દલા તરવાડી અને વશરામ
ભુવા
(અંગ્રેજી અનુવાદ
નીચે આપેલ છે)
એક
ગામમાં વશરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો. એને
શાકભાજીની વાડી હતી. એ ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ
રહેતો હતો.
એ
હંમેશા ચીજ વસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો.
એક
દિવસ દલા તરવાડી, વશરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા. એમણે જોયુંકે
વાડીમાં કોઈ નહોતું. એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું. તે રીંગણાંના
છોડ પાસે ગયા.
એમણે
પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી
એ પાપ છે એટલે એમણે વાડીની સંમતિ લેવી જોઈએ.
એમણે
વાડીને પૂછ્યું:
"વાડી રે વાડી!"
પછી
એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:
"હા બોલો, દલા તરવાડી".
પાછા
એમણે વાડીને પૂછ્યું:
"રીંગણાં લઉં
બે ચાર?"
એમણે
જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:
"લ્યોને ભાઈ
દસ બાર!"
આમ
એમણે થોડાં રીંગણાં લઇ લીધાં અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાંની ચોરી નથી
કરી પણ વાડીની સંમતિ લીધી છે.
આ
રીતે દલા તરવાડી દરરોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઇ જવા લાગ્યા. વાડીના માલિક
વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડાં શાકભાજી ચોરાઈ
જાય છે.
આથી
એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું.
તેઓ
એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે. એવામાં દલા
તરવાડી વાડીમાં આવ્યા. એમણે શાકભાજી લઇ જવા માટે વાડીની સંમતિ માંગી. પછી જાતે જ
વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઇ જવાની સંમતિ આપી.
વશરામ
ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા
પણ વાડીને પૂછીને શાકભાજી લઇ જાય છે. વશરામ ભુવા આવા ચોર
પર બહુ ગુસ્સે થઇ ગયા. એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ દલા
તરવાડીને એક કૂવા પાસે લઇ ગયા.
વશરામ
ભુવાએ કુવાને પૂછ્યું:
“કૂવા રે ભાઈ કૂવા!"
પછી
એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:
"હા બોલો
વશરામ ભુવા!"
વશરામ
ભુવાએ કૂવાને પૂછ્યું:
"ડૂબકી
ખવડાવું ત્રણ ચાર?"
પછી
એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:
"ડૂબકી
ખવડાવોને દસ બાર!"
વશરામ
ભુવાએ દલા તરવાડીનું મોઢું કૂવાના પાણીમાં દસ બાર વખત ડૂબાડયું. દલા તરવાડી
રોવા લાગ્યા અને વશરામ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારેય ચોરી નહીં કરે.
આમ
વશરામ ભુવાએ દલા તરવાડીની જ યુક્તિ વાપરીને એમને પાઠ ભણાવ્યો. જેવા સાથે
તેવા!
Speaking Garden and Speaking Well
A
farmer named Vashram Bhuva was living in a village. He had a garden of
vegetables. One greedy man named Dala Tarvadi was also living in the village.
He was always finding ways to buy things cheap.
One
day Dala Tarvadi was passing by Vashram Bhuva's vegetable garden. He saw there
was nobody in the garden. So he decided to steal some vegetables. He went near
the Brinjal plant (also known as Eggplant). He talked to himself that stealing
is a sin so he should take permission of the garden.
He
asked the garden:
“Garden
O Garden!”
Then
he himself replied as a garden:
”Yes
Dala Tarvadi!”
Then
he asked the garden:
”Should
I take 3-4 Brinjals?”
Again
he replied as a garden:
”Why
3-4? Take 10-12!”
Thus
he picked up few brinjals and satisfied himself that he has not stolen the
brinjals but taken the permission of the garden.
He
daily did this and picked up different vegetables from the garden. The owner of
the garden Vashram Bhuva noticed that everyday some vegetables are stolen from
his garden. So he decided to keep a watch.
He
stood behind a big tree to see who is stealing the vegetables. Dala Tarvadi
entered the garden. He took the permission of the garden to take some
vegetables. Then he himself replied as the garden and gave permission to take
vegetables.
Vashram
Bhuva caught Dala Tarvadi. Dala Tarvadi told him that he was not stealing the
vegetables but taking permission from the garden. Vashram Bhuva became very
angry on this thief. He decided to teach him a lesson. He took him to the well.
Vashram
Bhuva asked the Well:
”Well
O Well!”
Then
he himself replied as a well:
”Yes
Vashram Bhuva!”
Vashram
Bhuva asked the well:
”Should
I sink Dala Tarvadi 3-4 times?”
Then
again he replied as a well:
”Sink
him 10-12 times”.
Vashram
Bhuva sank Dala Tarvadi's face 10-12 times in the well's water. Dala Tarvadi
started crying and told Vashram Bhuva that he will never steal again.
Thus
Vashram Bhuva used the same trick as Dala Tarvadi to teach him a lesson.
For English medium students
Meanings and Pronounce for some words used in this
story. (Pronounce is given in the bracket):
Village
= ગામ
(gaam).
Farmer = ખેડૂત
(khedut).
Garden = બગીચો
(bagicho)
or વાડી
(vaadi).
Vegetables = શાક
(shaak)
or શાકભાજી
(shaakbhaaji).
One = એક
(ek).
Greedy = કંજૂસ
(kanjus)
or લોભી
(lobhi).
Man = માણસ
(maanas).
Name = નામ
(naam). To buy = ખરીદવું (kharidavu).
Thing = વસ્તુ
(vastu)
or ચીજ
વસ્તુ (chij
vastu). Cheap = સસ્તું (sastu). To steal = ચોરવું (choravu). Brinjal (also known as Eggplant) = રીંગણ (ringan). Sin = પાપ (paap).
Permission = સંમતિ
(sammati).
Daily (or everyday) = દરરોજ (dar roj). Different = જુદા જુદા (juda
juda). Owner = માલિક (maalik). Behind = પાછળ (pachhal).
Big = મોટું
(motu).
Tree = ઝાડ
(zaad)
or વૃક્ષ
(vruksh).
To see = જોવું
(jovu). To be Angry = ગુસ્સે થવું (gusse
thavu), Anger = ગુસ્સો (gusso). Thief = ચોર (chor). To Teach = શીખવવું (shikhavavu)
or ભણાવવું
(bhanavavu).
Lesson = પાઠ
(paath).
Well = કૂવો
(kuvo).
To Sink = ડૂબવું
(dubavu)
or ડૂબાડવું
(dubaadavu).
Face = મોઢું
(modhu)
or ચહેરો
(chahero).
Water = પાણી
(paani).
Again = ફરી
(fari). Trick = યુક્તિ (yukti).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
ગામ
=
Village (વિલેજ). ખેડૂત = Farmer
(ફાર્મર). બગીચો, વાડી = Garden
(ગાર્ડન). શાક, શાકભાજી =
Vegetables (વેજીટેબલ્સ). એક = One (વન). કંજૂસ, લોભી = Greedy
(ગ્રીડી). માણસ = Man (મેન). નામ = Name (નેમ). ખરીદવું = To buy (ટુ બાય). વસ્તુ, ચીજ વસ્તુ = Thing (થિંગ). સસ્તું = Cheap (ચીપ). ચોરવું = To
steal (ટુ
સ્ટીલ). રીંગણ = Brinjal (બ્રીન્જલ) કે Eggplant
(એગપ્લાન્ટ). પાપ = Sin (સીન). સંમતિ =
Permission (પરમીસન). દરરોજ = Daily (ડેઈલી) કે Everyday
(એવરીડે). જુદા જુદા =
Different (ડીફરન્ટ). માલિક = Owner (ઓનર). પાછળ = Behind
(બીહાઈન્ડ). મોટું = Big (બીગ). ઝાડ, વૃક્ષ = Tree (ટ્રી). જોવું = To See
(ટુ
સી).
ગુસ્સે
થવું
= To be Angry (ટુ બી એન્ગ્રી). ગુસ્સો = Anger (એન્ગર). ચોર = Thief (થીફ). શીખવવું, ભણાવવું = To Teach
(ટુ
ટીચ).
પાઠ
=
Lesson (લેસન). કૂવો = Well (વેલ). ડૂબવું, ડૂબાડવું = To Sink
(ટુ
સીંક).
મોઢું, ચહેરો = Face (ફેસ). પાણી = Water (વોટર). ફરી = Again (અગેઇન). યુક્તિ = Trick (ટ્રીક).
No comments:
Post a Comment