ખડબડ ખાં

ખડબડ ખાં

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક રાજા હતો. એ ઘણો જ સારો રાજા હતો. એના રાજયમાં બધા બહુ જ સુખી હતા. એ રોજ રાતે નગરચર્યા કરવા નીકળતો. એક રાતે એ રસ્તો ભૂલી ગયો. એ એક ઘરડા માજીના ઘરે ગયો. રાજાએ વેશપલટો કર્યો હોવાથી માજી રાજાને ઓળખી ન શક્યાં. રાજાએ પાણી માગ્યું એટલે માજીએ એને પાણી આપ્યું. એ વખતે માજીની નજર રાજાના હાથ પર પડી. એમણે વીંટી જોઈ એટલે તરત રાજાને ઓળખી ગયાં.

માજીએ રાજાને કટાઈ ગએલી, તૂટેલી બાલદી આપી. રાજાને થયું કે માજી મને ઓળખતાં નથી એટલે આવી તૂટેલી ચીજ આપે છે. રાજાએ બાલદીને એક કપડામાં વીંટાળી. બાલદીનો એક ટુકડો તૂટી ગયો. રાજાએ એને ઘસ્યો તો એમાંથી ધુમાડો નીકળ્યો અને એક વિચિત્ર જેવો માણસ પ્રગટ થયો. આ માણસ ઘડીકમાં ખુબ જ ઉંચો થઇ જાય તો ઘડીકમાં એકદમ નીચો થઇ જાય. ઘડીકમાં ખુબ જ જાડો થઇ જાય તો ઘડીકમાં એકદમ પાતળો થઇ જાય.

રાજાએ આવા અજાયબ માણસને પૂછ્યું, "તું કોણ છે?"

વિચિત્ર માણસે કહ્યું, "મારું નામ ખડબડ ખાં છે. હું ઉંચો, નીચો, જાડો, પાતળો થઇ શકું છું. હું તારું કોઈ પણ કામ કરી શકું".

રાજા ખડબડ ખાંને પોતાની સાથે લઇ ગયા. રાજાએ એમને કહ્યું કે મારો બગીચો સાફ કરી આપો. ખડબડ ખાંએ તરત જ બગીચો એકદમ સુંદર કરી આપ્યો. રાજાએ ક્યારેય આવો સુંદર બગીચો નહોતો જોયો. રાજા એમને ખુબ જ માનપાન આપવા લાગ્યા.

રાજાની હજામત કરવા આવતા હજામને આ ન ગમ્યું. એણે રાજાને કહ્યું કે તમે ખડબડ ખાંને કહો કે હિમાલયમાં થતું જીવતું ઝાડ, ગાતું પક્ષી લઇ આવે. રાજાએ ખડબડ ખાંને કહ્યું તો એ કહે કે આ તો બહુ જ મુશ્કેલ છે. રાજા કહે કે તમે નહીં લાવો તો હું ખાવા-પીવાનું છોડી દઈશ. ખડબડ ખાં હિમાલય જવા ઉપડયા.

ખડબડ ખાં ખુબ જ ઊંચા થઇ ગયા અને લાંબા પગલાં ભરતા હિમાલય પહોંચી ગયા. ત્યાં ગામ લોકોને જીવતા ઝાડ, ગાતા પક્ષી વિષે પૂછ્યું તો ગામ લોકો કહે કે એની આસપાસ ભયંકર રાક્ષસો રહે છે. તમે બેહોશીનું અત્તર લઇ જાવ અને રાક્ષસોને બેભાન કરી દેજો. ખડબડ ખાં એકદમ નીચા થઇ ગયા અને જીવતા ઝાડ પાસે ગયા. એમણે રાક્ષસો પર બેહોશીનું અત્તર નાખ્યું અને એમને બેભાન કરી દીધા. પણ એક કાણો રાક્ષસ જલ્દી બેભાન ન થયો એ બધું જોઈ ગયો. ખડબડ ખાં જીવતું ઝાડ અને ગાતું પક્ષી લઈને ભાગ્યા એ કાણો રાક્ષસ જોઈ ગયો. ખડબડ ખાંએ રાજાને જીવતું ઝાડ અને ગાતું પક્ષી આપ્યાં એટલે રાજા તો ઘણો ખુશ થઇ ગયો. ખડબડ ખાંના માનપાન ઘણા વધી ગયા.

આથી હજામ વધારે ખિજાયો. એણે રાજાને ચઢાવ્યો કે તમે હજી કુંવારા છો તો ખડબડ ખાંને કહો કે તમારા માટે હિમાલયથી પદમણી લઇ આવે. રાજાએ ખડબડ ખાંને કહ્યું તો એ કહે કે આ તો બહુ જ મુશ્કેલ છે. રાજા રિસાઈ ગયો એટલે ખડબડ ખાં રાજા માટે પદમણી લેવા હિમાલય ગયા. ત્યાં ગામ લોકો એમને જોઇને રાજી રાજી થઇ ગયા. એમણે કહ્યું કે પદમણી તો અમારા રાજાની કુંવરી છે. એને હાથીઓ ઉપાડી ગયા છે. ખડબડ ખાં એકદમ નીચા થઇ ગયા અને હાથીઓ પાસે ગયા. એક મોટા હાથીએ પદમણીને એના કાનમાં રાખી હતી. ખડબડ ખાંએ હાથીઓ પર બેહોશીનું અત્તર નાખ્યું અને એમને બેભાન કરી દીધા. હાથીને ખબર ન પડે એ માટે ખડબડ ખાંએ પદમણીના વજન જેટલા વજનની લોટની ગુણી એના કાનમાં મૂકી દીધી. પછી પદમણીને પોતાની સાથે લઇ ગયા. રાજા સાથે પદમણીના લગ્ન કરાવ્યા.

રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા. એવામાં એક નવી મુસીબત આવી પડી. પેલો કાણો રાક્ષસ જે ખડબડ ખાંને જોઈ ગયો હતો તે એમને શોધતો શોધતો આવી પહોંચ્યો. તે સાધુનો વેશ લઈને ગામ બહાર રહેવા લાગ્યો. ત્યાં આવતા લોકોને અને પશુઓને મારતો હતો. આ તકનો લાભ લઈને હજામે ખડબડ ખાંને મારી નાખવાનું નક્કી કર્યું. રાક્ષસને મળીને એણે એક યોજના કરી.

હજામે રાજાને કહ્યું કે ગામ બહાર એક સાધુ આવ્યા છે એના આશીર્વાદ લેવા જાવ. ખડબડ ખાંને પણ લઇ જાવ. રાજા ખડબડ ખાંને લઈ ગયા. રાક્ષસ તો આ તકની જ રાહ જોતો હતો. એણે રાજાને કહ્યું કે હું તમારા રાજયની શાંતી માટે એક હવન કરીશ. રાક્ષસે હવન કર્યો અને રાજાને તથા ખડબડ ખાંને અગ્નિકુંડના ફેરા ફરવા કહ્યું. એનો ઈરાદો ખડબડ ખાંને અગ્નિમાં નાંખી દેવાનો હતો. પણ ખડબડ ખાં ચેતી ગયા. તેઓ એકદમ ઊંચા અને જાડા બની ગયા. એમણે રાક્ષસને ઉપાડીને આગમાં નાંખી દીધો.

હવે ખડબડ ખાં સમજી ગયા હતા કે હજામ જ આવા કાવતરાં કરે છે. એમણે તક મળતાં જ હજામને ભગાડી મુક્યો. પછી એમણે પાછા જવા માટે રાજાની અનુમતિ માંગી. રાજા તો એમને હંમેશા પોતાની સાથે જ રાખવા માંગતા હતા. પરંતુ ખડબડ ખાંએ કહ્યું કે તેઓ કાયમ ત્યાં ન રહી શકે. ભવિષ્યમાં કોઈ મુસીબત આવે ત્યારે બોલાવજો. ખડબડ ખાંએ વિદાય લીધી. રાજા રાણી આનંદથી રહેવા લાગ્યા.

Khadbad Khan

There was one king. He was a very noble king. People were very happy in his kingdom. At night he was going to know the where about of his people. One night he forgot his way. He went to one old woman’s house. The king had changed his appearance so the old woman could not recognize him. The king asked for water. When the old woman gave him water, she saw the ring on his finger. The old woman immediately recognized the king from his ring.

The old woman gave one broken, rusted bucket to the king. The king thought that the old woman does not recognize him so she is giving him such a broken bucket. The king wrapped the bucket in a cloth. One piece of the bucket fell down. When the king rubbed the piece, smoke came out and one strange person appeared from the smoke. This person was changing his form as Tall, Short, Thin, Fat.

The king asked this wonder person, “Who are you?”

The wonder person told the king, “My name is Khadbad khan. I am capable to become Tall, Short, Thin, Fat. I can do any work for you”.

The king took Khadbad khan with him. The king asked Khadbad khan to clean his garden. Khadbad khan prepared a very beautiful garden. The king had never seen such a beautiful garden. The king was now keeping Khadbad khan with full respect.

The king’s barber did not like this. He asked the king to order Khadbad khan to bring the Living Tree and Singing Bird from the Himalaya. Khabdad khan told the king that it is very difficult. The king told him that he will not eat anything if he does not bring these things for him. Khadbad khan went to the Himalaya.

Khadbad khan became very tall and reached Himalaya by taking long steps. He asked the villagers about Living Tree and Singing Bird. The villagers told him that there are many demons near the Living Tree and Singing Bird. They gave him perfume to make them unconscious. Khadbad khan became very short and went to the Living Tree. He threw perfume on the demons to make them unconscious. One one-eyed demon did not become unconscious soon so he saw what Khadbad khan was doing. Khadbad khan took away the Living Tree and Singing Bird. The one-eyed demon saw this. The king became very happy to get the Living Tree and Singing Bird. He gave more respect to Khadbad khan.

The barber became very upset. He asked the king to order Khadbad khan to bring a beautiful Himalayan princess for him. Khadbad khan told the king that it is very difficult. The king stopped talking to him so he went to the Himalaya. The villagers became very happy to see Khadbad khan. They told him that big elephants have captured their king’s beautiful princess. They gave him perfume to make the elephants unconscious. Khadbad khan became very short and went to the elephants. One big elephant had kept the princess in his long ear. Khadbad khan threw perfume on the elephants to make them unconscious. He brought out the princess from the elephant’s ear. He put a bag of the weight of the princess in the elephant’s ear so he does not feel that the princess is not in his ear. Khadbad khan took the princess with him. The king married the princess.

The king and his queen were very happy. But then a new problem came up! That one-eyed demon who had seen Khadbad khan, started searching him and came to the village. He put up a priest’s dress and stayed outside the village. He was killing the people and cattles coming there. The barber took this opportunity and decided to kill Khadbad khan. He met the demon and prepared a plan.

The barber asked the king to take blessing from the priest. The king went to meet the priest and also took Khadbad khan with him. The demon was just waiting for this opportunity. He told the king that he will perform a Yagna – a holy ritual for his kingdom’s peace. The demon performed the holy ritual – a Yagna by making fire. He asked the king and Khadbad khan to move around the fire. He wanted to throw Khadbad khan in the fire. But Khadbad khan became alert. He became very tall and fat. He picked up the demon and threw him in the fire.

Now Khadbad khan knew that the cunning barber is making such cruel plans. He found an opportunity and got rid of the barber. Now Khadbad khan had to go. He asked the king to let him go. The king wanted to keep him forever. Khadbad khan told him that he cannot stay there forever. He promised the king that he will be with him any time in future if he has any problem. Khadbad khan took leave. The king and the queen were living happily.

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

One = એક (Ek).King = રાજા (Raajaa). Noble = ઉમદા (Umadaa). People = લોકો (Loko).Happy = સુખી (Sukhi). Kingdom = રાજય (Raajya). Night = રાત (Raat). To know = જાણવું (Jaanavu). Where about = હાલ ચાલ (Haal chaal). To Forget = ભૂલી જવું (Bhuli Javu). Way = રસ્તો (Rasto). Old = ઘરડા (Gharadaa). Woman = સ્ત્રી (Stri). House = ઘર (Ghar). To Change = બદલવું (Badalavu). Appearance = દેખાવ (Dekhaav). To Recognize = ઓળખવું (Olakhavu). Water = પાણી (Paani). Ring = વીંટી (Vinti). Finger = આંગળી (Aangali). Immediately = તરત (Tarat). Broken = તૂટેલું (Tutelu). Rust = કાટ (Kaat). Rusted = કટાઈ ગયેલી (Kataai Gayeli). Bucket = બરણી (Barani). To Wrap = વીંટાળવું (Vintaalavu). Cloth = કપડું (Kapadu). Piece = ટુકડો (Tukado). To Rub = ઘસવું (Ghasavu). Smoke = ધુમાડો (Dhumaado). Strange = વિચિત્ર (Vichitra). Person = માણસ (Maanas). To Appear = હાજર થવું (Haajar thavu). Tall = ઉંચો (Uncho). Short = નીચો (Nicho). Thin = પાતળો (Paatalo). Fat = જાડો (Jaado). Wonder = અજાયબ (Ajaayab). Capable = સક્ષમ (Saksham). Work = કામ (Kaam). To Clean = સફાઈ કરવી (Safaai karavi). Garden = બગીચો (Bagicho). Beautiful = સુંદર (Sundar). To Keep = રાખવું (Raakhavu).Respect = આદર (Aadar). Barber = હજામ (Hajaam). To Order = હુકમ કરવો (Hukam karavo). To Bring = લાવવું (Laavavu). Living = જીવતું (Jivavu). Tree = ઝાડ (Zaad), વૃક્ષ (Vruksha). Singing = ગાતું (Gaatu). Bird = પક્ષી (Pakshi), પંખી (Pankhi). Difficult = મુશ્કેલ (Mushkel). To Reach = પહોંચવું (Pahochavu). Long = લાંબા (Laambaa). Steps = પગલાં (Pagalaan). Village = ગામ (Gaam). Villager = ગામ વાસી (Gaam Vaasi). Demon = રાક્ષસ (Raakshas). Perfume = અત્તર (Attar). Unconscious = બેભાન (Bebhaan). To Take Away = લઇ જવું (Lai javu). Big = મોટા (Motaa). Elephant = હાથી (Haathi). To Capture = પકડી રાખવું (Pakadi Raakhavu). Princess = કુંવરી (Kunvari). Ear = કાન (Kaan). Bag = કોથળી (Kothali). Weight = વજન (Vajan). Marriage = લગ્ન (Lagna). Queen = રાણી (Raani). Problem = સમસ્યા (Samasyaa). Search = શોધ (Shodh).Priest = સાધુ (Saadhu). Dress = વેશ (Vesh). People = લોકો (Loko). Cattles = ઢોર (Dhor). Opportunity = તક (Tak). To Decide = નક્કી કરવું (Nakki karavu). To Prepare = બનાવવું (Banaavavu). Plan = યોજના (Yojanaa). Blessing = આશીર્વાદ (Aashirvaad). To Meet = મળવું (Malavu). To Wait = રાહ જોવી (Raah Jovi). Holy = પવિત્ર (Pavitra). Ritual = વિધી (Vidhi). Peace = શાંતી (Shaanti). Fire = અગ્નિ (Agni), આગ (Aag). To Move around = ફરવું (Faravu). To Throw = ફેંકવું (Fenkavu). To be Alert = ચેતી જવું (Cheti javu). To Pick up = ઉપાડવું (Upaadavu). Cunning = લુચ્ચો (Luchcho). Cruel = ઘાતકી (Ghhataki). Time = સમય (Samay). Future = ભવિષ્ય (Bhavishya).





અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

એક = One (વન). રાજા = King (કિંગ).રાજય = Kingdom (કિંગડમ). સુખી = Happy (હેપ્પી).રોજ = Everyday (એવરીડે). રાત = Night (નાઈટ). નગરચર્યા = Where about of People (વ્હેર અબાઉટ ઓફ પીપલ).રસ્તો = Way (વે). ભૂલી જવું = To Forget (ટુ ફરગેટ).ઘરડા = Old (ઓલ્ડ).ઘરડા માજી = Old Woman (ઓલ્ડ વુમન).ઘર = House (હાઉસ).વેશપલટો = To Change Appearance (ટુ ચેન્જ અપીરન્સ). ઓળખવું = To Recognize (ટુ રેક્ગ્નાઈઝ).પાણી = Water (વોટર).હાથ = Hand (હેન્ડ).વીંટી = Ring (રીંગ). કાટ = Rust (રસ્ટ). કટાઈ ગએલી = Rusted (રસ્ટેડ). તૂટેલી = Broken (બ્રોકન). બાલદી = Bucket (બકેટ).ચીજ = Thing (થીંગ).કપડું = Cloth (ક્લોથ). ઘસવું = To Rub (ટુ રબ).ધુમાડો = Smoke (સ્મોક).વિચિત્ર = Strange (સ્ટ્રેન્જ).માણસ = Man (મેન). પ્રગટ થવું = To Appear (ટુ અપીઅર).ઉંચો = Tall (ટોલ).નીચો = Short (શોર્ટ).જાડો = Fat (ફેટ).પાતળો = Thin (થીન).અજાયબ = Wonder (વન્ડર).બગીચો = Garden (ગાર્ડન). સાફ કરવું = To Clean (ટુ ક્લીન). સુંદર = Beautiful (બ્યુટીફૂલ).માનપાન = Respect (રીસ્પેક્ટ).હજામ = Barber (બાર્બર). જીવતું = Living (લીવીંગ). ઝાડ = Tree (ટ્રી).ગાતું = Singing (સિંગીંગ).પક્ષી = Bird (બર્ડ).મુશ્કેલ = Difficult (ડીફીકલ્ટ).લાંબા = Long (લોંગ). પગલાં = Steps (સ્ટેપ્સ).ગામ = Village (વિલેજ). લોકો = People (પીપલ).રાક્ષસ = Demon (ડેમોન). બેહોશી, બેભાન = Unconscious (અનકોન્સીયસ). અત્તર = Perfume (પરફ્યુમ).પદમણી = Beautiful Woman (બ્યુટીફૂલ વુમન).કુંવરી = Princess (પ્રિન્સેસ).હાથી = Elephant (એલીફન્ટ).કાન = Ear (ઈયર).વજન = Weight (વેઇટ).લોટ = Flour (ફ્લોર).લગ્ન = Marriage (મેરેજ).રાણી = Queen (ક્વીન).મુસીબત = Problem (પ્રોબ્લેમ).શોધવું = To Search (ટુ સર્ચ).સાધુ = Priest (પ્રીસ્ટ).વેશ = Dress (ડ્રેસ).પશુ = Cattle (કેટલ).તક = Opportunity (ઓપોરચ્યુનીટી). યોજના = Plan (પ્લાન).આશીર્વાદ = Blessing (બ્લેસિંગ). શાંતી = Peace (પીસ).હવન = A Holy Ritual (હોલી રીચ્યુઅલ).અગ્નિ = Fire (ફાયર).ઈરાદો = Intention (ઇન્ટેન્શન).નાંખી દેવું = To Throw (ટુ થ્રો).ચેતી જવું = To be Alert (ટુ બી એલર્ટ).



No comments: