રામનો જન્મ

રામનો જન્મ

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલાં દશરથ રાજા અને એમની પટરાણી કૌશલ્યાને શાંતા નામની એક દીકરી હતી. કૌશલ્યાની મોટી બહેન વર્ષિણી અને એના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન નહોતું. રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્રો હતા. એક વખત વર્ષિણી અયોધ્યામાં હતી ત્યારે એણે દશરથ સાથે મજાકમાં જ એક સંતાનની માંગણી કરી. દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્તક આપશે. રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગદેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી.

સમય વીતતાં શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. એક દિવસ એ રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે વર્ષા ઋતુ દરમ્યાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ માંગી. રોમપદ પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમણે બ્રાહ્મણની અવગણના કરી. આથી બ્રાહ્મણ એમનું રાજય છોડી જતો રહ્યો. પોતાના આ બ્રાહ્મણ ભકતનું આવું અપમાન થયેલું જોઇને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઇ ગયા. એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે એ વર્ષા ઋતુમાં અંગદેશમાં વરસાદ ન પડ્યો.

આ શ્રાપમાંથી મુકત થવા રોમપદે રિશ્યશ્રુંગ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ સફળ થતાં, દશરથ અને રોમપદે શાંતાના લગ્ન રિશ્યશ્રુંગ સાથે કરાવ્યાં.

હજી સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમણે રિશ્યશ્રુંગને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ બાદ અગ્નિ દેવે દશરથ રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો જે ખાવાથી રામ અને એમના ભાઈઓના જન્મ થયા.

રામ વિષ્ણુના અવતાર ગણાય છે. ભરત અને શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે. શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે.

લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશાં રામના હુકમોનું પાલન કરવું પડતું. આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો. એમની આ ઈચ્છા પૂરી થઇ જયારે એમણે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ લીધો. કૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાય છે અને બલરામ શેષનાગના અવતાર ગણાય છે.

Ram’s Birth

Before Ram and his brothers were born, King Dashratha and his first wife Kaushalya had a daughter named Shanta. Kaushalya’s elder sister Vershini and her husband king Rompad had no child. Rompad was king Dashrath’s great friend as they studied in same Ashram. Once, when Vershini was in Ayodhya, she joked with Dasharatha asking for a child. Dashratha promised her she can adopt his daughter, Shanta. As the promise of ‘Raghukul’ had to be kept, Shanta was adopted by Raja Rompad, the king of Angdesh.

The time passed and Shanta became a very beautiful woman. One day she was in a conversation with Raja Rompad. At this time, a Brahmin came to King Rompad requesting help for cultivation during the monsoon. Busy in the conversation with his adopted daughter Shanta, Rompad ignored the Brahmin. The disappointed Brahmin left the kingdom. Lord Indra, the God of rains, became angry because his Brahmin devotee was insulted. Lord Indra decided to punish Rompad and hence, it did not rain in the coming monsoon.

To get free from this curse, Rompad called a Rishi, Rishi Rishyasringa, to perform a Yagna asking the Lords for rains. The Yagna succeeded. To pay honour to the Rishi, King Dashratha and King Rompad decided to marry-off Shanta to Rishyasringa.
As Dahsratha had no heir yet, he then called Rishyasringa to perform a Yagna for him too. After that Yagna, the God of Fire gave prasaad (food offered to deity) to Dashratha for his wives. Dasharatha’s wives Kaushalya, Kaikeyi and Sumitra ate this Prasad. Then Ram and his brothers were born.

Ram is considered an incarnation of Vishnu. Bharat and Shatrughan are considered to be his Sudarshan-Chakra and Conch-Shell. Laxman is considered to be his Shesh-Naag, Vishnu’s seat in Vaikunth (adobe of Vishnu or Brahmalok).
Laxman had complained that since he is born as the younger brother of Ram, he has to obey all commands of Ram. His wish to be the elder brother was fulfilled when later he was born as Balram, the elder brother of Lord Krishna.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

King = રાજા (raajaa). Wife = પત્ની (patni). Daughter = પુત્રી (putri). Sister = બહેન (bahen). Brother = ભાઈ (bhaai). Husband = પતિ (pati). Child = બાળક (baalak), સંતાન (santaan). Friend = મિત્ર (mitra). Study = અભ્યાસ (abhyaas). To Joke = મજાક કરવી (majaak karavi). Promise = વચન (vachan). To Adopt = દત્તક લેવું (dattak levu). Time = સમય (samay). Beautiful = સુંદર (sundar). Woman = સ્ત્રી (stri). Conversation = વાતચીત (vaatchit). Request = વિનંતી (vinanti). Help = મદદ (madad). Cultivation = ખેતી કરવી (kheti karavi). Monsoon = વર્ષા ઋતુ (varshaa rutu). Busy = વ્યસ્ત (vyasta). To Ignore = અવગણવું (avaganavu).  Kingdom = રાજય (raajya). Lord, God = ભગવાન (bhagvaan). Rain = વરસાદ (varsaad). To be Angry = ગુસ્સે થવું (gusse thavu). Devotee = ભક્ત (bhakta). Insult = અપમાન (apamaan). To Punish = સજા કરવી (sajaa karavi). Curse = શ્રાપ (shraap). To Succeed = સફળ થવું (safal thavu). Honour = આદર (aadar). Heir = વારસ (vaaras). Incarnation = અવતાર (avataar). Complain = ફરિયાદ (fariyaad). To Obey = પાલન કરવું (paalan karavu). Command = હુકમ (hukam). Wish = ઈચ્છા (ichchha).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

જન્મ = Birth (બર્થ). ભાઈ = Brother (બ્રધર). રાજા = King (કિંગ). પટરાણી = Queen (ક્વીન). દીકરી, પુત્રી = Daughter (ડોટર). બહેન = Sister (સિસ્ટર). પતિ = Husband (હસબંડ). સંતાન = Child (ચાઈલ્ડ). ભણવું = To Study (ટુ સ્ટડી). મિત્ર = Friend (ફ્રેન્ડ). મજાક = To Joke (ટુ જોક). વચન = Promise (પ્રોમિસ). દત્તક લેવું = To Adopt (ટુ એડપ્ટ). સમય = Time (ટાઈમ). સ્વરૂપવાન = Beautiful (બ્યુટીફૂલ). સ્ત્રી = Woman (વુમન). વાતચીત = Conversation (કોન્વર્સેશન). વર્ષા ઋતુ = Monsoon (મોન્સુન). ખેતી કરવી = Cultivation (કલ્ટીવેશન). મદદ = Help (હેલ્પ). વ્યસ્ત = Busy (બિઝિ). અવગણના કરવી = To Ignore (ટુ ઇગ્નોર). રાજય = Kingdom (કિંગડમ). ભકત = Devotee (ડીવોટી). અપમાન = Insult (ઈન્સલ્ટ). ગુસ્સે થવું = To be Angry (ટુ બી એન્ગ્રી). સજા કરવી = To Punsih (ટુ પનીશ). વરસાદ = Rain (રેઇન). શ્રાપ = Curse (કર્સ). મુકત = Free (ફ્રી). ઋષિ = Sage (સેએજ). લગ્ન = Marriage (મેરેજ). વારસ = Heir (એઅર). અવતાર = Incarnation (ઇન્કાર્નેશન). હુકમ = Command (કમાન્ડ), Order (ઓર્ડર). પાલન કરવું = To Obey (ટુ ઓબે). ઈચ્છા = Wish (વિશ).



No comments: