રામ રાવણ યુદ્ધ માટે શુર્પણખા જવાબદાર બની
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
રામાયણના ઘણા વૃત્તાંત મળે છે. કેટલાક વૃત્તાંત મુજબ
રાવણની બહેન શૂર્પણખાને (જેનું અસલ નામ મીનાક્ષી હતું) રામ પ્રત્યે આકર્ષણ હોવાથી એ
રામ પાસે ગઈ હતી પરંતુ રામ તો સીતા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એટલે એમણે એને જાકારો
આપ્યો. પરંતુ ઘણા વૃત્તાંત અનુસાર શૂર્પણખા રામના પ્રેમમાં નહોતી પડી.
કેટલાક વૃત્તાંત મુજબ શૂર્પણખા દુષ્ટબુદ્ધિ નામના
રાક્ષસને પરણી હતી. શરૂઆતમાં તો દુષ્ટબુદ્ધિએ રાવણ સાથે સારા સંબંધો રાખ્યા. પણ
પછીથી એ વધારે સત્તા માંગવા માંડ્યો. આથી રાવણે દુષ્ટબુદ્ધિનો વધ કરી નાંખ્યો.
શૂર્પણખા એના પતિના મૃત્યુનો બદલો લેવા માંગતી હતી.
શૂર્પણખાને ખ્યાલ હતો કે રાવણનો વધ કરી શકે એવા શક્તિશાળી તો માત્ર રામ જ છે. આથી
એ રામ અને લક્ષ્મણ પાસે ગઈ. એણે લક્ષ્મણ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એટલે
લક્ષ્મણે એનું નાક કાપી નાંખ્યું. આનાથી ગુસ્સે થયેલા રાવણે સીતાનું અપહરણ કર્યું.
જો શૂર્પણખાએ એના ભાઈ રાવણ સામે બદલો લેવાનું ન
વિચાર્યું હોત તો કદાચ રામ-રાવણ વચ્ચે યુદ્ધ ન થયું હોત!
Soorpnakha was Behind Ram Ravan War
We have many versions of Ramayan. Some versions of Ramayan mention that Ravan’s
sister Soorpnakha (her real name was Minaxi) approached Ram because she had
attraction towards him, but was rejected as Ram was committed to Sita. But many
other versions of Ramayan mention that Soorpnakha had no romantic interest in
Ram.
Some other versions suggest that Soorpnakha was first married to a demon
Dushtabuddhi. Initially Dushtabuddhi maintained good relations with Ravan but
then he started demanding more power. So Ravan killed Dushtabuddhi. Now
Soorpnakha wanted to take a revenge of her husband’s death. Soorpnakha realised
that Ram could be the only person powerful enough to kill Ravan. So she
approached Ram and Laxman. When she proposed to marry Laxman, he chopped her
nose. This angered Ravan and he abducted Sita.
If Soorpnakha would not have decided to take a
revenge against her brother Ravan, perhaps there might not have been Ram Ravan
battle!
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
Version = વૃત્તાંત (vruttant).
Attraction = આકર્ષણ (aakarshan). To
Reject = અસ્વીકાર કરવો (asvikaar karavo).
Committed = પ્રતિબદ્ધ (pratibadhdh).
Demon = રાક્ષસ (raakshas). Relation =
સંબંધ (sambandh). To Demand = માંગણી કરવી (maangani karavi). Power = સત્તા (sattaa). Revenge = બદલો (badalo).
Powerful = શક્તિશાળી (shaktishaali).
To Approach = ની પાસે જવું (ni paase javu).
Proposal = દરખાસ્ત (darkhaast), પ્રસ્તાવ
(prastaav). To Marry = લગ્ન કરવા (lagna karava). To Chopp = કાપવું (kaapavu). Nose = નાક (naak). Abduction = અપહરણ (apaharan).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
વૃત્તાંત = Version (વર્શન). આકર્ષણ = Attraction (અટ્રેક્શન).
પ્રતિબદ્ધ = Committed (કમિટેડ). જાકારો
આપવો = To Reject (ટુ રીજેક્ટ). રાક્ષસ
= Demon (ડીમન). સંબંધ = Relation (રીલેશન). સત્તા = Power (પાવર). માંગ = Demand (ડીમાન્ડ). શક્તિશાળી = Powerful (પાવરફૂલ). લગ્ન = Marriage (મેરેજ). લગ્ન કરવા = To Marry (ટુ મેરી). પ્રસ્તાવ કરવો = To Propose (ટુ પ્રપોઝ). પ્રસ્તાવ = Proposal (પ્રપોઝલ). નાક = Nose (નોઝ).
કાપવું = To Chop (ચોપ). અપહરણ =
Abduction (અબ્ડકશન).
No comments:
Post a Comment