શ્રીકૃષ્ણની જીવદયા

શ્રીકૃષ્ણની જીવદયા

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

શ્રીકૃષ્ણ એવા અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે. તેઓ મહાભારત યુગના યુગપુરુષ ગણાતા. એમના સંપર્કમાં આવતા દરેકની - મનુષ્ય કે કોઈ પણ જીવની તેઓ કાળજી લેતા.

કુરુક્ષેત્રના પ્રખ્યાત યુદ્ધમાં એમણે એક યોદ્ધા તરીકે ભાગ નહોતો લીધો. તેઓ અર્જુનના સારથી બન્યા હતા. દરરોજ ભીષણ યુદ્ધની સમાપ્તિ બાદ તેઓ ઘોડાઓની સાર સંભાળ લેતા. તેઓ સ્વયં એમના ઘા સાફ કરતા, એમને સ્નાન કરાવતા અને ખવડાવતા. તેઓ બીજા કોઈને પણ આ કાર્ય કરવા હુકમ કરી શક્યા હોત પરંતુ તેઓ સ્વયં પ્રાણીઓની કાળજી લેતા.

એક દિવસ એક ટીટોડીએ કુરુક્ષેત્રના રણમેદાન નજીક એનો માળો બનાવ્યો. માનવીઓ વચ્ચે ચાલતા આ ભીષણ યુદ્ધથી આ બિચારું નિર્દોષ પક્ષી તો સાવ જ અજાણ હતું. સૂર્યોદય બાદ તે દિવસના યુદ્ધનો આરંભ થતાં જ શ્રીકૃષ્ણએ આ જોયું. એમણે ટીટોડીના માળાનું રક્ષણ કરવા એક મોટો ઘંટ એના ઉપર મૂકી દીધો.

નિર્દોષ પક્ષી એનાં બચ્ચાંની ચિંતા કરતું કલ્પાંત કરતું હતું. પરંતુ તેઓ તો શ્રીકૃષ્ણએ મુકેલા ઘંટ નીચે સલામત હતા. યુદ્ધ સમાપ્ત થતાં શ્રીકૃષ્ણએ ઘંટ ઉપાડી લીધો અને ટીટોડીને એનો માળો સલામત મળી ગયો.

આવા ભીષણ યુદ્ધ મધ્યે પણ ભગવાન જો આટલા નાના જીવની આટલી બધી કાળજી લેતા હોય તો આપણે તો નિશ્ચિંત રહેવું જ જોઈએ કે એ ભગવાન આપણી કાળજી લેતા જ હોય!

Lord Krishna’s Mercy for Creatures

Lord Krishna had many special characteristics different from an ordinary person so he is considered as an incarnation of God!
He was considered as the best human being of the Mahabharat era. He used to take care of everybody who came in his contact. This was same for humans and also for any creature.

In the famous Kurukshetra war, he was not directly involved as a warrior. He had become Charioteer for Arjun. Every day after the terrible battle, he used to look after the horses. He was personally cleaning their wounds, giving them bath and feeding them. He could have ordered anyone to do this work but he himself was taking care of the animals.

One day a female lapwing bird had built her nest near the battlefield of kurukshetra. The innocent bird was totally unaware of the fierce battle between men. When the battle started for the day after the sunrise, Krishna noticed this. He quickly put a big elethant bell over the nest to protect it.

The innocent bird kept weeping for her dear ones. But they were safe under the bell put by Krishna. At the end of the war, Krishna took away the bell and the lapwing found her nest safe.

If the Lord takes so much care of such little creatures even during a war, then we must be assured that he definitely takes care of us!

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Mercy = દયા (dayaa). Lord = પરમેશ્વર (parmeshwar). Many = અનેક (anek). Special = વિશિષ્ઠ (vishishtha). Characteristics = લક્ષણો (lakshano). Different = અલગ (alag). Ordinary = સામાન્ય (saamaanya). Person = વ્યક્તિ (vyakti), માણસ (maanas). Incarnation = અવતાર (avataar). God = ભગવાન (bhagvaan). Era = યુગ (yug). Contact = સંપર્ક (sampark). Human = મનુષ્ય (manushya). Creature = જીવ (jiv). Famous = પ્રખ્યાત (prakhyaat). War, Battle = યુદ્ધ (yudhdh). Warrior = યોદ્ધો (yodhdho). Charioteer = સારથી (saarathi). Terrible = ભીષણ (bhishan). To Look After = કાળજી લેવી (kaalaji levi). Horse = ઘોડો (ghodo). To Clean = સાફ કરવું (saaf karavu). Wound = ઘા (ghaa). To Bath = સ્નાન કરવું (snaan karavu). To Feed = ખવડાવવું (khavadaavavu). Animal = પ્રાણી (praani). Lapwing bird = ટીટોડી (titodi). Nest = માળો (maalo). Battlefield = રણમેદાન (ran medaan). Innocent = નિર્દોષ (nirdosh). Bird = પંખી (pankhi), પક્ષી (pakshi). Unaware = અજાણ (ajaan). Sunrise = સૂર્યોદય (suryoday). Bell = ઘંટ (ghant). To Protect = રક્ષણ કરવું (rakshan karavu). To Weep = રડવું (radavu). Dear = પ્રિય (priy). Safe = સલામત (salaamat). Assurance = ખાતરી (). Definitely = ચોકકસપણે (chokkas pane).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

દયા = Mercy (મર્સી). અનેક = Many (મેની). વિશિષ્ઠ = Special (સ્પેશીઅલ). લક્ષણો = Characteristic (કેરેકટરિસ્ટિક). સામાન્ય = Ordinary (ઓર્ડીનરી). માણસ = Person (પર્સન). જુદા = Different (ડીફરન્ટ). ભગવાન = God (ગોડ). અવતાર = Incarnation (ઇન્કારનેશન). યુગ = Era (એરા). સંપર્ક = Contact (કોન્ટેકટ). મનુષ્ય = Human (હ્યુમન). જીવ = Creature (ક્રીચર). કાળજી લેવી = To Look after (ટુ લુક આફટર). પ્રખ્યાત = Famous (ફેમસ). યુદ્ધ = War (વોર), Battle (બેટલ). યોદ્ધો = Warrior (વોરિઅર). સારથી = Charioteer (ચેરિઅટીઅર). ભીષણ = Terrible (ટેરીબલ). ઘોડો = Horse (હોર્સ). સ્વયં = Personally (પર્સનલી). ઘા = Wound (વુન્ડ). સાફ કરવું = To Clean (ટુ કલીન). સ્નાન કરવું = To Bath (ટુ બાથ). ખવડાવવું = To Feed (ટુ ફીડ). કાર્ય = Work (વર્ક). હુકમ = Order (ઓર્ડર). પ્રાણી = Animal (એનિમલ). ટીટોડી = Lapwing Bird (લેપવીંગ). રણમેદાન = Battlefield (બેટલ ફિલ્ડ). માળો = Nest (નેસ્ટ). નિર્દોષ = Innocent (ઇનોસન્ટ). પક્ષી = Bird (બર્ડ). સૂર્યોદય = Sunrise (સનરાઈઝ). રક્ષણ કરવું = To Protect (ટુ પ્રોટેક્ટ). મોટો = Big (બીગ). ઘંટ = Bell (બેલ). ચિંતા = Worry (વરી). કલ્પાંત કરવું = To Weep (ટુ વીપ). સલામત = Safe (સેઈફ). નિશ્ચિંત = Care free (કેર ફ્રી).



No comments: