મોનુએ દુનિયાની
વિશેષતાઓ જોઈ
મોનુ
નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે
જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી
રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને
ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું
વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.
એક
દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું
જુલ્લુ એક જીન બની ગયું છે!
જુલ્લુ
એને કહે,
"બોલ
મોનુ,
તારે
દુનિયામાં શું શું જોવું છે?".
મોનુએ
જુલ્લુંને કહ્યું કે, "મારે દુનિયાના પર્વતો, નદીઓ, જંગલો જોવા
છે."
જુલ્લુ
કહે કે,
"ચાલ,તૈયાર થઇ જા. હું તને આ
બધું બતાવું!"
પછી
મોનુ જુલ્લુ સાથે દુનિયા જોવા ઉપડયો.
જુલ્લુ
સાથે એણે ઊંચો કુદકો લગાવ્યો અને એ સીધો જ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી ગયો! એને તરત જ
યાદ આવ્યું કે માઉન્ટ એવરેસ્ટ એ હિમાલયની પર્વતમાળામાં આવેલું દુનિયાનું સૌથી
ઊંચું શિખર છે જે સમુદ્રની સપાટીથી ૮૮૪૮ મીટર એટલે કે લગભગ ૨૯૦૨૯ ફીટની ઊંચાઈએ
આવેલું છે.
એવરેસ્ટ
પરથી મોનુને હિમાલયની પર્વતમાળાઓ જોવાની બહુ જ મજા પડી ગઈ!
ત્યાર
બાદ જુલ્લુ મોનુને નાઈલ નદીની સહેલ કરવા લઇ ગયું! એમણે નાઈલ
નદીમાં હોડીમાં બેસીને સહેલ કરી! નાઈલ નદી એ દુનિયાની સૌથી લાંબી નદી છે. એની લંબાઈ
૬૮૫૩ કી.મી. એટલે કે લગભગ
૪૨૫૮ માઈલ છે.
નાઈલ
નદી સુદાન દેશના ખાર્ટુમ પાસેથી નીકળે છે અને દુનિયાના ૧૧ દેશોમાં થઈને વહે છે. આમ નાઈલ નદી
એ એક "વૈશ્વિક નદી" છે. નાઈલ નદી
ઈજીપ્તમાં થઈને ભૂમધ્ય સમુદ્રમાં મળે છે.
પછી
જુલ્લુ મોનુને કહે કે,"તારે રેતીના ઢગલા જોવા છે?".
મોનુ
કહે,
"હા, હવે ક્યાં લઇ
જઈશ?"
જુલ્લુ
મોનુને સહરાનું રણ જોવા લઇ ગયું. સહરાનું રણ દુનિયાનું સૌથી મોટું રણ છે
જે આફ્રિકાનો લગભગ ત્રીજો ભાગ રોકે છે.
પછી
જુલ્લુ મોનુને એમેઝોનનું વરસાદી જંગલ જોવા લઇ ગયું. એમેઝોનનું
જંગલ દુનિયાનું સૌથી વિશાળ વરસાદી જંગલ છે. વરસાદી
જંગલોમાં ૧૦૦ ઇંચ થી ૨૦૦ ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે. આ જંગલોમાં ઘણાં જ ઊંચાં વૃક્ષો થતાં હોય છે
જે સૂર્યપ્રકાશને લગભગ રોકી જ લે છે. સામાન્ય જંગલોમાં
સૂર્યપ્રકાશ મળતો હોય છે.
જુલ્લુએ
મોનુને પૂછ્યું "તારે દુનિયાના સૌથી મોટા પાણીના ધોધ પરથી
પાણીમાં ભૂસકો મારવો છે?"
મોનુ
તો તૈયાર જ હોય ને?
બંને
સૌથી મોટા ધોધ "નાયેગ્રા
ફોલ્સ"
ગયા. નાયેગ્રા
ફોલ્સ એ અમેરિકા અને કેનેડા દેશની સરહદે આવેલો છે. નાયેગ્રા નદી
પર લેક એરી (એરી તળાવ) અને લેક
ઓન્ટેરીઓ (ઓન્ટેરીઓ
તળાવ)ના પાણી
ભેગાં થઈને ધોધ સ્વરૂપે નીચે ખાબકે છે.
ત્યાંથી
બંને અમેરિકાના એરિઝોનામાં આવેલા ગ્રાન્ડ કેન્યોન જોવા ગયા. ગ્રાન્ડ
કેન્યોન એ ખડકોનો સમુહ છે. તે લગભગ ૨૭૭ માઈલ્સ (૪૪૬ કિ.મી.) લંબાઈ ધરાવે
છે અને ૬૦૦૦ ફીટ (૧૮૦૦ મીટર)ની ઊંડાઈ
ધરાવે છે.
ગ્રાન્ડ
કેન્યોનમાં તળિયે આવેલ ખડક લગભગ ૨ કરોડ વર્ષ જુના હોવાનું તારણ છે!
ત્યાર
બાદ જુલ્લુ મોનુને ઓસ્ટ્રેલિયામાં "ગ્રેટ બેરીયર રીફ" જોવા લઇ ગયું. જયાં
પરવાળાના ખડકોની હારમાળા છે. "ગ્રેટ બેરીયર રીફ" એ દુનિયામાં
આવેલી કુદરતની સૌથી મોટી જીવંત રચના છે.
પછી
જુલ્લુ મોનુને કહે કે, "તારે મૃત સમુદ્ર જોવો છે?"
મોનુએ
પૂછ્યું કે,
"સમુદ્ર
કદી મૃત હોતો હશે?" જુલ્લુ કહે કે, "હા છે ને. ચાલ તને
ત્યાં લઇ જાઉં".
જુલ્લુ
મોનુને મૃત સમુદ્ર જોવા લઇ ગયું. મૃત સમુદ્ર જોર્ડન અને ઇઝરાયેલ પાસે
આવેલ છે.
એ
દરિયાની સપાટીથી ૪૨૭ મીટર (૧૪૦૭ ફીટ) નીચે આવેલ છે
જે પૃથ્વી પરની સૌથી નીચેની સપાટીએ છે. આ સમુદ્ર સામાન્ય
સમુદ્ર કરતાં અનેક ગણો ખારો છે માટે તેને ખારો સમુદ્ર પણ કહે છે. આને લીધે જ
એમાં કોઈ જીવસૃષ્ટિ નથી આથી એને મૃત સમુદ્ર કહે છે. એના પાણીમાં આપણે
ક્યારેય ડૂબી ના જઈએ! લોકો એના પાણીમાં અનેક ગમ્મત ભરી રમતો કરતા
રહે છે.
મોનુ
અને જુલ્લુ પણ એના પાણીમાં સુતા સુતા વાર્તાની ચોપડીઓ વાંચવા લાગ્યા અને છતાં
ડૂબ્યા નહીં!
આમ
જાત જાતનું વાંચન કરીને મોનુ રાતે સપનામાં જુલ્લુ સાથે દુનિયાની કેટલીક વિશેષતાઓ
જોઈ આવ્યો!
અંગ્રેજી શીખવા
માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે)
કૂતરું = Dog (ડોગ). ગામ = Village (વિલેજ). મિત્ર, દોસ્ત = Friend (ફ્રેન્ડ). વાંચન = Reading (રીડીંગ). શોખ = Hobby (હોબી). શાળા = School (સ્કુલ). પુસ્તકાલય = Library(લાઈબ્રેરી).પુસ્તક = Book(બુક). પુસ્તકો = Books(બુક્સ). સપનું = Dream (ડ્રીમ). દુનિયા =
World (વર્લ્ડ). વિશેષતા = Speciality (સ્પેશિએલિટી).પર્વત = Mountain (માઉનટેઈન). નદી = River (રીવર). જંગલ = Forest (ફોરેસ્ટ). કુદકો = Jump (જમ્પ). ઊંચો કુદકો = High Jump (હાઈ જમ્પ). પર્વતમાળા = Mountain Range (માઉનટેઈન રેન્જ).
શિખર
= Peak (પીક),
Summit (સમીટ). સમુદ્ર = Sea (સી). સમુદ્રની સપાટી = Sea Level (સી લેવલ).
હોડી = Boat (બોટ). લંબાઈ = Length (લેન્થ). દેશ = Country (કન્ટ્રી). વૈશ્વિક = Global(ગ્લોબલ). રણ = Desert (ડેઝર્ટ). વરસાદી જંગલ = Rain Forest (રેઇન ફોરેસ્ટ). સૂર્યપ્રકાશ = Sun Light(સન લાઈટ).પાણીનો ધોધ
= Water Fall (વોટર
ફોલ). ભૂસકો = Dive (ડાઈવ). ઊંડાઈ = Depth (ડેપ્થ). ખડક = Rock(રોક). પરવાળું = Coral (કોરલ). કુદરત = Nature (નેચર). જીવંત = Live (લાઈવ). રચના = Creation (ક્રિએશન). મૃત સમુદ્ર = Dead Sea (ડેડ સી). સામાન્ય = Normal (નોર્મલ). ખારો = Salty (સોલ્ટી). જીવસૃષ્ટિ, જીવન = Life (લાઈફ).
No comments:
Post a Comment