પોપટ અને કાગડો

પોપટ અને કાગડો  

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાંઓ સાથે સાથે જ મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા. એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે. માને ચિંતા તો થઇ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું.

પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મઝાથી બેસતો, ઝુલા ઝુલતો અને કેરીઓ ખાતો. એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું. એણે ખુબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો:

"ભાઈ ગાયના ગોવાળ, ભાઈ ગાયના ગોવાળ,
મારી માને એટલું કહેજે, મારી માને તેટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
બેસી મઝા કરે".

ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે.

પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાં ફળો લઈને ઘરે આવ્યો. તે ગાવા લાગ્યો:

"ઢોલિયા ઢળાવો,
પાથરણાં પાથરવો,
પોપટભાઈ કમાઈને આવ્યા,
પોપટભાઈ કેરીઓ લાવ્યા,
પોપટભાઈ મીઠાં ફળો લઇ આવ્યા".

એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાં ફળો બહાર કાઢ્યાં. પોપટભાઈની પ્રગતિ જોઇને ઝાડ પર રહેતાં બીજાં પક્ષીઓ બહુ ખુશ થયાં.

આ જોઇને કાગડાના કુટુંબે પણ કાગડાભાઇને જંગલમાં જઈને કાંઇક કમાઈ લાવવા કહ્યું. કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો. એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો. એ ગંદકી અને જીવડાં ખાવા લાગ્યો. એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો:

"એ ગોવાળિયા, એ ગોવાળિયા,
મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે
કે કાગડો ભૂખ્યો નથી, કાગડો તરસ્યો નથી,
કાગડો કાદવમાં મઝા કરે, કાગડો ગંદકીમાં મઝા કરે".

ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઇને ગુસ્સે થઇ ગયો. એણે કાગડાનો સંદેશ લઇ જવાની ના પાડી દીધી.

થોડા દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો:

"ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
કાગડાભાઇ કમાઈને આવ્યા,
કાગડાભાઇ કાદવ-કીચડ લઇ આવ્યા,
કાગડાભાઇ ગંદકી લઇ આવ્યા".

ઝાડ પર રહેતાં પક્ષીઓ કાગડા ઉપર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મુક્યો.

જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે. પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહિ કરે.



In a garden many birds are living happily on different trees. On one tree, a family of Parrot and a family of Crow have nests. Their kid Parrot and kid Crow have grown up together. They became young there. One day the Parrot told his mother that he wants to go to a nearby forest to earn something. The mother was worried but she allowed him to go and come back soon in few days.

The Parrot flew to the forest. He found one Mango tree near a lake. He was sitting, swinging and eating Mangoes. He saw one shepherd of his village so he decided to send a message to his mother. He requested the shepherd very politely and started singing:

“O shepherd friend, O shepherd friend,
Meet my mother, Tell my mother:
Parrot is not Hungry,
Parrot is not Thirsty.
Parrot is enjoying on Mango tree,
Parrot is enjoying on lake”.

The shepherd assured to meet his mother and give his message.

After some days the Parrot came back home with many Mangoes and Sweet fruits. He started singing:

“Please put a Coat,
Please put a Mat,
Parrot brought Mangoes,
Parrot brought Sweet fruits”.

He opened his wings and Mangoes and Sweet fruits came out. The birds on the tree became very happy to see Parrot's progress.

Seeing this, Crow's family also asked Crow to go to the forest and earn something. The Crow was lazy so he was not ready to go. His mother pushed him to go so he cried and went to the forest unwillingly. He sat in a muddy place and started eating filth and worms. When he saw the shepherd of his village, he shouted at him and ordered him:

“O Shepherd, go and meet my mother,
Tell Crow is not Hungry,
Crow is not Thirsty,
Crow is enjoying in Mud,
Crow is enjoying on filth”.

The shepherd became angry on Crow's rudeness so he denied to take his message.

After some days the Crow came back home with mud and filth. He started shouting:

“Put a Coat,
Put a Mat,
Crow brought mud,
Crow brought filth”.

He opened his wings and everything became dirty with mud and filth. The birds on the tree became very angry and threw the Crow from the tree.

If we become nice and polite like Parrot, then people will love us. If we become rude like Crow, then people will not love us.


For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Parrot = પોપટ (popat). Crow = કાગડો (kaagado). Garden = બગીચો (bagicho). Bird = પક્ષી (pakshi). Tree = ઝાડ (zaad), વૃક્ષ (vruksh). Family = કુટુંબ (kutumb). Young = યુવાન (yuvaan). Mother = મા (maa). Near = નજીક (najik). Forest = જંગલ (jangal). Worry = ચિંતા (chinta). Lake = તળાવ (talaav), સરોવર (sarovar). Swing = ઝુલા (zula). Mango = કેરી (keri). One = એક (ek). Day = દિવસ (divas). Village = ગામ (gaam). Shepherd = ભરવાડ (bharvaad), ગોવાળ (govaal). Message = સંદેશ (sandesh). Polite = નમ્ર (namra). Request = વિનંતી (vinanti). Cow = ગાય (gaay).  Hungry = ભૂખ્યો (bhukhyo). Thirsty = તરસ્યો (tarasyo). To Enjoy = મઝા કરવી (mazaa karavi). Fruit = ફળ (fal). Fruits = ફળો (falo). Wing = પાંખ (paankh). Wings = પાંખો (paankho). Progress = પ્રગતિ (pragati). Happy = ખુશ (khush). Lazy = આળસુ (aalasu). Mud = કાદવ કીચડ (kaadav kichad). Worm = જીવડાં (jivadaa). House = ઘર (ghar). Rude = ઉદ્ધત (udhdhat). Love = પ્રેમ (prem). People = લોકો (loko).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

પોપટ = Parrot (પેરટ). કાગડો = Crow (ક્રો). બગીચો = Garden (ગાર્ડન). પક્ષી = Bird (બર્ડ). ઝાડ = Tree (ટ્રી). . કુટુંબ = Family (ફેમીલી). યુવાન = Young (યંગ). મા = Mother (મધર). નજીક = Near (નીઅર). જંગલ = Forest (ફોરેસ્ટ). ચિંતા = Worry (વરી). તળાવ = Lake (લેઈક). ઝુલા = Swing (સ્વીંગ). કેરી = Mango (મેંગો). એક = One (વન). દિવસ = Day (ડે). ગામ = Village (વિલેજ). ભરવાડ = Shepherd (શેફર્ડ).સંદેશ = Message (મેસેજ). નમ્ર = Polite (પોલાઈટ). વિનંતી = Request (રીક્વેસ્ટ). ગાય = Cow (કાઉ).  ભૂખ્યો = Hungry (હંગરી). તરસ્યો = Thirsty (થર્સ્ટિ). મઝા કરવી = To Enjoy (ટુ એન્જોય). ફળ = Fruit (ફ્રુટ). ફળો = Fruits (ફ્રુટસ). પાંખ = Wing (વિંગ). પાંખો = Wings (વિંગ્સ). પ્રગતિ = Progress (પ્રોગ્રેસ). ખુશ = Happy (હેપી). આળસુ = Lazy (લેઝી). કાદવ કીચડ = Mud (મડ). જીવડાં = Worm (વર્મ). ઘર = House (હાઉસ). ઉદ્ધત = Rude (રુડ). પ્રેમ = Love (લવ). લોકો = People (પીપલ).

No comments: