ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવ્યો
(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)
મહાભારતની વાતો પરથી આપણી એવી માન્યતા છે કે યુધિષ્ઠિર
ખુબ જ શાણા, બુદ્ધિશાળી અને કાયદાનું પાલન કરવા વાળા હતા. જયારે ભીમ લહેરી માણસ
હતો. એક વાત એવી છે કે એક વાર યુધિષ્ઠિરે ભૂલ કરી હતી અને ભીમે એમને પાઠ ભણાવ્યો
હતો!
યુધિષ્ઠિર ખુબ જ ઉદાર રાજા હતા. તેઓ દરરોજ રાજયના ગરીબ
નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા. એક દિવસ એક ગરીબ માણસ એના કામ પરથી
થોડો મોડો આવ્યો. યુધિષ્ઠિર એ દિવસનું દાન આપી ચુક્યા હતા એટલે એમણે એ ગરીબ માણસને
બીજે દિવસે - આવતી કાલે આવવા કહ્યું.
એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો
જતાં રોતો હતો. ભીમે આ જોયું એટલે એણે એ માણસને પૂછ્યું કે શું થયું છે? જયારે
ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતી કાલે આવવા કહ્યું છે ત્યારે ભીમે
યુધિષ્ઠિરને પાઠ ભણાવવા નક્કી કર્યું.
ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો. લોકો
એને પુછવા લાગ્યા કે શું બાબત છે ત્યારે એ બધાને કહેવા લાગ્યો કે એના મોટા ભાઈ
યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે! આથી એ એની ઉજવણી કરે છે. લોકોને સમજ ન પડી
એટલે એમણે ભીમને વિગતવાર સમજાવવા કહ્યું. ભીમે કહ્યું કે મનુષ્યને હમણા બીજી જ
ક્ષણે શું બનવાનું છે એની પણ ખબર નથી હોતી. આપણને એ પણ ખબર નથી કે આવતી કાલે આપણે
આ દુનિયામાં હોઈશું કે નહિ! સમય પર આપણો કોઈ જ કાબુ નથી હોતો. પરંતુ મારા મોટા ભાઈ
યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે. એમને ખબર છે કે તેઓ આવતી કાલે જીવિત જ હશે.
એટલે જ એમણે આ ગરીબ માણસને આવતી કાલે મળવા બોલાવ્યો છે.
યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ
ગઈ. એમણે તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજ વસ્તુઓ આપી.
આમ ભીમે એના શાણા ભાઈ યુધિષ્ઠિરને એક ખુબ જ અગત્યનો
પાઠ ભણાવ્યો કે કોઈ રાજાએ ક્યારેય કોઈ કામ - ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું
કામ આવતી કાલ પર ન છોડવું જોઈએ.
Bhim Taught a Lesson to Yudhisthir!
From
Mahabhrat tales, usually we have an impression that the eldest Pandava
Yudhisthir was a very wise, intelligent and law obeying person. While Bhim was
an easy going person. Here we have a story where Yudhisthir made a mistake and
Bhim taught him a lesson!
Yudhisthir
was a very noble king. He was daily donating essential things to the poor
citizens. One day one poor fellow came late from his work. By that time king
Yudhisthir's donation giving for that day was already over so he asked the poor
fellow to come the next day.
The
poor person was in so much need that he was crying while going back. Bhim saw
this so he asked him what happened. When Bhim knew that his elder brother has
asked the poor person to come next day, he decided to teach him a lesson.
Bhim
started a procession and was beating a drum. When people asked him what is the
matter, he told that his elder brother Yudhisthir has got control over the
time! So he is celebrating his victory. People could not understand so they
asked him to explain. Bhim said that we human beings never know what will
happen the very next moment. We are not sure whether we will be in this world
tomorrow? We have no control over the time but my elder brother Yudhisthir has
got the control over the time as he knows that he will surely be alive
tomorrow. That is why he has asked this poor person to meet him tomorrow.
When
Yudhisthir came to know this, he understood his mistake. He immediately called
the poor fellow and gave him his required things.
Thus
Bhim taught a very important lesson to his wise brother Yudhisthir that a king
should never leave anything, specially the task of helping poor citizens for
tomorrow.
For English medium students
Meanings and Pronounciations for some words used in this
story. (Pronounciation is given in the bracket):
To
Teach = શીખવવું (shikhavavu), ભણાવવું
(bhanaavavu). Lesson = પાઠ (paath). Tale = વાર્તા (vaartaa). Usually = સામાન્ય રીતે (saamaany rite). Impression = માન્યતા (maanyataa). Wise = શાણો (shaano), ડાહ્યો (daahyo). Intelligent = બુદ્ધિશાળી (budhdhi shaali). Law = કાયદો (kaayado).
To Obey = પાલન કરવું (paalan karavu).
Easy going = લહેરી (laheri). Mistake =
ભૂલ (bhul). Noble = ઉદાર (Udaar).
King = રાજા (raajaa). Daily = દરરોજ (dar roj). To Donate = દાન આપવું (daan aapavu). Essential = જરૂરી (jaruri), આવશ્યક (aavashyak). Thing = વસ્તુ (vastu),
ચીજ (chij). Poor = ગરીબ (garib). Citizen = નાગરિક (naagarik). Late = મોડું (modu). Work = કામ (kaam). Need = જરૂર (jarur).
To Cry = રડવું (radavu). Elder
brother = મોટા ભાઈ (motaa bhaai). Procession
= સરઘસ (sarghas). To Beat = વગાડવું (vagaadavu). Drum = ઢોલ (dhol). Matter = બાબત (baabat). Control = કાબુ (kaabu). Celebration = ઉજવણી (ujavani). Victory = વિજય (vijay). To understand = સમજવું (samajavu). To Explain = વર્ણવવું (varnavavu). Human being = મનુષ્ય (manushya). Never = ક્યારેય નહીં (kyaarey nahi). To Know = જાણવું (janavu). Moment = ક્ષણ (kshan). World = દુનિયા (duniyaa). Tomorrow = આવતી કાલ (aavati kaal). Sure = ખાતરી હોવી (khaatari hovi). Alive = જીવિત (jeevit). To Meet = મળવું (malavu). Immediately = તરત (tarat). To Call = બોલાવવું (bolaavavu). Required = જરૂરી (jaruri). Important = અગત્યનું (agatyanu). To Help = મદદ કરવી (madad karavi).
અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી
ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)
પાઠ = Lesson (લેસન).
શીખવવું, ભણાવવું = To Teach (ટુ ટીચ).
માન્યતા = Impression (ઇમ્પ્રેસન). શાણા
= Wise (વાઈઝ). બુદ્ધિશાળી =
Intelligent (ઇન્ટેલીજન્ટ). કાયદો =
Law (લો). પાલન કરવું = To Obey (ટુ ઓબે). લહેરી = Easy going (ઇઝી ગોઇંગ). ભૂલ = Mistake (મિસ્ટેક). ઉદાર = Noble (નોબલ). રાજા = King (કિંગ). દરરોજ = Everyday (એવરીડે).
ગરીબ = Poor (પુઅર). નાગરિક = Citizen
(સીટીઝન). જરૂરી, આવશ્યક = Essential (ઇસેન્શિઅલ). ચીજ, વસ્તુ = Thing (થીંગ). કામ = Work (વર્ક). મોડો = Late (લેટ).
આવતી કાલ = Tomorrow (ટુમોરો). જરૂરિયાત
= Need (નીડ), Requirement (રીક્વાયરમેન્ટ). રોવું = To Cry (ટુ ક્રાય). સરઘસ = Procession (પ્રોસેશન). ઢોલ = Drum (ડ્રમ). વગાડવું = To Beat (ટુ બીટ). લોકો = People (પીપલ). પુછવું = To Ask (ટુ આસ્ક). બાબત = Matter (મેટર). સમય = Time (ટાઈમ). કાબુ = Control (કંટ્રોલ).
ઉજવણી = Celebration (સેલિબ્રેશન). સમજવું
= To Understand (ટુ અંડરસ્ટેન્ડ). મનુષ્ય
= Human Being (હ્યુમન બીઈંગ). ક્ષણ =
Moment (મોમેન્ટ). દુનિયા = World (વર્લ્ડ). જીવિત = Alive (અલાઈવ). મળવું = To Meet (ટુ મીટ). બોલાવવું = To Call (ટુ કોલ). તરત = Immediate (ઈમીડિએઈટ). મદદ કરવી = To Help (ટુ હેલ્પ). છોડવું = To Leave (ટુ લીવ).
No comments:
Post a Comment