વાંચવા જેવું:
'સંચયન'
ઇ-ડાયજેસ્ટ-
'એકત્ર''
ફાઉન્ડેશન
દ્વારા ગુજરાતી સામયિકો અને
પુસ્તકોમાંથી ઉત્તમ સામગ્રીનું
ચયન-સંકલન
કરી 'સંચયન'
ઇ-ડાયજેસ્ટ
દ્વારા ગુજરાત તેમજ
ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને
ઉત્કૃષ્ટ વાચનનું એક ઉત્તમ
નજરાણું મળ્યું છે.http://www.ekatramagazines.com/category/sanchayan/ અને
http://www.ekatrafoundation.org/books/સાઈટ
પરથી 'સંચયન'ના
ઉત્કૃષ્ટ અંકો વાંચી શકાશે
જેમાં ગુજરાતીના શ્રેષ્ઠ
સામયિકો અને પુસ્તકોમાંથી
નામાંકિત લેખકોના
કાવ્યો/વાર્તાઓ/લેખો/નિબંધોની
ચુંટીને આપ્યા છે.
ફુરસદના
સમયે ગમે ત્યાંથી માત્ર એક
ક્લિક કરીને આવું સુંદર અને
ઉપયોગી વાંચન થઇ શકશે.
સૌપ્રથમ ગુજરાતી સામયિક "વીસમી સદી", હાજી મહમદ અલ્લારખા શિવજી (૧૮૭૮-૧૯૨૧) એ ૧૯૧૬ થી ૧૯૨૦ દરમ્યાન પ્રકાશિત કર્યું હતું. સૌપ્રથમ ગુજરાતી સામયિકના તમામ અંકો હવે ડીજીટલ સ્વરૂપે વાંચો: www.gujarativisamisadi.com
તમે કુદરત (Nature)ના શોખીન હો તો તમને આ સાઈટ બહુ જ ગમશે:
જાણીતા પ્રકૃતિવિદ સ્વ.હરિનારાયણ આચાર્યએ પ્રકાશિત કરેલા સામયિક "ગુજરાતી પ્રકૃતિ"ના તમામ અંકો હવે ડીજીટલ સ્વરૂપે વાંચો: www.gujaratiprakruti.com
વાંચવા લાયક રસપ્રદ પુસ્તકો:
"ગુજરાતના
ઘડવૈયા" - લેખક
ડો.મકરંદ
મહેતા, અરુણોદય
પ્રકાશન
આપણે
ગુજરાતના ઘડવૈયા તરીકે ગાંધીજી,
સરદાર
પટેલ, રવિશંકર
મહારાજ વિ. વિષે
જાણીએ છીએ. પરંતુ
બીજા ઘણા મહાનુભાવોએ પણ ગુજરાતના
ઘડતરમાં અમુલ્ય પ્રદાન કર્યું
છે. તે
સૌ વિષે જાણવા આ પુસ્તક વાંચો.
"એકલો
જાને રે" - લેખક
સુધા મહેતા (Translation of Shailja
Kalelkar Parikh's "Marching to Different Beat and The Nilkanths
of Gujarat) - ગુજરાત
વિશ્વકોષ
આ
પુસ્તકમાં ગુજરાતના પ્રસિદ્ધ
નીલકંઠ પરિવારની વાત તો છે
જ. તે
ઉપરાંત તે સમયના ગુજરાતની
પ્રતિભાશાળી સ્ત્રીઓ વિષે
પણ વ્યાપક માહિતી મળી રહે છે.
"ઘણું જીવો ગુજરાતી" - લેખક નારાયણ દેસાઈ - ઓનલાઈન ઉપલબ્ધ છે
"શબ્દકથા" - હરિવલ્લભ ભાયાણી , ગુજરાતી સાહિત્ય પરિષદ
"અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર - એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ: જીવન અને કાર્ય" - અર્વાચીન ગુજરાતી ભાષા માટે અત્યંત અમૂલ્ય યોગદાન આપનાર અને ગુજરાતી ભાષા માટે અનેક કાર્યોની સૌપ્રથમ પહેલ કરનાર એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસના મૃત્યુને ૩૧ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ૧૫૦ વર્ષ થયાં. આ પ્રસંગે એમના ગુજરાતી ભાષા પ્રત્યેના યોગદાનને યોગ્ય અંજલી આપવા સાહિત્યિક સંશોધક શ્રી.દીપક મહેતાએ ફાર્બસ અંગે રસપ્રદ પુસ્તક તૈયાર કર્યું છે - "અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર - એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ: જીવન અને કાર્ય" - ગુજરાતી ભાષાપ્રેમીઓને આ પુસ્તક જરૂરથી ગમશે.
ઈમેજ પબ્લીકેશનના પુસ્તકો:
"વિશ્વના યાદગાર પ્રવચનો" - વિશ્વની લગભગ તમામ નામાંકિત વ્યક્તિઓએ આપેલા, ઈતિહાસમાં અમર બની ગયેલા એમના યાદગાર પ્રવચનોનું આ એક પુસ્તકમાં સંપાદન કરેલું છે
તમને પ્રવાસવર્ણનમાં રસ હોય તો "વિશ્વના યાદગાર પ્રવાસ" તમને ગમશે
તમને નિબંધો વાંચવાની મજા આવતી હોય તો "આપણા નિબંધો" વાંચવાની મજા આવશે
"મુઠ્ઠી ઊંચેરા ૧૦૦ માનવરત્નો" - લેખક ગુજરાતના જાણીતા શિક્ષણવિદ પ્રો.ડો.ભદ્રાયુ વછરાજાની. પ્રકાશકો - ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને આર.આર.શેઠ - અનેક નામાંકિત તો અસંખ્ય ઓછા જાણીતા ગુર્જર રત્નો અને એમના વિશેષ કર્યો વિષે સરસ માહિતી આપતું પુસ્તક.
જો તમે ગુજરાતી સાહિત્યના રસિયા હો અને ૬૦ વર્ષથી ચાલતી પ્રખ્યાત બુધ સભાના વ્યાખ્યાનો online જોવા/સાંભળવા માંગતા હો તો....
Search budh sabha on Youtube
આપના બાળકને ગુજરાતનો પરિચય કરાવો (KNOW GUJARAT)
No comments:
Post a Comment