રંગીલા રળિયા કાકા
(અંગ્રેજી અનુવાદ
નીચે આપેલ છે)
એક
ગામમાં રળિયા નામનો એક માણસ રહેતો હતો. એ ઘણો જ વિનમ્ર હતો. તેનો સ્વભાવ ઘણો આનંદી
હતો એટલે લોકો તેને "રંગીલા રળિયા કાકા" કહેતા.
એક
દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બરણી લઈને શેરીમાંથી જઈ રહી હતી. એક છોકરી બીજી છોકરીને
એના કુટુંબની સમસ્યાઓ વિષે કહેતી હતી. એના પપ્પાની તબિયત સારી નહોતી રહેતી, મમ્મી
ચિંતામાં જ રહેતી, ભાઈ પરીક્ષામાં નાપાસ થયા કરતો. તે એના ઘરની શાંતી માટે કાંઈ પણ
કરવા તૈયાર હતી.
રળિયા
કાકા છોકરીઓની પાછળ જ ચાલતા હતા. એમણે છોકરીને સુચન કર્યું કે હનુમાનજીને તેલ
ચઢાવી દે! છોકરીઓ રળિયા કાકાનો આદર કરતી હતી એટલે એમણે રળિયા કાકાની વાત માની. વળી
એ દિવસે શનિવાર હતો એટલે હનુમાનજીનો વાર! છોકરીએ બધું તેલ હનુમાનજીને ચઢાવી દીધું!
છોકરી
ઘરે ગઈ ત્યારે એની માએ એને તેલ માટે પૂછ્યું. જયારે માએ શું બન્યું તે જાણ્યું
ત્યારે એ ખુબ જ ગુસ્સે થઇ ગઈ. તે રાજા પાસે રળિયા કાકા સામે ફરિયાદ કરવા ગઈ.
આ
બાજુ રળિયા કાકા બુટ ચંપલની દુકાનમાં બુટ ખરીદવા ગયા. એમણે જુદી જુદી જાતના બુટના
નામ પૂછ્યાં. બુટની એક જોડીનું નામ હતું "પેર જા".
દુકાનદારે
નામ કહ્યું, "પેર જા".
હિન્દી
ભાષામાં "પેર જા" એટલે "પહેરી લે". એટલે રળિયા કાકા તો એ બુટ
પહેરીને ઘરે જવા લાગ્યા. દુકાનદારે પૈસા આપવા કહ્યું તો રળિયા કાકા કહે,
"કેમ
ભાઈ? હમણા જ તો તમે મને કહ્યું કે પેર જા..." (એટલે કે પહેરી લે).
દુકાનદાર
ગુસ્સે થઇ ગયો અને રાજાને ફરિયાદ કરવા ગયો.
પછી
રળિયા કાકા મીઠાઈની દુકાને ગયા. એમણે જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યાં. દુકાનદારે
મીઠાઈઓના નામ કહ્યાં. એમાં ખાજા પણ હતા. ખાજા નામની મીઠાઈ આપણે નાગપંચમીના તહેવારમાં
ખાતા હોઈએ છીએ.
દુકાનદારે
મીઠાઈનું નામ કહ્યું, "ખાજા".
હિન્દી
ભાષામાં "ખાજા" એટલે "ખાઈ લે". રળિયા કાકા તો ખાજાનો મોટો
ટુકડો ખાઈને ઘરે જવા લાગ્યા.
મીઠાઈનો
દુકાનદાર પણ રાજાને ફરિયાદ કરવા ગયો. રાજાએ રળિયા કાકાને બોલાવવા એક સિપાહીને
મોકલ્યો. રળિયા કાકા સરળ અને સારા માણસ તરીકે જાણીતા હોવાથી સિપાહીને થયું કે
રાજાએ એમને કોઈ ઇનામ આપવા બોલાવ્યા હશે. સિપાહીએ રળિયા કાકાને કહ્યું કે તમને જે
ઇનામ મળે એમાંથી મને પણ કાંઇક આપજો. રળિયા કાકાએ સિપાહીને ઈનામનો ભાગ આપવાનું વચન
આપ્યું.
રાજાએ
રળિયા કાકાને એમની સામેની ફરિયાદો વિષે પૂછ્યું. રળિયા કાકાએ રાજાને આ બધી રમુજી
વાતો કહી. હનુમાનજીને તેલ ચઢાવવાની, બુટ પહેરી લેવાની અને ખાજા ખાઈ જવાની વાતો
માણીને રાજા ખુબ હસ્યા. રાજાએ ખુશ થઈને રળિયા કાકાને કોઈ ઇનામ માંગવા કહ્યું.
રળિયા કાકાએ ઇનામમાં ચાબુકના ૧૦૦ ફટકા માંગ્યા!!
રાજા
તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયા. રળિયા કાકાએ રાજાને કહ્યું કે એમના સિપાહીએ ઈનામનો
ભાગ માંગ્યો છે. માટે આવા લોભી સિપાહીને ચાબુકના ફટકાના "ઇનામ"નો ભાગ
મળવો જ જોઈએ. પોતાના કર્મચારીઓ આવી રીતે લાંચ માંગે છે એ જાણીને રાજા ખુબ જ ગુસ્સે
થઇ ગયા. એમણે સિપાહીને કડક સજા કરી અને રળિયા કાકાને ૧૦૦ સોનામહોરનું ઇનામ આપ્યું.
રંગીલા રળિયા કાકા સુખેથી રહેવા લાગ્યા...
Rangila Ralia Kaka -
Jolly Ralia Uncle
There was a man named Ralia in a village. He was
a gentle person. He was always in a good humorous mood so people called him Rangila
Ralia kaka (means Jolly Ralia Uncle).
One day two girls were walking in a street with a
bucket full of oil. One girl was telling the other about problems in her family
- papa not in good health, mummy always worried, brother is failing his exams
etc. She was ready to do anything to bring peace to her family.
Ralia kaka was walking behind them and suggested to
pour the oil on Hanumanji. The girls respected him and so they believed him.
She emptied the oil on Hanumanji as that was a Saturday – a day considered as a
special day for Lord Hanuman.
When she reached home, her mother asked about the
oil. She was very angry when she came to know what had happened. She went to
the king with a complaint against Ralia kaka.
After meeting these two girls, Ralia kaka went to
a shoe shop. He wanted to buy a pair of shoes. He asked the names of different
styles of footwear.
There was one called"Perja" so the shopkeeper
told its name “Perja”. Perja means “Wear it” in Hindi language so Ralia kaka
wore them and
started to go home. The shop keeper asked for payment but Ralia kaka said,
“Hey! Just now you told me Perja” - You only told
me to wear them and go!! The shop keeper was angry and went to complain to the
king.
Then Ralia kaka went to a sweet shop where he
asked about different sweets. The shopkeeper told him names of different
sweets. There was one called “Khaja” so the shopkeeper told its name “Khaja”.
Khaja means “Eat it” in Hindi language so Ralia kaka ate a big piece of Khaja
and started to go home.
The sweet shop keeper also went to the king. Then
the king summoned Ralia kaka. Ralia kaka was known to be a simple and a good
man so the soldier who went to call him thought that the king is calling him to
give some prize. The soldier asked him to share his prize with him.Ralia kaka
promised him to share his prize with him.
When the king asked Ralia kaka about the
complaints against him, he explained all these funny stories. The king enjoyed
these funny stories and laughed a lot. He was very happy and offered Ralia kaka
some prize. Ralia kaka asked for 100 whips as his prize!
The king was shocked to hear this. Then Ralia
kaka told the king that his soldier has asked him to share his prize. So the
greedy soldier should get a “prize” of whips! The king became very angry to
know that his employee is asking for a bribe! He punished the soldier and rewarded
Ralia kaka with 100 Gold coins. Rangila Ralia kaka lived happily ever after!
For English medium students
Meanings and Pronounce for some words used in this story.
(Pronounce is given in the bracket):
Village = ગામ (Gaam). One = એક (Ek). Man = માણસ (Manas). Name = નામ (Naam).
Gentle = વિનમ્ર (Vinamra). Person = વ્યક્તિ (Vyakti). Good
= સરસ (Saras). Humorous = હસમુખો (Hasmukho).
Mood = મિજાજ (Mijaaj). People = લોકો (Loko).
Jolly = રંગીલા (Rangilaa), આનંદી (Aanandi).
Uncle = કાકા (Kaakaa). Day = દિવસ
(Divas).
Two = બે (Be). Girl = છોકરી (Chhokari).
To Walk = ચાલવું (Chaalavu). Street =
શેરી (Sheri). Bucket = બરણી (Barani). Full = ભરેલી (Bhareli).
Oil = તેલ (Tel). To Tell = કહેવું (Kahevu). Problem = તકલીફ (Takalif), સમસ્યા (Samasyaa). Family = કુટુંબ (Kutumb).
Papa = પપ્પા (Pappa). Mummy = મમ્મી. Health = તબિયત (Tabiyat).
Always = હંમેશા (Hammeshaa). Worry = ચિંતા (Chintaa).
Brother = ભાઈ (Bhaai). Fail = નાપાસ (Naapaas).
Exam = પરીક્ષા (Parikshaa). Ready = તૈયાર (Taiyaar).
Anything = કાંઈ પણ (Kaain pan). To Bring = લાવવું (Laavavu). Peace = શાંતી (Shaanti).
Behind = પાછળ (Paachhal). Suggestion = સુચન (Suchan).
To Pour = ઢોળવું (Dholavu). To Respect
= આદર કરવો (Aadar karavo), માન આપવું (Maan aapavu). To Believe = વાત માનવી (Vaat Maanavi), વિશ્વાસ કરવો (Vishwaas karavo). Empty = ખાલી (Khaali). Saturday = શનિવાર (Shanivaar).
Home = ઘર (Ghar). Mother = મા (Maa).
To Ask = પૂછવું (Puchhavu). To be Angry
= ગુસ્સે થવું (Gusse thavu). King = રાજા
(Raajaa).
Complaint = ફરિયાદ (Fariyaad). Shoes = બુટ (Boot).
Footwear = બુટ ચંપલ (Boot Champal). To Buy = ખરીદવું (Kharidavu).
Shop = દુકાન (Dukaan). Shopkeeper = દુકાનદાર (Dukaandaar).
To Wear = પહેરવું (Paheravu).
Language = ભાષા (Bhaashaa). Payment = પૈસા (Paisaa).
Sweet = મીઠાઈ (Mithaai). To
Eat = ખાવું (Khaavu). To Summon = મળવા
બોલાવવું (Malavaa Bolaavavu). Soldier
= સિપાહી (Sipaahi), સૈનિક (Sainik). Prize = ઇનામ (Inaam). Share = ભાગ (Bhaag),
હિસ્સો (Hisso). Promise = વચન (Vachan). To Explain= વર્ણન
કરવું (Varnan karavu). Funny = રમુજી (Ramuji). Story = વાર્તા (Vaartaa).
To Enjoy = આનંદ લેવો (Aanand levo).
To Laugh = હસવું (Hasavu). Whip = ચાબુક (Chaabuk).
Shock = આઘાત (Aaghhat). To Hear = સાંભળવું
(Saambhalavu). Greedy = લોભી (Lobhi).
Employee = કર્મચારી (Karmachaai). Bribe = લાંચ (Laanch).
Punishment = સજા (Sajaa). To Punish = સજા કરવી (Sajaa karavi). Reward = પુરસ્કાર (Puraskaar). Gold coin = સોનામહોર (Sonaa
Mahor).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
ગામ = Village (વિલેજ). નામ =
Name (નેમ). માણસ = Man (મેન).વિનમ્ર = Gentle (જેન્ટલ). સ્વભાવ = Nature (નેચર). આનંદી, રંગીલા = Jolly (જોલી). લોકો = People (પીપલ). કાકા = Uncle (અંકલ). એક = One (વન).બે = Two (ટુ). દિવસ =
Day (ડે). છોકરી = Girl (ગર્લ). તેલ = Oil (ઓઈલ). ભરેલી = Full (ફૂલ).
બરણી = Bucket (બકેટ).શેરી = Street (સ્ટ્રીટ).ઘર = House (હાઉસ).કુટુંબ = Family (ફેમીલી). સમસ્યા = Problem (પ્રોબ્લેમ). કહેવું = To Tell (ટુ ટેલ).પપ્પા = Father (ફાધર). મમ્મી = Mother (મધર).તબિયત = Health (હેલ્થ). ચિંતા = Worry (વરી). ભાઈ = Brother (બ્રધર). પરીક્ષા = Exam (એક્ઝામ).નાપાસ = Fail (ફેઈલ). શાંતી = Peace (પીસ).પાછળ = Behind (બિહાઈન્ડ).ચાલવું = To Walk (ટુ
વોક).સુચન = Suggestion (સજેશન).
આદર = Respect (રીસ્પેક્ટ). વાત માનવી
= To Believe (ટુ બીલીવ).શનિવાર =
Saturday (સેટરડે). પૂછવું = To Ask (ટુ આસ્ક).મા = Mother (મધર). ગુસ્સે થવું = To be Angry (ટુ બી એન્ગ્રી).રાજા = King (કિંગ).ફરિયાદ = Complaint (કમ્પ્લેઇન).બુટ ચંપલ = Footwear (ફૂટવેર). દુકાન = Shop (શોપ).બુટ = Shoes (શુઝ). ખરીદવું = To Buy (ટુ
બાય).દુકાનદાર = Shopkeeper (શોપકીપર).ભાષા
= Language (લેન્ગવેજ). પહેરવું = To
Wear (ટુ વેર).પૈસા = Payment (પેમેન્ટ).મીઠાઈ = Sweet (સ્વીટ). ખાવું = To Eat (ટુ ઈટ).ટુકડો = Piece (પીસ). સિપાહી = Soldier (સોલ્જર).સરળ = Simple (સિમ્પલ). ઇનામ = Prize (પ્રાઈઝ).ભાગ = Share (શેર). વચન = Promise (પ્રોમિસ).રમુજી = Funny (ફની). માણવું, આનંદ લેવો = To Enjoy (ટુ એન્જોય).હસવું = To Laugh (ટુ
લાફ).ચાબુક = Whip (વ્હીપ).સ્તબ્ધ
= Shocked (શોક્ડ).લોભી = Greedy (ગ્રીડી). કર્મચારી = Employee (એમ્પ્લોઇ). લાંચ = Bribe (બ્રાઇબ). સજા = Punishment (પનીશમેન્ટ). સોનામહોર = Gold coin (ગોલ્ડ કોઈન).
No comments:
Post a Comment