખંડ = Continent(કોન્ટીનન્ટ). ઝરો = Stream (સ્ટ્રીમ). મહાસાગર = Ocean (ઓસન).વસ્તી = Population (પોપ્યુલેશન). પ્રસિદ્ધ = Famous (ફેમસ). દીવાલ = Wall (વોલ). સિંહ = Lion (લાયન). ગેંડો = Rhino (રીનો) હાથી = Elephant (એલીફન્ટ). વાઘ = Tiger (ટાઈગર).પાટનગર = Capital City (કેપિટલ સીટી). ઉદ્યમી = Hard Working (હાર્ડ વર્કિંગ).
અલાયદો (જુદો પડતો) = Different (ડીફરન્ટ).
ટાપુ
= Island (આઇલેન્ડ).
નહેર = Canal (કેનાલ).પ્રાચીન = Ancient (એન્સીઅન્ટ). સંસ્કૃતિ = Culture (કલ્ચર).સમૃદ્ધ = Wealthy (વેલ્ધી). સ્વપ્ન નગરી = Dream City (ડ્રીમ સીટી). જળમાર્ગ = Water Way (વોટર વે). વહાણ = Ship (શીપ).ધ્રુવ = Pole (પોલ). પ્રતિમા = Idol (આઇડોલ). સ્થાપત્ય = Architecture (આર્કિટેક્ચર).પરવાળું = Coral (કોરલ). કુદરત = Nature (નેચર). જીવંત = Live (લાઈવ). રચના = Creation (ક્રિએશન). શાહમૃગ = Ostrich (ઓસ્ટ્રીચ). ઈંડું = Egg (એગ). ઈંડાં = Eggs (એગ્સ). ઠંડો = Cold (કોલ્ડ).
સુકો = Dry (ડ્રાય). તેજ પવન = Sever Wind (સિવિયર વિન્ડ). પ્રદેશ = Region (રીજીયન).મનુષ્યો = People (પીપલ). કાયમી = Permanent (પરમેનન્ટ). વસવાટ = Residence (રેસિડન્સ).વૈજ્ઞાનિક = Scientist (સાઈન્ટીસ્ટ). સંશોધન = Research (રીસર્ચ). પ્રયોગશાળા = Laboratory (લેબોરેટરી). વિલુપ્ત = Extinguished (એક્સટિંગવિસેડ).
તકેદારી = Precaution (પ્રીકોશન).
No comments:
Post a Comment