રાવણ પરના વિજયમાં અંગદની મહત્વની ભૂમિકા

રાવણ પરના વિજયમાં અંગદની મહત્વની ભૂમિકા

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

લંકાના યુદ્ધમાં માત્ર રાવણ જ રામ અને એમની વાનરસેના સામે યુદ્ધ કરવા હયાત રહ્યો ત્યારે એણે પોતાના વિજય માટે એક યજ્ઞનું આયોજન કર્યું. રામ જાણતા હતા કે રાવણ એનો આ યજ્ઞ છોડી ન શકે. રામે વાલીના પુત્ર અંગદને આ યજ્ઞને અપવિત્ર કરી એનો નાશ કરવા કહ્યું.
અંગદ એની વાનરસેના લઈને રાવણના મહેલમાં ગયો. ત્યાં એમણે હિંસાચાર કરી દીધો. છતાં રાવણ પર એની કોઈ જ અસર ન થઇ. રાવણનું ધ્યાન દોરવા અને એને યજ્ઞ છોડવા મજબુર કરવા માટે અંગદ રાવણની પત્ની મંદોદરીને વાળથી પકડીને રાવણ સામે ઢસડી લાવ્યો.
તેમ છતાં રાવણનું ધ્યાન દેવોને પ્રસન્ન કરવા યજ્ઞમાં જ હતું. આથી મંદોદરીએ એને મદદ માટે આજીજી કરી. મંદોદરીએ એને ટોણો માર્યો કે રામ એમની પત્ની માટે શું કરે છે તે જુવો! (રામે તો સીતા માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું). આથી રાવણ યજ્ઞ છોડવા મજબુર બન્યો. આમ એનો યજ્ઞ પૂરો ન થયો અને યજ્ઞ કરી રામને હરાવવાની એની ઈચ્છા ન ફળી.


Angad’s Role in the Final Victory over Ravan
When only Ravan was left to battle with Ram and his army of monkeys, Ravan organised a Yagna for his victory. Ram knew that Ravan could not leave the Yagna. Ram asked Vali’s son Angada to impure and extinguish the Yagna.

Angada went to Ravan’s palace with his group of monkeys. They created mayhem there but Ravana was indifferent to this. In order to get Ravan’s attention and make him leave the Yagna, Angad dragged Ravan’s wife Mandodari by pulling her hair and brought her in front of Ravan.
When Ravan still continued the Yagna, pleasing the Gods, Mandodari pleaded Ravan to help her. She even taunted to Ravan mentioning what Ram was doing for his wife! (Ram was fighting Ravan to save Sita). This made Ravan leave the Yagna and thus he could not finish it. His desire to defeat Ram did not fulfill.

For English medium students

Army = લશ્કર (lashkar). To Organise = આયોજન કરવું (aayojan karavu). Victory = વિજય (vijay). To Leave = છોડવું (chhodavu). Impure = અપવિત્ર (apavitra). To Extinguish = હોલાવવું (holavavu). Palace = મહેલ (mahel). Mayhem = હિંસાચાર (hinsaachaar). Attention = ધ્યાન (dhyaan). To Drag = ઢસડવું (dhasadavu). To Pull = ખેંચવું (khenchavu). Hair = વાળ (vaal). To Continue = ચાલુ રાખવું (chaalu rakhavu). To Plead = આજીજી કરવી (aajiji karavi). To Taunt = ટોણો મારવો (tono maaravo).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

સેના = Army (આર્મી). હયાત = Survived (સર્વાઈવ્ડ). વિજય = Victory (વિકટરી). આયોજન કરવું = To Organize (ટુ ઓર્ગેનાઈઝ). છોડવું = To Leave (ટુ લીવ). અપવિત્ર = Impure (ઇમ્પ્યુઅર). મહેલ = Palace (પેલેસ). હિંસાચાર = Mayhem (મેહેમ). ધ્યાન = Attention (અટેન્શન). વાળ = Hair (હેઅર). ઢસડવું = To Drag (ટુ ડ્રેગ). આજીજી કરવી = To Plead (ટુ પ્લીડ). ટોણો મારવો = To Taunt (ટુ ટોન્ટ).


No comments: