હનુમાનજી બન્યા બજરંગ બલી!

હનુમાનજી બન્યા બજરંગ બલી!

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

રામ અયોધ્યાના રાજા બન્યા પછી એક દિવસ હનુમાનજીએ સીતાને લલાટમાં સિંદુર પુરતાં જોયાં. હનુમાનજીએ ઉત્સુકતાથી એમને આ વિષે પૂછ્યું. સીતાએ એમને કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રી માટે આ એક વિધિ છે જેના થકી એના પતિને તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય મળે. એટલે કે રામને દીર્ધાયુષ્ય મળે.

હનુમાનજી તો રામના પરમ ભક્ત હતા. આથી એમણે રામના તંદુરસ્તીભર્યા દીર્ધાયુષ્ય માટે આખા શરીર પર સિંદુર લગાવી દીધું! તેઓ સંપૂર્ણપણે કેસરી થઇ ગયા! બજરંગ એટલે કેસરી. આથી હનુમાનજી બજરંગબલી કહેવાયા!

Hanuman became Bajarang Bali

After Ram became the king of Ayodhya, once Sita was applying vermilion (kumkum) to her forehead. Curious Hanuman asked her the reason for this. Sita explained that it was a ritual that would result into a longer and a healthier life for Ram. Hanuman, a great devotee of Lord Ram, applied kumkum over his entire body for a longer and healthier life for Ram! Hence he turned completely orange! Bajrang means orange and thus Hanumanji became Bajrangbali!

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

To Apply = લગાડવું (lagaadavu). Vermilion = કુમકુમ (kumkum), સિંદૂર (sindur). Forehead = લલાટ (lalaat). Curious = ઉત્સુક (utsuk). Reason = કારણ (kaaran). Ritual = વિધિ (vidhi). Result = પરિણામ (parinaam). Long = લાંબું (laambu). Healthy = તંદુરસ્ત (tandurast). Entire = આખું (aakhu). Complete = સંપૂર્ણ (sampurn). Orange = કેસરી (kesari).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

લલાટ = Forehead (ફોરિડ). સિંદુર = Vermilion (વર્મીલ્યન). ઉત્સુકતા = Curiosity (ક્યુઅરિઓસિટી). સૌભાગ્યવતી = Married (મેરીડ). સ્ત્રી = Woman (વુમન). વિધિ = Ritual (રિચ્યુઅલ). પતિ = Husband (હસબંડ). તંદુરસ્તીભર્યું, તંદુરસ્ત = Healthy (હેલ્થી). દીર્ધાયુષ્ય = Long Life (લોંગ લાઈફ). કેસરી = Orange (ઓરેન્જ).



No comments: