લોમાસા બિલાડો અને પલિત ઉંદર

લોમાસા બિલાડો અને પલિત ઉંદર

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

પલિત નામનો એક ઉંદર એક વિશાળ વડમાં દર બાંધીને રહેતો હતો. વડની એક ડાળ પર લોમાસા નામનો એક બિલાડો પણ રહેતો હતો. એ ઝાડ ઉપર આવતા પક્ષીઓ ખાઈને જીવતો હતો.

નજીકમાં એક શિકારી પણ રહેતો હતો. તે રોજ સાંજે શિકારને ફસાવવા જાળ બિછાવી દેતો. રાતે અનેક પ્રાણીઓ જાળમાં ફસાતાં અને શિકારી સવારે આવીને એમને પકડી લેતો.

એક રાતે લોમાસા અજાણતાં જ જાળમાં ફસાઈ ગયો. ઉંદર પલિત એના દરમાંથી બહાર આવીને શિકારીએ મુકેલો માંસનો ટુકડો ખાવા લાગ્યો. એણે લોમાસાને જાળમાં ફસાયેલો જોયો. અચાનક જ એની નજર સામે બે આફતો દેખાઈ. ઉંદરની ગંધથી ત્યાં આવી ચઢેલો હરિત નામનો નોળિયો અને ઝાડની એક ડાળીએ બેઠેલું તીક્ષ્ણ ચાંચ વાળું ઘુવડ ચંદ્રક.

પલિતને ખ્યાલ આવી ગયો કે એ જો જાળમાંથી બહાર નીકળી જશે તો નોળિયો એનો શિકાર કરી નાંખશે અને એ જો જાળમાં જ રહેશે તો ઘુવડ એને ઝડપી લેશે. પલિતે એવું વિચાર્યું કે શક્તિશાળી દુશ્મનથી બચવાનો સારો ઉપાય એ જ છે કે બીજા દુશ્મનનું જ શરણ લઇ લેવું. આથી એણે લોમાસા પાસે રક્ષણ માંગવા નક્કી કર્યું.

પલિતે કહ્યું, "ઓ લોમાસા, તું જીવે છે? હું તારી સાથે શાંતિની મૈત્રી કરવા માંગું છું. નોળિયો અને ઘુવડ મારો કોળીયો કરી જવા તત્પર છે. જો તું મને ન મારવાની ખાતરી આપે તો હું તને બચાવીશ. મારી મદદ વિના તું જાળમાંથી છટકી નહીં શકે. નદી પાર કરવા જે લાકડું માણસને ટેકો આપે છે તે પણ માણસની મદદથી નદી પાર કરી લે છે. ચાલ, આપણે એક બીજાને મદદ કરીને આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળીએ. બોલ, તું શું કહે છે?"

લોમાસાએ ખાતરી આપી એટલે પલિત એની સોડમાં લપાઈ ગયો. શિકાર ઝડપવાની કોઈ જ શક્યતા ન જણાતાં નોળિયો અને ઘુવડ ત્યાંથી જતા રહ્યા. ઉંદર એકદમ ધીમે ધીમે જાળના દોરડા કાપવા લાગ્યો. લોમાસા એકદમ અધીરો થઇ બોલ્યો. "તું ભયમુક્ત થઇ ગયો એટલે તારું વચન ભૂલી ગયો? શિકારી ગમે તે ઘડીએ અહીં આવી જશે માટે તારા કામની ઝડપ વધાર".

પલિતે ઉત્તર આપ્યો,"હું મારા કામમાં ઉતાવળ નથી કરવા માંગતો પરંતુ હું તને યોગ્ય સમયે છોડાવી દઈશ. અયોગ્ય સમયે કરેલું કાર્ય નિષ્ફળ જ જાય છે. હું તને અત્યારે છોડાવી દઉં તો તું મને ખાઈ જ જાય. જયારે શિકારી આવતો દેખાશે ત્યારે હું તને છોડાવી દઈશ. તે વખતે તારું ધ્યાન શિકારીથી ભાગી છૂટવામાં હશે એટલે મને ખાઈ જવામાં તને કોઈ રસ નહીં હોય. તે વખતે હું પણ મારી જાતને બચાવીને ભાગી જઈશ".

લોમાસા નિરાશ થઇ બોલ્યો, “પ્રમાણિક હોય એ મિત્રોનું ઋણ આવી રીતે ન ચૂકવે. મહેરબાની કરીને ઝડપ વધાર”. ઉંદર બોલ્યો, “લોમાસા, સાંભળ. જે દોસ્તીમાં ભય હોય અને જે ભય વિના ટકી ન શકે એવી દોસ્તીમાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. જેવી રીતે મદારી સાપના ફૂંફાડાથી એનો હાથ સંભાળે એવી રીતે આવી દોસ્તી સંભળાવી જોઈએ. છતાં ખાતરી રાખ કે હું આપણને બંનેને સહાય થાય એ સમયે તારી જાળનું છેલ્લું દોરડું કાપી આપીશ”.

પલિત અને લોમાસા આમ વાતો કરતા હતા ત્યાં રાત પૂરી થઇ. શિકારી દુરથી આવતો દેખાયો. ઉંદરે ઝડપથી બાકીનું દોરડો કાપી નાંખ્યું. ગાળિયો છૂટ્યો કે તરત જ લોમાસા દોડીને ઝાડ પર ચઢી ગયો. પલિત પણ દોડીને એના દરમાં ભરાઈ ગયો. આ બધું જોઈ હતાશ થયેલો શિકારી તાત્કાલિક એ જગ્યા છોડી જતો રહ્યો.

લોમાસાએ ઝાડની ડાળી પરથી દરમાં રહેલા પલિતને સંબોધી કહ્યું, “તું મારી સાથે કોઈ વાતચીત કર્યા વિના જ દોડી ગયો. હું આશા રાખું કે તને મારી દાનત પર કોઈ શંકા નહીં હોય કારણકે હું ખરેખર તારો ખુબ જ આભારી છું. આ સમયે આપણે આપણી દોસ્તીની મીઠાશ માણવી જોઈએ”.

પલિતે લોમાસાએ આપેલો દોસ્તીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને એ માટેના કારણો કહ્યા.

આ દુનિયામાં દોસ્તી કે દુશ્મની જેવું કાંઈ નથી હોતું. સંજોગો જ મિત્ર કે દુશ્મન બનાવે છે. સ્વાર્થ અને લાલચથી જ દોસ્તી કે દુશ્મની ઉદભવે છે. સમયાંતરે દોસ્તી દુશ્મનીમાં પરિણમી શકે છે તો દુશ્મન ક્યારેક દોસ્ત પણ બની શકે છે. આ કારણોથી મિત્રો અને દુશ્મનોને નજીકથી ઓળખીને સમજવા જોઈએ.

દરેક જણ એક કે બીજી રીતે કાંઇક મેળવવાની ઈચ્છા જ રાખતા હોય છે. કોઈ કારણ વગર બીજા સાથે સારા સંબંધ નથી રાખતું. કોઈ એક જણ એની સત્તાને લીધે મિત્ર બને છે. બીજો કોઈ એના મીઠા શબ્દોથી મિત્ર બને છે. ત્રીજો કોઈ એની ધાર્મિક માન્યતાઓથી મિત્ર બને છે.

મને તારો ખોરાક બનાવવા સિવાય તને મારો કોઈ ઉપયોગ નથી. હું તારો ખોરાક છું. તું ભક્ષક છો. હું નબળો છું અને તું બળવાન છો. જયારે આપણે સમાન ન હોઈએ ત્યારે આપણી વચ્ચે દોસ્તી ન થઇ શકે. અરે, હું તને દુરથી આવતો જોઉં છું તો પણ ચેતી જતો હોઉં છું.

બુદ્ધિશાળીઓ એવો મત ધરાવે છે કે સત્તા અને તાકાત ધરાવનારની નજીકમાં રહેઠાણ ન રાખવું જોઈએ.

જે કોઈ મિત્ર પર આંધળો વિશ્વાસ રાખે છે કે દુશ્મનનો હંમેશા અવિશ્વાસ કરે છે તે પોતાને મુશ્કેલીમાં મુકે છે.

શિકારીથી ડરી ગયેલો લોમાસા તે ઝાડ છોડીને ઝડપથી દુર ભાગી ગયો. શાણો ઉંદર પલિત આ વાર્તાલાપ કરીને બીજા દરમાં રહેવા જતો રહ્યો.

Lomasa Cat and Palita Mouse

Once a mouse named Palita was living in the base of an expansive banyan tree. In
 one of the branches of that tree, there also lived a cat Lomasa, which subsisted on birds that visited the tree.

There was also a hunter living nearby, who used to set up traps made of net every evening. Various
 animals would fall into traps each night, and the hunter would return the next morning to collect his nets and catch.

One night, the cat Lomasa was caught unaware in one of the traps. Palita, the mouse, came out of his hole and
 started feasting on a piece of meat left behind by the hunter. The mouse even got upon the trapped cat that lay helpless. Suddenly, the mouse Palita observed two threats – a mongoose named Harita which had arrived there attracted by the mouse’s scent, and an owl Chandraka of sharp beaks that lay perched on one of the tree’s branches.

The mouse realized that if he got off the trap on to the ground, the mongoose would prey on him. However, if he
 remained there, the owl was sure to snatch him. Thinking that it is best to take refuge with an enemy to ward off a stronger enemy, the mouse decided to seek the cat’s protection.

Palita said, “O Lomasa, are you alive? I wish to make peace with you as both the owl and the mongoose are intent upon
 feasting on me. I shall rescue you if you agree not to kill me. Without my help, you cannot escape. A wood that supports a man to cross a river also crosses the river with the help of the man. Let us escape from this unfavourable situation by helping each other. What do you say?”

The cat Lomasa expressed words of agreement, and the mouse soon crouched beneath the cat’s body. Seeing no chances of seizing the prey, the disappointed owl and mongoose soon left that place.

The mouse then started cutting the ropes of the snare, but at a slow pace. The cat soon became impatient, and said,
 “Have you forgotten your words now that you are out of the reach of danger? Expedite your work as the hunter will soon be here”.

Palita replied, “I do not want to hurry my work, for I wish to release you at the right time. An act done at an improper
 time will fail to yield results. If I release you now, you are sure to eat me. I shall free you at the time when the hunter is at sight. At that moment, your heart will not be set upon eating me, as your focus will be on escaping from the hunter. I too shall use that moment to save my life.”

The disappointed cat Lomasa said, “The honest ones do not repay their debt to friends in this manner. Please act
 with haste”. The mouse said, “O Cat, listen to me. That friendship in which there is fear and which cannot be kept up without fear, should be maintained with great caution like the hand of the snake-charmer from the snake’s fangs. However be assured that I will cut the last string at a time expedient to both of us”.

As Palita and the Lomasa were thus talking with each other, the night was over. Soon the hunter appeared on the scene. The mouse very quickly cut the remaining string that held the cat. Freed
 from the noose, the cat ran with speed and got upon the tree. Palita also quickly fled and entered his hole. The hunter, seeing everything, was frustrated and he quickly left that spot.

The cat Lomasa, from the branches of that tree, addressed the mouse Palita inside the hole, “You suddenly ran
 away without conversing with me. I hope you do not suspect my intentions, as I am certainly grateful to you. Why do you not approach me at a time when friends should enjoy the sweetness of friendship?”

The mouse turned down Lomasa’s request for friendship and gave various reasons.

There is no such thing in existence as a foe or a friend. Only circumstances create friends and foes. Both
 friends and foes arise from considerations of interest and gain. Friendship turns into enmity over time. Similarly a foe also becomes a friend. For these reasons, both friends and foes must be studied and well understood.

Everyone is moved by the desire of gain in some form or other. One never becomes dear to another without
 cause.

One becomes dear due to his position. Another becomes dear for his sweet words. A third becomes so due to his religious affiliation.

You have no use for me except to make me your meal. I am your food. You are the eater. I am weak and you are strong. There cannot be a friendly union between us when we are not equals. I am filled with alarm even if I see you from a distance.

The wise always recommend not to have a residence near someone possessed of strength and power.

He who blindly trusts friends and always mistrusts foes puts himself in peril.

The cat Lomasa frightened of the hunter, hastily left the tree and ran away with great speed. The wise mouse Palita, having completed its conversation, entered another hole.

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Mouse = ઉંદર (undar). Banyan tree = વડ (vad). Branch = ડાળી (daali). Cat = બિલાડો (bilaado). Bird = પક્ષી (pakshi), પંખી (pankhi). Hunter = શિકારી (shikaari). Trap = છટકું (chhataku). Net = જાળ (jaal). Evening = સાંજ (saanj). Various = જાત જાત ના (jaat jaat na). Animal = પ્રાણી (praani). Night = રાત (raat). , Morning = સવાર (savaar). Unaware = અજાણતાં (ajaanataa). Hole = દર (dar). Feast = મિજબાની (mijabaani). Meat = માંસ (maans).  Helpless = લાચાર (laachaar). Suddenly = અચાનક (achaanak). To Observe = જોવું (jovu). Threat = ભય (bhay). Mongoose = નોળિયો (noliyo). Scent = ગંધ (gandh). Owl = ઘુવડ (ghuvad). Sharp = તીક્ષ્ણ (tikshna). Beaks = ચાંચ (chaanch). Prey = શિકાર (shikaar). To Snatch = આંચકી લેવું (aanchaki levu). Refuge = શરણ (sharan). Enemy = દુશ્મન (dushman). To Ward Off = નિવારણ કરવું (nivaaran karavu). Protection = રક્ષણ (rakshan). To Rescue = બચાવવું (bachaavavu). To Agree = સંમત થવું (sammat thavu). Agreement = સંમતિ (sammati). Wood = લાકડું (laakadu). Unfavourable = પ્રતિકૂળ (pratikul). Situation = પરિસ્થિતિ (parishthiti). To Express = વ્યક્ત કરવું (vyakta karavu). Words = શબ્દો (shabdo). Disappointed = નિરાશ (niraash). To Cut = કાપવું (kaapavu). Rope = દોરડું (doradu). Impatient = અધીરો (adhiro). To Forget = ભૂલી જવું (bhuli javu). Danger = ખતરો (khataro). Reply = જવાબ (jawaab). To Hurry = ઉતાવળ કરવી (utaaval karavi). To Release = છોડવું (chhodavu). Improper = અયોગ્ય (ayogya). Result = પરિણામ (parinaam). Honest = પ્રામાણિક (praamaanik). To Repay = ચુકવવું (chukavavu). Debt = ઋણ (run). Friend = મિત્ર (mitra). Haste = ઉતાવળ (utaaval). Fear = ભય (bhay). Caution = સાવધાની (saavadhaani). Snake-charmer = મદારી (madaari). Snake = સાપ (saap). Frustrated = હતાશ (hataash). To Suspect = શંકા કરવી (shankaa karavi). Intention = ઈરાદો (iraado). Grateful = આભારી (aabhaari). Sweetness = મીઠાશ (mithaash). To Turn down = નકારવું (nakaaravu). Request = વિનંતી (vinanti). Reason = કારણ (kaaran). Foe = દુશ્મન (dushman). Circumstances = સંજોગો (sanjogo).  Friendship = મૈત્રી (maitri). Enmity = દુશ્મની (dushmani). Desire = ઈચ્છા (ichchhaa). Gain = લાભ (laabh). Position = સત્તા (sattaa). Religious = ધાર્મિક (dhaarmik). Affiliation = જોડાણ (jodaan). Equal = સમાન (samaan). Wise = શાણા (shaanaa). To Recommend = સૂચવવું (suchavavu), સલાહ આપવી (salaah aapavi). Residence = નિવાસ (nivaas). Trust = વિશ્વાસ (vishwaas). Mistrust = અવિશ્વાસ (avishwaas). Peril = જોખમ (jokham). Conversation = વાતચીત (vaatchit).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ઉંદર = Mouse (માઉસ). વિશાળ = Large (લાર્જ). વડ = Banyan Tree (બેન્યન ટ્રી). દર = Hole (હોલ). ડાળ = Branch (બ્રાંચ). બિલાડો = Cat (બિલાડો). ઝાડ = Tree (ટ્રી). પક્ષી = Bird (બર્ડ). શિકારી = Hunter (હન્ટર). રોજ = Everyday (એવરી ડે). સાંજ = Evening (ઇવનિંગ). ફસાવું = To Be Trapped (ટુ બી ટ્રેપ્ડ). જાળ = Net (નેટ). રાત = Night (નાઈટ). પ્રાણી = Animal (એનિમલ). સવાર = Morning (મોર્નિંગ). અજાણતાં = Unaware (અન અવેર). માંસ = Meat (મીટ). ટુકડો = Piece (પીસ). અચાનક = Suddenly (સડન્લી). આફત = Danger (ડેન્જર). ગંધ = Scent (સેન્ટ). નોળિયો = Mongoose (મોન્ગુસ). તીક્ષ્ણ = Sharp (શાર્પ). ચાંચ = Beak (બિક). ઘુવડ = Owl (આઉલ). દુશ્મન = Enemy (એનીમી). Mitr = Friend (ફ્રેન્ડ). ઉપાય = Solution (સોલ્યુશન). શરણ = Refuge (રેફયુજ). રક્ષણ = Protection (પ્રોટેક્શન). મૈત્રી = Friendship (ફ્રેન્ડશીપ). ખાતરી = Assurance (અશુઅરન્સ). લાકડું = Wood (વુડ). મુશ્કેલ = Difficult (ડીફીકલ્ટ). સ્થિતિ = Situation (સિચ્યુએશન). સોડ = Side of Body (સાઈડ ઓફ બોડી). દોરડું = Rope (રોપ). કાપવું = To Cut (ટુ કટ). અધીરો = Impatient (ઈમ્પેશન્ટ). ભય = Fear (ફિઅર). ભયમુક્ત = Out of Danger (આઉટ ઓફ ડેન્જર). વચન = Promise (પ્રોમિસ). ભૂલી જવું = To Forget (ટુ ફરગેટ). ઉત્તર = Reply (રીપ્લાય), Answer (આન્સર). યોગ્ય = Proper (પ્રોપર). અયોગ્ય = Improper (ઇમપ્રોપર). નિષ્ફળ = Fail (ફેઈલ). ધ્યાન = Focus (ફોકસ). નિરાશ = Disappoint (ડીસપોઈન્ટ). પ્રમાણિક = Honest (ઓનીસ્ટ). ઋણ = Debt (ડેટ). ચૂકવવું = To Pay (ટુ પે). મહેરબાની = Favour (ફેવર). કાળજી = Caution (કોશન). મદારી = Snake Charmer (સ્નેક ચાર્મર). સાપ = Snake (સ્નેક). ફૂંફાડો = Hissing (). હતાશ = Frustrate (ફ્રસટ્રેટ). સંબોધવું = To Address (ટુ અડ્રેસ). આશા = Hope (હોપ). દાનત = Intention (ઇન્ટેનશન). શંકા કરવી = To Suspect (ટુ સસ્પેકટ). આભારી = Greatful (ગ્રેટફૂલ). મીઠાશ = Sweetness (સ્વિટનેસ). પ્રસ્તાવ = Proposal (પ્રપોઝલ). ઠુકરાવવું = To Reject (ટુ રીજેક્ટ). કારણ = Reason (રીઝન). સંજોગો = Circumstance (સર્કમસ્ટન્સ). સ્વાર્થ = Self Interest (સેલ્ફ ઈન્ટરેસ્ટ). લાલચ = Greed (ગ્રીડ). ઈચ્છા = Desire (ડિઝાયર). સત્તા = Position (પોઝીશન). ધાર્મિક = Religious (રિલીજસ). ભક્ષક = Eater (ઇટર). સમાન = Equal (ઇકવલ). ચેતી જવું = To Be Alert (ટુ બી એલર્ટ). બુદ્ધિશાળી = Wise (વાઈઝ). તાકાત = Strength (સ્ટ્રેન્થ). રહેઠાણ = Residence (રેસિડન્સ). વિશ્વાસ = Trust (ટ્રસ્ટ). અવિશ્વાસ = Mistrust (મિસ ટ્રસ્ટ). વાર્તાલાપ = Conversation (કોન્વર્સેશન).



No comments: