લપોડ શંખ

લપોડ શંખ

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એક ઘણો ગરીબ અને સાદો-ભોળો હતો. એણે ભગવાન શંકરનું તપ કર્યું અને પોતાને થોડી સંપત્તિ આપવા પ્રાર્થના કરી. શિવજીએ એને એક શંખ આપ્યો અને રોજ એ શંખની પૂજા કરવા કહ્યું.

આ ગરીબ માણસ રોજ શંખની પૂજા કરતો. રોજ શંખ એને એક સોનામહોર આપતો. આ રીતે રોજ એક સોનામહોર મળતી હોવાથી એ ઘણો ધનિક બની ગયો!

એના મિત્રએ એને આમ એકદમ ધનિક બની જવાનું રહસ્ય પૂછ્યું. ભોળા મિત્રએ એને બધું કહી દીધું. એનો આ મિત્ર લોભી હતો. એણે શિવજીનો શંખ પડાવી લેવાનું નક્કી કર્યું. એણે શિવજીના શંખ જેવો દેખાતો એક બીજો શંખ મેળવી લીધો. એક રાત એ એના મિત્રને ઘરે રહ્યો અને શિવજીના શંખની સાથે પોતાના શંખની અદલા બદલી કરી નાંખી!

બીજે દિવસે ભોળા મિત્રએ શંખની પૂજા કરી ત્યારે શંખે કશું ન આપ્યું. એણે શિવજીની પ્રાર્થના કરી અને પૂછ્યું કે એની સાથે આવું કેમ બન્યું? શિવજીએ એને બીજો એક શંખ આપ્યો અને કહ્યું કે આ શંખ એની પાસેની વસ્તુને બમણી કરી આપશે! ભોળા મિત્રએ આ વાત એના મિત્રને કરી. લોભી મિત્ર શિવજીનો ચમત્કારી શંખ પાછો લઇ આવ્યો અને એને આ નવા શંખ સાથે બદલાવી નાંખ્યો. એ નવો શંખ લઇ ગયો.

લોભી મિત્રએ નવા શંખની પૂજા કરી અને પોતાની સંપત્તિ બમણી કરી આપવા કહ્યું. પરંતુ એને કશું જ ન મળ્યું! આપણા ભોળા મિત્રને તો શિવજીનો મૂળ ચમત્કારી શંખ પાછો મળી ગયો હતો એટલે એણે એ શંખની પૂજા કરી ત્યારે એને સોનામહોર મળવા લાગી!

લોભી મિત્ર રડવા લાગ્યો અને શંખને "લપોડ શંખ" કહી એનો ઘા કરી દીધો!

Idiot Conch

Two friends were living in a village. One was very poor and simple. He prayed to Lord Shiva and asked for some wealth. Shivji gave him a conch and asked him to worship the conch daily.

The poor fellow was daily worshiping the conch. The conch was giving him one gold coin! This way he became very rich by daily getting the gold coins.

His friend asked him the secret of his becoming rich so suddenly. The simple man told everything to his friend. His friend was greedy. He decided to fetch his conch. He got a conch looking similar to the God’s conch. He stayed overnight at his friend’s house. He exchanged his conch with the God’s conch.

Next day when the simple man worshiped the conch, he got nothing! He prayed Shivji and asked him why this happened with him. Shivji gave him a new conch and told that it will give the double of whatever he will ask. The simple man told this to his friend. The greedy friend brought back the original conch and put in place of the new one. He took away the new conch.

When the greedy friend worshiped the conch and asked to double his wealth, he got nothing! Our simple man had already got his original conch given earlier by Lord Shiva. So when he worshiped the conch, he once again got the gold coin!

The greedy friend cried at himself and threw away the conch telling it an Idiot Conch!

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Village = ગામ (Gaam). One = એક (Ek). Idiot = લપોડ (Lapod) a word used for Fool = મૂરખ (Murakh). Conch = શંખ (Shankh). Friend = મિત્ર (Mitr). Friends = મિત્રો (Mitro). Two = બે (Be). Very = બહુ (Bahu). Poor = ગરીબ (Garib). And = અને (Ane). Simple = સાદો (Saado), સરળ (Saral). Prayer = પ્રાર્થના (Praarthanaa). To Pray = પ્રાર્થના કરવી (Prarthanaa karavi). Lord = ભગવાન (Bhagvaan). Wealth = સંપત્તિ (Sampatti). To Worship = પૂજા કરવી (Pujaa Karavi). Daily = દરરોજ (Dar Roj). Gold coin = સોના મહોર (Sonaa Mahor). Rich = ધનિક (Dhanik). Secret = રહસ્ય (Rahasy). Suddenly = એકદમ (Ekadam). Man = માણસ (Manas). Everything = બધું (Badhu). Greedy = લોભી (Lobhi). To Fetch = પડાવી લેવું (Padaavi Levu). Similar = સરખું (Sarakhu). Night = રાત (Raat). House = ઘર (Ghar). To Exchange = બદલાવવું (Badalaavavu). New = નવું (Navu), નવો (Navo). Double = બમણું (Bamanu), બે ગણું (Be Ganu). Original = મૂળ (Mul). Place = જગ્યા (Jagyaa). Nothing = કશું નહીં (Kashu Nahi). Earlier = પહેલાં (Pahela). Once Again = ફરી વાર (Fari Vaar). To Cry = રડવું (Radavu). To Throw = ફેંકવું (Fenkavu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગામ = Village (વિલેજ). એક = One (વન). લપોડ, મૂરખ = Idiot (ઇડીયટ), Fool (ફૂલ). શંખ = Conch (કોંચ). મિત્ર = Friend (ફ્રેન્ડ). મિત્રો = Friends (ફ્રેન્ડસ). બે = Two (ટુ). ગરીબ = Poor (પુઅર). અને = And (એન્ડ).સાદો, સરળ = Simple (સિમ્પલ). પ્રાર્થના = Prayer (પ્રેયર). પ્રાર્થના કરવી = To Pray (ટુ પ્રે). ભગવાન = Lord (લોર્ડ).સંપત્તિ = Wealth (વેલ્થ).પૂજા કરવી = To Worship (ટુ વર્શીપ).દરરોજ = Daily (ડેઈલી).સોના મહોર = Gold coin (ગોલ્ડ કોઈન).ધનિક = Rich (રીચ). રહસ્ય = Secret (સિક્રેટ).એકદમ = Suddenly (સડન્લી).માણસ = Man (મેન).બધું = Everything (એવરીથીંગ).લોભી = Greedy (ગ્રીડી).પડાવી લેવું = To Fetch (ટુ ફેચ).સરખું = Similar (સીમીલર).રાત = Night (નાઈટ).ઘર = House (હાઉસ).બદલાવવું = To Exchange (ટુ એક્સચેન્જ).નવું, નવો = New (ન્યુ).બમણું, બે ગણું = Double (ડબલ).મૂળ = Original (ઓરીજીનલ).જગ્યા = Place (પ્લેસ). કશું નહીં = Nothing (નથીંગ). પહેલાં = Earlier (અર્લીઅર).ફરી વાર = Once Again (વન્સ અગેઇન).રડવું = To Cry (ટુ ક્રાય). ફેંકવું = To Throw (ટુ થ્રો).



No comments: