હનુમાનજીએ રામ સાથે યુદ્ધ કર્યું!

હનુમાનજીએ રામ સાથે યુદ્ધ કર્યું!

(અંગ્રેજી અનુવાદ નીચે આપ્યો છે)

એક વખત રામના ગુરુ વિશ્વામિત્રએ રામને યયાતિનો વધ કરવા આદેશ કર્યો. આ જાણીને યયાતિએ હનુમાનજી પાસે મદદ માંગી. યયાતિનો વધ કરવા માટે રામ આવી રહ્યા છે એ જાણ્યા વગર જ હનુમાનજીએ યયાતિને વચન આપી દીધું કે કોઈ પણ પ્રકારના સંકટ સામે એનું રક્ષણ કરશે.

આમ, હનુમાનજીએ રામ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું! રામ તો એમના ગુરુ વિશ્વામિત્રના આદેશનું પાલન કરવા માટે યયાતિ સામે લડતા હતા એટલે એમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ હનુમાનજીએ એમના ભગવાન રામ સામે કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. હનુમાનજી તો યુદ્ધભૂમિમાં રામ નામનું રટણ કરતા ઉભા રહ્યા.

રામ નામ રટતા હનુમાનજી પર રામના ધનુષમાંથી નીકળતા તીરની કોઈ જ અસર થતી નહોતી. રામ નામનું રટણ જ એમનું રક્ષણ કરતું હતું. છેવટે રામે નમતું જોખ્યું. ગુરુ વિશ્વામિત્રએ હનુમાનજીની રામ પ્રત્યેની આવી ભક્તિ અને એમનું શોર્ય જોઇને રામને એમના આદેશમાંથી મુક્ત કર્યા. એમણે હનુમાનજીને "વીર હનુમાન" એવું નામ આપ્યું.

Hanuman Fought Ram!

Once Ram’s Guru sage Vishwamitra ordered him to kill Yayati. Knowing this Yayati went to Hanuman seeking his help. Hanumanji promised him that he would save him from any kind of danger without knowing that it was Lord Ram who was coming to kill him.

Thus Hanumanji had to fight against Ram! Ram was fighting against Yayati to abide his Guru Vishwamitra’s order so he used Brahmastra. Hanuman did not use any weapon in his battle against Lord Ram. Hanuman instead stood chanting Ram's name in the battle field.

The arrows from lord Ram's bow did not have any effect on Hanuman. Chanting Ram name was protecting Hanumanji. Lord Ram then gave up and sage Vishwamithra relieved Ram of his word seeing the devotion and courage of Hanuman and gave Hanuman the name "Veer Hanuman".

For English medium students

Meanings and Pronounciations for some words used in this story. (Pronounciation is given in the bracket):

Sage = મુની (muni). To Order = હુકમ કરવો (hukam karavo). To Kill = વધ કરવો (vadh karavo). To Seek = મેળવવું (melavavu). To Promise = વચન આપવું (vachan aapavu). To Save = બચાવવું (bachaavavu). Danger = ખતરો (khataro). To Fight = લડવું (ladavu). To Abide = અમલ કરવો (amal karavo). Weapon = હથિયાર (hathiyaar). Battle = લડાઈ (ladaai). To Chant = જપવું (japavu). Battle field = રણભૂમિ (ranbhumi). Arrow = તીર (tir). Bow = ધનુષ (dhanush). Effect = અસર (asar). To Give up = છોડી દેવું (chhodi devu). To Relieve = મુક્ત કરવું (mukta karavu). Devotion = ભક્તિ (bhakti). Courage = શોર્ય (shorya), હિંમત (himmat).  

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ગુરુ = Teacher (ટીચર). વધ કરવો = To Kill (ટુ કિલ). આદેશ = Order (ઓર્ડર). વચન = Promise (પ્રોમિસ). સંકટ = Danger (ડેન્જર). રક્ષણ કરવું = To Protect (ટુ પ્રોટેક્ટ). શસ્ત્ર = Weapon (વેપન). રટણ = Chant (ચાંટ). ધનુષ = Bow (બાઉ). તીર = Arow (એરો). અસર = Effect (અસર). નમતું જોખવું = To Give Up (ટુ ગીવ અપ). શોર્ય = Courage (કરિજ). મુક્ત કરવું = To Relieve (ટુ રિલીવ).



No comments: